Translate

Tuesday, January 27, 2015

પાંચમા-છઠ્ઠામાં હતો ત્યારથી નક્કી હતું કે કાર્ડિયોલોજિસ્ટ બનવાનું છે : તેજસ પટેલ

(ડો. તેજસ પટેલ)
અમદાવાદઃ સામાન્ય રીતે બાળક નાનું હોય સ્કૂલમાં હોય ત્યારે માતા-પિતા તેને ડોક્ટર, એન્જિનિયર CA કે MBA જેવા ફિલ્ડમાં જવા પ્રેરતા હોય, પરંતુ સ્પેસિફિકલી જે-તે ફિલ્ડમાં શેમાં આગળ વધવું તે જનરલી નક્કી નથી હોતું, પરંતુ કેટલાંક બાળકો અપવાદ હોય છે જે બાળપણથી જ પોતાનો ગોલ ફિક્સ કરે છે ને તેને પામતા હોય છે. આવી જ કંઇક વાત છે પાક્કા અમદાવાદી ને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો. તેજસ પટેલની છે. 'હું પાંચમાં કે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી જ ફિક્સ જ પપ્પાએ કહ્યું હતું કે, તારે કાર્ડિયોલોજિસ્ટ જ બનાવાનું છે.' કદાચ તેમના પિતાએ ચોક્કસ વિઝન સાથે દીકરા માટે ગોલ નક્કી કર્યો ને ડો. તેજસ પટેલ કાર્ડિયોલોજીના ફિલ્ડમાં વૈશ્વિકસ્તરે નામના મેળવી રહ્યા છે. 
 
પ્રજાસત્તાક દિનની સંધ્યાએ કેન્દ્ર સરકારે જુદાં-જુદાં ક્ષેત્રોની જાણીતી હસ્તીઓને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે પદ્મવિભૂષણ માટે એલ.કે.અડવાણી, અમિતાભ બચ્ચન અને દિલીપકુમાર સહિત કુલ 9 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. જ્યારે પદ્મભૂષણ એવોર્ડ માટે 20 વ્યક્તિઓની અને પદ્મશ્રી એવોર્ડ માટે 75 જેટલી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાંથી ચાર વ્યક્તિઓની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેમાં જાણીતા હાસ્ય લેખક તારક મહેતા સહિત ગુણવંત શાહ, ડૉ. તેજસ પટેલ અને ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદીનો સમાવેશ થાય છે. 
અમદાવાદનાં ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજિસ્ટ ડો. તેજસ પટેલને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. તેઓ હાલમાં એપેક્ષ હાર્ટ હોસ્પિટલનાં ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજિસ્ટ છે સાથો સાથ એનએલએલ મેડિકલ કોલેજમાં કાર્ડીયોવાસ્કયુલર સાયન્સીસનાં પ્રોફેસર અને વડા પણ છે. 75 હજારથી વધુ સફળ પ્રોસીઝર કરીને વિશ્વકક્ષાએ ડો. તેજસ પટેલે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામીની છેલ્લા 20 વર્ષોથી  સારવાર કરતાં ડો. તેજસ પટેલે કારર્કિદી, મેડિકલ ફિલ્ડ, સફળતા-નિષ્ફળતા અને ભગવાન પ્રત્યે આસ્થા અંગે ખાસ વાતો divyabhaskar.com સાથે શેર કરી હતી. 

બાળપણ અને ઉછેર અંગે વાત કરતાં ડો. પટેલે જણાવ્યું હતું કે, હું મૂળ સોજિત્રા, ખેડાનો છું, પણ 51 વર્ષમાંથી 49 વર્ષો અમદાવાદમાં ગાળ્યા છે. મારો ઉછેર મોડેસ્ટ મિડલ ક્લાસ ફેમિલી જ થયો હતો, પપ્પા ડોક્ટર જ હતા. તેઓ જનરલ ફિઝિશિયન હતા ને તેમની પ્રેક્ટિસ નાની હતી. કરિયરમાં હું તો માત્ર મહેનત કરીને આગળ આવ્યો છું, મારે આગળ-પાછળ કોઇ સોર્સિસ ન હતા.  
 
કરિયર અંગે નિર્ણય કેવી રીતે લીધો તે અંગે તેમણે જણાવ્યું હતું કે, હું પાંચમા કે છઠ્ઠામા હતો ત્યારે જ પપ્પાએ કહી દીધું હતું કે, તારે કાર્ડિયોલોજિસ્ટ જ બનવાનું છે. પહેલાથી બારમા ધોરણ સુધી મારું સ્કૂલિંગ એ. જી. હાઇસ્કૂલમાં થયું ને બાદમાં એમબીબીએસ, એમડી, ડીએમ મેં બી જે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કર્યા. બાદમાં ફિલ્ડને લગતો કેટલોક ઉચ્ચ અભ્યાસ અમેરિકા અને ફ્રાંસ ખાતે કર્યો.     હું જ્યારે કાર્ડિયોલોજિસ્ટ બન્યો ત્યારે દર્દીઓ સારવાર માટે મુંબઇ અને મદ્રાસ જ જતાં હતા
પાંચમા-છઠ્ઠામાં હતો ત્યારથી નક્કી હતું કે કાર્ડિયોલોજિસ્ટ બનવાનું છે : તેજસ પટેલડો. પટેલ 1991માં કાર્ડિયોલોજિસ્ટ બન્યા. તે સમયને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે કાર્ડિયોલોજિસ્ટ બન્યો ત્યારે સાચું કહું તો અમદાવાદ ખાતે કાર્ડિયોલોજી ફિલ્ડમાં કાર્ડિયોલોજિસ્ટની કોઇ વેલ્યૂ ન હતી. તે જ અરસામાં યુ એન મહેતા ખાતે ઇન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી શરૂ થઇ. જેમાં ડો. ઠાકોરભાઇ પટેલ પ્રોફેસર હતા ને હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોઇન થયો. તે સમયે મોટાભાગના દર્દીઓ કાર્ડિયોલોજીને લગતી સારવાર માટે મુંબઇ અને મદ્રાસ જ જતાં. અહીંયા એ લેવલનો કોન્ફિડન્સ જનરેટ કર્યો. 1997 પછી મેં પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. 
ડો. તેજસ પટેલે 75 હજાર કરતાં વધુ સફળ સર્જરી કરી છે. આટલો બહોળો અનુભવ ધરાવતા કાર્ડિયોલોજિસ્ટે જીવનની પહેલી એન્જિયોપ્લાસ્ટીને યાદ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 1992ની વાત છે. સિવિલમાં એન્જિયોપ્લાસ્ટી થતી, જેમાં મદ્રાસના પ્રખ્યાત સર્જન ડો. ગિરિનાથ અને ડો. મેથ્યૂઝ આવતા હતા. ડો. ગિરિનાથ સર્જરી કરતાં ને ડો. મેથ્યૂઝ એન્જિયોપ્લાસ્ટી કરતા. હું ડો. મેથ્યૂઝને એન્જિયોપ્લાસ્ટીમાં આસિસ્ટ કરતો હતો. નવેમ્બર મહિનાની વાત છે કે, ડો. ગિરિનાથ આવ્યા પણ તેમની સાથે ડો. મેથ્યૂઝ આવ્યા ન હતા ને હોસ્પિટલ દ્વારા એન્જિયોપ્લાસ્ટીના કેસ લેવામાં આવ્યા હતા. ત્યારે ડો. ગિરિનાથે મને કહ્યું કે, તેજસ ઓપરેશન કરી નાંખો. પછી મેં કહ્યું કે, ઓપરેશન તો કરી શકું, પણ મેં તો માત્ર ડો. મેથ્યૂઝને સાત ઓપરેશન માટે આસિસ્ટ જ કર્યા છે, ઇન્ડિપેન્ડેટલી કોઇ ઓપરેશન નથી કર્યા. આથી ડો. ગિરિનાથે કહ્યું કે, આપણે  પેશન્ટ સાથે વાત કરીએ પછી એની મરજી પ્રમાણે આગળ વધીશું.
 
પાંચમા-છઠ્ઠામાં હતો ત્યારથી નક્કી હતું કે કાર્ડિયોલોજિસ્ટ બનવાનું છે : તેજસ પટેલપોતાની પહેલી એન્જિયોપ્લાસ્ટીના કિસ્સાને આગળ વધારતા ડો. પટેલે કહ્યું હતું કે, મને યાદ છે ત્યારે જૂનાગઢની કોઇ પ્રાયમરી શાળાના શિક્ષક ભવાનભાઇ એન્જિયોપ્લાસ્ટી માટે આવ્યા હતા. ડો. ગિરિનાથે તેને મારા પહેલા ઓપરેશન અંગે વાત કરીને કહ્યું કે, જો કોઇ પ્રોબ્લેમ થશે તો હું સર્જરી કરીશ. વાત જાણ્યા પછી ભવાનભાઇએ મને કહ્યું કે, ડોક્ટર સાહેબ કોઇ ચિંતા નથી તમે જ કરો ઓપરેશન, ને મેં પ્રથમ એન્જિયોપ્લાસ્ટી કરી. 
ડો. પટેલની કારકિર્દીની પ્રથમ એન્જિયોપ્લાસ્ટી હોવા છતાં વિશ્વાસ દાખવનાર ભવાનભાઇ હજુ પણ જરૂર જણાય ત્યારે ડો. તેજસ પટેલ પાસે જ જાય છે.
ડો. તેજસ પટેલે બાદમાં એન્જિયોપ્લાસ્ટી ક્ષેત્રે ક્રાંતિકારી કહી શકાય તેવી ટ્રાન્સ રેડિયલ ઇન્ટરવેન્શનની શરૂઆત કરી. તે સિવાય ડો. પટેલ એશિયન દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીમાં અતિ ઉપયોગી સાબિત થાય તેવી કેથેરેટ (મૂત્રનલિકા) બનાવી. આ કેથેરેટની અમેરિકામાં પટેલ કેથેરેટના નામે પેટન્ટ પણ છે. ભારતીય સર્જનની આ પાથ-બ્રેકિંગ ટેક્નિકને વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવી છે. આ જ સર્જરીને લગતું એક પુસ્તક 'Patel's Atlas of Transradial Intervention: the Basics and Beyond' ડો. તેજસ પટેલે સાથી લેખકો ડો. સંજય શાહ અને ડો. સમીર પંચોલી સાથે લખ્યું છે. વિશ્વભરમાં આ પુસ્તકને ટ્રાન્સ રેડિયલ સર્જરીની ટેક્સ્ટ બુક તરીકે કન્સિડર કરવામાં આવે છે, તેવું ડોક્ટર પટેલે જણાવ્યું હતું. 
પદ્મશ્રી એવોર્ડ વિજેતા એવા ડો. તેજસ પટેલને અગાઉ ઘણાંય એવોર્ડ્ઝ મળી ચૂક્યા છે. વર્ષ 2008માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે રાષ્ટ્રીયકક્ષાના ડો. બી સી રોય એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. પોતાની સફળતા અંગે ડો. પટેલે જણાવ્યું હતું કે, કરીયરની વાત કરું તો તેમાં માતા-પિતા, દાદા-દાદી, પત્ની તથા સમગ્ર કુટુંબ ડગલે ને પગલે સાથે જ હતું, પરંતુ મને મળેલા એવોર્ડનો 50 ટકા હિસ્સો મારા કલીગ ડો. સંજય શાહને જાય છે. તે સિવાય સફળતા પાછળ સૌથી ખાસ ફાળો મારા દર્દીઓનો છે, કે જેમણે હંમેશા મારા પર વિશ્વાસ દાખવ્યો છે. અમે કોઇ પણ નવી પ્રોસિજર અપનાવીએ તો પણ તેમણે હંમેશા ટ્રસ્ટ કર્યો છે કે હું કંઇ ખોટું નહીં કરું. હવે ડોક્ટરના ફિલ્ડમાં વિશ્વાસ નથી રહ્યો આથી મારા પર વિશ્વાસ કરતાં દર્દીઓનો મારી સફળતા પાછળ ખાસ ફાળો છે. 
 
અત્યંત વ્યસ્ત શિડ્યૂઅલ ધરાવતા ડો. પટેલે પોતાનાં રિલેક્સેશન ફંડા અંગે કહ્યું કે, મારા મતે રિલેક્સેશન એટલે ધ વર્ક યુ લાઇક ધ મોસ્ટ એન્ડ વ્હેન યુ ડુ એન્જોઇંગ ધ મોસ્ટ ને મને તો અમારી લેબમાં જ રિલેક્સેશન લાગે છે. મારા માટે તો કામ જ રિલેક્સેશન છે. ચાર દિવસ કામ ના કરીએ તો ડિપ્રેસ થઇ જવાય.

કરોડોપતિ ઓબામાના દર્શનાર્થે અબજોપતિ લાઈનમાં


 
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ ભારતના પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બન્ને દેશોની દિગ્ગજ કંપનીઓના સીઇઓને મળ્યા. આ દરમિયાન અમેરિકા અને ભારતમાં રોકાણની સંભાવનાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દેશમાં થનારા મોટા વિકાસ કાર્યો પર વ્યક્તિગત રીતે નજર રાખવાની વાત પણ કરી.

સીઇઓની બેઠક પહેલાનો નજારો જોવા લાયક હતો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને મળવા માટે રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત દેશના મોટા ઉદ્યોગપતિઓ લાઇનમાં ઊભા રહ્યા હતા. નોંધપાત્ર બાબત એ હતી કે લાઇનમાં ગૌતમ અદાણી મુકેશ અંબાણી પછી ત્રીજા નંબરે ઊભા હતા, જ્યારે અનિલ અંબાણી છેક સાતમા નંબરે. જે દેશના ઉદ્યોગપતિઓના કદમાં વધારા-ઘટાડા તરફ સંકેત આપે છે અને દર્શાવે છે કે આવનારા સમયમાં પહેલી હરોળનાં ઉદ્યોગપતિઓમાં કોણ સામેલ હશે.
 
રતન ટાટાની વધતી ઉંમર પણ અહીં સ્પષ્ટ જોઇ શકાતી હતી. કાર્યક્રમ બાદ મોદી અને ઓબામાએ તમામ સીઇઓ સાથે એક ગ્રુપ તસવીર પણ લેવડાવી હતી. બિઝનેસમેનની વ્યક્તિગત નેટવર્થને ભેગી કરવામાં આવે તો આખા ગ્રુપનો આંકડો 4.5 લાખ કરોડ રૂપિયાની નેટવર્થને સ્પર્શે છે. જાણવા જેવું એ પણ છે કે બરાક ઓબામાની નેટવર્થ 70 લાખ ડોલર (43 કરોડ રૂપિયા) જેટલી છે. 2007માં તેમની નેટવર્થ 13 લાખ ડોલર (7.8 કરોડ રૂપિયા) હતી. એટલે કે આઠેક વર્ષમાં તેમની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો છે. 
 

Monday, January 26, 2015

તારક મહેતા, ગુણવંત શાહ અને સંજય લીલા ભણસાલીને પદ્મશ્રી

લાલ કૃષ્ણ અડવાણી, અમિતાભ બચ્ચન ને દિલીપકુમારને પદ્મવિભૂષણ અવૉર્ડ,૯ પદ્મવિભૂષણ, ૨૦ પદ્મભૂષણ અને ૭૫ પદ્મશ્રી જાહેર : ૪ મરણોત્તર અને ૧૭ વિદેશી નાગરિકોને અવૉર્ડ
વિખ્યાત ગુજરાતી હાસ્યલેખક તારક મહેતા, ચિંતક ગુણવંત શાહ, ડૉ. એચ. એલ. ત્રિવેદી, ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલી અને ડૉ. તેજસ પટેલને પદ્મશ્રી અવૉર્ડ આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે ગઈ કાલે કરી હતી. દેશનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ BJPના નેતા લાલ કૃષ્ણ અડવાણી, ઍક્ટર દિલીપકુમાર તથા અમિતાભ બચ્ચન અને પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલને આપવામાં આવશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી યાદીમાં નવ પદ્મવિભૂષણ, ૨૦ પદ્મભૂષણ અને ૭૫ પદ્મશ્રી અવૉર્ડ વિજેતાઓનો સમાવેશ થાય છે. એ પૈકી ૧૭ મહિલાઓ છે અને એટલી સંખ્યામાં વિદેશી નાગરિકો, NRI નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ, ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. ચાર લોકોને મરણોત્તર અવૉર્ડ આપવામાં આવ્યો છે. પદ્મવિભૂષણ અવૉર્ડ માટે વકીલ કે. કે. વેણુગોપાલ, કર્ણાટકમાં આવેલા જાણીતા ધર્મસ્થળ જૈન મંદિરના ડી. વીરેન્દ્ર હેગડે, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ એમ. આર. શ્રીનિવાસન તથા આગા ખાનની પસંદગી કરવામાં આવી છે.

પદ્મભૂષણ અવૉર્ડ માટે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી-કમિશનર એન. ગોપાલસ્વામી, સામાજિક કાર્યો માટે માઇક્રોસૉફ્ટના ચીફ બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડાની પસંદગી કરવામાં આવી છે. ભૂતપૂર્વ કુસ્તીબાજ અને ઑલિમ્પિક્સમાં બે મૅડલ જીતનારા સુશીલકુમારના કોચ સતપાલ સિંહને રમતગમતના ક્ષેત્રમાં આપેલા યોગદાન માટે પદ્મભૂષણ અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. પદ્મભૂષણ માટે લોકસભાના સેક્રેટરી સુભાષ કશ્યપ, પત્રકાર રજત શર્મા અને સ્વપ્ન દાસગુપ્તા, જાણીતા વકીલ હરિશ સાલ્વે, કાર્ડિયોલૉજિસ્ટ અશોક શેઠ, ઇન્ડિયન-અમેરિકન ગણિતશાસ્ત્રી મંજુલ ભાર્ગવની પસંદગી કરવામાં આવી છે. હિન્દુઓના ધાર્મિક નેતા જગતગુરુ રામચંદ્રાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યને પદ્મવિભૂષણ તો સ્વામી સત્યમિત્રાનંદગિરિને પદ્મભૂષણ આપવામાં આવશે. દાઉદી વોહરાના ધર્મગુરુ સ્વર્ગસ્થ સૈયદના મોહમ્મદ બુહરાનુદ્દીનને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. રમતગમત ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ પાંચ ખેલાડીઓની પદ્મશ્રી અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જેમાં બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સંધુ, ભારતીય હૉકી ટીમના કૅપ્ટન સરદાર સિંહ અને મહિલા હૉકી ખેલાડી સબા અંજુમ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન મિથાલી રાજ અને શારીરિક રીતે અક્ષમ હોવા છતાંય માઉન્ટ એવરેસ્ટ સર કરનાર અરુણિમા સિંહાની પસંદગી કરવામાં આવી છે.લોકસભાની ચૂંટણી દરમ્યાન ગ્થ્ભ્ને મદદ કરનારા લિરિક્સ રાઇટર પ્રસુન્ન જોશી, ઇન્ફોસિસના સ્થાપક સભ્ય ટી. વી. મોહનદાસ પાઇને પદ્મશ્રી આપવામાં આવશે. જાણીતા કાટૂર્ન કૅરેક્ટર ચાચા ચૌધરીનું સર્જન કરનારા કાટૂર્નિસ્ટ પ્રાણ કુમાર શર્માને મરણોત્તર પદ્મશ્રી આપવામાં આવશે. આ વખતે સ્પોટ્સ કૅટેગરીમાં પદ્મભૂષણ અવૉર્ડને લઈને ભારે વિવાદ થયો હતો, આ વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરી તમામ લોકોને આ અવૉર્ડ પ્રદાન કરવામાં આવશે.

સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે બંધ

ECBના સ્ટીમ્યુલસ પેકેજથી પ્રોત્સાહિત થઈને ભારતીય શેરબજારોમાં સતત સાતમાં સેશનમાં તેજી તરફી કૂચ જોવા મળી હતી. નિફ્ટીએ આજે 8,800ની

મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી.

રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, મેટલ તેમજ IT શેરોમાં લેવાલીથી શુક્રવારે મુંબઈ શેરબજારનો બેન્ચમાર્ક BSE સેન્સેક્સ ઉપરમાં 29408.73 અને નીચામાં 29165.56 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 272.82 પોઈન્ટ વધીને 29,278.84 પોઈન્ટની નવી ટોચે બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 8,866.40અને નીચામાં 8,795.40 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 74.20 પોઈન્ટ વધીને 8,835.60 પોઈન્ટની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.

S&P BSE મિડકેપ ઈન્ડેક્સ 0.17 ટકા જ્યારે S&P BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 0.83 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE ઓટો ઈન્ડેક્સ 1.51 ટકા, BSE રિયલ્ટી ઈન્ડેક્સ 1.48 ટકા, BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 1.32 ટકા, BSE બેન્કેક્સ 0.79 ટકા વધીને બંધ રહ્યા હતા.

પ્રોફિટ બુક કરવામાં ઉતાવળ ન કરો

શેરબજાર ઊછળીને તેના સર્વોચ્ચ સ્તરે પહોંચતા રોકાણકારોને આશ્ચર્ય થયું છે. સેન્સેક્સ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે અને

તેમાં છેલ્લા એક વર્ષમાં આશરે 35.4 ટકાનો જંગી વધારો થયો છે, પરંતુ વેલ્થ મેનેજર્સ ઇક્વિટી પોર્ટફોલિયોમાં પ્રોફિટ બુકિંગ કરવામાં ઉતાવળ ન કરવાની રોકાણકારોને સલાહ આપે છે.

કોટક સિક્યોરિટીઝના પ્રાઇવેટ ક્લાયન્ટ ગ્રૂપના વડા દીપેન શાહ જણાવે છે કે, "વેલ્યુએશન વાજબી છે અને રોકાણકારોએ સારી ક્વોલિટીના શેરોને જાળવી રાખવા જોઈએ, કારણ કે બજાર હાલના સ્તરથી વધુ વધી શકે છે." ભારત માટે ઘણા હકારાત્મક ન્યૂઝ આવી રહ્યા છે. રિઝર્વ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને આઇએમએફએ ભારતનો આર્થિક વૃદ્ધિદર ચીનને વટાવી જશે તેવી આગાહી કરી છે.

વૈશ્વિક આર્થિક કોન્ફરન્સમાંથી પણ હકારાત્મક ન્યૂઝ પ્રવાહ આવી રહ્યો છે. તેનાથી ભારતના શેરબજારમાં ઉછાળો આવ્યો છે. શાહ જણાવે છે કે બેલેન્સશીટમાં સુધારો થવાની શક્યતા ન હોય અને કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દા હોય તેવી નબળી કંપનીઓના શેરોમાંથી નીકળી જવું જોઈએ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને એચડીએફસી બેન્ક જેવા ફંડામેન્ટલની દૃષ્ટિએ મજબૂત લાર્જ-કેપ કંપનીઓના શેરો તાજેતરની તેજીમાં વધુ વધારો થયો નથી અને તેમને જાળવી રાખવા જોઈએ.

બીજી તરફ અટકળોને આધારે ઊંચા સ્તરે ગયા છે તેવા ઇન્ફ્રા, પાવર, રિયલ એસ્ટેટ શેરોમાંથી નીકળી જવું જોઈએ. ટેલિકોમ કંપનીઓ હજુ તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહી છે અને નિયમનકારી વાતાવરણ અસ્પષ્ટ છે, તેથી આ શેરો ઊતરતો દેખાવ કરી શકે છે. વેલ્થ મેનેજર્સના પસંદગીના શેરોમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઓટો જેવા વ્યાજદર સંવેદનશીલ શેરોનો સમાવેશ થાય છે. તેઓ આ ક્ષેત્રો માટે ઊંચી ફાળવણીની ભલામણ કરે છે.

આરબીએસ પ્રાઇવેટ બેન્કિંગના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજેશ ચેરુવુએ જણાવ્યું હતું કે, "ધિરાણ ચિંતામાં ઘટાડો થયો છે અને આર્થિક રિકવરી ટૂંક સમયમાં આવી છે ત્યારે બેન્કોના એનઆઇએમમાં સુધારો થવાની ધારણા છે.

રોકાણકારો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ માટે ત્રીજા ભાગના ભંડોળની ફાળવણી કરી શકે છે." વ્યાજદરમાં ઘટાડાથી બેન્કોના નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં વધારો થશે, તેનાથી નફાકારકતા પણ વધશે. તેઓ માને છે કે ચાલુ વર્ષમાં આરબીઆઇ વ્યાજદરમાં 0.50 ટકાનો ઘટાડો કરશે. વ્યાજદરમાં ઘટાડાથી એનપીએની સમસ્યા હળવી થશે. એનપીએની સમસ્યા પીએસયુ બેન્કોને વધુ પજવી રહી છે. અર્થતંત્રમાં રિકવરી અને વ્યાજખર્ચમાં ઘટાડાથી એનપીએ પણ ઘટશે.

ઇક્વિટી પોર્ટફોલિયોમાં નવું રોકાણ કરવા માંગતા રોકાણકારોએ આગામી ત્રણથી છ મહિના દરમિયાન તબક્કાવાર ધોરણે રોકાણ કરવું જોઈએ, કારણ કે વૈશ્વિક ઘટનાઓથી વોલેટિલિટી ઊંચી રહેશે. યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને ફંડ મેનેજર લલિત નામ્બિયર જણાવે છે કે, "ભારત વૃદ્ધિનો ટાપુ છે, પરંતુ આપણે બાકીના વિશ્વથી સંપૂર્ણપણે અસરમુક્ત રહી શકીએ નહીં."

Oil at 50, INR at 62 : A Paradox or not?



In September 2014, when oil was $100 and INR 61, if a poll was conducted about the level of INR should oil fall to $50, an overwhelming majority would have suggested INR at 50-55 in our opinion.

12th January 2015: Oil is $50 but INR is 62. Is this a paradox or has something changed?

On discussing this with economists & experts, one reason cited was the strength of US$.

The fallacy in the US$ strength argument

A $50 fall in oil prices equals a saving of 2.5% of GDP in CAD as against CAD of 1.9%, 1.1% and 1.3% (as % of GDP) in the previous three quarters of FY15 respectively. These savings are so real and so massive, that they have the potential to alter the USD/INR demand supply equation on a sustainable basis. In view of this, the indirect impact of strength of USD, if any, should be moderate and temporary in our opinion.

It is therefore surprising that the INR has actually depreciated by 4% v/s US$ in this period.

A possible explanation

The fall in oil price is not only a recent one but a sharp one too. Consequently, the quarterly average prices are falling with a lag. Further, India’s oil imports enjoy nearly a six week credit period, which implies that the effective price for India on cash basis will fall sharply in Jan-Mar15 and Apr-Jun15 quarters.
  • Does this imply that Jan-Mar15 & Apr-Jun15 quarters will experience a current account surplus?
  • If the above analysis is correct, then are we in for interesting times for the INR?
The Way Forward

Yield on ten year benchmark government bond has come down from ~8.8% in Jan 2014 to ~7.7% as on January 15, 2015. As this fall is lower than fall in inflation, real rates of around 3.25% are quite high compared to past levels. In view of high real rates, benign outlook on inflation, falling fiscal deficit and a sharp improvement in current account deficit, there is reasonable room for yields to move even lower in the medium term. We continue to expect growth to gradually improve over the next year leading to a possibility of a sovereign rating upgrade. In view of the above, we reiterate our view of lower rates over the medium term.


Wednesday, January 7, 2015

આજથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનો પ્રારંભ

ગાંધીનગર ખાતે દેશનું સૌથી મોટું 1.25 લાખ ચોરસ મીટર વિસ્તાર આવરી લેતું એક્ઝિબિશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો યોજાશે. 7-13 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ એક્ઝિબિશનમાં વિવિધ 17 ડોમમાં આશરે 25 ક્ષેત્રોની 2,000 જેટલી કંપનીઓ ભાગ લેશે. ડિફેન્સ પેવેલિયન સૌનું આકર્ષણ જમાવશે.

રાજ્યના નાણાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, "વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2015 સૌથી મોટું પ્રદર્શન છે, જે એક લાખ ચોરસ મીટરનો વિસ્તાર આવરી લે છે. 7થી 13મી જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં 2,000 કંપનીઓ ભાગ લેશે અને કુલ 4,000 જેટલા આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ મુલાકાત લેશે. 25 સેક્ટરને આવરી લેતા પ્રદર્શનમાં એક વિશાળ ડોમ છે, એ જ રીતે અન્ય ડોમમાં એજ્યુકેશન, ડિફેન્સ, હેલ્થકેર, આયુર્વેદ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, એગ્રીકલ્ચર, ઇનોવેશન, આઇટી-ટેલિકોમ અને ગવર્નમેન્ટ પીએસયુ તેમની કામગીરીને પ્રદર્શિત કરી રહી છે."

વાઇબ્રન્ટ ગુજરાતની સાથે દર વર્ષે યોજાતા ટ્રેડ શોનો વિસ્તાર રોકેટ ગતિએ વધ્યો છે. છેલ્લાં ત્રણ વાઇબ્રન્ટ એક્ઝિબિશન ટેન્ડર દ્વારા કે એન્ડ ડી કોમ્યુનિકેશન યોજી રહ્યું છે. વર્ષ 2003માં 36 સ્ટોલ સાથે 3,000 સ્ક્વેર મીટર એરિયામાં, 2005માં 161 સ્ટોલ અને 9,500 ચોરસ મીટર અને 2011માં 312 સ્ટોલ સાથે 21,777 ચોમી, 2013માં 1022 સ્ટોલ સાથે એક લાખ ચોમીમાં પ્રદર્શન યોજાયું હતું.

2015માં 1,200 સ્ટોલ સાથે 1.25 લાખ ચોમી વિસ્તારમાં યોજાશે. ભારતમાં તે સૌથી મોટું એક્ઝિબિશન છે અને વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે. પ્રદર્શનમાં સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. આ વિસ્તારને વાઇફાઇ અને સીસીટીવીથી કવર કરવામાં આવ્યો છે. વાઇફાઇથી ચાર એમબીપીએસ લાઇનથી એરપોર્ટ, પીડીપીયુ, એક્ઝિબિશન વિસ્તાર અને મહાત્મા મંદિરને આવરી લેવાશે. આમ કુલ પાંચ હજાર વ્યક્તિઓ જો આવે તોપણ દરેક વ્યક્તિ 10 એમબીપીએસનો ડેટા મેળવી શકશે.



જોરદાર લેવાલીથી સોનું બે મહિનાની ઊંચી સપાટીએ

વિદેશના સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક સોનાચાંદી બજારમાં સ્ટોકિસ્ટોની તથા રોકાણકારોની લેવાલી નીકળતાં સોનાની કિંમત બે મહિનાથી વધારે સમયગાળાની

ઊંચી સપાટીએ પહોંચી હતી. સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનું રૂ.27,000ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર બંધ આવ્યું હતું. મજબૂત ઔદ્યોગિક લેવાલીથી ચાંદી પણ વધારે ઊંચકાઈ હતી.

વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભરી સ્થિતિના કારણે સટોડિયાએ લોંગ પોઝિશન લીધી હતી અને વિશ્વભરમાં આ કીમતી ધાતુના ભાવમાં સુધારો થતાં સ્થાનિક સેન્ટિમેન્ટ પણ સુધરી ગયું હતું.એક ટ્રેડરે જણાવ્યું હતું કે, ઇક્વિટીઝમાં ઘટાડો હોવાથી રોકાણકારોનું ભંડોળ બુલિયનમાં તબદીલ થઈ રહ્યું છે, તેથી સુધારાને વેગ મળ્યો છે.

વૈશ્વિક મોરચે પીળી ધાતુએ ફરી એકવાર 1,200 ડોલરની સપાટી પ્રાપ્ત કરી હતી. ગ્રીસમાં રાજકીય અનિશ્ચિતતાથી યુરોઝોનમાં ફરી ઊથલપાથલ થવાના ભયના કારણે સોનામાં ટેકો હતો.

સ્ટાન્ડર્ડ સોનું (99.5 શુદ્ધતા) 10 ગ્રામે રૂ.440 ઊછળીને રૂ.27,180 હતું, જેની સામે સોમવારે રૂ.26,740 બંધ નોંધાયું હતું. શુદ્ધ સોનું (99.9 શુદ્ધતા) પણ સમાન માર્જિન સાથે સુધરીને 10 ગ્રામ દીઠ રૂ.27,330 થયું હતું જે સોમવારે રૂ.26,890 પર બંધ રહ્યું હતું.

દરમિયાન, ચાંદી (.999 શુદ્ધતા) પણ કિલોએ રૂ.655ના ઉછાળા સાથે રૂ.37,745 પર બંધ રહી હતી જે સોમવારે રૂ.37,090 હતી. યુરોપિયન બજારોમાં શરૂઆતના ટ્રેડિંગમાં હાજર સોનું નોંધપાત્ર ઊંચું રહીને ઔંસ દીઠ 1,209 અમેરિકન ડોલર રહ્યું હતું, દિવસ દરમિયાન ઉપરમાં સોનાએ 1,211.80 ડોલરની ટોચ બતાવી હતી.

SBI નં.1 મ્યુ. ફંડ બનશે: UTI સાથે મર્જરની શક્યતા

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાંથી તેના પાર્ટનર્સનો હિસ્સો ખરીદવા અને તેને એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ સાથે મર્જ કરી દેવા દરખાસ્ત કરી છે. એસબીઆઇની યોજનાથી વાકેફ ત્રણ સૂત્રોએ આ માહિતી આપી હતી.

મર્જર પ્લાન લાગુ થશે તો તેનાથી દેશનું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ સર્જાશે અને એસબીઆઇનો તેમાં મોટો હિસ્સો હોવા ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રભુત્વ ધરાવશે.

નામ જાહેર ન કરવાની શરતે સૂત્રે ઇટીને જણાવ્યું કે આ દરખાસ્ત હજુ પ્રાથમિક છે અને એસબીઆઇએ આ વિશે નાણામંત્રાલયને વિગતવાર રજૂઆત કરી છે.

એક સૂત્રે જણાવ્યું કે, "આ વિશે પ્રાથમિક ચર્ચા થઈ છે." એસબીઆઇના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. યુટીઆઇના અધિકારીઓનો સંપર્ક કરી શકાયો ન હતો.

યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાં એસબીઆઇ 18.5 ટકા હિસ્સો ધરાવે છે. પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને વીમા કંપની એલઆઇસી પાસે પણ 18.5 ટકા હિસ્સો છે. અમેરિકન ફંડ મેનેજર ટી-રો પ્રાઇસ પાસે યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાં 26 ટકા હિસ્સો છે. તેણે 2009માં 14 કરોડ ડોલરમાં આ હિસ્સો ખરીદ્યો હતો.

યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ એક સમયે દેશનું સૌથી મોટું ફંડ મેનેજર હતું. ટી રો પ્રાઇસ હિસ્સાના વેચાણ માટે તૈયાર થશે કે નહીં તે નિશ્ચિત નથી. એલઆઇસી અલગ ફંડ મેનેજમેન્ટ શાખા ધરાવે છે. તેણે પણ યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ ખરીદવામાં રસ દર્શાવ્યો છે.

એસબીઆઇએ તેના ફંડ મેનેજમેન્ટ બિઝનેસમાં પાર્ટનર એમુન્ડી એસએનો મત જાણવા પણ પ્રક્રિયા કરી છે. એમુન્ડી પાસે એસબીઆઇ ફંડ મેનેજમેન્ટમાં 37 ટકા હિસ્સો ધરાવે છે. અન્ય એસ સૂત્રે જણાવ્યું હતું કે મર્જર દરખાસ્ત પાછળનો હેતુ એક વિશાળ ફંડ મેનેજમેન્ટ કંપની રચવાનો છે જેના પર ભારતીય કંપનીનું સંપૂર્ણ નિયંત્રણ હશે.

જાણકાર વ્યક્તિએ કહ્યું હતું કે સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે ભારતીય નાણાકીય સંસ્થાઓને 51 ટકાથી વધારે હિસ્સો મળશે. નવી કંપની એટલી મજબૂત હશે કે અમેરિકા જેવા બજારમાં કામ કરી શકે.

એલઆઇસીએ પણ યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાં રસ દર્શાવ્યો છે અને તેને એક્વાયર કરવા ઉત્સુક છે. ટી રો પ્રાઇસ પાસે કંપનીમાં ૨૬ ટકા હિસ્સો જાળવવાનો અધિકાર છે. તે હિસ્સો ટકાવી રાખવા માંગે તો મર્જર થયેલી કંપનીમાં વધારે નાણાં નાખવાની તૈયારી રાખવી પડશે અથવા એસબીઆઇ તેનો હિસ્સો ખરીદી લેશે.

આ સોદો થશે તો એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ અને યુટીઆઇ એએમસી પાસે સંયુક્ત રીતે રૂ.1.6 લાખ કરોડની એસેટ હશે અને એચડીએફસી એએમસી કરતાં પણ આગળ નીકળી જશે જેની પાસે રૂ.1.5 લાખ કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ છે.

Tuesday, January 6, 2015

સેન્સેક્સ 600 પોઈન્ટ ડાઉન: મેટલ શેર્સ તૂટ્યા

કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ, રિયલ્ટી, મેટલ, પાવર, ઓટો, બેન્ક અને ફાર્મા શેરોમાં ધૂમ વેચવાલીથી મંગળવારે સવારે BSE સેન્સેક્સ 564 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

એશિયાના બજારો નરમ હોવાને પગલે ભારતીય શેરબજાર પણ નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યા હતા.

સવારે 10 વાગ્યે BSE સેન્સેક્સ 564.25 પોઈન્ટ ઘટીને 27278.07 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 173.75 પોઈન્ટ ગગડીને 8204.65 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.87 ટકા અને 1.89 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ, રિયલ્ટી, મેટલ, પાવર, ઓટો, બેન્ક અને ફાર્મા શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારથી જ તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

Friday, January 2, 2015

BSE સેન્સેક્સમાં 380 પોઈન્ટનો ઉછાળો

બેન્કિંગ ક્ષેત્રે રિફોર્મની આશાએ સતત છઠ્ઠા સેશનમાં શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. બેન્ક, કેપિટલ ગૂડ્ઝ, IT, ટેકનો તેમજ પાવરશેરોમાં ધૂમ લેવાલીથી મુંબઈ શેરબજારમાં શુક્રવારે 380 પોઈન્ટનો ઉછાળો જોવાયો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 27937.47 અને નીચામાં 27519.26 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 380.36 પોઈન્ટ ઉછળીને 27887.90 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,410.60 અને 8,288.70 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 111.45 પોઈન્ટ વધીને 8,395.45 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.86 ટકા અને 0.74 ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 1.67 ટકા, BSE બેન્કેક્સ 1.66 ટકા, BSE IT ઈન્ડેક્સ 1.20 ટકા, BSE પાવર ઈન્ડેક્સ 1.17 ટકા, BSE ટેકનો ઈન્ડેક્સ 0.98 ટકા વધ્યા હતા.

બેન્ક નિફ્ટી વિક્રમ સપાટીએ

સરકારના પ્રતિનિધિઓની RBIના ગવર્નર તેમજ બેન્કર્સ સાથેની બેઠક પૂર્વે પોઝિટિવ સંકેતની આશા સાથે આજે ઉપરમાં ખૂલ્યા બાદ બેન્ક નિફ્ટી વિક્રમ સપાટીએ પહોંચી હતી.

આજે સવારે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 318.55 પોઈન્ટ વધીને 27826.09 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

સરકારે પૂણે ખાતે જાહેર ક્ષેત્રની બેન્કો, વીમા કંપનીઓ તેમજ નાણા સંસ્થાઓના બે દિવસીય સંમેલનનું આયોજન કર્યું છે.

આ બે દિવસીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને RBIના ગવર્નર રઘુરામ રાજન સહિતના મહાનુભાવો ભાગ લેશે.

નાણાકીય સમાવેશિતા, કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ, પ્રાયોરિટી સેક્ટરને ધિરાણની અગ્રતા, એસેટ્સ મેનેજમેન્ટ તેમજ રિસ્ક મેનેજમેન્ટમાં સુધારા, રાષ્ટ્રીયકૃત બેન્કમાં અસરકારક વહીવટ તેમજ મૂડી ક્ષમતા વધારવા ઉપરાંત જાહેરક્ષેત્રની બેન્કોના પુનર્ગઠનની બાબતો અંગેની ચર્ચા કરવામાં આવશે.

એનાલિટ્સના જણાવ્યા અનુસાર બે દિવસની ગહન ચર્ચામાં બેન્કિંગ સેક્ટરના રિફોર્મ અંગેનો એજન્ડા તેયાર કરવામાં આવશે. શનિવારે જ્યારે આ બેઠકની પૂર્ણાહુતી થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સુધારાના તબક્કાવાર અમલ અંગેની બ્લૂપ્રિન્ટ આપવામાં આવશે.

આજે સવારે 9.50 વાગ્યે બેન્ક નિફ્ટી 1.01 ટકા વધીને 18,940.70ની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી.​બેન્ક નિફ્ટીએ આ અગાઉ ઈન્ટ્રા ડેમાં 18961.35ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.

સવારે 9.50 વાગ્યે ICICI બેન્ક (1.55%), એક્સિસ બેન્ક(1.16%), યસ બેન્ક (1.15%), HDFC બેન્ક (1.01%) અને ફેડરલ બેન્ક(0.83%) વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports