Translate

BSE-NSE Ticker

Tuesday, May 27, 2014

આમૂલ પરિવર્તનનો પ્રારંભ

રાકેશ ઝુનઝુનવાલા - પાર્ટનર , RARE એન્ટરપ્રાઇઝ

28 ઓગસ્ટ 2013 . નિફ્ટી 5,285. દિવસે ભારતીય શેરબજારનું નસીબ ફરી ગયું . બજારની સમજણ હંમેશા આપણા કરતાં વધારે હોય છે . છેલ્લા કેટલાક મહિનાઓમાં બજારે કંઈક આવું કર્યું . નિરાશાની ખીણમાં ગબડેલા બજારે નબળું ચલણ , ઘટતી બચત , ઊંચો ફુગાવો , કપરી નાણાકીય સ્થિતિ , એનપીએ હેઠળ દબાયેલી બેન્કો , મુશ્કેલીમાં ફસાયેલા કોર્પોરેટ્સ , મંદીની પકડમાં ફસાયેલી મૂડીખર્ચની સાઇકલ અને ગબડતા નફાની નિરાશાને ખંખેરી ભારતીય બજારે સુધારાની સફર શરૂ કરી .

બજારે ભારતની લાંબા ગાળાની સંભાવનાને ધ્યાનમાં રાખી અને છેલ્લાં કેટલાંક વર્ષોની નિરાશાને માત્ર એક અવરોધ ગણીને આગળ વધવાનું પસંદ કર્યું . વખતે બજાર સુશાસન અને યોગ્ય નીતિઓના અમલીકરણ માટે ઉદ્દીપકની રાહ જોઈ રહ્યું હતું અને નરેન્દ્ર મોદીને મળેલા જંગી જનાદેશમાં બજારને ઉદ્દીપક મળી ગયું .

2008-2013 નાં પડકારજનક વર્ષોમાં ભારતીય કંપનીઓ રિસ્ટ્રક્ચરિંગની મદદથી વધુ સ્પર્ધાત્મક બની . કોર્પોરેટ ગવર્નન્સમાં સુધારો થયો , છતાં ભારતીય રોકાણકારમાં સુરક્ષિત રોકાણ તરફનું વલણ વધતું ગયું . ગાળામાં બહુ ઓછાએ શેરમાં રોકાણનો વિકલ્પ પસંદ કર્યો .

ઊંચા વ્યાજદર , નબળી નફાવૃદ્ધિ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને કાયમી ગણી લીધી . જોકે , બધાં પરિબળોમાં મોટા પરિવર્તનની તૈયારી શરૂ થઈ છે અને લાંબા ગાળા માટે સ્થિતિ બદલાશે . પરિવર્તન અનિવાર્ય અને પલટી શકાય તેવું છે .

આપણે મજબૂત નીતિમાળખા તેમજ બિઝનેસ અને રોકાણકાર માટે સાનુકૂળ માહોલના પ્રારંભે ઊભા છીએ . આગામી સમયમાં પુરવઠાને લગતી મર્યાદાઓના ઉકેલ , નવી મૂડીખર્ચ સાઇકલનો પ્રારંભ , વ્યાજદરમાં ઘટાડો , રોજગારી સર્જન , બચતમાં વૃદ્ધિ , વિદેશી રોકાણમાં વૃદ્ધિ અને સ્થાનિક રોકાણકારોનું વલણ પલટાવવાની તૈયારીમાં છે . આપણે કેટલાક આંકડાની ચર્ચા કરીએ .

2009-14 ના ગાળામાં કંપનીની કમાણી માત્ર 3 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો . જેની તુલનામાં 2003-’09 માં વૃદ્ધિનો આંકડો 19 ટકા હતો . 2007-’08 માં કંપનીઓનો નફો જીડીપીના 7.8 ટકાથી ઘટીને 2013-14 માં 4.2 ટકા થયો છે .

કંપનીઓની કમાણી 2018 સુધીમાં સામાન્ય સ્તરે પહોંચશે અને જીડીપીના 5.6 ટકાની લાંબા ગાળાની સરેરાશે પહોંચશે તો આગામી ચાર વર્ષમાં 22 ટકાનો ચક્રવૃદ્ધિ વિકાસ જોવા મળશે . ભારતમાં વ્યાજનો દર અત્યારે વિશ્વમાં સૌથી વધુ છે . ખાદ્યાન્ન ફુગાવાને કારણે રિટેલ ફુગાવો ( CPI) પણ ઊંચા સ્તરે છે . જોકે , મુખ્ય ફુગાવો ( WPI) અંકુશમાં આવી રહ્યો છે અને લાંબા ગાળાના વ્યાજદરની ટોચ બની ગઈ હોવાનો અંદાજ છે .

છેલ્લાં કેટલાંક વર્ષમાં આઇટી , ફાર્મા અને કન્ઝયુ . સેક્ટરના ડિફેન્સિવ ગણાતા શેરો અને ઇન્ફ્રા , કેપિટલ ગૂડ્ઝ , બેન્કિંગ અને રિયલ્ટી શેરોના મૂલ્ય વચ્ચેનો તફાવત ઘણો વધી ગયો હતો . ઉપરાંત , સ્મોલ અને મિડ - કેપ શેરોની તુલનામાં લાર્જ - કેપ શેરનું વેલ્યુએશન ઘણું વધી ગયું હતું . મારા મતે તફાવત ઘટશે .

રોકાણકારો અને ટ્રેડર્સ માટે ભૂતકાળના આધારે વર્તમાન સ્થિતિને મૂલવવી બહુ મોટી ભૂલ હશે . આપણે મોટા પરિવર્તનના આરે ઊભા છીએ . યાદ રાખો કે , બજાર હંમેશા સુધારા અને ઘટાડા બંનેમાં સરપ્રાઇઝ આપે છે . એટલે નિફ્ટીના ઉછાળાને આંકડાનું વિશ્લેષણ કરવાને બદલે યોગ્ય શેર ખરીદી તેને જાળવી રાખવાની નીતિ અપનાવો .
આગામી સમયમાં એફઆઇઆઇના સતત વધી રહેલા રોકાણ સાથે સ્થાનિક રોકાણકારો પણ તાલ મિલાવતા જોવા મળશે . ઉપરાંત , ઘણા વખત પછી ભંડોળ એકત્ર કરવા સાનુકૂળ માહોલ ઊભો થશે અને દેશની વૃદ્ધિ માટે જરૂરી મૂડી ઉપલબ્ધ બનશે .

હું ભારતીયોને ભારત અને ભારતીય બજારમાં ભરોસો રાખવાની સલાહ આપું છું . અત્યાર સુધીની સૌથી મોટી તેજીના પ્રારંભે આપણે શેરોમાં રોકાણ નહીં કરવાની ભૂલ કરવી જોઈએ . અનિવાર્ય , અવિરત , માળખાકીય અને સાર્વત્રિક તેજી માટે તૈયાર રહો . મારા મતે તેજીના ટકાઉપણા અને પ્રમાણ અંગે આપણને બધાને સુખદ આશ્ચર્ય થશે . જરૂર છે માત્ર પરમાત્માની કૃપા અને વડીલોના આશીર્વાદની .
હેપી ઇન્વેસ્ટિંગ .

( રાકેશ ઝુનઝુનવાલા અને RARE એન્ટરપ્રાઇઝિસના સીઇઓ ઉત્પલ શેઠે સંયુક્ત રીતે લેખ લખ્યો છે .)

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports