Market Ticker

Translate

Tuesday, May 26, 2015

CBSE 12th Board Results 2015ના પરિણામો જાહેર, પરિણામ જાણવા અહિં ક્લિક કરો

સીબીએસઈ (CBSE) બોર્ડ દ્વારા સંચાલીત ધોરણ 12ની પરિક્ષાના પરિણામો જાહેર થઈ ચુક્યા છે.
cbse


સીબીએસઈ (CBSE) બોર્ડ દ્વારા સંચાલીત ધોરણ 12ની પરિક્ષાના પરિણામો જાહેર થઈ ચુક્યા છે. તમામ ક્ષેત્રના પરિણામો એક સાથે જ જાહેર કરવામાં આવ્યા છે. સીબીએસઈ બોર્ડના 12મા ધોરણમા ચાલુ વર્ષે 10, 40, 368 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 6, 07, 383 વિદ્યાર્થીઓ અને 4, 34, 985 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.







ગત વખતની માફક આ વખતે પણ પરિણામો ઘણા સારા હોવાનું જણાઈ આવ્યા છે. દિલ્હી, ચેન્નઈ, તમિળનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, પોંડિચેરી, આંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, દમણ અને દિવ ઉપરાંત ગુવાહાટી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંદ, ઓરિસ્સા અને ઉત્તરાખંડના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. 

Saturday, May 23, 2015

બજાર વર્ષમાં ૩૫૦૦૦ થશેઃસિટી ગ્રૂપ

સિટી ગ્રુપે એના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે જૂન ૨૦૧૬ સુધીમાં સેન્સેક્સ વધીને ૩૫,૦૦૦ અને નિફ્ટી ૧૦,૬૦૦ના સ્તરે પહોંચશે. જોકે, સેન્સેક્સ માટેનો ડિસેમ્બર ૨૦૧૫નો ટાર્ગેટ અગાઉના ૩૩,૦૦૦થી ઘટાડીને ૩૨,૫૦૦ અને નિફ્ટીનો ૯૭૬૦નો કર્યો છે. સિટી બેન્કના રિપોર્ટ મુજબ ભારતીય રોકાણકારો માટે ૨૦૧૫નું વર્ષ ૨૦૧૪ના વર્ષ કરતાં સાવ જ અલગ રહ્યું છે. ભારતીય માર્કેટમાં એફઆઇઆઇનું રોકાણ ઉંચા લેવલે રહ્યું છે, પરંતુ અન્ય ઇર્મિંજગ માર્કેટ્સની સરખામણીએ ભારતીય બજારનો દેખાવ નબળો રહ્યો છે. અર્િંનગ અને ગ્રોથની દૃષ્ટિએ ઇન્ડિયન માર્કેટની કામગીરી પ્રોત્સાહક નથી રહી. પરંતુ વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ ભારતમાં ઉંચા મલ્ટીપલે ઇક્વિટીનું ટ્રેડિંગ થઈ શકે છે. સિટીએ માર્કેટના મલ્ટીપલનો ટાર્ગેટ ૧૬થી વધારીને ૧૭નો કર્યો છે. ભારત ફોરેન ઇક્વિટી ફ્લો પર મોટા પાયે આધારિત છે એ ચિંતાની બાબત છે. ટોપની ૫૦૦ કંપનીઓમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ ૨૩ ટકા જેટલું છે. જ્યારે નોન પ્રમોટર ડોમેસ્ટિક હોલ્ડિંગ ૨૬ ટકા જેટલું છે. જોકે, હવે ડોમેસ્ટિક ઇનફ્લો વધી રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તો બજારમાં એફઆઇઆઇનું જ વર્ચસ્વ રહ્યું છે, પરંતુ મે માં ડોમેસ્ટિક રોકાણનું વર્ચસ્વ રહ્યું હતું.
સિટી ગ્રુપનું માનવું છે કે હજી પણ એફઆઇઆઇનું વર્ચસ્વ જળવાઈ જ રહેશે. ભારતની સ્થિતિમાં જે ફેરફાર થયા છે એ મુજબ સિટી ગ્રુપે પોર્ટફોલિયોમાં પણ ચેન્જિસ કર્યા છે. બેન્કિંગને ઓવરવેઇટની કેટેગરીમાં મૂક્યું છે. આ ઉપરાંત ઓટો, સિમેન્ટ અને ફાર્મામાં ઓવરવેઇટનું રેટિંગ જાળવી રાખ્યું છે. ટેલિકોમ અને ઇન્ટરનેટ સેક્ટરને ન્યુટ્રલથી ઓવરવેઇટ રેટિંગમાં અપગ્રેડ કર્યું છે. લાર્જ કેપ શેર્સમાં અદાણી પોર્ટ્સ, અરવિંદો ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી ઇન્ફ્રાટેલ, કોલ ઇન્ડિયા, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, એચસીએલ ટેક્નોલોજીઝ, એચડીએફસી બેન્ક, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર તેમ જ સ્ટેટ બેન્કની પસંદગી કરી છે જ્યારે મિડ કેપમાં એપોલો હોસ્પિટલ, ભારત ફોર્જ, કન્ટેઇનર કોર્પોરેશન, ઇમામી, એક્સાઈડ, ઇન્ફો એજ, જેએસડબલ્યુ એનર્જી, પેટ્રોનેટ એલએનજી, ટાઇટન અને યસ બેન્કની પસંદગી કરી છે.

અઝહર બાયોપીકમાં ઈમરાન હાશ્મીનો પહેલો લૂક



એકતા કપૂર પૂર્વ ક્રિકેટ ટીમના કેપ્ટન અઝહરુદ્દીનની જીંદગી પર આધારિત ફિલ્મ પર કામ કરી રહી છે. ફિલ્મમાં અઝરુદ્દીનની ભૂમિકામાં ઈમરાન હાશ્મી દેખાશે. અઝહરના લૂકમાં જૂવો ઈમરાન ની ખાસ તસવીર.

આ ફિલ્મને ટોની ડીસુઝાએ ડાયરેક્ટ કરી છે. એની સ્ક્રીપ્ટ રજત અરોરાએ લખી છે. લોન્ચ વખતે ઈમરાન હાશ્મીએ આ ફિલ્મ વિશે બોલતા જણાવ્યું કે ,'હું એક એવરેજ ગલી ક્રિકેટર છું. એવરેજ ક્રિકેટર હોવાછતાં આવી ભૂમિકા કરવી તે મારા માટે ઘણી ચેલેન્જીંગ હતી. અઝહરભાઈએ મને જ્યારે આવીને ક્રિકેટ શીખવાડ્યુ ત્યારે મને ખબર પડી કે હજી તો મારે ઘણું શીખવાનું છે. મને આશા છે કે હું છેલ્લા ત્રણ મહિનામાં સારું ક્રિકેટ રમ્યો. '

ઈમરાને આગળ જણાવ્યું કે,'શૂટિંગ ચાલુ કરતાં પહેલા ઈમરાન દિવસની 50 ઓવર રમતો હતો કે જેનાથી હું શૂટિંગમાં ક્રિકેટ સારી રીતે રમી શકું. શાળાના દિવસોમાં હું અને મારા મિત્રો ક્રિકેટર તરફ પેશનેટ હતા.'

વોરબર્ગ અને જનરલ એપ્લેન્ટીક શેરખાન એક્વાયર કરશે

પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ વોરબર્ગ પિનક્સ અને જનરલ એપ્લેન્ટીક અગ્રણી બ્રોકરેજ કંપની શેરખાનમાં નિયંત્રીત હિસ્સો હસ્તગત કરશે. આ બન્ને પી/ઈ કંપનીઓ સંયુક્ત રીતે શેરખાનને ટેકઓવર કરશે. આ ડિલનું વેલ્યુએશન ૨૪૦૦ કરોડ રૂપિયાનું અંદાજવામાં આવ્યું છે.
પાંચ મહિનાની વાટાઘાટો અને કોમ્પિટિટિવ બિડિંગ બાદ આ બે કંપનીઓ છેલ્લે મેદાનમાં રહી છે. શેરખાનને હસ્તગત કરવામાં અનેક ગ્લોબલ બેન્કો, ફાઇનેન્શિયલ ર્સિવસિસ કંપનીઓ અને અગ્રણી પ્રાઈવેટ ઇક્વિટી કંપનીઓેએ રસ દર્શાવ્યો હતો. એક સમયે ઇન્ડ્સ ઇન્ડ બેન્કે પણ આ સોદામાં રસ દર્શાવ્યો હતો.

ઓનલાઇન ડેટિંગના બદલામાં અધધધ ચૂકવ્યા



હવે એકલવાયા લોકો માટે પોતાના સાથી શોધવાથી મોટી ચિંતાઓમાં થોડો વધારો થયો છે, એમાંય જેઓ પોતાના સ્પેશ્યલ સમવનની શોધ માટે ઈન્ટરનેટની મદદ લઈ રહ્યા હોય, તેમણે સાવચેત થવું પડે એવા ન્યૂઝ છે.

એફબીઆઈના રિપોર્ટ પ્રમાણે ઈન્ટરનેટ પર પ્રેમની શોધ કરી રહેલા લોકો ઓનલાઇન ક્રાઈમનાં મુખ્ય નિશાના પર હોય છે. છેલ્લા વર્ષે નોંધાયેલા સાયબર ક્રાઇમમાં રોમાંસ સંબંધિત ક્રાઇમનો આંકડો સૌથી મોટો હતો.

ઇન્ટરનેટ ક્રાઇમ કમ્પ્લેઇન સેન્ટર (IC3)નાં રિપોર્ટ મુજબ ઓનલાઇન ડેટિંગનાં ભોગ બનનાર પાસેથી એવરેજ 14,000 ડોલર્સ જેટલા પૈસા પડાવવામાં આવે છે. ગુનેગારો ડેટિંગ વેબસાઇટ, ચેટ રૂમ્સ અને સોશિયલ મીડિયા વેબસાઇટ્સમાંથી અંગત માહિતી મેળવે છે અને વિક્ટીમ્સ સુધી પહોંચે છે. તૈયાર કરેલી સુંદર સ્ક્રીપ્ટથી તેમને આકર્ષે છે. વિક્ટીમ્સને લાગે છે કે તેઓ તેમની સાથે પ્રેમમાં છે. 70 ટકા ડેટિંગ કાંડમાં 40થી મોટી ઉમરનાં પુરુષોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગત વર્ષે 12 ટકાથી વધુ ઓનલાઇન ક્રાઇમ્સ સોશિયલ મીડિયાને લગતા હતા, જે પાંચ વર્ષમાં 400 ટકા વધારો દર્શાવે છે. નોંધાયેલા કિસ્સાઓ મુજબ અમેરિકાનાં રહેવાસીઓ પાસેથી 800 મિલિયન ડોલર્સ આ રીતે વસૂલાયા હતાં.
માટે જો તમે જેને ક્યારેય ન મળ્યા હોવ એ વ્યક્તિ તમને કહે કે હું તમને પ્રેમ કરું છું પણ મારી પાસે તારી પાસે આવવાનાં પૈસા નથી તો એ જ ક્ષણે તેની સાથેનાં બધાં જ કનેક્શન તોડી નાંખજો.

ક્વીન કંગના ફરી જોરદાર સિક્સર ફટકારશે? (બોલીવૂડ એક્સપ્રેસ)



બોલિવૂડ એક્સપ્રેસ : 
સાડા-છ ફૂટ ઊંચા અરીસાને પૈડાંવાળા પ્લેટફોર્મ પર ગોઠવીને, એને ધીમે ધીમે કાળજીપૂર્વક વ્હિલચેરની માફક સરકાવીને બોલિવૂડ બોય ઉર્ફ બો-બો તમારી સામે પાછો ઉપસ્થિત થઈ ગયો છે. પછી અરીસાને જરા ત્રાંસો ઊભો રાખીને બો-બો એની સાવ બાજુમાં ઊભો રહી ગયો છે. દેખાયું અરીસામાં બો-બોનું પ્રતિબિંબ? આજે બબ્બે બો-બો તમારી સાથે વાતોનાં વડાં-ભજિયાં-સમોસાં કે જે કહો તે કરવાનો છે. કેમ? 'તનુ વેડ્સ મનુ રિર્ટન્સ'માં ક્વીન કંગનાનો ડબલરોલ છે, ભૂલી ગયા? આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું હતું તે જ વખતે હરખપદૂડા બો-બોએ એના વિશે ખૂબ બધી વાતો કરી નાખી હતી અને કંગનાનો એક હરિયાણવી ડાયલોગ પણ સંભળાવી દીધો હતો, યાદ આવ્યું? એ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' ફાઇનલી આજે રિલીઝ થઈ રહી છે એટલે બો-બો સવારથી હૂપાહૂપ કરી રહ્યો છે.
આહા! આજે તો એક ટિકિટમાં બબ્બે કંગના જોવા મળશે. એય પાછી એકબીજા કરતાં સાવ નોખી. એક તો, ફર્સ્ટ પાર્ટવાળી જૂની ને જાણીતી તનુ ને બીજી, બોયકટવાળી બ્રાન્ડ-ન્યૂ હરિયાણવી કુસુમ. સહેજે સવાલ થાય કે કલાકાર જ્યારે એકમેક કરતાં સાવ જુદી પર્સનાલિટીવાળા ડબલરોલ કરતો હોય ત્યારે એને બેમાંથી કોઈ એક પ્રત્યે વધારે લગાવ થઈ જાય એવું બને ખરું? કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં આનો જવાબ આપતાં કહેલું, "તનુએ મને ઇમોશનલી નિચોવી નાખી હતી, જ્યારે કુસુમે ફિઝિકલી પિદૂડી કાઢી નાખી,કેમ કે કુસુમના રોલ માટે એથ્લેટિક તરીકે મારી જાતને તૈયાર કરવાની હતી. ટ્રેલર રિલીઝ થતાં જ જે જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે તેના પરથી લાગે છે કે લોકોને તનુ કરતાં કુસુમ વધારે ગમી ગઈ છે. મારી બહેને એના મોબાઇલના સ્ક્રીનસેવર તરીકે કુસુમનો ફોટો રાખ્યો છે. અરે, 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'ના આખા યુનિટે કુસુમના ફોટોનું સ્ક્રીનસેવર બનાવ્યું છે. હું જોકે બધાને એક જ વાત કહું છું કે તમે એક વાર પિક્ચર જોજો, તમને સમજાશે કે ફિલ્મનો ખરો હીરો તનુ છે, કુસુમ નહીં."
કંગના ઇચ્છે છે કે પોતાની બન્ને ભૂમિકાઓને લોકોનું એકસરખું અટેન્શન મળે. નેચરલી એક વાર એણે ફિલ્મના ડિરેક્ટર આનંદ રાયને પૂછેલું કે, "આનંદજી, આપ ભી કુસુમ કે લિયે પાર્શિયલ હો?" આનંદ રાય કહે, "ના ના, હોય કંઈ. મારા માટે તો ડાબી-જમણી બેય આંખ સરખી." હકીકત એ છે કે પોતાને તનુ કરતાં કુસુમ વધારે ગમે છે એવું ડિરેક્ટરસાહેબે ખુદ કોઈની સામે કબૂલ્યું છે.
તનુ વધારે વખણાય કે કુસુમ, આખરે શાબાશી તો કંગનાને જ મળવાની છે. બો-બોનું દિલ કહે છે કે કંગના 'ક્વીન' પછી ફરી એક વાર આજે જોરદાર સિક્સર ફટકારવાની છે. ટચવૂડ!
 બો-બોએ તનુ અને કુસુમની કથા માંડી એમાં ફિલ્મનો અસલી હીરો માધવન તો ભુલાઈ જ ગયો. માધવન સાથે આ જ પ્રોબ્લેમ છે. બોલિવૂડના અમુક એક્ટર એવા છે જે કાબેલ હોવા છતાં અને કેટલીય હિટ ફિલ્મો આપી હોવા છતાં ખાસ ન્યૂઝમાં હોતા નથી. એમનાં નામ લોકજીભે ચડતાં નથી. નથી એમની જબરદસ્ત ફેન-ફોલોઇંગ હોતી કે નથી મીડિયાને એમને ચગાવવામાં બહુ રસ હોતો. જાડિયોપાડિયો અને ક્યૂટ-ક્યૂટ સ્માઇલ કરતો માધવન આ કેટેગરીમાં સ્થાન પામતો લો-પ્રોફાઇલ એક્ટર છે.
માધવન અને કંગનામાં એક વાત કોમન છે. બન્નેની લાઇફસ્ટાઇલ અને એટિટયૂડ ટિપિકલ હીરો-હિરોઇન જેવાં જરાય નથી. કરિયર જ્યારે લાલચોળ તપેલી હોય ત્યારે કંગના બધું પડતું મૂકીને ક્રિએટિવ રાઇટિંગનો કોર્સ કરવા બિન્ધાસ્ત ન્યૂ યોર્ક જતી રહે છે અને ત્યાં જઈને શોર્ટ ફિલ્મ સુધ્ધાં બનાવે છે (બોલિવૂડની કોઈ હિરોઇને ભૂતકાળમાં આવું કર્યું હોય એવું યાદ આવે છે?), જ્યારે માધવન કરિયરની ચિંતા કર્યા વિના બાલ-દાઢી વધારી, સાવ સામાન્ય માનવીની માફક યુરોપ-અમેરિકામાં રખડપટ્ટી કરે છે. એયને સડકો પર ફરવાનું, રોડસાઇડ રેસ્ટોરાંમાં ખાવાનું, હિચહાઇકિંગ કરવાનું. ઇન ફેક્ટ, માધવને ઇન્ડિયા પાછા આવ્યા પછી પણ જીથરાભાભા જેવા અવતારમાં ભારતભ્રમણ કરેલું. એ ખખડધજ એસટી બસોમાં બેસીને દેશના અંતરિયાળ વિસ્તારોમાં ગયો, હાઇવેના ઢાબા પર જમ્યો, સ્થાનિક લોકો સાથે હળ્યોભળ્યો અને એમની સાથે અગવડમાં રહ્યો.
બો-બો આ સાંભળીને મહાઇમ્પ્રેસ્ડ થઈ ગયો છે. એને આમિર ખાને કહેલી એક વાત યાદ આવે છે. આમિરે કહેલું કે જો તમારે એક્ટર બનવું હોય તો એક-દોઢ વર્ષ આખા ભારતમાં ગાંડાની જેમ રખડો. અલગ અલગ રાજ્યોનાં ઇન્ટીરિયર ગામડાંમાં, નાનાં-નાનાં શહેરોમાં, પહાડો પર, દરિયાકાંઠાના વિસ્તારોમાં એક-એક-બબ્બે મહિના રહો. આપણા દેશને, દેશની જનતાને સમજો. એમનું અવલોકન કરો. આ રીતે તમને જે જડબેસલાક તાલીમ મળશે એવી દુનિયાની કોઈ એક્ટિંગ સ્કૂલ નહીં આપી શકે. આટલું કહીને આમિરે ધીમેથી ઉમેરી દીધું હતું કે એને પોતાને આ રીતે આખા દેશમાં રખડવાનો મોકો ક્યારેય મળ્યો નથી.
આમિરની વાતમાં દમ છે. બો-બો તો કહે છે કે માત્ર એક્ટર જ શું કામ, તમારે રાઇટર (માત્ર ફિલ્મોના લેખક નહીં, પણ રાઇટર-ઇન-જનરલ), ડિરેક્ટર, પેઇન્ટર, ટૂંકમાં, ક્રિએટિવ કહી શકાય એવા કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો આ પ્રકારની અલગારી રખડપટ્ટી કરવી જોઈએ. આ રીતે જિંદગીના જે પાઠ શીખવા મળે છે એવા બીજા કોઈ રીતે મળી શકતા નથી. એ વાત અલગ છે કે ખુદ બમ્બૈયા બો-બોએ બોરીવલીથી આગળ જવાની તસ્દી લીધી નથી. ગાંડી સાસરે જાય નહીં ને ડાહીને શિખામણ આપે તે આનું નામ.      
બહુ થઈ જ્ઞાનની વાતો. હવે થોડી ગોસિપ કરવી જ પડશે. સાંભળો. હુઆ યૂં કિ રણબીર કપૂર વચ્ચે 'તમાશા' નામની ફિલ્મ માટે દિલ્હીમાં શૂટિંગ કરતો હતો. હિરોઇન હતી એની એક્સ-લવર, દીપિકા પાદુકોણ. બન્ને પાક્કા પ્રોફેશનલ એક્ટર છે એટલે એમની વચ્ચે સંબંધવિચ્છેદ થઈ ગયો હોવા છતાં સરસ શોટ્સ આપતાં હતાં. હોટલની એક જ લોબીમાં સામસામેના રૂમમાં ઉતારા આપવામાં આવ્યા હતા, એટલે રણબીર-દીપિકા બન્નેને વિચિત્ર લાગતું હતું. આટલું જાણે ઓછું હોય તેમ રણબીરની વર્તમાન પ્રેમિકા કેટરીના કૈફ ઓચિંતા આવી પડી. એણે રણબીરના રૂમમાં જ ધામા નાખ્યા. એના મનમાં ફફડાટ હશે કે મારી ગેરહાજરીમાં ક્યાંક રણબીર-દીપિકાનો પુરાણો પ્રેમ ઊથલો મારશે તો ઉપાધિ થઈ જશે. રણબીર-દીપિકા-કેટરીના એકબીજાથી એટલાં પાસે-પાસે હતાં કે ત્રણેયની ઓકવર્ડનેસનો પાર નહોતો. સારું થયું કે કોઈ 'તમાશા' ન થયા. નહીં તો ટીવી પર કંઈક આ પ્રકારના 'બ્રેકિંગ ન્યૂઝ'ની તડાફડી થઈ જાતઃ "દીપિકા-કેટરીના વચ્ચે છુટ્ટા હાથની મારામારી... રણબીરની સેન્ડવિચ થઈ"!

બો-બોના ફળદ્રુપ ભેજામાં કેવા કેવા વિચારો આવે છેનહીં? એ વધારે ઉટપટાંગ વાતોની તડી બોલાવે એ પહેલાં એને વિદાય આપવામાં જ તમારી ભલાઈ છે. ભલે ત્યારે. સિનેમાદેવ સૌને સદ્બુદ્ધિ આપે. બો-બોને ખાસ.

અમેરિકામાં ગુજરાતીઓ બન્યા અસલામત

અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતીઓ પર હિંસક હુમલાનો સિલસિલો વણથંભ્યો જારી છે. ગુજરાતી પર હુમલાની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. મંગળવારે વલસાડના માલવ દેસાઈને નોર્થ કેરોલિનમાં ગોળી મારીને હત્યા કરી દેવાતા અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ભારે રોષ અને ફફડાટની ભાવના પેદા થઈ છે. માલવના મામા ગિરીશભાઈ દેસાઈએ જણાવ્યું છે કે “અમેરિકામાં શા માટે ગુજરાતીઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે અંગે મોદી સરકારે તપાસ કરાવવી જોઈએ.”

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં લૂંટની સાથેસાથે વંશીય હુમલાઓ પણ થયા છે. એમાં મોટાભાગે ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવે છે. ભારતીયોના ધાર્મિક સ્થળો પર પણ હુમલાના બનાવો બન્યા છે. મોટા ભાગે લૂંટની ઘટનાઓમાં ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. લૂંટ બાદ હત્યા કરવા પાછળનાં કારણો પણ તપાસવા જેવાં છે. છેલ્લા થોડાક જ મહિનામાં અત્યાર સુધી છ જેટલા ગુજરાતીઓ હુમલાનો ભોગ બન્યા છે અને મોટાભાગે જીવ ગુમાવ્યા છે.

વર્ષ 2015માં ગુજરાતીઓ પર થયેલા હુમલાઓ
- 1 ફેબ્રુઆરી- અલબામામાં સુરેશ પટેલ પર પોલીસે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ
- 16 ફેબ્રુઆરી- ન્યુજર્સીમાં અમિત પટેલની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા
- 6 એપ્રિલ- સંજય પટેલને ગેસ સ્ટેશન પર લૂંટારાઓએ ગોળી મારતા ઈજા થઈ બાદમાં મોત.
- 30 એપ્રિલ- ટેક્સાસમાં હાઈવે પર આવેલા સ્ટોરમાં મૂળ આણંદના મૃદુલાબહેન પટેલની ગોળી મારીને હત્યા.
- 19 મે- નોર્થ કેરોલિનમાં માલવ દેસાઈની લૂંટારાઓ દ્વારા લૂંટ ચલાવ્યા બાદ ગોળી મારીને હત્યા

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports