Translate

BSE-NSE Ticker

Wednesday, June 3, 2015

નવા આઈડિયાએ બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં બની 100 કરોડની કંપની = www.storeking.in

નવી દિલ્હીઃ વિચાર નવો હોય, તો કોઈપણ બિઝનેસ સફળ થઈ શકે છે. લગભગ આ જ વાત અપનાવીને બેંગાલુરુના શ્રીધર (Sridhar Gundaiah)એ વર્ષ 2012માં સ્ટોરકિંગના નામે ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કર્યું. શ્રીધરની ઈ-કોમર્સ કંપની અન્ય કંપનીઓ કરતાં થોડી અલગ છે. અન્ય ઈ-કોમર્સ કંપનીઓ પર તમે અંગ્રેજીના ઇન્ટરફેસનો ઉપયોગ કરીને સામાન ઓર્ડર કરો છો, જ્યારે સ્ટોરકિંગ પર તમને ભાષાની આઝાદી મળે છે. સ્ટોરકિંગ પર તમે સ્થાનિક ભાષામાં પણ સામાન ઓર્ડર કરી શકો છો. શ્રીધરનો આ નવો પ્રયોગ એટલો સફળ થયો કે કંપનીનો કારોબાર સતત વિસ્તરી રહ્યો છે. 3 વર્ષમાં આ કંપની 100 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગઈ છે. હાલમાં સ્ટોરકિંગ બેંગાલુરુમાં કામ કરે છે અને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સામાન ઓર્ડર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. ઝડપથી કંપની મધ્ય પ્રદેશમાં પણ સેવા આપશે. 
તસવીરઃ વર્ષ 2007માં યૂલોપ કંપનીના કર્મચારીઓ સાથે શ્રીધર (સૌથી આગળ)
www.storeking.in

આ પહેલા પણ શ્રીધરે ખોલી હતી કંપની
શ્રીધરનું આ પ્રથમ સ્ટાર્ટઅપ ન હતું. આ પહેલા તેમણે વર્ષ 2007માં યૂલોપ નામથી એક કંપની શરૂ કરી હતી. આ કંપની સમગ્ર ભારતમાં લોકેશન બેસ્ડ સેવા ઉપલબ્ધ કરાવતી હતી. શ્રીધરે યૂનિવર્સિટી ઓફ ગ્રીનવિચ, લંડનથી આઈટી એન્ડ ઈ-કોમર્સમાં માસ્ટર ડિગ્રી લીધી. ત્યાર બાદ વર્ષ 2009માં તેમણે સ્ટોરકિંગ ખોલવાનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે તેઓ એવા લોકોની સમસ્યાનું સમાધાન કરશે, જે લોકો પોતાની ભાષામાં જ વસ્તુઓ પસંદ કરવાની આઝાદી ઇચ્છે છે.

આ રીતે વિચાર આવ્યો
શ્રીધર ઘણા વર્ષો પહેલા ચીન ગયા હતા. ત્યાં મોટાભાગના લોકો સ્થાનિક ભાષામાં જ વાતચીત કરતા હતા. ત્યાંથી તેમને વિચાર આવ્યો, કે કોઈપણ બિઝનેસનો સ્થાનિક ભાષામાં વિસ્તાર કરવો જોઈએ. તેના કારણે જ તેમણે લોકોને કન્નડ ભાષાનું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો વિચાર આવ્યો. ત્યાર બાદ તેમણે સ્ટોરકિંગની શરૂઆત કરી. આ વિચાર લોકોને પણ પસંદ આવ્યો. સ્ટોરકિંગ દ્વારા લોકો પોતાની ભાષામાં સરળતાથી ઓર્ડર કરતાં હતા. 
તસવીરઃ સ્ટોરકિંગ ફેમિલી. આ તસવીર કંપનીએ પોતાની વેબસાઇટ પર શેર કરી છે.
કેવી રીતે કામ કરે છે સ્ટોરકિંગ
સ્ટોરકિંગ એક ઈ-કોમર્સ કંપની છે. આ કંપની લગભગ 50,500 ઉત્પાદન વેચે છે. હાલમાં તે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં ઉપલબ્ધ છે. સ્ટોરકિંગ પર સરળ રીતે ઓર્ડર કરવાની રીતથી ગામના લોકો પણ તેની સાથે જોડાયા છે. દક્ષિણ ભારતમાં સ્ટોરકિંગના 4500 કિઓસ્ક છે. કંપનીને દર મહિને લગભગ 75000 ઓર્ડર્સ મળે છે. 

91 ટકા ગ્રાહકો નથી જાણતા અંગ્રેજીમાં કેવી રીતે સામાન ઓર્ડર કરવો
હાલના એક અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, 91 ટકા લોકો અંગ્રેજી ઇન્ટરફેસમાં સામાન ઓર્ડર કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેઓ અંગ્રેજીના યોગ્ય કી-વર્ડ ટાઇપ નથી કરી શકતા. આ ભાષાના અવરોધને દૂર કર્યા બાદ શ્રીધરનું સ્ટાર્ટઅપ વધુ સફળ થયું, કારણ કે સ્ટોર કિંગ પર લોકો સરળતાથી સામાન ઓર્ડર કરી શકે છે. સ્ટોર કિંગના સીઈઓ અને ફાઉન્ડર શ્રીધર પણ બિઝનેસમાં સ્થાનિક ભાષાની જરૂરત પર સર્વે કરાવી ચૂક્યા છે. આ સર્વેમાં પણ એ વાત સામે આવી છે કે લોકો સ્થાનિક ભાષામાં જ કામકાજ અને વાતચીત કરવાનું પસંદ કરે છે. 
તસવીરઃ કંપની હાલમાં કેટલા ગ્રાહકો છે, તેનો આ ગ્રાફ પણ કંપનીએ પોતાની વેબસાઇટ સ્ટોરકિંગ પર શેર કર્યો છે. સાથે જ ભવિષ્યની પોતાની યોજનાઓ વિશે પણ જણાવ્યું છે.
તસવીરઃ કંપની હાલમાં કેટલા ગ્રાહકો છે, તેનો આ ગ્રાફ પણ કંપનીએ પોતાની વેબસાઇટ સ્ટોરકિંગ પર શેર કર્યો છે. સાથે જ ભવિષ્યની પોતાની યોજનાઓ વિશે પણ જણાવ્યું છે.
આ છે ભવિષ્યની યોજના
શ્રીધર આવતા થોડા મહિનામાં સ્ટોરકિંગનું વિસ્તરણ કરશે. સૌથીપહેલા તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સેવા ઉપલબ્ધ કરાવશે. ખાસ વાત એ છે કે કંપની જે જગ્યા પર સેવા આપશે, સમગ્ર કારોબાર ત્યાંની સ્થાનિક ભાષામાં હશે. 

વિદેશી કંપનીઓ કરી રહી છે રોકાણ
સ્ટોર કિંગમાં લક્ઝમબર્ગની વેંચર ફર્મ માંગરોવ કેપિટલ પાર્ટનર્સને પણ રોકાણ કર્યું છે. હાલમાં સ્ટોરકિંગનું કુલ ફન્ડિંગ 38 કરોડ રૂપિયા જેટલું થયું છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports