Translate

Monday, September 19, 2016

IITs 20 સ્ટાર્ટ-અપ્સને 'બ્લેકલિસ્ટ' કરવા તૈયાર

Image result for startupsઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેક્‌નોલોજી (IITs) 20 સ્ટાર્ટ-અપ્સને 'બ્લેકલિસ્ટ' કરે તેવી શક્યતા છે. ઇ-કોમર્સ કંપનીઓએ પ્લેસમેન્ટ સિઝનમાં વિદ્યાર્થીઓને ઓફર કર્યા પછી જોબ નહીં આપી હોવાને લીધે IITs આકરાં પગલાંની તૈયારી કરી રહી છે. ઉપરાંત, વિદ્યાર્થીઓની જોઇનિંગ ડેટ પાછળ ઠેલનારી, જોબ પ્રોફાઇલ બદલનારી અને પગારની શરતોમાં ફેરફાર કરનારી કંપનીઓને પણ ચેતવણી આપવામાં આવશે.

ફ્લિપકાર્ટને ટૂંક સમયમાં ગયા વર્ષના IIT વિદ્યાર્થીઓની જોઇનિંગ ડેટમાં વિલંબ કરવા માટે ચેતવણી પત્ર મળશે. ઓલ-IIT પ્લેસમેન્ટ કમિટી (AIPC)ના કન્વીનર કૌસ્તુભ મોહન્તીએ જણાવ્યું હતું કે, ફ્લિપકાર્ટે ઓફર્સ સંપૂર્ણપણે પાછી નહીં ખેંચી હોવાથી તે 'બ્લેકલિસ્ટ'ની યાદીમાં સામેલ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઝોમેટો પરનો પ્રતિબંધ સતત બીજા વર્ષે ચાલુ રહેશે.

AIPCની રવિવારની બેઠકમાં IITsએ સ્ટાર્ટ-અપ્સની 'બ્લેકલિસ્ટ' યાદી લગભગ બે સપ્તાહમાં તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. મોહન્તીએ સંભવિત બ્લેકલિસ્ટેડ કંપનીઓના નામ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, IITsમાં આવું વર્તન નહીં ચલાવવા બાબતે સર્વસંમતિ હતી. IIT કાનપુર ખાતે મળેલી AIPCની બેઠકમાં 12 IIT હાજર હતી. જેમાં પ્લેસમેન્ટ અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. મોહંતીના જણાવ્યા અનુસાર અગ્રણી IITsમાં IIT બોમ્બે બેઠકમાં હાજર ન હતી.

બેઠકમાં સ્ટાર્ટ-અપ્સને ત્રણ જૂથમાં વહેંચવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં પ્લેસમેન્ટ પાછળ ઠેલનારી કંપનીઓ, પગારમાં ઘટાડો કરનારી કે જોબ પ્રોફાઇલ બદલનારી કંપનીઓ અને ઓફર પાછી ખેંચનારી કંપનીઓનો સમાવેશ થાય છે. પહેલા બે પ્રકારની કંપનીઓને ચેતવણી આપવામાં આવશે. જ્યારે ત્રીજા પ્રકારની યાદીમાં સામેલ કંપનીઓ પર પ્રતિબંધ મુકાશે. પ્લેસમેન્ટ સ્લોટના વિવાદ પછી ઝોમેટો પર ગયા વર્ષ પ્રતિબંધ મુકાયો હતો. ત્યાર પછી કંપનીના CEO દીપેન્દર ગોયલે સ્પષ્ટતા માટે ટ્વિટરનો સહારો લીધો હતો.

ફ્લિપકાર્ટે ગયા વર્ષે રિસ્ટ્રક્ચરિંગ કવાયતનો હવાલો આપી જોઇનિંગ ડેટ જૂનથી લંબાવી ડિસેમ્બર કરી હોવાનું જણાવ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, જોબની જોઇનિંગ ડેટ છ મહિના પાછળ ઠેલવાનો નિર્ણય તમામ શક્યતાને ચકાસ્યા પછી લેવાયો હતો. ઉપરાંત, ફ્લિપકાર્ટના માળખાકીય રિસ્ટ્રક્ચરિંગને ધ્યાનમાં રાખીને પણ મુદતમાં ફેરફાર કરાયો હતો. અમે તમામ ટ્રેઇનીને ડિસેમ્બર 2016 સુધીમાં સમાવી લેવા કટિબદ્ધ છીએ.

ઉલ્લેખનીય છે કે, ઇ-કોમર્સ કંપનીઓની પ્રારંભિક તેજી પછી છેલ્લા કેટલાક સમયથી સ્ટાર્ટ-અપ્સને ભંડોળ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે. સતત ખોટ દર્શાવી રહેલી કંપનીઓને વધુ નાણાં પૂરા પાડવા બાબતે રોકાણકારો ખચકાઈ રહ્યા છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports