Translate

Friday, September 9, 2016

IPOમાં કર્મચારીઓ રૂ.પાંચ લાખ સુધીની બિડ કરી શકશે

આઇપીઓ લાવી રહેલી કંપનીઓના કર્મચારીઓને ટૂંક સમયમાં ઇશ્યૂમાં વધુ શેર માટે બિડ કરવાની તક મળશે. હાલમાં કર્મચારીઓ પોતાની કંપનીના આઇપીઓમાં વધુમાં વધુ રૂ.બે લાખના શેરની બિડ કરી શકે છે.

સેબી ટૂંક સમયમાં પાંચ લાખ રૂપિયા સુધીની બિડ કરવાની મંજૂરી આપવા વિચારે છે. રૂપિયાના મૂલ્યમાં ઘસારો થઈ રહ્યો છે તેની સાથે આ મર્યાદા વધારવી જોઈએ તેમ સેબી માને છે. આ ઉપરાંત તેનાથી પબ્લિક લિસ્ટેડ કંપનીઓના રોકાણકાર બેઝમાં પણ વધારો થશે. છેલ્લાં પાંચ વર્ષમાં આઇપીઓમાં કર્મચારીઓના ક્વોટામાં આ પ્રથમ સુધારો હશે.

સેબી દ્વારા 23સપ્ટેમ્બરે આ દરખાસ્તને મંજૂરી મળવાની શક્યતા છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે જણાવ્યું કે આ પગલાંથી સ્ટોક ઇન્વેસ્ટિંગમાં વધારે નાના રોકાણકારો લાવી શકાશે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય સરાફે જણાવ્યું કે, કર્મચારીઓ એ નાના રોકાણકારોનું જ સ્વરૂપ છે.

રોકાણની મર્યાદા વધારવાથી રિટેલ બેઝમાં વધારો થશે. સ્ટોક ઓપ્શન સામાન્ય રીતે તમામ કર્મચારીઓને નથી મળતા. તે સિનિયર મેનેજમેન્ટ પૂરતા હોય છે, પરંતુ આઇપીઓમાં તમામ કર્મચારીઓને તે આપી શકાય છે.

2010માં સેબીએ રિટેલ પોર્શનમાં વધારાની સાથે કર્મચારીઓ માટે રોકાણની મર્યાદા વધારીને બે લાખ રૂપિયા કરી હતી. આ લિમિટમાં પ્રસ્તાવિત વધારો ફુગાવાના ઇન્ડેક્સિંગ પર આધારિત છે. ઔદ્યોગિક કર્મચારીઓ માટે સામાન્ય સીપીઆઇ ઇન્ડેક્સ જાન્યુઆરી 2011થી ડિસેમ્બર 2015 સુધીમાં 35 ટકા વધ્યો છે.

આઇપીઓ વખતે કંપનીઓ સામાન્ય રીતે કર્મચારીઓને પાંચથી દશ ટકા ડિસ્કાઉન્ટ ભાવે શેર ઓફર કરતી હોય છે જે રિટેલ ઇન્વેસ્ટરને અપાતી છૂટછાટ જેટલું જ હોય છે. આટલું ડિસ્કાઉન્ટ મળતું હોવા છતાં ઘણા આઇપીઓમાં કર્મચારીઓનો હિસ્સો પૂર્ણપણે છલકાતો નથી.

ઘણી કંપનીઓમાં તમામ કર્મચારીઓ રોકાણ કરતા નથી હોતા કારણ કે ઘણા પાસે એટલાં નાણાં નથી હોતાં અથવા તેઓ ઇક્વિટીમાં રોકાણ કરવામાં રસ ધરાવતા નથી તેમ પ્રાઇમ ડેટાબેઝના મેનેજિંગ ડિરેક્ટર પૃથ્વી હલ્દિયાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે ઇશ્યૂ ઓવરસબસ્ક્રાઇબ થાય ત્યારે બે લાખ રૂપિયાથી ઓછી રકમની અરજી કરી હોય તેમને પ્રાથમિકતા આપવી જોઈએ અને સબસ્ક્રાઇબ થયા વગરનો ક્વોટા કર્મચારીઓને ફાળવી શકાય છે જેમણે બે લાખ રૂપિયાથી વધારે અરજી કરી હોય.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports