Translate

Saturday, April 4, 2015

હનુમાન ચાલીસાની દરેક પંક્તિમાં છૂપાયેલો છે મર્મ અને જીવન જીવવાનું રહસ્ય

હનુમાન ચાલીસાની દરેક પંક્તિમાં છૂપાયેલો છે મર્મ અને જીવન જીવવાનું રહસ્યઆજકાલ હનુમાન દરેકના માનીતા ભગવાન માનવામાં આવે છે. હનુમાનની લીલાઓનું વર્ણન તુલસીદાસે શ્રીરામચરિત માનસમાં કર્યું છે સાથે જ હનુમાન ચાલીસાની 40 પંક્તિઓમાં હનુમાનના દરેક સારા કામને વણી લેવામાં આવ્યા છે, પરંતુ આજકાલના યુવાનો તે દરેક વાતોને જાણતા નથી હોતા. હા, હનુમાનમાં વિશ્વાસ રાખીને ચાલીસાનો પાઠ જરૂર કરશે પરંતુ દરેક પંક્તિમાં શું અર્થ છુપાયેલો છે કદાચ નથી જાણતા હોતા. આજે અમે એવા જ લોકો માટે હનુમાન ચાલીસાની 40 પંક્તિઓમાં કહેલી વાતને ગુજરાતીમાં લઈ આવ્યા છીએ. જાણો હનુમાન ચાલીસામાં કહેલી દરેક વાતોને. હનુમાન ચાલીસા વિશે જાણતા પહેલા જાણી લો હનુમાન ચાલીસા પાઠ કરવાની નાની વિધિ...
પૂજન વિધિઃ- બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો. કુશ અથવા ઉનના આસન પર હનુમાનજીની પ્રતિમા, ચિત્ર અથવા યંત્રને (ભોજપત્ર અથવા તામ્ર-પત્ર પર ઉત્કીર્ણ કરવાવીને) સામે રાખો અને સિંદૂર, ચોખા, લાલ પુષ્પ, અગરબત્તી તથા દીવો પ્રગટાવી પૂજન કરો. બુંદીના લાડવાનો ભોગ લગાવો. પુષ્પ હાથમાં લઇ નિમ્ન શ્લોકનું ઉચ્ચારણ કરો:
अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् ।
सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥
ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને મનમાં હનુમાનજીનું ધ્યાન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો. અંતમાં લાલ ચંદનની માળા લઇ “हं हनुमते रुद्रात्मकाय हूं फट्” મંત્રનો ૧૦૮ વાર નિત્ય જાય કરો.
શ્રીહનુમાન ચાલીસા
દોહા
श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥
ભાવાર્થ - શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.
बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥
ભાવાર્થ - હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
ચૌપાઈ
जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥
ભાવાર્થ - હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥
ભાવાર્થ - હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી


.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports