Translate

Thursday, May 12, 2011

50 ટકા MFs એજન્ટોએ પોતાનો બિઝનેસ છોડી દીધો

મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમનું વેચાણ કરવા માટે કેટલીક શરતોનું પાલન કરવાની નિયમનકારી જરૂરિયાતને પગલે મ્યુચ્યુઅલ ફંડના આશરે અડધોઅડધ વિક્રેતાઓએ આ બિઝનેસ છોડી દીધો છે.

મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના આશરે 40,000 નોંધાયેલા વિક્રેતાઓએ 31 માર્ચ સુધી પૂરી કરવાની હતી તે નો-યોર ડિસ્ટ્રિબ્યુટર (કેવાયડી)ની ઔપચારિકતા પૂરી કરી નથી. આ સંખ્યા કુલ વિતરકોની 50 ટકા થવા જાય છે.

મ્યુચ્યુઅલ ફંડના વિક્રેતા તરીકેનું પ્રમાણપત્ર આપતા આ ઉદ્યોગના સંગઠન એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સની ઇન ઇન્ડિયા (એમ્ફી)એ કેવાયડીની પ્રક્રિયા પૂરી કરવાની સમયમર્યાદાને એક મહિનો લંબાવી છે , પરંતુ તેનાથી કોઈ ફેર ન પડે તેવી શક્યતા છે , કારણ કે તેમને હવે વધુ વળતર મળતું નથી.

ફંડ રિસર્ચ કંપની વેલ્યૂ રિસર્ચના મેનેજિંગ ડિરેક્ટર ધીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે , વિક્રેતાને ફંડનું વેચાણ કરવા પૂરતું પ્રોત્સાહન મળતું નથી. કમિશનના હાલના દરે આ ઉદ્યોગનો વિકાસ થાય તેવું મને લાગતું નથી... વિક્રેતા નાના રોકાણકારોનો સંપર્ક કરશે નહીં , કારણ કે નાના રોકાણકારો પાસેથી તેમને મળતી ફી તેમના પ્રયાસનું પૂરતું વળતર નહીં હોય.

એમ્ફીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે એમ્ફીનો નોંધણી નંબર ધરાવતા આશરે 41,000 વિક્રેતાએ કેવાયડી પ્રક્રિયા પૂરી કરી છે , આ પ્રક્રિયામાં વિતરકોની અંગત માહિતી , વિતરણ બિઝનેસની વિગત અને બાયો-મેટ્રિક પ્રોફાઇલ સુપરત કરવાનો સમાવેશ થાય છે.

એમ્ફીના અધિકારીઓએ જણાવ્યું હતું કે , સલાહકારોએ ફંડ્સનું વેચાણ બંધ કર્યું હોય તેનું એક સંભવિત કારણ નીચું કમિશન હોઈ શકે છે. બીજી તરફ અમે એવું માનીએ છીએ કે મોટા વિતરકો હજુ પણ ફંડ્સનું વેચાણ કરવાના બિઝનેસમાં છે અને તેમની કેવાયડી પ્રક્રિયા પૂરી કરી છે.

કેવાયડી ધોરણોનું પાલન ન કરતા વિતરકોને કમિશન ચૂકવવાનું બંધ કરવા એમ્ફીએ એસેટ મેનેજમેન્ટ કંપનીઓને સૂચના આપી છે. આ ઉદ્યોગે એજન્ટની જવાબદારીમાં વધારો કરવા માટે કેવાયડી નિયમોની રચના કરી છે.

કુમારના જણાવ્યા અનુસાર એન્ટ્રી લોડ પરના પ્રતિબંધ અને તેના પગલે નીચા કમિશનની વ્યવસ્થાને કારણે વિતરણ બિઝનેસ માટે ગંભીર ન હોય તેવા એડ્વાઇઝર્સને દૂર કરવામાં આ ઉદ્યોગને મદદ મળી છે .

ઉદ્યોગના અંદાજ મુજબ એન્ટ્રી લોડ પરના સેબીના પ્રતિબંધને પગલે એમએફનું વેચાણ કરતા વિતરકોની સંખ્યા આશરે 50,000 રહી છે .

મુંબઈ , દિલ્હી અને નાગપુર જેવા શહેરોમાં ફાઇનાન્શિયલ એડ્વાઇઝર્સની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે . મુંબઈમાં 10,000 રજિસ્ટ્રર્ડ વિતરકોમાંથી માત્ર 2,000 વિતરકો જ એમએફનું વેચાણ કરી રહી છે , એમ આ ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું .

નીચા કમિશન ઉપરાંત ન્યૂ ફંડ ઓફર્સ ( એનએફઓ ) માં તીવ્ર ઘટાડાને કારણે પણ વિક્રેતાઓએ મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ બંધ કર્યું છે . 24 એનએફઓ મારફત ઇક્વિટી ફંડ્સ હેઠળ 2010 માં આશરે રૂ . 3,000 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા , જે 2009 ની સરખામણીમાં 57 ટકાનો ઘટાડો દર્શાવે છે અને ચાર વર્ષમાં સૌથી નીચું ભંડોળ છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports