Translate

Tuesday, September 8, 2015

Paytmનો છગ્ગો! 20% વધુ ચૂકવી BCCIનો કોન્ટ્રાક્ટ જીતી ગઈ

ઓનલાઇન રિચાર્જ અને પેમેન્ટ્સ કંપની Paytm 2019 સુધી ભારતમાં રમાનારી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક સહિતની તમામ ક્રિકેટ સિરીઝના ટાઇટલ સ્પોન્સરશિપના અધિકાર મેળવવામાં સફળ ગઈ છે.

ચાર વર્ષમાં રમાનારી 84 મેચો માટે કંપની પ્રત્યેક આંતરરાષ્ટ્રીય મેચ દીઠ રૂ.2.42 કરોડ અથવા કુલ રૂ.203.28 કરોડ ચૂકવવા સહમત થઈ છે. 2014-15 માટેની સ્પોન્સર માઈક્રોમેક્સ હતી અને તેણે પ્રતિ મેચ રૂ.2.02 કરોડ ચૂકવ્યા હતા, આમ Paytm 20 ટકા વધુ રકમ ચૂકવશે.

જોકે, માઈક્રોમેક્સ અગાઉ સ્ટારને રૂ.2 કરોડના મૂળ ભાવે સ્પોન્સરશિપ મળી હતી અને તેની પહેલાં એરટેલે એક મેચ માટે BCCIને 3.93 કરોડ ચૂકવ્યા હતા. ગુરુવારે નવી દિલ્હી ખાતે BCCIની માર્કેટિંગ કમિટીની બેઠકમાં બિડ ખોલવામાં આવી હતી.

ક્રિકેટર્સ Paytm લખેલી જર્સી પહેલીવાર સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી મેચમાં પહેરશે. સૂત્રોના મતે, BCCIએ જૂનમાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં અને ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ માટે માત્ર બે બિડર્સ મેદાનમાં હતા. રસપ્રદ વાત એ છે કે, પહેલીવાર માત્ર એક બિડર સિવાયની બીજી બિડરમાં માઈક્રોમેક્સ, સ્નેપડીલ, રોયલ સ્ટેગ અને સાઇકલ અગરબત્તી સહિતની કંપનીઓનું કોન્સોર્ટિયમ હતું. આની પુષ્ટિ મેળવવા માટે અમારા પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.

Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ કહ્યું હતું કે, "આ વર્ષના પ્રારંભમાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં સ્પોન્સરિંગ કરવાનો અનુભવ ખૂબ રસપ્રદ રહ્યો હતો. અમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને એ મહિનાઓ દરમિયાન અમારા ગ્રાહકોની સંખ્યામાં અકલ્પનીય વધારો થયો હતો.

ક્રિકેટ સાથે વિવાદ સંકળાયેલો છે પરંતુ ક્રિકેટનો જુવાળ ક્યારેય ઓછો નહીં થાય. આથી, અમે આ રમત માટે પ્રતિબદ્ધ છીએ." Paytm 50 કરોડ ગ્રાહકો મેળવવાનો ઇરાદો ધરાવે છે અને આટલા ગ્રાહકો સુધી પહોંચવા માટે કંપનીને ક્રિકેટ જેવી માસ માર્કેટ પ્રોપર્ટીની જરૂર છે એમ શર્માએ ઉમેર્યું હતું. કંપની આવતાં ત્રણ વર્ષ માટે 10 કરોડ ડોલરનું સ્પોર્ટ બજેટ ધરાવે છે અને તેમાંથી 60-70 ટકા રકમ ક્રિકેટ પાછળ ખર્ચ કરવામાં આવશે જ્યારે બીજી રકમ અન્ય રમત અને લીગ પાછળ ખર્ચ કરશે.

BCCIના સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આવતાં ચાર વર્ષ સુધી બોર્ડમાં Paytm સામેલ થવાથી ભારતીય ક્રિકેટને સ્થિરતા મળશે. ન્યૂ જનરેશન કંપનીઓ પૈકીની એક Paytm મેળવવાથી અમે ખુશ છીએ."

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports