Translate

Monday, September 28, 2015

ફ્રી સર્વિસ છતાં દર મિનિટે 15 લાખ રૂપિયા કમાય છે Google, જાણો કઇ રીતે

ફ્રી સર્વિસ છતાં દર મિનિટે 15 લાખ રૂપિયા કમાય છે Google, જાણો કઇ રીતેગુગલ આજે 17 વર્ષની થઇ ગઇ છે અને પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે અમે તમને બતાવીએ છીએ ગુગલ વિશેની એવી ખાસ વાતો જે તમે કદાચ નહીં જાણતા હોય. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે 7 દિવસના અમેરિકાના પ્રવાસે છે, આ દરમિયાન સિલિકૉન વેલીમાં ટેક દિગ્ગજોને મળશે. તેમાં ભારતીય મૂળના Googleના CEO સુંદર પિચાઇ પણ સામેલ છે આ મુલાકાતને લઇને સુંદર પિચાઇએ મોદી માટે એક વેલકમ વીડિયો પણ રજૂ કર્યો હતો.
 
ગુગલ પોતાના યૂઝર્સને ફ્રીમાં સર્વિસ આપી રહી છે પણ તમને ખબર છે દુનિયાની આ નંબર વન કંપની ફ્રીમાં સર્વિસ આપવા છતાં પણ કરોડો રૂપિયાનો વેપાર કરે છે. ગુગલ એક મિનિટના લગભગ 15 લાખ રૂપિયા કમાય છે. તમને ખબર છે આપણે જે સેવાઓને મફતમાં સમજીએ છીએ ગુગલ તેના જ આધારે અન્ય પાસેથી આવક મેળવે છે. જુદીજુદી કંપનીઓ આપણા વિશેની માહિતીઓ ગુગલ પાસેથી ખરીદે છે અથવા તો જાહેરાતો માટે પૈસા આપે છે. ગુગલ આવી અનેક જાહેરાતો પરના એક ક્લિકના એક સેન્ટથી માંડીને સેંકડો ડૉલર વસુલે છે.   
મિનિટના કેટલા રૂપિયા કમાય છે ગુગલ 
 
Gizmodo Australia વેબસાઇટ અનુસાર, વર્ષ 2014માં પ્રત્યેક મિનિટમાં ગુગલ 149,288 ડૉલર (લગભગ - 99 લાખ રૂપિયા)ની આવક જનરેટ કરે છે, જેમાં પ્રોફિટ 23509 ડૉલર (લગભગ 15 લાખ રૂપિયા) છે. 

ગુગલ 97 ટકા કમાણી જાહેરાતોમાંથી કરે છે
 
2015ની Q2 (બીજી ત્રિમાસિક) રિપોર્ટ અનુસાર, ગુગલની કુલ કમાણી 17.3 બિલીયન ડૉલર (લગભગ 109284.1 કરોડો રૂપિયા) હતી. તેમાંથી 97 ટકા માત્ર જાહેરાતોમાંથી આવી હતી. ગુગલની એડવર્ટાઇજીંગ સ્ટ્રેટેજી પ્રમાણે કીવર્ડ્ઝના હિસાબે પૈસા વસુલાય છે. wordstream.comના આર્ટિકલ અનુસાર 20 સૌથી એક્સપેન્સિવ કીવર્ડ઼સમાંથી પહેલો કીવર્ડ ઇન્સ્યોરન્સ (insurance) છે ત્યાર પછી (loan) કીવર્ડ બીજા નંબરે છે (આ આંકડા બદલાતા રહે છે.)
 
કૉસ્ટ પર ક્લિક મૉડલ
ફ્રી સર્વિસ છતાં દર મિનિટે 15 લાખ રૂપિયા કમાય છે Google, જાણો કઇ રીતે 
investopedia.com અનુસાર Googleની એડ પોલીસી ખાસ કરીને કૉસ્ટ પર ક્લિક મૉડલ પર કામ કરે છે. એટલે કે એડવર્ટાઇઝરના પેજ પર એકપણ ક્લિક ના થાય તો તેને એકપણ પૈસો ચૂકવવો પડતો નથી. જેટલી ક્લિક થાય તેના હિસાબે પેમેન્ટ વસુલાય છે. 
 
Googleની જાહેરાતોથી પોટેન્શિયલ ક્લાઇન્ટ્સને ટારગેટ કરવો સરળ બની ગયો છે. કોઇ પોટેન્શિયલ ક્લાઇન્ટ એડ પર ક્લિક કરે ત્યારે ગુગલ તેની સંબંધિત એડ આપવાવાળી કંપની પાસેથી પૈસા વસુલે છે. આ આખી પ્રક્રિયા AdWords સર્વિસ હેઠળ થાય છે. ડ્યુલ રેવન્યુ સ્ટ્રેટેજી અંતર્ગત AdSense સર્વિસ પણ આવે છે. 
જાણો શું છે AdSense?
 
અગાઉ ગુગલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તેની 70 ટકા એડ રેવન્યુ AdWords મારફતે આવે છે અને બાકીની AdSense સર્વિસથી આવે છે. 
 
ગુગલ પેજ પર એડ પોસ્ટ કરવાની સાથે સાથે ગુગલ બીજી વેબસાઇટ્ના ઓનરને ગુગલના બ્રાન્ડેડ એડ સર્વિસ સાથે જોડાવવાનો મોકો આપે છે. આમ બીજી કંપનીઓ પણ ગુગલ સાથે મળીને એડ આપી શકે છે.
 
સોફ્ટવેર 
ફ્રી સર્વિસ છતાં દર મિનિટે 15 લાખ રૂપિયા કમાય છે Google, જાણો કઇ રીતે 
Googleનું રેવન્યુ સોફ્ટવેર પણ આવે છે, અત્યારે એન્ડ્રોઇડ એ દુનિયાની સોથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે અને આ સોફ્ટવેરથી કંપની કમાણી પણ કરે છે. એક રિપોર્ટ અનુસાર, ગુગલ પ્લે સ્ટોર કમાણીમાં બહુ જ જલ્દી એપલના આઇટ્યુન્સની સરખામણીમાં આવી જશે. આંકડાઓ પ્રમાણે ગુગલ પ્લે સ્ટોર 2018 સુધીમાં એપલ આઇટ્યુન્સને કમાણીમાં પાછળ પાડી શકે છે. જોકે, ગુગલની કમાણી સોફ્ટવેરથી કેટલી થાય છે તેનો બરાબર અંદાજ નથી લગાવી શકાતો.
 

Tuesday, September 22, 2015

10 brilliant WhatsApp tips and tricks

10 brilliant WhatsApp tips and tricks
WhatsApp just keeps on growing, adding new features and users all the time. The prospect of sending texts and making calls for free has tempted a whopping 800 million people onto the Facebook-owned app at last count.
If you're one of them, chances are there are a few elements of the app that still seem bewildering or annoying - the good news is many of them can be fixed if you know where to look.
So sit back, check out these WhatsApp tips and tricks and you'll be chucking messages to your buddies left, right and center without having to worry about getting yourself tangled in a web of pointless chatting.
MIgrate
When you switch to a newer iPhone, or replace your old Android, you can take your chat history with you. If you use a microSD card, it's as simple as Menu > Settings > Chat settings > Backup conversations.
Move the card over to the new phone, install WhatsApp, and Restore when prompted. If the backup is on internal storage, you can use a file explorer to find the /sdcard/WhatsApp/ folder and move the contents manually.
Support for backing up to Google Drive is due to be added in the next build. Check the Apple website for iOS instructions.
Hiding
When you look at a contact on WhatsApp there's usually a "last seen" time under their name, which tells you when they last checked the app.
If you don't want people to be able to see when you're using WhatsApp, you can set your "last seen" to Nobody. Go to Settings > Account > Privacy, but be aware that it will also prevent you from being able to see other people's last seen time. You can also hide your profile photo, status, and turn off read receipts in the Privacy menu.
Message read
You can tell when your message has been read in WhatsApp when the two ticks next to it in the chat window turn blue. Sometimes you may want to get a little extra detail.
Just tap and hold on the message and then tap the Info icon, and you'll get a precise time. In iOS, you can also tap and drag the message to the left to get the time.
Locking
There's no way to do this on iOS without jailbreaking, but on Android you have a wide choice of security apps that will enable you to password or PIN protect your WhatsApp chats. Try Messenger and Chat Block, AppLock, or Smart AppLock.
Some of these apps will even snap a photo if someone tries to access the app without the right PIN, so you can catch snoopers. On Windows Phone you can try WhatsApp Locker. If you're on BlackBerry, then try Lock for Whats Messenger.
Computer
If you have the Chrome browser installed on your computer or laptop then go to WhatsApp Web and follow the instructions for your phone.
You'll need to make sure your phone is connected to the Internet, ideally through Wi-Fi, because the web app still syncs everything from your phone. Start up WhatsApp, find the WhatsApp Web option in the menu, and scan the QR code in the browser.
You can now start chats and get notifications right there on your computer. It doesn't work on iOS.
Camera roll
You probably don't want all the images from WhatsApp to appear in your Camera Roll on iOS, or in your Gallery or Photos app on Android.
It's easy to sort on iOS, just go to Settings > Privacy > Photos and toggle WhatsApp off.
On Android, use a file manager like ES File Explorer, and go to sdcard/WhatsApp/Media,then tap New at the bottom left in any folder you don't want shared, and create a file called .nomedia.
Your images won't pop up in the gallery anymore. Woohoo!
Mute group
Sometimes group conversations create a lot of noise. You may not want to leave the conversation, but you probably don't want a notification every time someone chips in.
If you're using an iPhone, then open the group chat, tap the subject to get the Group Info screen, and then tap Mute.
In Android, open the chat, tap the Menu button, and then tap Mute. You can specify a time period, or you can remove the tick in the Show notifications box to turn them off permanently.
Recover
WhatsApp backs up messages on your device every morning at 4AM. The easiest way to recover a recently deleted message is to uninstall the app and reinstall it.
During the process it will ask if you want to restore from backup. This will cover the last seven days. If you want to restore an older chat on Android, use an app like ES File Explorer and go to sdcard/WhatsApp/Databases to see your backups.
Rename the file you want to msgstore.db.crypt and then go to Settings > Apps > WhatsApp > Clear data, then start it up and restore when prompted.
Shortcut
This tip only works for Android. If there are certain chats that you return to every day, it might be a time saver to set up a shortcut on your home screen that goes directly to them.
All you need to do is tap and hold on the chat in question, and then choose Add conversation shortcut from the pop-up menu.
It will appear in a space on your home screen. You can tap and hold on it to drag it around, just like an app icon or widget.
Private
You might want to save some time by sending out a bulk message, but that doesn't necessarily mean that you want all the recipients to know it's a group message.
The broadcast feature let's you send out the same message to multiple contacts, but it will appear as a private message between the two of you for them. In Android, tap Menu, and then New broadcast. In iOS, tap Broadcast Lists on the Chats screen, and then tap New List.
If they reply, it will only go to you, not the full list.

59 Countries every Indian can visit without a visa

What’s the first thing you do when you plan a vacation? Book tickets? Nahh. Pack bags? Nopes! Ask family and friends for tips? Nopes. It is go to the Visa page and check out the Visa procedure. Be it for a simple 10-day vacation or a one-month long sojourn, the first thing that crosses an Indian’s mind as soon as he/she thinks of vacation is the Visa hassle. Crazy procedures, long wait and intense question-answer sessions –  The Indian hates the Visa procedure. And there are some countries in the world which don’t even have a procedure for Indians and are clueless when it comes to issuing a visa to Indians, namely, Ukraine!
So then, when news like this: that there are 59 countries in the world where Indians can travel without a visa, send us up dancing, we can’t be blamed! Yes, that’s right. There are 59 amazing countries in the world that Indians can visit sans a visa. Ok. Let is alter that a bit. These are the countries Indians can visit without any prior visa. Please note that some of these do require an on-arrival or e-Visa. Take a look at the countries below:

1. Bahrain – eVisa
2. Bhutan – No Visa
3. Bolivia – Visa on Arrival
4. Cambodia – Visa on Arrival
5. Cape Verde - Visa on Arrival
6. Comoros -Visa on Arrival
5. Cote d’Ivoire – eVisa
6. Djibouti - Visa on Arrival
7. Dominica – No Visa
8. Eucador - No Visa
9. El Salvador - No Visa
10. Ethiopia - Visa on Arrival
11. Fiji - No Visa
12. Gabon – eVisa
13. Georgia – eVisa
14. Grenada – No Visa
15. Guinea-Bissau – Visa on Arrival
16. Guyana – Visa on Arrival
17. Haiti – No Visa
18. Indonesia – Visa on Arrival
19. Jamaica – No Visa
20. Jordan – Visa on Arrival
21. Kenya – eVisa
22. Laos – Visa on Arrival
23. Madagascar – Visa on Arrival
24. Maldives – Visa on Arrival
25.  Mauritania – Visa on Arrival
26. Mauritius – No Visa
27.  Micronesia – No Visa
28. Moldova – eVisa
29. Myanmar – eVisa
30. Nepal – No Visa
31. Palau – Visa on Arrival
32. Rwanda – eVisa
33. Saint Kitts and Nevis – No Visa
34. Saint Lucia – Visa on Arrival
35. Saint Vincent and the Grenadines – No Visa
36. Samoa – Permit on Arrival
37. São Tomé and Príncipe – eVisa
38. Senegal – Visa on Arrival
39. Seychelles – Visa on Arrival
40. Somalia – Visa on Arrival
41. Sri Lanka – No Visa but special permit required
42.  Tanzania - Visa on Arrival
43. Thailand - Visa on Arrival
44. Togo - Visa on Arrival
45. Timor-Leste – Visa on Arrival
46. Trinidad and Tobago – No Visa
47. Tuvalu – Visa on Arrival
48. Uganda – Visa on Arrival
49. Vanuatu – No Visa
50. Zambia – eVisa
51. Zimbabwe – eVisa
52. Bhutan – No Visa
53. Hong Kong – No Visa
54. Antartica -Visa on Arrival
55. South Korea – No Visa
56. FYRO Macedonia - No Visa
57. Svalbard - No Visa
58. Montserrat - No Visa
59. Turks & Caicos Islands - No Visa

There are a few other disputed islands and regions which do not require a visa or have visa on arrival facilities too!
The list compiled by Arton Capital under Passport Index tells us that India comes 59th on the list of all the countries.
Modified Date: September 9, 2015 4:30 PM

Monday, September 14, 2015

WPIમાં સતત દસમાં મહિને ઘટાડો: ઓગસ્ટમાં (-)4.95%

ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો સતત 10માં મહિને નકારાત્મક રહ્યો હતો. ઈંધણના ભાવમાં ઘટાડાથી અંકુશમાં રહેલા ફુગાવાને કારણે હવે વ્યાજદરમાં કાપની આશા ઉજળી બની છે.

ગત મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો એક વર્ષ અગાઉની સરખામણીમાં 4.95 ટકા ઘટ્યો હતો જે, એક મહિના અગાઉ (જુલાઈ)માં 4.05 ટકા ઘટ્યો હતો.

બ્લૂમબર્ગના અર્થશાસ્ત્રીઓના સર્વેક્ષણમાં જથ્થાબંધ આધારિત ફુગાવામાં 4.4 ટકાના ઘટાડાની ધારણા દર્શાવવામાં આવી હતી.

સતત દસમાં મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર નકારાત્મક રહ્યો છે. 2005થી ફુગાવાના માસિક આંકડા ટ્રેક કરવાની શરૂઆત થઈ ત્યારથી ફુગાવાનો દર સૌથી નીચી સપાટીએ આવી ગયો છે, તેમ કેપિટલ ઈકોનોમિક્સના એનાલિટ્સ શિલાન શાહે જણાવ્યું હતું.

ફુગાવો ઘટતાં ભારતીય રિઝર્વ બેન્કની આગામી સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં ઘટાડા અંગેની અમારી આશા મજબૂત બની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને અગાઉ ત્રણ વાર વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ ગત પોલિસી બેઠકમાં વ્યાજદરો યથાવત જાળવી રાખ્યા હતા. આમ આ વખતે તેમના પર વ્યાજદરમાં ઘટાડાનું દબાણ જોવા મળશે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતના અર્થતંત્રએ ચીન સહિતના અર્થતંત્રો કરતાં સારો દેખાવ કરીને 7 ટકાનો વિકાસ દર નોંધાવ્યો હતો. જોકે, તે અગાઉના ક્વાર્ટરના 7.4 ટકાના વિકાસદરથી નીચો છે.

ભારતની બિઝનેસ ફ્રેન્ડલી ગણાતી મોદી સરકાર દેશના અર્થતંત્રના વિકાસને વેગ આપવા માટે વધુ વ્યાજકાપ કરે તેવી આશા સેવાઈ રહી છે.

જોકે RBIના ગવર્નર રઘુરામ રાજનને ખાદ્ય પદાર્થ સહિતની કેટલીક ચીજવસ્તુઓના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો તેની ચિંતા સતાવી રહી છે.

ઓફિસમાં પાર્કિંગની જગ્યા નથી? ઘરે નિરાંતે કામ કરો

ઇલેક્ટ્રોનિક્સ કંપની ફિલિપ્સની ગુડગાંવ સ્થિત ઓફિસમાં જે કર્મચારી કાર હંકારીને ઓફિસે આવે પરંતુ પાર્કિંગની જગ્યા ન મળે તેને ઘેર પરત જઈને ત્યાંથી જ કામ કરવાની છૂટ છે. કારણ કે પાર્કિંગની જગ્યા મેળવવા કરતાં ઘરેથી કામ કરવું વધારે સરળ છે.

ગુડગાંવમાં જ પેપ્સિકોના ચેરમેન ડી શિવાકુમાર ટ્રાફિક ટાળવા માટે સવારના સાડા સાત વાગ્યે ઓફિસે પહોંચી જાય છે. રસ્તા પર વાહનોની વધતી સંખ્યા, ટ્રાફિક સંચાલનની ખામીઓ અને પાર્કિંગની જગ્યાની અછતના કારણે કંપનીઓ કર્મચારીઓની મુશ્કેલીઓને સમજતી થઈ છે. તેઓ કર્મચારી પર માનસિક દબાણ ઘટાડવા પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં આ સ્થિતિ છે.

કેટલીક કંપનીએ કામના શિડ્યુલમાં રાહત આપી છે, ઓફિસમાં આવવા અને જવાના સમય અંગે વધુ છૂટછાટ આપી છે. કેટલીક કંપનીઓ ઘરેથી કામ કરવા અને વાહન શેર કરવા પ્રોત્સાહન આપે છે. અમુક કંપનીઓ કર્મચારીઓના ઘર નજીક ઓફિસ લઈ જાય છે જેથી તેમણે ઓછું પરિવહન કરવું પડે.

મુંબઈ સ્થિત રિટેલર ફ્યુચર ગ્રૂપે વિક્રોલીમાં તેની ઓફિસની સંગઠિત કરી ત્યારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કામના કલાક નક્કી કરાયા હતા. બેંગલુરુની સેપ લેબ્સમાં કર્મચારીના આગમન અને જવાના સમયની નોંધ કરાતી નથી. કર્મચારીઓ જ નક્કી કરે છે કે ક્યારે આવવું અને જવું.

પ્રાઇસવોટરહાઉસકુપર ઇન્ડિયાએ મુંબઈમાં પોતાની ત્રીજી ઓફિસ ખોલવા નિર્ણય લીધો ત્યારે તેણે ગોરેગાંવની પસંદગી કરી હતી. નેશનલ કેપિટલ રિજિનમાં તેણે નોઈડામાં જગ્યા પસંદ કરી છે.

પીડબલ્યુસી ઇન્ડિયાના હ્યુમન કેપિટલ લીડર જગજિત સિંહે જણાવ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે કર્મચારીઓના કામ અને જીવન વચ્ચે સંતુલન જળવાય. નહીંતર અમારી ઉત્પાદકતાને અસર થશે."

ફોર્ડ ઇન્ડિયાના સરવે પ્રમાણે 97 ટકા પ્રતિભાવદાતાએ કહ્યું કે તેઓ બમ્પર ટુ બમ્પર ટ્રાફિકથી પરેશાન છે. કેટલાક કિસ્સામાં અકસ્માત અને પાર્કિંગની સમસ્યા મૂંઝવે છે. ભારતીય રોડ પર લગભગ અડધાથી વધુ ડ્રાઇવરો સપ્તાહમાં ૧૨ કલાક કારમાં વિતાવે છે એટલે કે રોજની 100 મિનિટ કારમાં ડ્રાઇવિંગ કરવામાં ગાળે છે.

કોકા કોલા અને સેપિયન્ટના એકમોએ ફ્લેક્સી વર્ક અવર્સ શરૂ કર્યા છે જેથી કર્મચારીઓને પિક અવર્સમાં ટ્રાફિકનો સામનો કરવો ન પડે. કોકા કોલાના માનવ સંસાધન પ્રેસિડન્ટ સમીર વાધવાને કહ્યું કે, "અમે દરરોજ 30 મિનિટ વહેલું કામ શરૂ કરીએ છીએ અને 5.15 વાગ્યે પતાવી દઈએ છીએ."બેકાર્ડી, અમેરિકન એક્સપ્રેસ, એરિક્સન, સેમસંગ અને એમ્વેમાં પણ કામના કલાકો ફ્લેક્સિબલ રાખવામાં આવે છે.



ક્લોઝ એન્ડેડ ફંડ્સની NAVમાં ધોવાણ

ક્લોઝ એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની એનએવીમાં છેલ્લા એક મહિનામાં 4થી 18 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે IDFC ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી સિરીઝ વનની એનએવીમાં છેલ્લા એક મહિનામાં આશરે 19 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સુંદરમ્ વેલ્યૂ ફંડ વનની એનએવીમાં 18 ટકાનો ઘટાડો થયો છે.

આ ઉપરાંત ICICI પ્રુડેન્શિયલ ઇન્ડિયા રિકવરી ફંડ સિરીઝ ટુની એનએવીમાં 13 ટકા અને બિરલા એસએલ ફોકસ્ડ ટુની એનએવીમાં આશરે 11 ટકાનો ઘટાડો થયો છે.

ACE રિસર્ચના ડેટા મુજબ અપફ્રન્ટ કમિશન પર મર્યાદાનો અમલ થયો તે પહેલાં આવી આશરે 90 કંપનીઓએ મધ્ય 2013થી માર્ચ 2015 સુધીમાં આશરે રૂ.19,000 કરોડ એકત્ર કર્યા હતા.

ઓપન એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોને સરળતાથી લિક્વિડિટી મળે છે. તેઓ ફંડ હાઉસને અરજી કરીને કોઈ પણ સમયે ખરીદી કે વેચાણ કરી શકે છે. આની સામે ક્લોઝ એન્ડેડ ઇક્વિટી સ્કીમમાં આવી સુવિધા મળતી નથી. આવાં ફંડ્સના રોકાણકારો યુનિટનો ઉમેરો કરી શકતા નથી. આ ઉપરાંત તેઓ વેચાણ પણ કરી શકતા નથી.

આવી સ્કીમમાં લિક્વિડિટીનો એકમાત્ર વિકલ્પ શેરબજારો મારફત ટ્રેડિંગ છે. શેરબજારોમાં પણ યુનિટોનું ભાગ્યે જ ટ્રેડિંગ થતું હોય છે. આવી ક્લોઝ એન્ડેડ સ્કીમ હેઠળ લોન્ચ કરવામાં આવેલાં ફંડ્સમાં ઇન્ડિયા રિકવરી, મેક ઇન ઇન્ડિયા, પ્યોર વેલ્યૂ, ગ્રોથ, માઇક્રો કેપ સ્ટોક જેવી થીમ હતી.

ઘણી સ્કીમ્સમાં નાણાં બમણાં થયાં હતાં, તેથી રોકાણકારોને જંગી માર્ક ટુ માર્કેટ નફો થયો હતો. આવો નફો મળતો હોવા છતાં રોકાણકારો એક્ઝિટ કરી શકતા નથી. જો રોકાણકારોને નફો થતો હોય અને તેઓ એક્ઝિટ થવા માંગતા હોય તોપણ આવું કરી શકતા નથી. ઉદાહરણ તરીકે સુંદરમ્ માઈક્રોકેપ ફંડ સિરીઝ વન ગ્રોથ ઓપ્શનની એનએવી હાલમાં રૂ.૨૩.૫૬ છે. બ્રોકર્સના જણાવ્યા મુજબ ડિસેમ્બર 2013માં લોન્ચ થયેલી આ ક્લોઝ એન્ડેડ સ્કીમમાં કોઈ ટ્રેડિંગ થયું નથી. શેરબજારોના ટ્રેડિંગ અંગેના નિયમો આકરા છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ યુનિટમાં ફેસ વેલ્યૂના 10 ટકા પ્લસ કે માઇનસને આધારે સર્કિટ નિર્ધારિત કરવામાં આવે છે. આવી ઘણી સ્કીમ્સના યુનિટમાં ટ્રેડિંગ થયું ન હોવાથી અપર સર્કિટ 10 ટકા (રૂ.11) અને લોઅર સર્કિટ રૂ.9 છે. જોકે એનએવી ઘણી ઊંચી છે, તેથી ખરીદદારો અને વેચાણકર્તા એક થઈ શકતા નથી.

મની હની ફાઇનાન્શિયલ સર્વિસિસના એમડી અને સીઇઓ અનુપ ભૈયો જણાવ્યું હતું કે, "ઘણા રોકાણકારોને હવે લાગે છે કે મિડ-કેપ ફંડ્સને છોડીને લાર્જ-કેપ ફંડ્સમાં રોકાણને વાળવાનો યોગ્ય સમય છે, કારણ કે લાર્જ-કેપના વેલ્યુએશન આકર્ષક બન્યા છે. જોકે આવાં ફંડ્સ ક્લોઝ એન્ડેડ હોવાથી તમે આવી રીતે ટ્રાન્સફર કરી શકતા નથી." તેથી રોકાણકારો માટે આવાં ફંડ્સમાં રોકાણ જાળવી રાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

ઘણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ આવી પ્રોડક્ટ્સમાં આશરે 5થી 6 ટકા કમિશન ચૂકવ્યું હતું. આવાં ફંડ્સની મુદત ત્રણ વર્ષની છે અને તેને મોટા ભાગે 2014-15ના નાણાકીય વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.

બુર્સ પર સસ્તામાં ક્રોસ કરન્સી ફ્યુચર્સમાં ટ્રેડિંગ શક્ય બનશે

પંટરો ટૂંક સમયમાં સ્થાનિક એક્સ્ચેન્જિસ પર ઘણા સસ્તા દરે ક્રોસ કરન્સી ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરી શકે તેવી શક્યતા છે. આરબીઆઇ સાથે સંયુક્ત રીતે કરન્સી ડેરિવેટિવ્ઝનું સંચાલન કરતી મૂડીબજારની નિયમનકાર સેબી કરન્સીની પેરમાં તેના ટ્રેડિંગને મંજૂરી આપવા વિચારે છે. હાલમાં ડોલર અને યુરો-રૂપી ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરી શકાય છે.

એક અધિકારીએ કહ્યું કે, "અમે નવી પ્રોડક્ટ રજૂ કરવા માંગીએ છીએ અને આરબીઆઇ સાથે ચર્ચા ચાલે છે. એક વાર સેન્ટ્રલ બેન્ક મંજૂરી આપે પછી એક્સ્ચેન્જમાં ડોલર-યુરો, ડોલર-પાઉન્ડ અને ડોલર-યેન જેવી ક્રોસ કરન્સી પેર શરૂ કરી શકાય છે."

કરન્સી ડેરિવેટિવ્ઝનું સેબી અને આરબીઆઇ દ્વારા સંયુક્ત નિયમન કરાય છે. સૌથી પહેલાં તેને એનએસઇ અને અગાઉના એમસીએક્સ સ્ટોક એક્સ્ચેન્જ પર લોન્ચ કરાયા હતા જે અત્યારે એમએસઇઆઇ તરીકે ઓળખાય છે. હાલમાં પંટરો ડોલર, યુરો, યેન અને પાઉન્ડ સામે રૂપિયાની ચાલ કેવી રહેશે તેના અંગે બીએસઇ, એનએસઇ અને એમએસઇઆઇ જેવા બુઅર્સ પર દાવ લઈ શકે છે.

એડમિસિ ફોરેક્સના ડાયરેક્ટર સુરેશ નાયર જેવા કરન્સી બ્રોકરે જણાવ્યું કે આની મંજૂરી મળશે તો ટ્રેડર્સ માટે ટ્રાન્ઝેક્શનનો એક સ્તર ઘટશે અને તેના ખર્ચમાં પણ ઘટાડો થશે. ઉદાહરણ તરીકે યુરો સામે ડોલર કેટલો વધશે તેનો અંદાજ બાંધવો હોય તો ટ્રેડરે પહેલાં રૂપિયો વેચીને ડોલર ખરીદવા પડે. અથવા ડોલર-રૂપીમાં લોંગ કરવું પડે. ત્યાર પછી બીજા તબક્કામાં યુરો વેચીને રૂપિયા ખરીદવા પડે છે. એટલે કે ડોલરમાં લોંગ અને યુરોમાં શોર્ટ થાય છે.

બુઅર્સ નવા ક્રોસ કરન્સી પેર લોન્ચ કરે તો યુરો સામે ડોલર વધશે એવું માનતા ટ્રેડરે ડોલર પર લોંગ જવું જોઈએ અને યુરોમાં શોર્ટ કરવું જોઈએ. તેના કારણે વધારાના પગલાનું બ્રોકરેજ બચી જશે.

ઇન્ડીટ્રેડ ડેરિવેટિવ્ઝ એન્ડ કોમોડિટીઝના હેડ ઓફ કરન્સી હરીશ ગલીપેલીએ જણાવ્યું કે, "ઘણી વાર એવું જોવા મળ્યું છે કે ડોલર રૂપિયા સામે બહુ હિલચાલ દર્શાવતો નથી, પરંતુ યુરો અથવા યેન સામે તીવ્ર મૂવમેન્ટ કરે છે.

કોઈએ ડોલર-યુરો અથવા ડોલર-યેન પર ફ્યુચરનો વ્યૂ લેવો હોય તો તેણે ડોલર-રૂપીમાં લોંગ/શોર્ટ કરવું જોઈએ અથવા યુરો-રૂપીમાં શોર્ટ/લોંગ કરવું જોઈએ."

આરબીઆઇ ખરેખર નવી ક્રોસ કરન્સી પેરને મંજૂરી આપશે તો તેનાથી કરન્સી ડેરિવેટિવ્ઝમાં રસ વધશે અને તમામ એક્સ્ચેન્જિસનું સંયુક્ત ટર્નઓવર વધશે. નિયમનકારો કરન્સી ડેરિવેટિવ્ઝની તરફેણ કરે છે, જેથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગને ઓટીસી માર્કેટ કરતાં સસ્તામાં હેજિંગની તક મળે. પરંતુ તેમાં મોટા ભાગે સટ્ટાકીય રમત હોય છે અને કુલ ટર્નઓવરમાં ૬૦ ટકા હિસ્સો પ્રોપ્રાઇટરી ટ્રેડનો હોય છે.

વૉટ્સએપમાં આ 5 તકનીકથી ઘણું બધું કરી શકાય છે


વૉટ્સએપનો યુઝ દરેક યૂઝર્સ કરે છે પણ વૉટ્સએપની કેટલીક એવી ટ્રિક્સ છે, જે યૂઝર્સને ખબર નથી હોતી. વૉટ્સએપમાં ચેટિંગ, કોલિંગ ઉપરાંત તમે ઘણું બધી કરી શકો છો. અમે તમને બતાવી રહ્યા છીએ, એવી 5 ટ્રિક્સ વિશે જેનાથી વગર નંબરે વૉટ્સએપ ચલાવવું, લાસ્ટ સીન યથાવત્ રાખવો, પીડીએફ મોકલવા સહિતનું કામ કરી શકો છો.

1) નંબર વગર વૉટ્સએપ ચલાવવું
તમે નંબર આપ્યા વગર જ વૉટ્સએપ ચલાવવા માંગતા હોય તોપણ વૉટ્સએપ પર આ કામ કરી શકો છો. આ માટેની એક ટ્રિક છે, જ્યારે તમે વૉટ્સએપ ડાઉનલોડ કરો ત્યારે વેરિફિકેશન મેસેજ આવે છે, આ મેસેજ આવે તે પહેલા તમારો ફોન ફ્લાઇટ મોડમાં કરી દો. આમ કરવાની સાથે જ વૉટ્સએપ તમને બીજો વિકલ્પ આપશે, આમાં 'verify through message'નો ઓપ્શન સિલેક્ટ કરો અને અહીં તમારી ઈ-મેલ આઇડી નાંખો. પછી સેન્ડ પર ક્લિક કરીને સેન્ડિંગ મેસેજને પણ કેન્સલ કરી દો. આમ કરવાથી તમને વૉટ્સએપ પર તમારો મોબાઇલ નંબર નહીં નાંખવો પડે.

2) ડિલીટ મેસેજ રિક્વર
જો તમે ડિલીટ થયેલા મેસેજને રિકવર કરવા માગતા હોય તે તે પણ કરી શકો છો. આ માટે તમારે ફોનના ડેટાબેઝ ફોલ્ડરમાં જવું પડશે. આ માટે SD Card > WhatsApp > Databases। અહીં તમને 'msgstore-2014-01-04.1.db.crypt અને msgstore.db.crypt નામની કેટલીક ફાઇલ્સ મળશે. બીજી એક ફાઇલને backup-msgstore.db.crypt નામથી રિનેમ કરો. હવે આ મેસેજવાળી ફાઇલને ચેન્જ કરવી પડશે. આ ફાઇલનું નામ msgstore.db.crypt કરી દો. ત્યાર પછી Setting > Applications > manage applications > WhatsApp પર જઇને અહીં ક્લિયર ડેટાબેઝ ઓપ્શન પર ક્લિક કરો. આખો ડેટા ડિલીટ થઇ જશે. હવે છેલ્લે વૉટ્સઅપ ખોલો અને ડેટા રિક્વર કરશો ત્યારે ડિલીટ કરેલા મેસેજ પાછા મળી જશે.

3) વૉટ્સએપ નંબર બદલવો

ફોનમાં નવું સિમ નાંખ્યું હોય તો વૉટ્સઅપને ફરીથી ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. નંબરને સીધો જ બદલી શકો છો. આ માટે તમારે Settings > Account > Change number on your WhatsApp પર જવું પડશે. ફોટો જોઇને અહીં તમે તમારો નવો અને જૂનો નંબર ફીડ કરી શકો છે. આમ કર્યા પછી ડન પર ક્લિક કરશો તો જૂની ચેટ પાછી આવી જશે.

4) PDF ફાઇલ સેન્ડ કરવી
જો તમારે વૉટ્સએપથી PDF કે બીજી હેવી ફાઇલને વૉટ્સઅપથી સેન્ડ કરવી હોય તો તે પણ કરી શકો છો. તેના માટે તમારે વૉટ્સઅપ ટૂલ્સ ડાઉનલોડ કરવુ પડશે. આની મદદથી તમે વૉટ્સએપમાંથી 1 જીબી સુધીની ફાઇલ શેર કરી શકો છો.

5) સેન્ડિંગ મેસેજ પહોંચ્યાનો અને વાંચ્યાનો ટાઇમ
તમે મોકલેલો મેસેજ સામેવાળાને ક્યારે પહોંચ્યો અને ક્યારે વાંચ્યો તે જોવું હોય તો તે પણ તમે જોઇ શકો છો. આ માટે એક સરળ ટ્રીક્સ છે. જે મેસેજ સેન્ડ કર્યો હોય તેને સિલેક્ટ કરો. પછી ડિલીટ ઓપ્શનની બાજુમાં ઇન્ફો બટનનું સિમ્બોલ હશે તેને ઓકે કરો. ત્યાં તમને સેન્ડ મેસેજની ઇન્ફો મળશે. મેસેજ ક્યારે પહોંચ્યો અને ક્યારે વંચાયો તેની પણ માહિતી મળશે.

Tuesday, September 8, 2015

Paytmનો છગ્ગો! 20% વધુ ચૂકવી BCCIનો કોન્ટ્રાક્ટ જીતી ગઈ

ઓનલાઇન રિચાર્જ અને પેમેન્ટ્સ કંપની Paytm 2019 સુધી ભારતમાં રમાનારી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક સહિતની તમામ ક્રિકેટ સિરીઝના ટાઇટલ સ્પોન્સરશિપના અધિકાર મેળવવામાં સફળ ગઈ છે.

ચાર વર્ષમાં રમાનારી 84 મેચો માટે કંપની પ્રત્યેક આંતરરાષ્ટ્રીય મેચ દીઠ રૂ.2.42 કરોડ અથવા કુલ રૂ.203.28 કરોડ ચૂકવવા સહમત થઈ છે. 2014-15 માટેની સ્પોન્સર માઈક્રોમેક્સ હતી અને તેણે પ્રતિ મેચ રૂ.2.02 કરોડ ચૂકવ્યા હતા, આમ Paytm 20 ટકા વધુ રકમ ચૂકવશે.

જોકે, માઈક્રોમેક્સ અગાઉ સ્ટારને રૂ.2 કરોડના મૂળ ભાવે સ્પોન્સરશિપ મળી હતી અને તેની પહેલાં એરટેલે એક મેચ માટે BCCIને 3.93 કરોડ ચૂકવ્યા હતા. ગુરુવારે નવી દિલ્હી ખાતે BCCIની માર્કેટિંગ કમિટીની બેઠકમાં બિડ ખોલવામાં આવી હતી.

ક્રિકેટર્સ Paytm લખેલી જર્સી પહેલીવાર સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી મેચમાં પહેરશે. સૂત્રોના મતે, BCCIએ જૂનમાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં અને ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ માટે માત્ર બે બિડર્સ મેદાનમાં હતા. રસપ્રદ વાત એ છે કે, પહેલીવાર માત્ર એક બિડર સિવાયની બીજી બિડરમાં માઈક્રોમેક્સ, સ્નેપડીલ, રોયલ સ્ટેગ અને સાઇકલ અગરબત્તી સહિતની કંપનીઓનું કોન્સોર્ટિયમ હતું. આની પુષ્ટિ મેળવવા માટે અમારા પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.

Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ કહ્યું હતું કે, "આ વર્ષના પ્રારંભમાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં સ્પોન્સરિંગ કરવાનો અનુભવ ખૂબ રસપ્રદ રહ્યો હતો. અમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને એ મહિનાઓ દરમિયાન અમારા ગ્રાહકોની સંખ્યામાં અકલ્પનીય વધારો થયો હતો.

ક્રિકેટ સાથે વિવાદ સંકળાયેલો છે પરંતુ ક્રિકેટનો જુવાળ ક્યારેય ઓછો નહીં થાય. આથી, અમે આ રમત માટે પ્રતિબદ્ધ છીએ." Paytm 50 કરોડ ગ્રાહકો મેળવવાનો ઇરાદો ધરાવે છે અને આટલા ગ્રાહકો સુધી પહોંચવા માટે કંપનીને ક્રિકેટ જેવી માસ માર્કેટ પ્રોપર્ટીની જરૂર છે એમ શર્માએ ઉમેર્યું હતું. કંપની આવતાં ત્રણ વર્ષ માટે 10 કરોડ ડોલરનું સ્પોર્ટ બજેટ ધરાવે છે અને તેમાંથી 60-70 ટકા રકમ ક્રિકેટ પાછળ ખર્ચ કરવામાં આવશે જ્યારે બીજી રકમ અન્ય રમત અને લીગ પાછળ ખર્ચ કરશે.

BCCIના સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આવતાં ચાર વર્ષ સુધી બોર્ડમાં Paytm સામેલ થવાથી ભારતીય ક્રિકેટને સ્થિરતા મળશે. ન્યૂ જનરેશન કંપનીઓ પૈકીની એક Paytm મેળવવાથી અમે ખુશ છીએ."

TCSનો હીરાનંદાની સાથે દેશનો સૌથી મોટો લીઝ રેન્ટલ સોદો

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોમર્સિયલ સ્પેસમાં લીઝ રેન્ટલ ધીમે-ધીમે વેગ પકડી રહ્યા છે. દેશની અગ્રણી સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ થાણેમાં હીરાનંદાની ગાર્ડન્સની 20 લાખ ચોરસ ફૂટથી પણ વધારે જગ્યા લીઝ પર લેવાની તૈયારીમાં છે.

હીરાનંદાની કન્સ્ટ્રકશન્સ સાથેનો આ લીઝ કરાર 15 વર્ષનો હશે અને તેમા દર ત્રણ વર્ષની રિસેટ ક્લોઝ પણ છે, એમ આ હિલચાલ અંગે જાણકારી ધરાવતા ત્રણ વ્યક્તિઓએ જણાવ્યું હતું.

આ સોદા મુજબ ટીસીએસ પાસે લીઝને બીજા 20 લાખ ચોરસ ફૂટ સુધી વિકસાવવાનો વિકલ્પ પણ હશે. ભારતમાં સિંગલ લાર્જેસ્ટ ઓફિસ સ્પેસ ડીલ મેમાં થયું હતું, જ્યારે ફ્લિપકાર્ટે બેંગ્લુરુમાં 20 લાખ ચોરસ ફૂટના કસ્ટમ-બિલ્ટ ઓફિસ કેમ્પસને લીઝ પર લીધું હતું.

જો કે આ સ્પેસ તેને બે તબક્કામાં મળશે, જ્યારે હીરાનંદાની તો તેને 20 લાખ ચોરસ ફૂટની ઓફિસ એક જ જગ્યાએ આપી દે તેમ મનાય છે. ઉપર મુજબની વાતચીત કરનારા વ્યક્તિઓમાં એકે જણાવ્યું હતું કે, "આ જગ્યાનો ઉપયોગ કોન્સોલિડેશન તથા ભાવિ વિસ્તરણ આયોજનો માટે થશે. છેલ્લાં બે ક્વાર્ટરથી તેના માટે વાતચીત ચાલી રહી છે અને હવે તે પૂર્ણતાના આરે છે."

લગભગ 30,000 કર્મચારીઓને સમાવતી આ જગ્યાનું માસિક ભાડું પ્રતિ ચોરસ ફૂટ રૂ.50થી રૂ.55 હશે. મિલકતનું વાર્ષિક લીઝ રેન્ટલ રૂ.120 કરોડથી રૂ.130 કરોડની વચ્ચે હશે અને આ સોદો 15 વર્ષ માટેનો છે. "અમારા ગ્રાહકોની ગુપ્તતાના લીધે અમે આ સંદર્ભમાં હાલમાં કોઈ ટિપ્પણી કરી શકીએ તેમ નથી," એમ હીરાનંદાની કન્સ્ટ્રકશન્સના મેનેજિંગ ડિરેક્ટર નિરંજન હીરાનંદાનીએ ઇટીના ઇ-મેઇલથી પૂછાયેલા સવાલમાં જવાબમાં જણાવ્યું હતું.

ટીસીએસને આ અંગે મોકલવામાં આવેલી ઇ-મેઇલ પ્રશ્નાવલિ આ લખાઈને પ્રેસમાં જાય છે ત્યાં સુધી અનુત્તરિત રહી હતી. આ સોદાના સલાહકાર નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ પણ આ સમગ્ર બાબત પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.

હીરાનંદાની કન્સ્ટ્રકશન્સ બે વર્ષના સાઇનિંગ એગ્રીમેન્ટ સાથે ઓફિસ સ્પેસ આપે તેમ મનાય છે. દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા જૂન ક્વાર્ટરના અંતે 3,24,935ની હતી, આટલું ઓછું હોય તેમ 20,302 એસોસિયેટ્સની અને બીજા 5,279 કર્મચારીઓના નેટ એડિશનનો પણ સમાવેશ થાય છે. કંપનીની તેના મુખ્યમથક સહિત કુલ 19 ઓફિસો છે અને મુંબઈ તથા થાણેમાં 10 ડિલિવરી સેન્ટર છે, એમ તેની વેબસાઇટ પર જણાવાયું છે.

ટીસીએસ આઇટી, બીપીએસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનીયરિંગ અને એસ્યોરન્સ સર્વિસિસના ઇન્ટિગ્રેટેડ પોર્ટફોલિયો સાથેનું કન્સલ્ટિંગ ઓફર કરે છે. આ સેવાઓ તેના અનોખા ગ્લોબલ નેટવર્ક ડિલિવરી મોડેલ દ્વારા અવિરત ધોરણે આપવામાં આવે છે, તેના લીધે તે તેનો ગ્રાહક ગમે ત્યાં હોય તેને તે 24 કલાક સેવા પૂરી પાડી શકે છે. કંપનીના મોટા ડિલિવરી સેન્ટરો સમગ્ર વિશ્વમાં આવેલા ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. માર્ચ 2015ના અંતે કંપનીની કુલ સંયુક્ત આવક 15 અબજ ડોલરની હતી.

મુંબઈનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો: બિરલાએ રૂ.415 કરોડમાં બંગલો ખરીદ્યો

બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ અત્યાર સુધીના સૌથી મોટા પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં મુંબઈ ખાતે સી-ફેસિંગ જતિયા હાઉસ ખરીદી લીધું છે.

એક દિવસ ચાલેલી હરાજી પછી 41 અબજ ડોલરના બિરલા જૂથના વડા મલબાર હિલ ખાતેના બે માળના આ બંગલા માટે રૂ.415 કરોડ ચૂકવવા તૈયાર થયા હતા. અજય પિરામલની પિરામલ રિયલ્ટી પણ 30,000 ચોરસ ફૂટના બંગલાને ખરીદવાની દોડમાં હતી.

બિરલાએ બંગલાના ટોકન તરીકે કુલ રકમનો 10 ટકા હિસ્સો ચૂકવી દીધો છે. મુંબઈનું આ સૌથી મોંઘું રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન છે અને તેણે સજ્જન જિંદાલ દ્વારા 2012માં રૂ.400 કરોડમાં મહેશ્વરી હાઉસની ખરીદીના ટ્રાન્ઝેક્શનને પાછળ મૂકી દીધું છે. જતિયા હાઉસની માલિકી એમપી જતિયા ગ્રૂપની છે. ગ્રૂપ કંપનીમાં પદમજી પલ્પ એન્ડ પેપરનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે ઓલ્ટામાઉન્ટ રોડ પર 'મંગલયાન' બંગલામાં રહેતો બિરલા પરિવાર નવું મકાન વ્યક્તિગત વપરાશ માટે રાખશે. તેમણે કહ્યું હતું કે, "દક્ષિણ મુંબઈમાં જન્મેલા અને મોટા થયેલા ઘણા ઉદ્યોગપતિઓ બાળકો મોટા થવાથી વધુ મોટી જગ્યા ખરીદી રહ્યા છે." જતિયા હાઉસની ડીલ એક મહિનામાં પૂરી થશે.

ડીલ અંગે કુમાર મંગલમ બિરલા અને અરુણ જતિયાનો સંપર્ક થઈ શક્યો ન હતો. ટ્રાન્ઝેક્શન એડવાઇઝર JLL ઇન્ડિયાએ આ મુદ્દે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ મુંબઈના રહેણાક વિસ્તારમાં જતિયા હાઉસ મોકાની જગ્યાએ આવેલું હોવાથી તેની ખાસ્સી ડિમાન્ડ છે. જતિયાએ મેહર કાવસજી વકીલ પાસેથી ૧૯૭૨માં આ બંગલો ખરીદ્યો હતો.

ઘણી કંપનીઓની ડિવિડન્ડ યીલ્ડ આકર્ષક

ચીનની નરમાઇ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીથી ભારતના શેરબજારમાં તીવ્ર ઘટાડાને પગલે સારુ સંચાલન ધરાવતી અને ડિવિડન્ડની ચુકવણી કરતી કંપનીઓના શેરો ડિવિડન્ડના સંદર્ભમાં આકર્ષક બન્યા છે. આ કંપનીઓની ડિવિડન્ડ યીલ્ડ હવે તુલનાત્મક રીતે રોકાણકારો માટે લાભકારક બની છે.

શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં એક મહિનામાં આશરે 10 ટકા અને છ મહિનામાં આશરે 14 ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં આવી એકધારી નરમાઈથી રોકાણકારો માટે ગ્રોથ શેરોને ઓળખવાનું મુશ્કેલ બન્યું છે. તેથી તેઓ સારો કોર્પોરેટ ગવર્નન્સ , સ્થિર બિઝનેસ મોડલ અને ડિવિડન્ડનો સારો રેકોર્ડ ધરાવતી કંપનીઓના શેરોની પસંદગી કરી શકે છે. શેરબજારમાં સતત ઘટાડાને કારણે આવી કંપનીઓની ડિવિડન્ડ યીલ્ડમાં નોંધપાત્ર સુધારો થયો છે.

આ ઉપરાંત ડિવિડન્ડ રોકાણકારોના હાથમાં ટેક્સમુક્ત હોય છે. તેનાથી શેરબજારમાં અનિશ્ચિતતાના તોફાન વચ્ચે આ શેરો વધુ આકર્ષક બને છે. ઇટી ઇન્ટેલિન્સ ગ્રૂપ આવી કંપનીઓની યાદી બનાવી છે. શુક્રવારના બજારના ઘટાડા બાદ આ કંપનીઓની ડિવિડન્ડ યીલ્ડ હવે આકર્ષક બની છે.

સારી ડિવિડન્ડ યીલ્ડ ધરાવતી કંપનીઓમાં એનએમડીસી, કોલ ઇન્ડિયા, નેશનલ એલ્યુમિનિયમ કંપની, જે બી કેમિકલ્સ એન્ડ ફાર્મા, સોનાટા સોફ્ટવેર, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, યુકો બેન્ક, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ ઇન્ડિયા, આઇએલ એન્ડ એફએસ, ટાન્સપોર્ટેશન, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન, પાવર ફાઇનાન્સ કોર્પ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.

માઇનિંગ એન્ડ મિનરલ ક્ષેત્રની કંપની એનએમડીસી હાલમાં 8.7 ટકા અને કોલ ઇન્ડિયા 6.0 ટકા ડિવિડન્ડ યીલ્ડ ધરાવે છે. મેટલ ક્ષેત્રની કંપની નેશનલ એલ્યુમિનિયમ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 5.4 ટકા છે, જ્યારે ફાર્મા ક્ષેત્રની કંપની જે બી કેમિકલ્સની ડિવિડન્ડ યીલ્ડ હાલમાં 5.1 ટકા છે.

આ ઉપરાંત સોના સોફ્ટવેર 5.1 ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ 4.9 ટકા, યુકો બેન્ક 4.8 ટકા, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ 4.8 ટકા, ઓઇલ ઇન્ડિયા 4.7 ટકા, આઇએલ એન્ડ એફએસ ટ્રાન્સપોર્ટેશન 4.5 ટકા ડિવિડન્ડ યીલ્ડ ધરાવે છે.

બજાર ઘટતાં SIPના રોકાણમાં ખોટ

શેરબજારમાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરનારા રોકાણકારોને પણ નુકસાન સહન કરવું પડ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરીને અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) દ્વારા પ્રથમ વખત ઇક્વિટીમાં મૂડી રોકનારા ઘણા લોકોનું વળતર નેગેટિવ થઇ ગયું છે. મ્યુચ્યુઅલ ફંડ વિતરક એન. જે. વેલ્થના ડેટા પ્રમાણે 154 ડાઇવર્સિફાઇડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાંથી 54માં એસઆઇપીનું વળતર છેલ્લા એક વર્ષમાં નેગેટિવ થઇ ગયું છે.

તમામ ફંડ હાઉસિસમાં આવા ફંડ્સમાં રોકાણકારોને એકથી 18 ટકા સુધી ખોટ સહન કરવી પડી છે. ઉદાહરણ તરીકે તમે છેલ્લા એક વર્ષમાં એચડીએફસી ઇક્વિટી ફંડમાં દર મહિને રૂ.10,000 રોક્યા હોય તો તમારા રૂ.1.20 લાખના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ.1.15 લાખ થઇ ગયું હશે. જ્યારે આઇડીએફસી ઇક્વિટીમાં કરેલા રોકાણનું મૂલ્ય રૂ.1,12,727 થઇ ગયું હશે.

જોકે, મોટા ભાગના મિડ અને સ્મોલ કેપ ફંડ્સ સારો દેખાવ ચાલુ રાખ્યો છે અને સમાન ગાળામાં ઊંચું વળતર આપેલું છે. મોતીલાલ ઓસવાલ મિડકેપ 30 ફંડમાં આટલી જ રકમ રોકી હોય તો તેનું મૂલ્ય અત્યારે રૂ.1,34,390 થયું હોય જ્યારે ડીએસપી બ્લેકરોક માઇક્રોકેપ ફંડમાં રૂ.10,000ની એસઆઇપીનું મૂલ્ય (કુલ રૂ.1.20 લાખનું રોકાણ) અત્યારે રૂ.1,32,292 થયું હોય.

બજાજ કેપિટલમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ખાતે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને નેશનલ હેડ સુરજિત મિશ્રાએ જણાવ્યું કે, "રોકાણકારોએ લોંગ ટર્મ માટે ઇક્વિટીમાં રોકાણ કરવું જોઈએ જેમાં રોકાણનો ગાળો ત્રણ વર્ષથી વધારે હોવો જોઈએ. ટૂંકા ગાળામાં વોલેટિલિટીના કારણે વળતર નેગેટિવ હોઈ શકે છે. પરંતુ તેનાથી રોકાણકારોએ ચિંતા કરવી ન જોઈએ." તેઓ રોકાણકારોને લાર્જ કેપ ફંડ્સમાં એસઆઇપી ચાલુ રાખવાની સલાહ આપે છે. તેઓ એસઆઇપીની રકમ વધારવાની પણ ભલામણ કરે છે જેથી બજાર ઘટેલું હોય ત્યારે વધુમાં વધુ યુનિટ ખરીદી શકાય અને બજાર વધે ત્યારે વધુ ફાયદો થાય.

થિંક કન્સલ્ટન્ટ્સના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર રણજિત દાણીએ કહ્યું કે, રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં લાર્જ કેપ અને મિડ કેપ ફંડ્સનું સંતુલન જાળવવું જોઈએ.

લાર્જ કેપ કંપનીઓની સરખામણીમાં મિડ કેપ કંપનીઓમાં વધારે જોખમ રહેલું છે. લાર્જ કેપ કંપનીઓ વૈશ્વિક પરિબળોનો વધુ સારી રીતે સામનો કરી શકે છે જ્યારે મિડ કેપ કંપનીઓમાં આવી ક્ષમતા હોતી નથી.

એડેલવેઇસ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઇઓ વિકાસ સચદેવાએ જણાવ્યું કે, "રોકાણકારોએ બાળકોના શિક્ષણ, લગ્ન અથવા નિવૃત્તિ વગેરેને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના લક્ષ્ય પ્રમાણે એસઆઇપી કરવી જોઈએ. તેમણે ટૂંકા ગાળાની વોલેટિલિટીથી વિચલિત થવું ન જોઈએ. રોકાણ ચાલુ રાખો અને એસઆઇપીને સારો દેખાવ કરવા માટે સમય આપો."

એસઆઇપીમાં તમે દર મહિને ચોક્કસ તારીખે ચોક્કસ રકમ રોકી શકો છો. તેનાથી વોલેટિલીટીનો સામનો વધુ સારી રીતે કરી શકાય છે.

Monday, September 7, 2015

અંબાજીમાં આ પૂનમે તૂટશે છ-છ વર્લ્ડ રેકૉર્ડ?

ambajiબાવીસમી સપ્ટેમ્બરથી શરૂ થશે ભાદરવી પૂનમનો મેળો : વિશ્વમાં સૌથી મોટો લાડવો, સાત દિવસ સુધી સુગંધ પ્રસરાવતી સૌથી મોટી અગરબત્તી અને સૌથી મોટી ધજા સહિત નવા રેકૉર્ડ બનશે

આ વર્ષે ભાદરવી પૂનમના મેળાને યાદગાર બનાવવા માટે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અંબે માતાના મંદિરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પ્રસાદ તરીકે ભાવિકોને વહેંચવા માટે વિશ્વમાં સૌથી મોટો લાડવો, સતત ૭ દિવસ સુધી સુગંધ પ્રસરાવતી સૌથી મોટી અગરબત્તી અને સૌથી મોટી ધજા સહિત એકસાથે ૬-૬ વર્લ્ડ રેકૉર્ડ માટેની શક્યતાઓ વિચારાઈ રહી છે અને એ માટે વર્લ્ડ રેકૉર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે એને આખરી ઓપ આપવાનો બાકી છે.

ભાદરવી પૂનમનો મેળો ૨૨થી ૨૮ સપ્ટેમ્બર સુધી યોજાશે, જેમાં મેળામાં સિલ્કના કાપડમાંથી ૧૫૦૦ ફુટ લાંબી અને ૯ ફુટ ઊંચી ‘જય માતાજી’ લખેલી ધજા બનાવવામાં આવશે. ૬૧ ફુટ લંબાઈવાળી સુગંધિત અગરબત્તી બનાવવાની વિચારણા થઈ રહી છે.

વળી ૧૧,૧૧૧ કિલોનો બુંદીનો એક મોટો લાડુ પણ બનાવવામાં આવશે. એ ઉપરાંત એક દિવસમાં એક લાખ ભાવિકો દર્શન કરવાનો, એક દિવસમાં એક લાખ શ્રીફળ વધેરવાનો અને મંદિરમાં મહાઆરતીનો વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માટે પણ વિચારણા થઈ રહી છે. હાલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં બેઠકોનો દોર ચાલ્યો છે અને અત્યાર સુધીમાં

૩ બેઠકો યોજાઈ પણ ગઈ છે. અંબાજીમાં જુદા-જુદા ૬ વર્લ્ડ રેકૉર્ડ કરવા વિશે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની ચકાસણી પણ થઈ રહી છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટર ઘનશ્યામ બ્રહ્મભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારમાંથી મંજૂરી લેવા સહિતનાં ઘણાં બધાં પાસાં હજી વિચારવાનાં છે. જોકે ફાઇનલ થાય એ પછી એની જાહેરાત કરવામાં આવશે. અત્યારે એટલું કહી શકાય કે ટેન્ડરિંગ કર્યું છે, પણ સરકારમાં મંજૂરી લેવામાં આવશે.’

કરેક્શનમાં ટૂંકાગાળે ખરીદી કરવાનો સમય આવી ગયો: નિલેશ શાહ

સપ્તાહના પહેલા દિવસે ભારતીય બજારોની શરૂઆત સારી તેજીની સાથે થઈ છે. જો કે આજે એશિયાઈ બજારોમાં થોડી કમજોરીની સાથે કારોબાર કરી રહ્યા છે પરંતુ ઘરેલૂ બજાર તેનાથી દૂર રહ્યા અને શાનદાર તેજીની સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સમાં 155 અંકોનો ઉછાળો જોવામાં આવી રહ્યો છે અને નિફ્ટી પણ 42 અંક વધીને 7700 ની ખુબજ નજીક આવી ગયા છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ થોડો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. માર્કેટની આગળની ચાલ પર ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના એમડી એન્ડ સીઈઓ નિલેશ શાહ પાસેથી.

નિલેશ શાહનું કહેવુ છે કે જ્યારે રોકાણકાર માર્કેટની વિરૂદ્ધ જવાની કોશિશ કરે છે ત્યારે ટૂંકાગાળે અસર થાય. કરેક્શનમાં ટૂંકાગાળે ખરીદી કરવાનો સમય આવી ગયો છે. ભારત-ચીનને એકમેકના હરિફ તરીકે વૈશ્વિક સ્તરે જોવામાં આવે છે. ચીનમાં યુઆનનો ડિવેલ્યુએશનનો અનુભવ 1993થી ચાલુ છે. ચીનમાં 1993માં 40% જેટલું અચાનક જ અવમૂલ્યન કરાયું હતું. ચીનમાં આવતી મુશ્કેલી આપણા માર્કેટ્સ અને અર્થતંત્ર માટે સારી તક જ છે. ભારતમાં મોંઘવારી ઊંચી હોવાથી રૂપિયામાં નરમાશ સારી બાબત કહેવાય.

નિકાસને ટેકો આપવા માટે રૂપિયાનું અવમૂલ્યન થવા દેવું જોઈએ. ક્રૂડમાં એકાદ-બે સપ્તાહની ચાલ પર નહીં, પણ દોઢ-બે વર્ષના ઘટાડા પર ફોકસ. સરકાર દ્વારા મૂડીરોકાણને ક્રૂડના ભાવ ઘટતાં ટેકો મળ્યો છે. જે સંકેતની ખૂબ જ ચર્ચા થઈ હોય એ ખરેખરમાં થાય ત્યારે એટલી અસર નથી થતી. એફઓએમસી દ્વારા વ્યાજદરમાં વધારાના નિર્ણયની અસર માર્કેટ્સમાં થઈ ચૂકી છે.

અર્થતંત્ર-માર્કેટને આરબીઆઈ દ્વારા વ્યાજદરના ઘટાડાથી અનેક ફાયદા થશે. નાણાકીય વર્ષ 2017 ના પરિણામોમાં વ્યાજદરમાં ઘટાડાની પોઝિટિવ અસર. જ્યારે બેન્ક 1% વ્યાજદર ઘટાડે ત્યારે કંપનીઓનો નફો 7% જેટલો વધી શકે છે. બેન્ક વચ્ચે વ્યાજદરમાં ઘટાડાની હોડ ચાલી રહી હોય એમ લાગતું નથી.

ખાનગી બેન્કને ક્રેડિટ ગ્રોથને લગતી કોઈ સમસ્યા નથી, પીએસયુ બેન્ક માટે પડકાર. પીએસયુ બેન્કમાં ઉચ્ચ કક્ષાની ટૅલન્ટ લાવવાની ખાસ જરૂરિયાત. પબ્લિક સેક્ટર બેન્કમાં નીચા વેલ્યુએશનને જોતાં રોકાણ કરવાની ઉતાવળ ન કરવી. હાલ ખાનગી બેન્ક અને એનબીએફસીએસમાં રોકાણ કરવાની તક. આવતા 6 મહિનામાં ઇક્વિટી અને ડેટ ફંડ્સના રિટર્ન સરખા હશે.

રિટેલ રોકાણકારોનો હિસ્સો હવે 45%થી ઘટી 8% પર આવી ગઈ છે. એનએફમાં હાલ 78 લાખ લોકો રૂપિયા 25-30 હજાર કરોડનું રોકાણ કરે છે. એમએફ, એલઆઈસી, પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ અને બેન્ક આવનારા 5 વર્ષમાં રૂપિયા 9 લાખ કરોડ રોકશે. ક્વાર્ટર 2 નાણાકીય વર્ષ 16 માં પરિણામોમાં ખાસ સુધારો જોવા મળે એવી શક્યતા નથી.

કટોકટીમાં ધીરજ જાળવીને રોકડ ભંડોળ ટકાવી રાખો

ચીનની કટોકટીની ભારત અને બાકીના વિશ્વ પર ચોક્કસ અસર થશે. સામાન્ય રોકાણકારોએ જીવનની સુખદ પળને યાદ કરવી જોઈએ અને ધીરજ સાથે આ તોફાનનો સામનો કરવો જોઈએ,

એમ ઉમા શશિકાંત જણાવે છે.

આપણને યથાવત્ સ્થિતિ ગમે છે, પરંતુ આપણે પરિવર્તન પણ આવકારીએ છીએ. પરિવર્તનની રીત અનોખી હોય છે. તે દરેક વખતે અલગ અલગ પદ્ધતિથી આવે છે. યુદ્ધની જેમ પ્રચંડ વેગ સાથે પરિવર્તન આવે ત્યારે તે મોટા પાયે વિનાશ કરે છે અને નવી શરૂઆતની તક છોડે છે. કટોકટી બિલ્લી પગે આવે છે અને પછી તેમાં વેગ આવે છે.

ચીનના બજારમાં તીવ્ર કડાકો પૂર્ણકક્ષાની કટોકટી છે, જેની વિશ્વભરના રોકાણકારોને અસર થઈ શકે છે. ચીનના બજારમાં છેલ્લા 15 મહિનામાં અસાધારણ તેજી આવી હતી. તેમાં સ્થાનિક નાગરિકોની મોટી ભાગીદારી હતી. જાન્યુઆરી 2015 પછી આશરે ત્રણ કરોડ નવાં ટ્રેડિંગ એકાઉન્ટ ખૂલ્યાં છે.

માર્જિન ટ્રેડિંગની મંજૂરી (ફાઇનાન્સ કંપની પાસેથી લોન લઈને શેરોમાં ટ્રેડિંગ)થી તેજીનો ફુગ્ગો બન્યો હતો. આઇપીઓમાં જોરદાર ખરીદીથી સામાન્ય વ્યક્તિ પણ સટોડિયા બન્યા હતા. ઘણાએ ઘર ગીરવે મૂકીને શેરો ખરીદ્યા હતા. તેજીનો ફુગ્ગો હવે ફૂટ્યો છે. બજારમાં 30 ટકાનો ઘટાડો થયો છે અને તેમાં હજુ પણ ઘટાડો થઈ રહ્યો છે.

બજારમાં સરકારની મોટા પાયે દરમિયાનગીરી જોવા મળી છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. ચીન હવે બજારને મુક્ત કરી રહ્યું છે તેવી બે વર્ષ પહેલાંની સરકારની જાહેરાત બાદ હવે સરકાર દાવો કરી રહી છે કે બજારમાં તીવ્ર વેચવાલી નુકસાનકારક છે. સરકાર સેલર્સ પર નિયંત્રણો મૂક્યાં છે, જે સફળ થયાં નથી. કટોકટીમાં લોકો હંમેશા વેચાણ કરતા હોય છે. સરકારના પ્રતિબંધથી બીજી એસેટમાં પણ વેચવાલી જોવા મળી હતી.

ચીનના બજારના પતનથી એકબીજા સાથે જોડાયેલા વિશ્વની કેટલીક નબળાઈ બહાર આવી છે. કોમોડિટીના ભાવ ઘટી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, રશિયા અને લેટિન અમેરિકા જેવાં કોમોડિટી આધારિત અર્થતંત્રો પર તેની તીવ્ર અસર થશે. કોમોડિટીમાં મંદીથી લેટિન અમેરિકાને સૌથી વધુ ફટકો પડશે, કારણ કે તે અગાઉથી નીચી વૃદ્ધિ અને ઘટતી નિકાસનો સામનો કરી રહ્યું છે. કપરા સમયમાં આકરા નિર્ણયો કરવા પડે છે. આ દેશોની સરકાર આવાં પગલાં લઈ શકી નથી. કોમોડિટીમાં સંપૂર્ણ કક્ષાની કટોકટી ઊભરી રહી છે.

ભારત સહિતનાં એશિયાનાં અર્થતંત્રોમાં ધીમી વૃદ્ધિ હવે જૂના સમાચાર છે. ચીનના અર્થતંત્રમાં અસાધારણ વૃદ્ધિ બાદ હવે ઘટાડો થઈ રહ્યો છે. એશિયાના બાકીના અર્થતંત્રમાં પણ આવી સ્થિતિ છે.

આ તમામ ઘટનાથી ભારતના રોકાણકારોને કેવી રીતે અસર થશે? ભારતે આત્મસંતુષ્ટ થવું જોઈએ નહીં. વૈશ્વિક કટોકટીથી આર્થિક વૃદ્ધિ અને કંપનીઓની નફાકારકતા ઘટે છે. આપણે આયાતકર્તા દેશ છીએ તથા ક્રૂડ ઓઇલ અને બીજી કોમોડિટીના ભાવમાં ઘટાડાથી લાભ થશે.

ભારત વધુ નિકાસ પણ કરતું નથી. ભારતમાં કટોકટી વખતે આકરા નિર્ણય કરી શકે તેવી સરકાર પણ છે. જોકે વૈશ્વિક કટોકટી લિક્વિડિટીની માગ મારફત આવે છે. અનિશ્ચિતતા વધે છે ત્યારે રોકાણકારો જોખમી એસેટનું વેચાણ કરે છે. ભારતના શેરબજાર અને બોન્ડ માર્કેટમાં વેચવાલી આવી શકે છે. તેનાથી રૂપિયા પર દબાણ આવશે. આપણે આયાતનો ખર્ચ કાઢી શકીએ તેટલા ડોલરની કમાણી કરતા નથી.

તેથી વૈશ્વિક મૂડી પર આધાર રાખવો પડે છે. રિઝર્વ બેન્કે ફોરેક્સ રિઝર્વમાં વધારો કરીને વ્યાજદરમાં કપાતને વિલંબમાં નાંખ્યો છે. રિઝર્વ બેન્ક ચલણને બચાવવા લડત આપી રહી છે, પરંતુ રૂપિયામાં ઘટાડાને સંપૂર્ણપણે રોકી શકી નથી.

કટોકટીના સમયમાં સોનામાં તેજી આવે છે તેવું વિચારતા લોકોએ આ હકીકત યાદ રાખવી જોઈએ. 2009થી સોનાની ખરીદી થઈ રહી છે અને મોટા ભાગના પોર્ટફોલિયોમાં તે ઓવરવેઇટ છે. તેથી સોનામાં વેચાણની પણ શક્યતા રહે છે.

ડોલરમાં મજબૂતાઈ અને કોમોડિટીમાં નરમાઈના કિસ્સામાં સોનામાં તેજીની જગ્યાએ મંદીની શક્યતા વધુ રહે છે. વૈશ્વિક રોકાણકારો લિક્વિડિટી માટે ધસારો કરે છે ત્યારે તમામ એસેટ કલાસમાં ઘટાડો થાય છે.

ચીન અને ગ્રીસ જેવી કટોકટીથી વિશ્વના તમામ દેશોને અસર થઈ શકે છે અને આપણે કલ્પના પણ ન કરી હોય તેવાં પરિવર્તન આવે છે. તેથી તોફાનના સમયમાં સાહસ કરવાની જગ્યાએ ધીરજ રાખવી વધુ યોગ્ય છે. કટોકટીમાં રોકાણકારોએ ધીરજ રાખવી જોઈએ અને રોકડ ભંડોળ હાથ પર રાખવું જોઈએ.

કોર્પોરેટ ડેટમાં MFના રોકાણના નિયમો આકરા બનાવાશે

કેટલાંક ફિકસ્ડ ઇનકમ પોર્ટફોલિયોમાં અતિશય ક્રેડિટ રિસ્કની ચિંતાને પગલે સેબીએ કોર્પોરેટ ડેટ પેપર્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણના નિયમોને આકરા બનાવાની યોજના બનાવી છે. મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબી વ્યક્તિગત કંપનીની ડેટ સિક્યોરિટીઝમાં મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણની મર્યાદામાં ઘટાડો કરવાની વિચારણા કરી રહી છે.

હાલના નિયમો મુજબ કોઇ એક મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ સિંગલ ઇશ્યૂકર્તાના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં નેટ એસેટ વેલ્યૂના ૧૫ ટકાથી વધુ રોકાણ કરી શકતી નથી. ક્રેડિટ રેટિંગ એજન્સીએ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડથી નીચું રેટિંગ આપ્યું છે તેવા ઇશ્યૂકર્તાના ડેટ પેપર્સને આવા નિયમ લાગુ પડે છે. જોકે આવી મર્યાદાને ટ્રસ્ટીની પૂર્વ મંજૂરી સાથે વધારીને ૨૦ ટકા કરી શકાય છે.

હવે સેબી માને છે કે આ મર્યાદા ઘણી ઊંચી છે, કારણ કે કેટલાંક મ્યુચ્યુઅલ ફંડ્સ નીચું રેટિંગ ધરાવતા ડેટ પેપર્સની મોટાપાયે ખરીદી કરે છે.

આ ગતિવિધિથી માહિતીગાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે "ડેટ પેપર્સનો સપ્લાય ઘણો ઓછો હતો, ત્યારે આ નિયમો ઘડવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં ઘણા ડેટ પેપર્સ બજારમાં આવી રહ્યા છે. તેથી હાલની નીતિની સમીક્ષા કરવાનો સમય થઈ ગયો છે."

જેપી મોર્ગન એસેટ મેનેજમેન્ટની બે ડેટ સ્કીમ્સ આનું ઉદાહરણ છે. ઇન્ડિયા ટ્રેઝરી ફંડ અને ઇન્ડિયા શોર્ટ ટર્મ ઇનકમ ફંડ્સ સહિતની આ બે સ્કીમને તાજેતરમાં ઓટો એન્સિનિયરી કંપની એમટેક ઓટોના શેરના ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે ફટકો પડ્યો છે. આ ઘટનાથી સેબીની પગલાં લેવાની ફરજ પડી છે. આ બંને સ્કીમ્સના આશરે 200 કરોડ અથવા એયુએમના આશરે છ ટકાનું ભંડોળ એમટેક ઓટોમાં રોકાણ કરવામાં આવ્યું હતું.

ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સીએ એમટેક ઓટોના રેટિંગમાં ઘટાડો કર્યા બાદ જે પી મોર્ગનને ફંડ્સનું વેલ્યૂ 'માર્ક-ટુ માર્કેટ' કરવું પડ્યું હતું. હવે જેપી મોર્ગન ડિફોલ્ટની અણી પર છે, કારણ કે ડેટ પેપર્સની મુદત સપ્ટેમ્બરમાં પૂરી થાય છે.



સૂત્રોએ જણાવ્યું હતું કે ફંડ મેનેજર્સે માત્ર રેટિંગને આધારે રોકાણનો નિર્ણય કરવો જોઇએ નહીં, ફંડ મેનેજર્સ પોતાની રીતે પણ મૂલ્યાંકન કરવું જોઇએ. સેબી માને છે કે તાજેતરની ઘટનાને માત્ર એક ઘટના માનીને તેની અગવણના કરી શકાય નહીં. સેબીએ કેટલાંક ફંડ્સ હાઉસિસ પાસેથી ચોક્કસ ક્ષેત્રો અને ડેટ પેપર્સમાં તેમના રોકાણ અંગેની માહિતી માંગી છે.

નિયમો મુજબ ફંડ હાઉસિસ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં 40 ટકાથી વધુ રોકાણ કરી શકે નહીં. સેબીએ જોખમી ગણાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રના ડેટ પેપર્સમાં રોકાણ ન કરવા મ્યુચ્યુઅલ ફંડ્સની અનૌપચારિક સૂચના આપી છે. સેબી ગયા સપ્તાહે ચોક્કસ કંપની કે ક્ષેત્રમાં વધુ રોકાણ ન કરવા ફંડ મેનેજર્સને સૂચના આપી હતી.

રૂપિયો ઘટતાં NRIsએ ભારતમાં વધુ ડોલર ઠાલવ્યા

રૂપિયામાં સતત ઘટાડો ચાલુ છે ત્યારે બિનનિવાસી ભારતીયો (NRIs) ડોલર અને રૂપિયા વચ્ચેના ‌ફરકનો લાભ લેવા વધુ ને વધુ ડોલર ભારતમાં ઠાલવી રહ્યા છે, જેના પગલે છેલ્લા અઠવાડિયામાં જ રેમિટન્સની આવકમાં 70 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. ડોલર સામે રૂપિયો બુધવારે 63.61 પર બંધ રહ્યો હતો, જે મંગળવારના 63.53 પર 0.08 વધારે હતો.

આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર યુએઇ એક્સ્ચેન્જે જણાવ્યું હતું કે, ફક્ત છેલ્લા અઠવાડિયામાં જ એક્સ્ચેન્જ પર ઊંચી મૂલ્યના રેમિટન્સના વોલ્યુમમાં 70 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. યુએઇ એક્સ્ચેન્જના ટ્રેઝરી વિભાગના વાઇસ પ્રેસિડન્ટ અશ્વિન શેટ્ટીએ કહ્યું હતું કે, "આ પ્રકારના નાણાકીય વ્યવહારોમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે, છતાં અમને વોલ્યુમની દૃષ્ટિએ ઊંચા મૂલ્યના રેમિટન્સમાં 70 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે." તેમણે ઉમેર્યું હતું કે, બિનનિવાસી ભારતીયો રૂ.25 લાખથી રૂ.5 કરોડ વચ્ચે રેમિટિંગ કરાવી રહ્યા છે.

ગયા વર્ષે દેશમાં રેમિટન્સની આવકની દૃષ્ટિએ 70 અબજ ડોલરની જંગી રકમ આવી હતી અને ભારતે રેમિટન્સની આવકમાં વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારત પછી 60 અબજ ડોલરની રેમિટન્સ આવક મેળવીને બીજું સ્થાન મેળવ્યું હતું અને 25 અબજ ડોલર સાથે ફિલિપાઇન્સ ત્રીજા સ્થાને હતો. વર્ષ 2012માં ભારતે રેમિટન્સ સ્વરૂપે 69 અબજ ડોલરની આવક કરી હતી અને વિશ્વ બેન્કના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે રેમિટન્સની આવક સર્વોચ્ચ સપાટીને આંબી જશે.

એક્સપ્રેસ મનીના વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ સુદેશ ગિરિયાને કહ્યું હતું કે, રૂપિયામાં ઘટાડાની રેમિટન્સની આવક પર હકારાત્મક અસર થઈ છે અને ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ (HNIs) વધુ ને વધુ ડોલર દેશમાં ઠાલવી રહ્યા છે.

અમે ઊંચા મૂલ્ય ધરાવતા રેમિટન્સના વોલ્યુમમાં 15થી 20 ટકાનો ઉછાળો જોયો છે." તેમણે જણાવ્યું હતું કે, ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ પાસે ઊંચી ખર્ચપાત્ર આવક છે અને રૂપિયો ઘટે છે ત્યારે તેનો ફાયદો ઉઠાવવાની તકની રાહ જોતા હોય છે. તેમણે કહ્યું હતું કે, "તેઓ ભંડોળનો સંચય કરે છે અથવા સસ્તા દરે સંબંધિત દેશોની બેન્કો પાસેથી ઋણ લે છે અને પછી તેને ભારતમાં મોકલે છે."

દરમિયાન રૂપિયો બુધવારે સતત ત્રીજા દિવસે ઘટ્યો હતો અને ડોલર સામે 63.61 પર બંધ રહ્યો હતો. ઇન્ટબેન્ક ફોરેન એક્સ્ચેન્જ (ફોરેક્સ) બજારમાં રૂપિયો રૂ.63.80ની નીચી સપાટીએ ખૂલ્યો હતો. પછી ધીમે ધીમે 63.89ની સપાટીએ પહોંચી ગયો હતો. પણ નિકાસકારો દ્વારા ડોલર અને ઇક્વિટીના વેચાણને પગલે થોડો સુધારો થયો હતો અને 63.61 પર બંધ રહ્યો હતો.

ટોપ-10 કંપનીઓના માર્કેટકેપમાં રૂ.84,209 કરોડનું ધોવાણ

નવી દિલ્હી:મંદીના બજારમાં ગત સપ્તાહે માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં રૂ.84,209 કરોડનું જંગી ધોવાણ જોવાયું હતું. સૂચિતગાળામાં ONGC અને RILના શેરધારકોના બજાર મૂલ્યમાં સૌથી વધુ ઘટાડો જોવાયો હતો.

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 1,190.48 પોઈન્ટ અથવા તો 4.51 ટકા ઘટીને 25,201.90 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આમ સતત ચોથા સપ્તાહે BSE બેન્ચમાર્કમાં ઘટાડો જોવાયો છે.

ONGCનું માર્કેટકેપ રૂ.15,357.1 કરોડ ગગડીને રૂ.1,93,011.86 કરોડ નોંધાયું હતું જ્યારે RILનું માર્કેટકેપ 11,527.8 કરોડ રૂપિયાના ઘટાડા સાથે રૂ.2,70,579.56 કરોડ નોંધાયું હતું.

HDFCનું માર્કેટકેપ પણ 9,229.71 રૂપિયા ઘટીને રૂ.1,80,038.45 કરોડ, ITCનું માર્કેટકેપ રૂ.8,905.99 કરોડ ઘટીને 2,53,901.04 કરોડ જ્યારે ઈન્ફોસિસનું માર્કેટકેપ 8,475.72 કરોડ ઘટીને રૂ.2,46,645.92 કરોડ નોંધાયું હતું.

સમીક્ષા હેઠળના ગાળામાં HDFC બેન્કનું માર્કેટકેપ રૂ.7,739.77 કરોડના ધોવાણ સાથે રૂ.2,50,623.13 કરોડ અને કોલ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ.6,726.92 કરોડ ઘટીને રૂ.2,19,019.94 કરોડ નોંધાયું હતું.

સન ફાર્માનું માર્કેટકેપ પણ રૂ.6,352.99 કરોડના ઘટાડા સાથે રૂ.2,06,604.59 કરોડ નોંધાયું હતું જ્યારે HULનું માર્કેટકેપ રૂ. 5,741.39 કરોડના ધોવાણ સાથે રૂ.1,79,675.61 કરોડ નોંધાયું હતું.

આ ઉપરાંત TCSનું માર્કેટકેપ પણ રૂ.4,152.51 કરોડના ઘટાડા સાથે રૂ.4,99,367.90 કરોડ થયું હતું.

આ સાથે સેન્સેક્સની ટોપ-10 કંપનીઓની યાદીમાં TCSએ તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ત્યારબાદ અનુક્રમે RIL, ITC, HDFC બેન્ક, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા લિમિટેડ, સન ફાર્મા, ONGC, HDFC અને HULનો ક્રમ આવે છે.

FII હજુ મંદીમાં: નિફ્ટી 7,200 થશે?

નિફ્ટી આગામી બે-ત્રણ મહિનામાં 7,100ની સપાટીએ પહોંચશે? કેટલાક રોકાણકારો 7,100 અને 7,200ની સ્ટ્રાઇક પ્રાઇસમાં વૃદ્ધિને કારણે બજારમાં ઘટાડો ચાલુ રહેવાની શક્યતા દર્શાવી રહ્યા છે. ખાસ કરીને વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)એ નિફ્ટીમાં મોટા પાયે મંદીની પોઝિશન ગોઠવી છે.

ડેરિવેટિવ્ઝ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર નિફ્ટી નીચામાં 7,200ની સપાટીને સ્પર્શી શકે. જ્યારે ટૂંકા ગાળામાં તે 8,200 સુધી જવાની શક્યતા છે. આ બંને ધારણાના આધારે FII પોઝિશન ગોઠવી રહ્યા છે. બજારમાં સુધારો નહીં થાય એ ધારણાએ FIIએ નિફ્ટીના કોલ ઓપ્શન્સ વેચ્યા છે. જ્યારે નિફ્ટી કોલ ઓપ્શન્સના વેચાણથી મળેલા નાણાંનો આંશિક કે સંપૂર્ણ ઉપયોગ FII નિફ્ટી પુટ ઓપ્શન્સની ખરીદી માટે કરી રહ્યા છે. એટલે બજારમાં વધુ ઘટાડો નોંધાય તો પુટ ઓપ્શન્સની પોઝિશનથી લાભ થશે.

સપ્ટેમ્બરની F&O સિરીઝ શરૂ થઈ ત્યારથી (27 ઓગસ્ટથી) બંને તરફી ટ્રેડ થઈ રહ્યા છે. FIIએ નિફ્ટીના આઉટ ઓફ ધ મની પુટ ઓપ્શન્સનું મોટા પાયે ફન્ડિંગ કર્યું છે. જેમાં FIIએ 7,800-7,200ના નિફ્ટી પુટ ઓપ્શન્સ ખરીદી 8,000-8,200ના કોલ ઓપ્શન્સ વેચ્યા છે. જેની સ્ટ્રાઇક પ્રાઇસ વર્તમાન બજાર ભાવ કરતાં વધુ છે.

બજાર ઘટશે તો આ FPIsને પુટની પોઝિશનમાં લાભ થશે. કારણ કે વોલેટિલિટી વધવાથી પુટ્સના ભાવમાં વધારો નોંધાશે. તેની સાથે તેમણે વેચેલા કોલ આઉટ ઓફ ધ મનીમાં પરિણમશે અને એટલે તેમણે કોલ ખરીદદારો પાસેથી મેળવેલું પ્રીમિયમ ગુમાવવું નહીં પડે. જોકે, 8,000-8,200 સુધીના પ્રત્યાઘાતી ઉછાળાની ટૂંકા ગાળામાં શક્યતા ઓછી છે, પરંતુ બિલકુલ અશક્ય નથી.

જો આવું થાય તો તેમને મોટું નુકસાન વેઠવું પડશે. ઉપરાંત, વોલેટિલિટી ઘટવાને લીધે તેમણે ખરીદેલા પુટ્સનું મૂલ્ય પણ ઘટશે. આવા ટ્રેડ જોખમી હોય છે, કારણ કે તેમાં બંને તરફી નુકસાનની શક્યતા રહેલી છે. ઇન્ડિયા ઇન્ફોલાઇનના હેમંત નાહટા જણાવ્યા અનુસાર "FII આ પ્રકારની પોઝિશન ગોઠવી રહ્યા છે.

એનો અર્થ એ થયો કે તેમને બજારમાં વધુ ઘટાડાનો અંદાજ હશે. તેઓ કેશ માર્કેટમાં વધુ વેચવાલીની આશા રાખી રહ્યા છે." કોટક મ્યુચ્યુઅલ ફંડના એમડી નિલેશ શાહે જણાવ્યું હતું કે, "ચીનની અનિશ્ચિતતા અને ક્રૂડમાં ઘટાડો ચાલુ રહેશે ત્યાં સુધી ઇટીએફ અને સોવરિન ફંડના મોટા વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહેશે. તેને લીધે ઊર્જા સ્રોતથી સમૃદ્ધ દેશોના રિડેમ્પશ દબાણમાં વધારો નોંધાશે."

બજારમાં ગયા સપ્તાહે 3.7 ટકાનો ઘટાડો નોંધાયો ત્યારે સૌથી એક્ટિવ 7,500ના પુટનો ભાવ ગયા સપ્તાહે 159 ટકા ઊછળી રૂ.129.૫ના સ્તરે પહોંચ્યો છે. ભાવમાં વૃદ્ધિ સાથે ઓપન ઇન્ટરેસ્ટ 18 લાખ લોટથી વધીને 45 લાખ લોટ થયો છે. NSEના કામચલાઉ ડેટા પ્રમાણે સૌથી એક્ટિવ 8,200નો કોલ શુક્રવારે 79 ટકા ગબડી રૂ.18.75ના સ્તરે પહોંચ્યો છે.

ચાર્ટિસ્ટ્સના મતે આગામી ત્રણ મહિનામાં નિફ્ટી 7,100-7,300 થવાનો અંદાજ છે. ઉપરાંત, દરેક ઘટાડે નીચી સ્ટ્રાઇક પ્રાઇસના નિફ્ટી પુટ ઓપ્શન્સનો ઓપન ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. નિર્મલ બંગ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ સાગર બજાજે જણાવ્યું હતું કે, "નિફ્ટી માટે 7,500-7,600ની રેન્જ ટૂંકા ગાળાના સપોર્ટનું કામ કરશે. જ્યારે કોઇ પણ સુધારો 8,000 ની સપાટી પૂરતો મર્યાદિત રહેશે. આગામી બે-ત્રણ મહિનામાં નિફ્ટી 7,150-7,200ની રેન્જમાં પહોંચશે. જોકે, સમયાંતરે થોડા ઉછાળા જોવા મળી શકે."

નિફ્ટીમાં 7,200-7,550ની રેન્જમાં મનોવૈજ્ઞાનિક ટેકો છે. ઘણા લાંબા ગાળાના રોકાણકારોએ ગયા વર્ષે નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સંભાળી ત્યારે આ જ સ્તરે ભારતીય બજારમાં નાણાં ફાળવવાનું શરૂ કર્યું હતું.



હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ પર SEBIનું સ્પીડ-બ્રેકર લાગુ પડશે

અત્યંત ઝડપી ગતિએ ટ્રાન્ઝેક્શન્સ કરવાની ક્ષમતાને કારણે કેટલાંક ટ્રેડરો જેનો ગેરલાભ ઉઠાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે તે હાઇ-ફ્રીકવન્સી ટ્રેડિંગ (HFT) પર સ્પીડ-બ્રેકર મૂકનારા દેશોમાં ભારત પ્રથમ હોઇ શકે છે. બ્લેક-બોક્સ ટ્રેડિંગ ધીમું પાડી શકે તેવા આ સંભવિત પગલાં અંગે સેબી એક્સચેન્જીસ અને પસંદગીની સંસ્થાઓ પાસેથી ફીડબેક લઇ રહી છે.

બજારના એક વર્ગમાં એવી લાગણી પ્રબળ બની રહી છે કે આ વર્ષના અંત પહેલાં HFT પર પ્રતિબંધ આવી શકે છે. અનેક વિદેશી સંસ્થાઓ અને લાર્જ પ્રોપ્રાઇટરી ડેસ્ક્સ આધુનિક સોફ્ટવેર પ્રોગ્રામ્સનો ઉપયોગ કરે છે અને નાના બ્રોકર્સ તથા ટ્રેડર્સની સરખામણીમાં લાભ ઉઠાવે છે.

ટ્રેડિંગ વોલ્યુમ્સમાં HFTનો મોટો હિસ્સો છે અને તેમને મર્યાદિત કરવું એ અભૂતપુર્વ પગલું ગણાશે તેમ છતાં સેબી HFT અને નોન HFT યુઝર્સ વચ્ચે સમાન તકો પૂરી પાડવા આંતરિક પગલાં ભરવા વિચારી રહી છે એમ આ યોજનાથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું.

સેબીએ ઓર્ડર્સના રેન્ડમાઇઝેશન અંગે પણ સૂચનો મગાવ્યા છે, જેનો અર્થ એ થયો કે HFT યુઝર્સને મળતી પ્રાથમિકતા રદ કરવી. રેન્ડમાઇઝેશનમાં ઓર્ડર્સને એક્સચેન્જ સિસ્ટમમાં ભેગી કરવામાં આવે છે અને રેન્ડમ ધોરણે ચલાવવામાં આવે છે. આનાથી એચએફટી યુઝર્સને ગેરલાભ થશે કારણ કે સિસ્ટમમાં પહેલો હીટ થનારો ઓર્ડર લાઇનમાં પહેલો હોય તે જરૂરી નથી.

ઝેરોધાના ચીફ એક્ઝિક્યુટિવ નિધીન કામથે જણાવ્યું હતું કે, રેન્ડમાઇઝેશન લાવવાથી HFT બિઝનેસ લગભગ ખતમ થઇ જશે કારણ તેમને કોઇ 'એડવાન્ટેજ' રહેશે નહીં. છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક એફપીઆઇ એચએફટી મોડલનો ઉપયોગ કરીને મેમ્બર કે ક્લાયન્ટ તરીકે ભારતીય બજારોમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. અલ્ગો ટ્રેડર્સ તરીકે વધુ જાણીતા આ રોકાણકારો સુપર-ફાસ્ટ ઝડપે શ્રેષ્ઠ કિંમત મેળવવા ચડિયાતા સોફ્ટવેર મોડલ્સનો ઉપયોગ કરે છે.

ઓર્ડર ક્યુમાં પ્રથમ રહેવાની રેસને દૂર કરવા સેબી ટ્રેડના બેચ ઓક્શન્સનો ઉપયોગ કરવા પણ વિચારે છે. નિયમનકાર એક્સચેન્જીસ પર HFT યુઝર્સને ટિક-બાય-ટિક ડેટા પૂરો પાડવા પર પ્રતિબંધ મૂકવા પણ વિચારે છે.

ટિક ડેટામાં ટ્રેડિંગ ડેમાં થયેલા તમામ બાય અને સેલ ટ્રેડ્સનો સમાવેશ થાય છે. ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે કનેક્ટ થવા સામાન્ય ઇન્ટરનેટનો ઉપયોગ કરતા સામાન્ય ટ્રેડર્સને બહુ બહુ તો ચાર ટિક્સનું એક્સેસ છે, જ્યારે HFTને આંખના એક પલકારામાં 300 જેટલાં ટિક્સનું એક્સેસ છે.

આ ઝડપે ટ્રેન્ડ્સને પકડવું માનવ આંખ માટે અશક્ય છે, તેમ છતાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડર્સ તેમના કમ્પ્યુટર્સ પર એવા એડવાન્સ પ્રોગ્રામ્સ બનાવે છે, જે આ ટ્રેન્ડ વાંચી શકે અને આ ટિક્સને આધારે ટ્રેડ એક્ઝીક્યુટી કરી શકે.

એમ્ટેક ઓટોમાં રોકાણકારોના રૂ.800cr ફસાયા

Image result for amtek autoમુંબઈ:ચારેકોરથી મુશ્કેલીમાં મૂકાયેલી એમ્ટેક ઓટો તેનું પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ જવાની શક્યતાને પગલે એક્સિસ બેન્ક, કરૂર વૈશ્ય, સિન્ડિકેટ બેન્ક, કોર્પોરેશન બેન્ક અને કેટલાક પેન્શન ફંડ્સ સહિતનાં 80થી વધુ રોકાણકારોએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમના ચોપડામાં ઓછામાં ઓછા રૂ.800 કરોડની ખોટ તોળાઈ રહી છે એમ આ હિલચાલથી પરિચિત ચાર વ્યક્તિએ કહ્યું હતું.

એમ્ટેક ઓટોએ તારીખમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે, જેને રોકાણકારો સ્વીકારે તેવી શક્યતા નથી કારણ કે, હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (HNIs) અને પેન્શન ફંડ્સ પાસે કંપનીના આ મહિને પાકી રહેલાં બોન્ડ્સનો નોંધપાત્ર હિસ્સો હોવાથી તારીખ બદલવી શક્ય નથી એમ ઉપરોક્ત માહિતી આપનાર લોકોએ કહ્યું હતું.

એક બેન્કરે ઓ‌ળખ છતી ન કરવાની શરતે કહ્યું હતું કે, "તેઓ પુનર્ગઠનની માંગણી કરી રહ્યાં છે પરંતુ 80થી વધુ રોકાણકારો હોવાથી તેમ કરવું શક્ય નહીં બને. બોન્ડમાં રોકાણ કરનારી બેન્કોની સંખ્યા જ 10 છે, આથી તેઓ શું કરવું તેનો નિર્ણય કરી શકતા નથી."

ગુડગાંવ સ્થિત એમ્ટેક ઓટો મારુતિ સુઝુકી જેવી કંપનીઓને ઓટો કમ્પોનન્ટ્સનો સપ્લાય કરે છે અને ઓક્ટોબરમાં તેના 10 વર્ષીય બોન્ડ્સની મુદત પાકી રહી છે અને કંપની આ બોન્ડની ચૂકવણી કરવામાં નિષ્ફળ જવાની શક્યતા રોકાણકારોને વરતાઈ રહી છે એમ પરિચિત લોકોએ જણાવ્યું હતું.

એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, "અમે વ્યક્તિગત ગ્રાહકના ટ્રાન્ઝેક્શન કે રોકાણ અંગે ટિપ્પણી કરતા નથી." વારંવારના પ્રયાસ કરવા છતાં એમ્ટેક ઓટોના અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. એક્સિસ બેન્કે એમ્ટેક પાસેથી કુલ કેટલા લેવાના નીકળે છે તે અંગે હજુ અસ્પષ્ટતા છે.

એમ્ટેક ઓટો સખત નાણાંભીડમાં છે, જેથી મ્યુચ્યુઅલ ફંડ જેપી મોર્ગન એસેટ મેનેજમેન્ટને પણ ભારતમાં ફટકો પડ્યો છે. આ મ્યુ. ફંડે મૂલ્ય માંડવાળ કર્યા બાદ તેના બે ફિક્સ્ડ ઈન્કમ ફંડ્સમાંથી વિધ્ડ્રોવલ્સ પર અંકુશ મૂકી દીધો હતો. લગભગ રૂ.16,000 કરોડની લોન અને બોન્ડ્સનું ભાવિ જોખમમાં છે. આને તાત્કાલિક બેડ લોન્સમાં તબદીલ કરવાની જરૂર નથી કારણ કે, એમ્ટેક ઓટો વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખશે અને કંપની તેના ફાયનાન્સ તરીકે જેમના તેમ રાખશે.

એમ્ટેક ઓટોએ મે મહિનામાં જર્મનીની રેજ હોલ્ડિંગ GmbHને ખરીદવા સહમતિ સાદી હતી. આ સોદો તેનો ૧૯મો સોદો હતો. એમ્ટેક ગ્રૂપ વિવિધ દેશોમાં કુલ 63 ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે અને ખાસ તો ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે કાસ્ટિંગ અને ફોર્જિંગ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સપ્ટેમ્બર ૨૦૧૪માં રેટિંગ કંપની CARE લિ.એ એમ્ટેક ઓટોનું ક્રેડિટ રેટિંગ AA+થી ઘટાડીને AA કરવામાં આવ્યા બાદ ધીમે ધીમે કંપનીની હાલત કફોડી બનવાનું શરૂ થયું હતું. આ રેટિંગ ઓગષ્ટમાં A+થી વધુ ઘટાડીને C કરવામાં આવ્યું હતું.

અન્ય એક બેન્કરે કહ્યું હતું કે, "એમ્ટેક ઓટો મુશ્કેલીમાં છે, જેની અમને ખબર છે. કંપનીને તેમાંથી બહાર કાઢવા માટે કેવા પ્રયાસ કરવા તે અંગે અમે તેમની સાથે વાતચીત કરી રહ્યાં છીએ."

2014ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ.86.1 કરોડનો નફો કરનારી એમ્ટેકે જૂન-'15 ક્વાર્ટરમાં રૂ.157.6 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની કુલ આવક પણ રૂ.1,064.4 કરોડથી ઘટીને રૂ.866.3 કરોડ થઈ હતી.

કંપનીના માથે અંદાજે રૂ.17,661 કરોડનું ઋણ છે. એમ્ટેક ઓટોનો શેર એક વર્ષમાં તેની ટોચેથી 88 ટકા પટકાયો છે અને કંપનીએ તેની કથળતી નાણાકીય પરિસ્થતિ અંગે ચેતવણી ઉચ્ચારી છે.

બજારો ઓવરસોલ્ડ ઝોનમાં, સપોર્ટનો અભાવ

ગયા સપ્તાહે ભારતના શેરબજારમાં મંદીની પકડમાં આવ્યા હતા અને નોંધપાત્ર પ્રમાણમાં વેચવાલી જોવા મળી હતી. બજારમાં ગુરુવારે રિકવરી જોવા મળી હતી, પરંતુ શુક્રવારે વેચવાલીનું ભારે દબાણ ફરી હાવી થયું હતું.

વિશ્વના મોટાભાગના બજાર તેમના 200 દિવસની મુવિંગ એવરેજ (ડીએમએ)થી નીચે ટ્રેડ થઈ રહ્યા છે અને મોટાભાગના બજારોએ બાવન સપ્તાહની નવી નીચી સપાટી બનાવી છે.

તેનાથી ભારત સહિતના ઊભરતા બજારોમાં દબાણ જોવા મળે તેવી ધારણા છે. હવે વિશ્વભરના બજારો અમેરિકાના જોબ ડેટા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ ડેટાથી અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર અંગેના નિર્ણયનું ભાવિ નિર્ધારિત થશે.

ભારતના જીડીપીના ડેટા ગયા સપ્તાહે આવ્યા હતા. જીડીપી ચાલુ નાણાકીય વર્ષના વૃદ્ધિદર જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં 7 ટકા રહ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળાનામાં 7.5 ટકા હતો. જીડીપીના મહત્ત્વના ક્ષેત્રોમાં કૃષિ, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ક્ષેત્રનો વૃદ્ધિદર અનુક્રમે 1.9 ટકા, 7.2 ટકા, 6.9 ટકા અને 4 ટકા રહ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં અનુક્રમે 2.6 ટકા, 8.4 ટકા, 6.5 ટકા અને 4.3 ટકા રહ્યો હતો. વીજળી ક્ષેત્રનો વૃદ્ધિદર 3.2 ટકા રહ્યો હતો.

ભારતના બજારો ઓવરસોલ્ડ ઝોનમાં પ્રવેશ્યા છે અને તેજીવાળાનો કોઇ સપોર્ટ નથી. તેથી બજારમાં દબાણ છે. સોમવાર અથવા મંગળવારે નજીવી રિકવરીની ધારણા રાખી શકાય છે. નિફ્ટીમાં 7,500 અને 7,450એ સપોર્ટ છે. નિફ્ટીમાં અવરોધ હવે 7,892 અને 7,950એ મળી શકે છે.

આગામી સપ્તાહ માટેની રોકાણકારોની વ્યૂહરચના નિફ્ટીમાં 7500ના પુટ ઓપ્શન અને તેની સાથે 7800ના કોલ ઓપ્શનની ખરીદી અંગેની બની શકે છે. નિફ્ટીમાં 7500ના પુટ ઓપ્શન અને 7300ના પુટ ઓપ્શનની શોર્ટ પોઝિશનની વ્યૂહરચના પણ યોગ્ય પુરવાર થઈ શકે છે.

સોના માટેનું આઉટલૂક નબળું છે અને તેનો સપોર્ટ ઔંશ દીઠ 1108 ડોલરે છે. સોના માટેનો અવરોધ 1130 અને 1138 ડોલરે છે. ક્રૂડ ઓઇલમાં (નાઇમેક્સ ક્રૂડ) બેરલ દીઠ ૪૫ ડોલરથી ઊંચો ભાવ થોડો પોઝિટિવ છે. જોકે ક્રૂડ તેના કરતા નીચા સ્તરે જશે તો વધુ નરમાઈ આવી શકે છે.

ક્ષેત્રિય મોરચે જોવા જઇ તો બેન્કિંગ, મેટલ, કેપિટલ ગૂડ્સ, સિમેન્ટ, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અત્યંત નકારાત્મક છે. બીજી તરફ આઇટી અને ફાર્મા કંપનીઓ નીચા સ્તરે બજારને સપોર્ટ આપે તેવી શક્યતા છે.

અમેરિકાના બજાર માટેની અગત્યની ઘટનાઓમાં જોબલેસ ક્લે, કોર પીપીઆઇ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા મહત્ત્વના છે. યુરોઝોનના બજારોની નજર આ સપ્તાહે રિટેલ પીએમઆઇના ડેટા પર રહેશે.

જાપાનના બજારો આ સપ્તાહે કરન્ટ એકાઉન્ટ, જીડીપી ડેટા અને મનીનરી ઓર્ડર્સ પર ચાંપતી નજર રાખશે. ચીનના મોરચે જોઇએ તો બેલેન્સ ઓફ ટ્રેડ, પીપીઆઇ, ફુગાવો, રિટેલ સેલ્સ અને ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા બજાર માટે મહત્ત્વના છે.

આ સપ્તાહે ભારતના બજાર માટે કરન્ટ એકાઉન્ટ ડેટા, ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ડેટા મહત્ત્વના ચાલકબળ બનવાની ધારણા છે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports