Translate

Tuesday, May 20, 2014

મોદી સરકારની આગાહીથી ઝવેરીઓના ચહેરા પર ચમક આવી

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએ સરકારની પ્રબળ શક્યતાને કારણે દેશમાં ઝવેરીઓના ચહેરા પરનું સ્મિત પાછું ફર્યું છે . વેપારીઓને આશા છે કે , સ્થિર સરકાર યોગ્ય નીતિવિષયક નિર્ણયો લઈ શકશે અને 80:20 ગોલ્ડ સ્કીમને રદ કરશે .

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે , અમે ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંઘ અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા અને તેમને ઉદ્યોગની સ્થિતિથી વાકેફ કર્યા હતા . અમે આયાત જકાતમાં ઘટાડો કરવાની માંગણી કરી નથી , પરંતુ 80:20 ગોલ્ડ સ્કીમને દૂર કરવા જણાવ્યું છે .

આ સ્કીમને લીધે બજારમાં સોનાની ઉપલબ્ધતામાં ઘટાડો નોંધાયો છે . કસ્ટમ્સ સત્તાવાળા કન્સાઇન્મેન્ટને ઝડપી મંજૂરી આપતા નથી અને એટલે પ્રીમિયમમાં વૃદ્ધિને કારણે સોનું મોંઘું બને છે . અમને આશા છે કે , નવી સરકાર યોગ્ય નિર્ણય કરશે . ઉલ્લેખનીય છે કે , સોનાની આયાત જકાત હાલ 10 ટકાના ઊંચા સ્તરે છે .

અગાઉ ભાજપે સોનાની દાણચોરીને પ્રોત્સાહન આપતાં આયાત પરના અંકુશ હળવા કરવાનો સંકેત આપ્યો હતો . તેને લીધે વેપારીઓમાં આશાવાદ વધ્યો છે .

કોઠારીએ જણાવ્યું હતું કે , સોનાની આયાત પરનાં નિયંત્રણ હળવાં કરાશે તો 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને રૂ .27,500 થશે . પુરવઠા આધારિત સમસ્યા ઉકેલાશે તો ભારતીયોને સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડાનો લાભ મળશે . વધુમાં રૂપિયાનું મૂલ્ય પણ ડોલર સામે વધ્યું છે . વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ હાલ પ્રતિ ઔંસ 1,300 ડોલરની નીચે છે .

રિઝર્વ બેન્કે 22 જુલાઈએ જણાવ્યું હતું કે , સોનાની ખરીદીના દરેક લોટનો 20 ટકા હિસ્સો નિકાસ માટે ઉપલબ્ધ કરાવવાનો રહેશે . માત્ર 80 ટકાનો ઉપયોગ સ્થાનિક કામકાજ માટે અને ખાસ કરીને જ્વેલરી બિઝનેસમાં સંકળાયેલી એન્ટિટી , બુલિયન ડીલર્સ અને બેન્કો દ્વારા કરી શકાશે .

સોનાની આયાતમાં નોંધપાત્ર ઘટાડાને લીધે એપ્રિલમાં ભારતની વેપાર ખાધ નોંધપાત્ર ગબડી છે . ઉપરાંત , નિકાસમાં વૃદ્ધિને કારણે ચાલુ ખાતાની ખાધ પરનું દબાણ હળવું થયું છે . એપ્રિલમાં સોનાની આયાતમાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં 74.1 ટકાનો ઘટાડો નોંધાયો છે .

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન હરેશ સોનીએ જણાવ્યું હતું કે , ચાલુ ખાતાની ખાધ ઘટી છે ત્યારે નવી સરકાર અમારી માંગણીને ધ્યાનમાં લેશે . આગામી સરકારે ગોલ્ડ લોન સ્કીમ દાખલ કરવી જોઈએ . જેને લીધે સોનાના ભાવની વધઘટ સામે હેજિંગની સુવિધા મળી શકે .

જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે , 2013-14 માં રત્નો અને આભૂષણોની નિકાસમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો હતો . જોકે , ચાલુ નાણાકીય વર્ષે તે 18-20 ટકા વધી શકે . અમારા મતે સ્થિર કેન્દ્ર સરકાર બજારમાં સોનાના પુરવઠાને નિયમિત કરશે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports