Translate

Sunday, October 18, 2015

દેશના સૌથી મોંઘા લગ્નો 1000 કરોડનો ખર્ચ

1000 કરોડનો ખર્ચ, જેનિફર લોપેઝનો ડાન્સ, આ છે દેશના સૌથી મોંઘા લગ્નોફાઈલ તસવીરઃ જમણી બાજુથી સંજય હિંદુજા, મનીષ મલ્હોત્રા, અનુ મેહતાની
 
બિઝનેસ ડેસ્કઃ  ઉદ્યોગપતિઓ તેમના બાળકોના લગ્ન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતાં હોય છે. આવા લગ્નોની તૈયારીઓ આશરે એકદા વર્ષ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. ફાઈવ સ્ટાર હોટલ્સ અને પેલેસના બુકિંગ ઉપરાંત બોલીવૂડ અને હોલીવૂડ સ્ટાર્સને પરફોર્મ કરવાના કરોડો રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. જીવીકે ગ્રુપના જી વી કૃષ્ણા રેડ્ડીએ તેની પૌત્રીના લગ્નમાં 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું કહેવામાં આવે છે. ચાલુ વર્ષે ઉદયપુરમાં યોજાયેલા લગ્નમાં હોલીવૂડ અભિનેત્રી જેનિફર લોપેઝે પરફોર્મ કર્યું હતું અને તે માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. મનીભાસ્કર તમને દેશના સૌથી મોંઘા લગ્નો અંગે જણાવવા જઈ રહ્યું છે...
 
હિંદુજા વેડિંગ
 
વર્ષ 2015ની શરૂઆતમાં લંડનના અબજોપતિ ગોપીચંદ હિંદુજાના પુત્ર 50 વર્ષીય સંજય હિંદુજાએ તેની ગર્લફ્રેન્ડ અનુ મેહતાની સાથે ઉદયપુરની એક્સક્લૂસિવ હોટલ જગમંદિર આઈલેન્ડ પેલેસમાં લગ્ન કર્યા હતા. ભારતીય અબજોપતિ હિંદુજા ગ્રુપે લગ્ન પર 150 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. લંડનના સૌથી ધનવાન પરિવારોમાં સ્થાન પામતાં હિંદુજા ગ્રુપની વેલ્યુએશન 1.19 લાખ કરોડ રૂપિયા છે. આ પરિસ્થિતિમાં લગ્ન પર 150 કરોડ રૂપિયા ખર્ચની ચિંતા કોણ કરે છે.  
 
- લગ્નમાં જેનિફર લોપેઝ અને નિકોલ શરઝિંગરે પરફોર્મ કર્યું હતું.
- જેનિફર લોપેઝને પરફોર્મ માટે આશરે 6.5 કરોડ રૂપિયા ચૂકવાયા હતા.   
-  લગ્નમાં મહેમાનો માટે 16 દેશના વ્યંજનો પીરસાયા હતા.
-  ઉદયપુર એરપોર્ટ પર 208 ચાર્ટર્ડ પ્લેન ઉતર્યા હતા.
-  મહેમાનો માટે મુંબઈથી બીએમડબલ્યુ મંગાવામાં આવી હતી.
-  મનીષ મલ્હોત્રાએ વેડિંગ સૂટ ડિઝાઈન કર્યો હતો.
 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports