Translate

Tuesday, May 27, 2014

આનંદીબેનની ટીમ20: સૌરભભાઇ ને નાણા મંત્રાલય

આનંદીબેન પટેલે ગુરુવારે રાજ્યનાં ૧૫મા
મુખ્યમંત્રી
તરીકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારોહમાં શપથ લીધા હતા . શપથવિધિ સમારંભમાં તેમણે 20 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યાં હતાં . સમારોહમાં નરેન્દ્ર મોદી , એલ કે અડવાણી , સુષ્મા સ્વરાજ , રાજનાથ સિંહ સહિતનાં ભાજપનાં ટોચનાં નેતાઓ ઉપરાંત એનડીએના સાથીદળોના નેતાઓ પણ ઉપસ્થિત હતા .

રાજ્યપાલ કમલા બેનીવાલે આનંદીબેન અને તેમના મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતાં . મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના 6 અને રાજ્યકક્ષાના 14 મંત્રીઓનો સમાવેશ થાય છે .

કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં નીતિન પટેલ , ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , સૌરભ પટેલ , ગણપત વસાવા , બાબુ બોખીરિયા અને રમણલાલ વોરાનો સમાવેશ થાય છે . નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા વાસણભાઈ આહીર , પરષોત્તમ સોલંકી અને પરબત પટેલને પડતા મૂકીને ચાર નવા ચહેરા - શંકર ચૌધરી , તારાચંદ છેડા , બચુભાઈ ખાબડ અને કાંતિભાઈ ગામિતને સમાવાયા છે .

દિલીપ ઠાકોર , વસુબેન ત્રિવેદી , પ્રદીપસિંહ જાડેજા , છત્રસિંહ મોરી , જયદ્રથસિંહ પરમાર , રજનીકાંત પટેલ , ગોવિંદભાઈ પટેલ , નાનુભાઈ વાનાણી , જયંતીભાઈ કવાડિયા , શંકર ચૌધરી , તારાચંદ છેડા , વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા , બચુભાઈ ખાબડ , કાંતિભાઈ ગામિતે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા .

નવા મંત્રીમંડળમાં પ્રદીપસિંહ જાડેજા અને વસુબેન ત્રિવેદીને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો મળવાની શક્યતા હતી , પરંતુ તેમણે પ્રમોશનથી વંચિત રહેવું પડ્યું છે . શપથવિધિ બાદ સાંજે યોજાયેલી કેબિનેટની બેઠક પછી ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી .

તેમાં સૌરભ પટેલને નાણાપ્રધાન બનાવાયા છે , જેઓ અગાઉ ઊર્જામંત્રાલય સંભાળતા હતા . મોદીની કેબિનેટમાં નાણામંત્રાલય નીતિન પટેલ પાસે હતું . અગાઉના મંત્રીમંડળની જેમ મુખ્યમંત્રીએ ઉદ્યોગ ખાતું પોતાની પાસે રાખ્યું છે .

નીતિન પટેલ હવે આરોગ્ય , માર્ગ અને મકાન તથા વાહન વ્યવહાર ખાતું સંભાળશે . ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસેથી કાયદો અને પંચાયત ખાતું લઈને સાયન્સ અને ટેક્ નોલોજીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે . કાયદા અને ન્યાયનો સ્વતંત્ર હવાલો પ્રદીપસિંહ જાડેજાને સોંપાયો છે .

જયંતીભાઈ કવાડિયાને પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે . મંત્રીમંડળમાં પ્રથમવાર સ્થાન પ્રાપ્ત કરનાર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ , વાહન વ્યવહાર અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સોંપવામાં આવ્યા છે .

કચ્છના માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાને કુટીર ઉદ્યોગ , મીઠા અને ગૌસંવર્ધન , દેવગઢ બારિયાના બચુભાઈ ખાબડને પશુપાલન અને મત્સ્યોદ્યોગ અને તાપી જિલ્લાના નિઝરના ધારાસભ્ય કાંતિભાઈ ગામિતને આદિજાતિ વિકાસ ખાતું સોંપવામાં આવ્યું છે . નરેન્દ્ર મોદીના મંત્રાલયમાં આનંદીબેન પટેલ પાસે મહેસૂલ અને શહેરી વિકાસની જવાબદારી હતી . મુખ્યમંત્રી બન્યા પછી તેમણે ખાતાં પોતાની પાસે રાખ્યાં છે .

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 07
20:00 Fed's Kugler speech 2
20:00 Bank of Canada Business Outlook Survey 2
21:00 3-Month Bill Auction 1 4.175% 4.205%
21:00 6-Month Bill Auction 1 4.00% 4.07%
Tuesday, Apr 08
00:30 Consumer Credit Change 1 $-0.81B $15.20B $18.08B
03:30 NZIER Business Confidence (QoQ) 2 16%
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 0.9%
07:00 National Australia Bank's Business Confidence 1 -1
07:00 National Australia Bank's Business Conditions 1 4
11:15 Unemployment Rate s.a (MoM) 1 2.7%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener