Translate

Tuesday, September 8, 2015

બજાર ઘટતાં SIPના રોકાણમાં ખોટ

શેરબજારમાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરનારા રોકાણકારોને પણ નુકસાન સહન કરવું પડ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરીને અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) દ્વારા પ્રથમ વખત ઇક્વિટીમાં મૂડી રોકનારા ઘણા લોકોનું વળતર નેગેટિવ થઇ ગયું છે. મ્યુચ્યુઅલ ફંડ વિતરક એન. જે. વેલ્થના ડેટા પ્રમાણે 154 ડાઇવર્સિફાઇડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાંથી 54માં એસઆઇપીનું વળતર છેલ્લા એક વર્ષમાં નેગેટિવ થઇ ગયું છે.

તમામ ફંડ હાઉસિસમાં આવા ફંડ્સમાં રોકાણકારોને એકથી 18 ટકા સુધી ખોટ સહન કરવી પડી છે. ઉદાહરણ તરીકે તમે છેલ્લા એક વર્ષમાં એચડીએફસી ઇક્વિટી ફંડમાં દર મહિને રૂ.10,000 રોક્યા હોય તો તમારા રૂ.1.20 લાખના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ.1.15 લાખ થઇ ગયું હશે. જ્યારે આઇડીએફસી ઇક્વિટીમાં કરેલા રોકાણનું મૂલ્ય રૂ.1,12,727 થઇ ગયું હશે.

જોકે, મોટા ભાગના મિડ અને સ્મોલ કેપ ફંડ્સ સારો દેખાવ ચાલુ રાખ્યો છે અને સમાન ગાળામાં ઊંચું વળતર આપેલું છે. મોતીલાલ ઓસવાલ મિડકેપ 30 ફંડમાં આટલી જ રકમ રોકી હોય તો તેનું મૂલ્ય અત્યારે રૂ.1,34,390 થયું હોય જ્યારે ડીએસપી બ્લેકરોક માઇક્રોકેપ ફંડમાં રૂ.10,000ની એસઆઇપીનું મૂલ્ય (કુલ રૂ.1.20 લાખનું રોકાણ) અત્યારે રૂ.1,32,292 થયું હોય.

બજાજ કેપિટલમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ખાતે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને નેશનલ હેડ સુરજિત મિશ્રાએ જણાવ્યું કે, "રોકાણકારોએ લોંગ ટર્મ માટે ઇક્વિટીમાં રોકાણ કરવું જોઈએ જેમાં રોકાણનો ગાળો ત્રણ વર્ષથી વધારે હોવો જોઈએ. ટૂંકા ગાળામાં વોલેટિલિટીના કારણે વળતર નેગેટિવ હોઈ શકે છે. પરંતુ તેનાથી રોકાણકારોએ ચિંતા કરવી ન જોઈએ." તેઓ રોકાણકારોને લાર્જ કેપ ફંડ્સમાં એસઆઇપી ચાલુ રાખવાની સલાહ આપે છે. તેઓ એસઆઇપીની રકમ વધારવાની પણ ભલામણ કરે છે જેથી બજાર ઘટેલું હોય ત્યારે વધુમાં વધુ યુનિટ ખરીદી શકાય અને બજાર વધે ત્યારે વધુ ફાયદો થાય.

થિંક કન્સલ્ટન્ટ્સના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર રણજિત દાણીએ કહ્યું કે, રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં લાર્જ કેપ અને મિડ કેપ ફંડ્સનું સંતુલન જાળવવું જોઈએ.

લાર્જ કેપ કંપનીઓની સરખામણીમાં મિડ કેપ કંપનીઓમાં વધારે જોખમ રહેલું છે. લાર્જ કેપ કંપનીઓ વૈશ્વિક પરિબળોનો વધુ સારી રીતે સામનો કરી શકે છે જ્યારે મિડ કેપ કંપનીઓમાં આવી ક્ષમતા હોતી નથી.

એડેલવેઇસ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઇઓ વિકાસ સચદેવાએ જણાવ્યું કે, "રોકાણકારોએ બાળકોના શિક્ષણ, લગ્ન અથવા નિવૃત્તિ વગેરેને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના લક્ષ્ય પ્રમાણે એસઆઇપી કરવી જોઈએ. તેમણે ટૂંકા ગાળાની વોલેટિલિટીથી વિચલિત થવું ન જોઈએ. રોકાણ ચાલુ રાખો અને એસઆઇપીને સારો દેખાવ કરવા માટે સમય આપો."

એસઆઇપીમાં તમે દર મહિને ચોક્કસ તારીખે ચોક્કસ રકમ રોકી શકો છો. તેનાથી વોલેટિલીટીનો સામનો વધુ સારી રીતે કરી શકાય છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 07
07:00 ANZ Job Advertisements 1 0.4% -1.3% Revised from -1.4%
11:30 Halifax House Prices (MoM) 1 -0.5% 0.2% -0.2% Revised from -0.1%
11:30 Halifax House Prices (YoY/3m) 1 2.8% 2.8% Revised from 2.9%
12:30 Foreign Currency Reserves 1 726B 753B
20:00 Bank of Canada Business Outlook Survey 2
21:00 6-Month Bill Auction 1 4.07%
21:00 3-Month Bill Auction 1 4.205%
Tuesday, Apr 08
00:30 Consumer Credit Change 1 $15.20B $18.08B
03:30 NZIER Business Confidence (QoQ) 2 16%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener