Translate

Tuesday, May 20, 2014

શનિવારે મોદી સરકારની શપથવિધિ

<a href='http://www.sify.com/news/will-start-tradition-of-accountability-in-congress-rahul-news-national-oftvaJaaiad.html'>Rahul wants 'tradition of accountability'</a> | <a href='http://www.sify.com/news/saffron-tsunami-whose-wave-is-it-anyway-imagegallery-national-nk0mS5hfhce.html'><b>Cartoon: Modi's remote in RSS hands?</b></a> | <a href='http://www.sify.com/news/india-s-parliament-is-still-a-family-forum-imagegallery-features-ofsx0iahhhd.html'><b>India’s parliament is still a family forum</b> </a> | <a href='http://www.sify.com/news/narendra-modi-s-acceptance-speech-news-national-oftmDRcjaic.html'><b>Modi's acceptance speech...</b></a>શનિવારનો દિવસ ઘણા નોકરિયાતો માટે રજાનો દિવસ હશે , પરંતુ મોદી સરકાર દિવસથી કામકાજ શરૂ કરે તેવી સંભાવના છે . મોદી આમેય રજાના દિવસ કે કામના દિવસ વચ્ચે કોઈ તફાવત રાખતા નથી અને પીએમ તરીકે પણ નીતિ ચાલુ રાખશે .

નરેન્દ્ર મોદી અને તેમના કેટલાક મહત્ત્વના કેબિનેટ પ્રધાનો ૨૪મી મે , શનિવારે હિંદુ કેલેન્ડર મુજબ એકાદશીના પવિત્ર દિવસે સોગંદવિધિ કરે તેવી સંભાવના છે , એમ ભાજપના વરિષ્ઠ નેતાએ ઇટીને સોમવારે જણાવ્યું હતું . આમ શપથવિધિ અંગેના સસ્પેન્સનો અંત આવી ગયો છે . મોદી સરકાર રાષ્ટ્રપતિ ભવન ખાતે ત્રણ હજાર આમંત્રિતોની હાજરીમાં ૨૪ મેએ શપથ લેવાનું આયોજન ધરાવે છે .

નેતાઓએ જણાવ્યું હતું કે મોદીના નેતૃત્વ હેઠળ ગુરુવારે ભાજપનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળશે , જે ભાજપના 282 સાંસદની યાદી તથા એનડીએના સાથીપક્ષોના સમર્થન પત્રો સોંપી આગામી સરકાર રચવાનો દાવો કરશે તેમ મનાય છે .

તે અગાઉ ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં મોદીને તેમના નેતા અને વડાપ્રધાન તરીકે ચૂંટવાની ઔપચારિકતા પૂરી કરવામાં આવશે . એનડીએનો હિસ્સો છે તેવા પક્ષોના ૩૧ વરિષ્ઠ નેતાઓ પણ મોદીને વડાપ્રધાનપદ માટે મંજૂરી આપવા ભાજપના સાંસદો સાથે હાજર રહેશે .

મોદી મંગળવારે સાંજે તેમના વિધાનસભા મતવિસ્તાર મણિનગર જવા રવાના થશે , જ્યાં તેઓ જાહેરસભા સંબોધશે . તેના પછી તેઓ 21 મી મેએ ગુજરાતના મુખ્યપ્રધાનના હોદ્દા પરથી રાજીનામું આપશે અને ભાજપના ધારાસભ્યો તેમના અનુગામી પસંદ કરશે .

ગુજરાતના મુખ્યપ્રધાનપદના હોદ્દા માટે આનંદીબેન પટેલનું નામ મોખરે છે . બે કેન્દ્રીય નિરીક્ષકો ઓમ માથુર અને થાવરચંદ ગેહલોત ગુજરાતના નવા મુખ્યપ્રધાનની ચૂંટણીની દેખરેખ રાખશે .

સોમવારે દિલ્હીમાં મોદી આખા દિવસ દરમિયાન ગુજરાત ભવન ખાતે કેટલાક વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા . તેમાં લોકસભામાં વિપક્ષનાં નેતા સુષ્મા સ્વરાજ પણ હતાં . ઉપરાંત સોમવારે સાંજે કેન્દ્રીય ગૃહસચિવ અનિલ ગોસ્વામી તેમને મળ્યા હતા તેમ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું . બેઠકથી અમલદાર વર્તુળોમાં તેવી વાતો વહેવા લાગી છે કે તેઓ હોદ્દા પર ચાલુ રહેવા માંગે છે .

કેટલાક અધિકારીઓએ નિર્દેશ કર્યો કે ગૃહસચિવની મોદી સાથેની મુલાકાત કદાચ શપથવિધિ સમારંભના લોજિસ્ટિક્સ અંગે હોઈ શકે છે . પરંતુ તેમાં અન્ય બાબતો પણ ચર્ચાઈ હોવાની શક્યતા છે . સાંજે પોણા પાંચ વાગ્યે મોદીને મળતાં પહેલાં સચિવે જુનિયર અધિકારીઓ પાસેથી જમ્મુ - કાશ્મીર , નક્સલવાદ અને સરહદ પર ઘૂસણખોરી જેવા આંતરિક સુરક્ષાના મુદ્દે બ્રીફિંગ મેળવ્યું હતું . ગોસ્વામીએ બેઠકના એજન્ડા અંગે કોઈ પણ વાતચીત કરવાનો ઇન્કાર કર્યો હતો .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports