Translate

BSE-NSE Ticker

Thursday, February 26, 2015

રેલવે બજેટ: 2015

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે પોતાનું પહેલું રેલવે બજેટ રજૂ કર્યું, જેમાં સામાન્ય નાગરિક માટે ઝાટકારૂપ કોઇ જોગવાઇ નથી કરાઇ. બજેટની ઉલ્લેખનીય વાત એ રહી કે એક પણ નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી નથી અને મુસાફર કે નૂર ભાડા પણ યથાવત રાખવામાં આવ્યા છે, એટલે કે ધારણા પ્રમાણે તેમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. રેલવે પ્રધાને બજેટમાં રેલવે નેટવર્કનાં આધુનિકીકરણ અને યાત્રિકોની સુવિધાઓ વધારવા પર વધુ ધ્યાન આપ્યું છે. ટ્રેક કેપેસિટિને 10 ટકા વધારીને 1.38 લાખ કિમી કરવાની પ્રભુએ જાહેરાત કરી છે. આ ઉપરાંત એક અગત્યની જાહેરાત એ છે કે આવતા વર્ષ સુધીમાં દેશનાં 3000 જેટલા માનવરહિત રેલવે ક્રોસિંગને 6000 કરોડ રૂપિયાનાં ખર્ચે બંધ કરવામાં આવશે. 
મુસાફરો માટે સારા સમાચાર એ છે કે હવેથી 60 દિવસની જગ્યાએ 120 દિવસ પહેલા ટ્રેનમાં ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ ઉપરાંત સ્માર્ટફોન પર ડેબિટ કાર્ડની મદદથી પાંચ મિનીટમાં અનરિઝર્વર્ડ ટિકિટ બુક કરી શકાય તેવી સવલત પણ જાહેર કરાઇ છે. મુસાફરોની સવલત માટેની નાણાકીય જોગવાઇમાં 67 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મહિલાઓની સુરક્ષાનાં મુદ્દાને પણ બજેટમાં ધ્યાન પર લેવામાં આવ્યો છે. જેના પગલે પસંદગીનાં રેલવે મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમજ નિર્ભયા ફંડનો ઉપયોગ રેલવેમાં મહિલાઓની સલામતી પાછળ  કરવામાં આવશે. 
 
રેલવે બજેટ અંગે પ્રતિક્રિયાઓ
 
અમે છેલ્લા 9 મહિનામાં ભારતીય રેલવેની સ્થિતિમાં કોઇ સુધારો જોયો નથી.
-બીએસપી પ્રમુખ માયાવતી
 
બજેટમાં મને કંઇ નવુ દેખાયું નથી, પહેલાનાં પ્રોજેક્ટને જ ચાલુ રાખવામાં આવ્યા છે. મુસાફરી ભાડામાં ઘટાડો કરવાની જરૂર હતી.
-કોંગ્રેસ નેતા, પૂર્વ રેલવે પ્રધાન પવન બંસલ

રેલવે પ્રધાનનાં બજેટ ભાષણની  હાઇલાઇટ્સ
 
-ટ્રેક કેપેસિટિને 10 ટકા વધારીને 1.38 લાખ કિમી કરવામાં આવશે
-ગયા વર્ષની સરખામણીમાં રેલવે ઇલેક્ટ્રીફિકેશનમાં 1330 ટકાનો વધારો
-96000 કરોડ રૂપિયાનાં રોકાણ સાથે 77 પ્રોજેક્ટનાં વિસ્તરણની જાહેરાત
-અમે રેલવે બોર્ડમાં એનવાયર્મેન્ટ ડિરેક્ટિવ ઉભું કર્યું છે
-રેલવે ગાર્ડને યોગની તાલીમ આપવામાં આવશે
-રેલવેની અસ્કયામતોને વેચવાની જગ્યાએ રેલવેનાં સંસાધનોનો નાણાકીય લાભ લેવાનું સૂચન
-નવા કોસ્ટલ કનેક્ટિવિટી પ્રોગ્રામ માટે 2000 કરોડ રૂપિયાની જોગવાઇ
-પસંદગીનાં સ્ટેશનો પર એન્ડ ટુ એન્ડ લોજિસ્ટીક્સ મેનેજમેન્ટ માટે પીપીપી મારફતે સહયોગનું સૂચન
-મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ રેલ માટે ફિઝિબિલિટી સ્ટડી એડવાન્સ સ્ટેજમાં, આ વર્ષનાં મધ્યમાં પૂરો થવાની ધારણા
-સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય
-ડાયમન્ડ ક્વાડ્રીલેટરલ પરનાં અન્ય રૂટ્સ પર હાઇ સ્પીડ ટ્રેનો માટેનો અભ્યાસ શરૂ કરાઇ રહ્યો છે
-9 હાઇ સ્પીડ કોરિડોર, હાઇ સ્પીડ ટ્રેનો- મેક ઇન ઇન્ડિયા માટે તકોઃ પ્રભુ
-9 રેલવે કોરિડોરમાં ટ્રેનની સ્પીડ 120 કિમી પ્રતિ કલાકથી વધારીને 160 કિમી પ્રતિ કલાક સુધી કરવામાં આવશે
-10 રેલવે કોરિડોરમાં ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકથી વધારીને 200 કિમી પ્રતિ કલાક સુધી કરવામાં આવશે
-ટ્રેનની સ્પીડ એટલી વધારવામાં આવશે કે દિલ્હી-મુંબઇ વચ્ચે યાત્રા એક જ રાતમાં કરી શકાય
-આવતા વર્ષે 3000 માનવરહિત રેલવે ક્રોસિંગ બંધ કરવામાં આવશે
-વ્હીલ ચેર માટે ઓનલાઇન બુકિંગ
-રેલવે માટે ઓલ ઇન્ડિયા 24x7 હેલ્પલાઇન શરૂ કરાશે
-એન્ડ ટુ એન્ડ લોજિસ્ટીક્સ સોલ્યુશન માટે નવા પીએસયુ TRANSLOCનું સૂચન
-ઉત્તર પૂર્વ ભારત અને જમ્મુ કાશ્મીર માટે રેલવે કનેક્ટિવિટી- હાલ ચાલી રહેલી પ્રક્રિયાને વેગ અપાશે
-ટ્રાફિક ફેસિલિટીનાં કામો માટે 100 ટકા વધુ ફંડની ફાળવણી
-સર્વોચ્ચ પ્રાથમિકતાનાં કામોને ફાસ્ટ ટ્રેક પર મૂકાશે
-77 નવા પ્રોજેક્ટ- રેલવે લાઇનનાં ડબલિંગ, ટ્રિપલિંગ, ક્વાડરપલિંગ, ઇલેક્ટ્રીફિકેશન માટેનાં
-400 રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇ સર્વિસ
-રેલવે ટિકિટ હવે 120 દિવસ પહેલા બુક કરાવી શકાશે
-રેલવે સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર લગાવવા 120 કરોડ રૂપિયાની જોગવાઇ
-108 ટ્રેનોમાં ઇ-કેટરિંગ
-રેલવે સ્ટેશનો પર સેલ્ફ ઓપરેટેડ લોકર્સની સુવિધા, જનરલ ક્લાસમાં મોબાઇલ ફોન ચાર્જિંગ ફેસિલિટી
-આઇઆરસીટીસી અક્ષમ નાગરિકો, વરિષ્ઠ નાગરિકો અને દર્દીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે
-દરેક કોચમાં ચઢવા માટે સરળ એવી સીડી લગાવવામાં આવશે
-હાલનાં ટ્રેક પર નવી બુલેટ ટ્રેનો દોડાવવામાં આવશે
-મુસાફરોની સવલત માટે 67 ટકા વધુ ફંડની જોગવાઇ
-અમે ટ્રેકની લંબાઇમાં 20 ટકા સુધીનો વધારો કરીશું અને મુસાફરોની વહન ક્ષમતાને 2.1 કરોડથી 3 કરોડ સુધી વધારીશું
-રેલવે નિર્ભયા ફંડનો ઉપયોગ મહિલાઓની સલામતી પાછળ કરશે
-બી કેટેગરીનાં રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા પૂરી પાડવામાં આવશે
-મોબાઇલ પર એસએમએસ એલર્ટ આપવામાં આવશે
-ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપવા કસ્ટમર સર્વિસ પોર્ટલ
-ટ્રેનોમાં બાયોટોઇલેટ્સ, વિમાન જેવા ટોઇલેટ્સ બનાવાશે
-ઓપરેશન 5 મિનીટ્સ- સ્માર્ટફોન, ડેબિટ કાર્ડ વડે 5 મિનીટમાં અનરિઝર્વડ ટિકિટ બુક કરાવી શકાશે
-અમુક મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે
- મુસાફરી ભાડામાં કોઇ વધારો નથી કરાયો
- 17000 ટોઇલેટ્સને મોડર્ન ટોઇલેટ્સ બનાવવામાં આવશે
- રેલવેની ક્લિનિંગને આઉટસોર્સ કરવામાં આવશે
- ટિકિટ બુક કરાવતી વખતે આઇઆરસીટીસીની વેબસાઇટ પર જમવાનું પણ બુક કરી શકાશે
- રેલવેની બેડ લિનને નિફ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવશે
- 650 જેટલા રેલવે સ્ટેશનો પર નવા ટોઇલેટ્સ બનશે
 
રેલવે માટે ચાર લક્ષ્યાંકો નિર્ધારિત કરાયા
 
1. જબરદસ્ત બૂસ્ટ મેળવવા પાડવા માટે ગ્રાહકનો અનુભવ, 2. સલામત મુસાફરી, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, 4. ભારતીય રેલવેને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવી
-કનેક્ટિવિટીમાં સુધારો ઘણો જરૂરી
-અમારા મુખ્ય લક્ષ્યાંકોમાં ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો સમાવેશ
-આવતા 5 વર્ષમાં 8.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે
-રેલવેનો ઓપરેશન રેશિયો છેલ્લા નવ વર્ષમાં સૌથી સારો
-લોકોને રેલવે સાથે ઘણી અપેક્ષાઓ, પણ તેમાં ઘણા અવરોધો નડે છે
-આટલો મોટો દેશ, આટલું મોટું નેટવર્ક,  તો કેમ ન થઇ શકે રેલવેનો પુનર્જન્મ
-કુછ નયા જોડના હોગા, કુછ પુરાના તોડના હોગા
-ટ્રેનોની સ્પીડમાં વધારાને લક્ષ્યાંકિત કરવામાં આવશે
-રેલવે ઘણા લાંબા સમય સુધી અપુરતા રોકાણનાં વિષચક્રમાંથી પસાર થઇ છે, જેના પરિણામે તેની હાલત બગડી છે- પ્રભુ
-ભારતીય રેલવેનાં 492 સેક્શન 100 ટકાથી વધુ ક્ષમતાએ અને 228 સેક્શન 80-100 ટકા ક્ષમતાએ કામ કરી રહ્યા છે
-રેલવે ભારતને અનોખી રીતે જોડે છે
-આપણે ભારતનાં રેલવે મંત્રાલયને સલામતી, સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક ઓર્ગેનાઇઝેશન બનાવવું પડશે- પ્રભુ
-રેલવે સુધારાની સફર ઘણી લાંબી છે, એક વર્ષમાં તે પૂરી નહીં થઇ શકે, સમય લાગશે- પ્રભુ
 

જાહેર કરાયેલી તમામ ટ્રેનો શરૂ

ગત વર્ષના રેલવે બજેટમાં અમદાવાદ માટે 7 જેટલી નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે.
 
-રેલવેની જમીન પર અતિક્રમણ ગંભીર મુદ્દો, જેને ઉકેલવા માટે જમીનનું ડિજીટલ મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે
-રેલવે બજેટમાં પ્લાનનું કદ 52 ટકા વધારવામાં આવ્યું, બજેટ સપોર્ટમાં 17.8 ટકા, આંતરિક સ્રોતોમાંથી 17.8 ટકા વધુ આવક ઉભી કરાશે
-આવક વધારવા માટે ફાઇનાન્સિંગ સેલ ઉભું કરવામાં આવશે
-સમગ્ર રેલવે માટે આગામી કેટલાક મહિનાઓમાં સિસ્ટમ્સ ઓડિટનું સૂચન
-નૂરભાડાની કામગીરીને વધુ સરળ બનાવવા માટે વિકેન્દ્રિકરણ, નિયંત્રણમુક્તિ અને જવાબદારીઓની સોંપણી કરવામાં આવશે
-નવી લાઇનોની જરૂરિયાતો પૂરી કરવા જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવામાં આવશે
-ટેક્નોલોજી અપગ્રેડેશનમાં મદદરૂપ થવા 'કાયાકલ્પ' ફંડ ઉભુ કરવામાં આવશે
-રેલવેમાં ખાનગી રોકાણ આકર્ષવા માટેનું માળખું તૈયાર કરી દેવાયું છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports