Market Ticker

Translate

Monday, September 7, 2015

કટોકટીમાં ધીરજ જાળવીને રોકડ ભંડોળ ટકાવી રાખો

ચીનની કટોકટીની ભારત અને બાકીના વિશ્વ પર ચોક્કસ અસર થશે. સામાન્ય રોકાણકારોએ જીવનની સુખદ પળને યાદ કરવી જોઈએ અને ધીરજ સાથે આ તોફાનનો સામનો કરવો જોઈએ,

એમ ઉમા શશિકાંત જણાવે છે.

આપણને યથાવત્ સ્થિતિ ગમે છે, પરંતુ આપણે પરિવર્તન પણ આવકારીએ છીએ. પરિવર્તનની રીત અનોખી હોય છે. તે દરેક વખતે અલગ અલગ પદ્ધતિથી આવે છે. યુદ્ધની જેમ પ્રચંડ વેગ સાથે પરિવર્તન આવે ત્યારે તે મોટા પાયે વિનાશ કરે છે અને નવી શરૂઆતની તક છોડે છે. કટોકટી બિલ્લી પગે આવે છે અને પછી તેમાં વેગ આવે છે.

ચીનના બજારમાં તીવ્ર કડાકો પૂર્ણકક્ષાની કટોકટી છે, જેની વિશ્વભરના રોકાણકારોને અસર થઈ શકે છે. ચીનના બજારમાં છેલ્લા 15 મહિનામાં અસાધારણ તેજી આવી હતી. તેમાં સ્થાનિક નાગરિકોની મોટી ભાગીદારી હતી. જાન્યુઆરી 2015 પછી આશરે ત્રણ કરોડ નવાં ટ્રેડિંગ એકાઉન્ટ ખૂલ્યાં છે.

માર્જિન ટ્રેડિંગની મંજૂરી (ફાઇનાન્સ કંપની પાસેથી લોન લઈને શેરોમાં ટ્રેડિંગ)થી તેજીનો ફુગ્ગો બન્યો હતો. આઇપીઓમાં જોરદાર ખરીદીથી સામાન્ય વ્યક્તિ પણ સટોડિયા બન્યા હતા. ઘણાએ ઘર ગીરવે મૂકીને શેરો ખરીદ્યા હતા. તેજીનો ફુગ્ગો હવે ફૂટ્યો છે. બજારમાં 30 ટકાનો ઘટાડો થયો છે અને તેમાં હજુ પણ ઘટાડો થઈ રહ્યો છે.

બજારમાં સરકારની મોટા પાયે દરમિયાનગીરી જોવા મળી છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. ચીન હવે બજારને મુક્ત કરી રહ્યું છે તેવી બે વર્ષ પહેલાંની સરકારની જાહેરાત બાદ હવે સરકાર દાવો કરી રહી છે કે બજારમાં તીવ્ર વેચવાલી નુકસાનકારક છે. સરકાર સેલર્સ પર નિયંત્રણો મૂક્યાં છે, જે સફળ થયાં નથી. કટોકટીમાં લોકો હંમેશા વેચાણ કરતા હોય છે. સરકારના પ્રતિબંધથી બીજી એસેટમાં પણ વેચવાલી જોવા મળી હતી.

ચીનના બજારના પતનથી એકબીજા સાથે જોડાયેલા વિશ્વની કેટલીક નબળાઈ બહાર આવી છે. કોમોડિટીના ભાવ ઘટી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, રશિયા અને લેટિન અમેરિકા જેવાં કોમોડિટી આધારિત અર્થતંત્રો પર તેની તીવ્ર અસર થશે. કોમોડિટીમાં મંદીથી લેટિન અમેરિકાને સૌથી વધુ ફટકો પડશે, કારણ કે તે અગાઉથી નીચી વૃદ્ધિ અને ઘટતી નિકાસનો સામનો કરી રહ્યું છે. કપરા સમયમાં આકરા નિર્ણયો કરવા પડે છે. આ દેશોની સરકાર આવાં પગલાં લઈ શકી નથી. કોમોડિટીમાં સંપૂર્ણ કક્ષાની કટોકટી ઊભરી રહી છે.

ભારત સહિતનાં એશિયાનાં અર્થતંત્રોમાં ધીમી વૃદ્ધિ હવે જૂના સમાચાર છે. ચીનના અર્થતંત્રમાં અસાધારણ વૃદ્ધિ બાદ હવે ઘટાડો થઈ રહ્યો છે. એશિયાના બાકીના અર્થતંત્રમાં પણ આવી સ્થિતિ છે.

આ તમામ ઘટનાથી ભારતના રોકાણકારોને કેવી રીતે અસર થશે? ભારતે આત્મસંતુષ્ટ થવું જોઈએ નહીં. વૈશ્વિક કટોકટીથી આર્થિક વૃદ્ધિ અને કંપનીઓની નફાકારકતા ઘટે છે. આપણે આયાતકર્તા દેશ છીએ તથા ક્રૂડ ઓઇલ અને બીજી કોમોડિટીના ભાવમાં ઘટાડાથી લાભ થશે.

ભારત વધુ નિકાસ પણ કરતું નથી. ભારતમાં કટોકટી વખતે આકરા નિર્ણય કરી શકે તેવી સરકાર પણ છે. જોકે વૈશ્વિક કટોકટી લિક્વિડિટીની માગ મારફત આવે છે. અનિશ્ચિતતા વધે છે ત્યારે રોકાણકારો જોખમી એસેટનું વેચાણ કરે છે. ભારતના શેરબજાર અને બોન્ડ માર્કેટમાં વેચવાલી આવી શકે છે. તેનાથી રૂપિયા પર દબાણ આવશે. આપણે આયાતનો ખર્ચ કાઢી શકીએ તેટલા ડોલરની કમાણી કરતા નથી.

તેથી વૈશ્વિક મૂડી પર આધાર રાખવો પડે છે. રિઝર્વ બેન્કે ફોરેક્સ રિઝર્વમાં વધારો કરીને વ્યાજદરમાં કપાતને વિલંબમાં નાંખ્યો છે. રિઝર્વ બેન્ક ચલણને બચાવવા લડત આપી રહી છે, પરંતુ રૂપિયામાં ઘટાડાને સંપૂર્ણપણે રોકી શકી નથી.

કટોકટીના સમયમાં સોનામાં તેજી આવે છે તેવું વિચારતા લોકોએ આ હકીકત યાદ રાખવી જોઈએ. 2009થી સોનાની ખરીદી થઈ રહી છે અને મોટા ભાગના પોર્ટફોલિયોમાં તે ઓવરવેઇટ છે. તેથી સોનામાં વેચાણની પણ શક્યતા રહે છે.

ડોલરમાં મજબૂતાઈ અને કોમોડિટીમાં નરમાઈના કિસ્સામાં સોનામાં તેજીની જગ્યાએ મંદીની શક્યતા વધુ રહે છે. વૈશ્વિક રોકાણકારો લિક્વિડિટી માટે ધસારો કરે છે ત્યારે તમામ એસેટ કલાસમાં ઘટાડો થાય છે.

ચીન અને ગ્રીસ જેવી કટોકટીથી વિશ્વના તમામ દેશોને અસર થઈ શકે છે અને આપણે કલ્પના પણ ન કરી હોય તેવાં પરિવર્તન આવે છે. તેથી તોફાનના સમયમાં સાહસ કરવાની જગ્યાએ ધીરજ રાખવી વધુ યોગ્ય છે. કટોકટીમાં રોકાણકારોએ ધીરજ રાખવી જોઈએ અને રોકડ ભંડોળ હાથ પર રાખવું જોઈએ.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Jul 14
18:00 Wholesale Sales (MoM) 1 0.1% -0.4% -2.3%
18:10 Fed's Hammack speech 2
21:00 6-Month Bill Auction 1 4.125% 4.145%
21:00 3-Month Bill Auction 1 4.245% 4.255%
23:30 BoE's Governor Bailey speech 3
Tuesday, Jul 15
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 0.2% 0.6%
06:00 Westpac Consumer Confidence 2 0.5%
17:30 OPEC Monthly Market Report 1
17:45 Housing Starts s.a (YoY) 1 262.5K 279.5K
18:00 NY Empire State Manufacturing Index 2 -8 -16
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener