Translate

Monday, September 5, 2016

વીમા કંપનીઓ માટે લિસ્ટિંગ ફરજિયાત: IRDAનો પ્રસ્તાવ

વીમા નિયમનકર્તા IRDAનું ધાર્યું થશે તો આગામી ત્રણ વર્ષમાં ઇન્શ્યોરન્સ કંપનીઓના ઢગલાબંધ IPO પ્રાઇમરી માર્કેટમાં આવશે. IRDA 10 વર્ષથી કાર્યરત વીમા કંપનીઓના ફરજિયાત લિસ્ટિંગની યોજના ધરાવે છે. તેનો મુખ્ય હેતુ કંપનીઓની કામગીરીને પારદર્શક બનાવવાનો છે. ઉપરાંત, લિસ્ટિંગને કારણે કંપનીઓ બજારમાંથી ભંડોળ પણ એકત્ર કરી શકશે.

IRDAની ઇચ્છા અમલી બનશે તો ઘણી કંપનીઓએ સફળતા ટકાવી રાખવા અથવા અંદાજ કરતાં સારું વેલ્યુએશન મેળવવા અન્ય કંપનીઓ સાથે મર્જ થવું પડશે. IRDAના સુપરવાઇઝિંગ લાઇફ ઇન્શ્યોરન્સ બિઝનેસના બોર્ડના સભ્ય નિલેશ સાઠેએ ઇટીને જણાવ્યું હતું કે, કોર્પોરેટ ગવર્નન્સના હેતુથી અમે ફરજિયાત લિસ્ટિંગની દરખાસ્ત લાવવાનું વિચારી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ નિયંત્રણને કારણે લિસ્ટિંગ ન થઈ શકે તેમ હોય તો તેમની પાસે શું પસંદગી છે? તેમણે નાની કે મોટી કંપની સાથે મર્જ થવું પડશે. અમે ફરજિયાત લિસ્ટિંગ અંગે ચર્ચાપત્ર લાવીશું. તેમને નિશ્ચિત સમય આપવામાં આવશે. ચર્ચાપત્ર પછી પ્રસ્તાવ પર નક્કર નિર્ણય લેવાય તે નિશ્ચિત કરાશે.

ફરજિયાત લિસ્ટિંગના પ્રસ્તાવથી ઘણી કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. કારણ કે મોટા ભાગની કંપનીઓ નફો તો કરતી જ નથી, કેટલાક તો અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. IPOની યોજના ધરાવતી HDFC લાઇફે મેક્સ લાઇફ સાથે રિવર્સ મર્જર પછી લિસ્ટિંગનો વિકલ્પ પસંદ કર્યો છે. ICICI પ્રુડેન્શિયલ લાઇફે સેબીને ઓફર ડોક્યુમેન્ટ સુપરત કર્યા છે અને લિસ્ટ થનારી પહેલી ઇન્શ્યોરન્સ કંપની બનશે.

વીમા ક્ષેત્ર 2000માં ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મુકાયું હતું. હાલ 54 ઇન્શ્યોરન્સ કંપની કાર્યરત છે. જેમાંથી 32 જેટલી જીવન વીમા અને જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઠ વર્ષથી બિઝનેસ કરે છે. લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓને વધારાની મૂડીની જરૂર છે.

મોટા ભાગના પ્રમોટર્સે ભવિષ્યમાં સારા વળતરની આશાએ પહેલા 10 વર્ષમાં નોંધપાત્ર મૂડીરોકાણ કર્યું છે. સાઠેએ જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી બિઝનેસમાં હોવા છતાં બજારહિસ્સો એક ટકાથી પણ ઓછો હોય તો બિઝનેસ કરવાનો કોઈ અર્થ નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, IRDAએ મર્જર અને એમાલગમેશન્સની પોલિસી જાહેર કરી છે.

ભારતીય વીમા ઉદ્યોગ છેલ્લાં 15 વર્ષમાં ઘણી સાઇકલમાંથી પસાર થયો છે. લાઇફ ઇન્શ્યોરન્સ બિઝનેસ 2000થી 2008ના ગાળામાં વાર્ષિક 35 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો હતો. ત્યાર પછી છેલ્લાં કેટલાંક વર્ષમાં તેનો વૃદ્ધિદર ધીમો પડી 6-8 ટકા થયો છે. કેન્દ્ર સરકારે 2015માં વિદેશી રોકાણકારો માટે શેરહોલ્ડિંગની મહત્તમ મર્યાદા ભરપાઈ મૂડીના 26 ટકાથી વધારી 49 ટકા કરી હતી. તેને લીધે 2015-16માં રૂ.13,000 કરોડનું વિદેશી રોકાણ આવ્યું હતું.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Saturday, Apr 05
24h Daylight Saving Time Ends 0
24h Daylight Saving Time Ends 0
Monday, Apr 07
07:00 ANZ Job Advertisements 1 -1.4%
11:30 Halifax House Prices (YoY/3m) 1 2.9%
11:30 Halifax House Prices (MoM) 1 0.2% -0.1%
12:30 Foreign Currency Reserves 1 753B
20:00 Bank of Canada Business Outlook Survey 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener