Translate

Tuesday, April 26, 2016

IPLના ઘણા ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટને દેશ બહાર ખસેડવાની તરફેણમાં

IPLના ટીમ માલિકો અને તેના ટોચના મેનેજર્સનો મૂડ બદલાઈ રહ્યો છે. દર વર્ષે ભારતમાં રમાતી આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટને 2017માં વિદેશમાં ખસેડવાની તરફેણ કરનારાની સંખ્યા વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાણીની તંગીના મુદ્દે IPL સામે કોર્ટમાં ઘણી ફરિયાદ થઈ છે અને કેટલાક કિસ્સામાં કોર્ટે IPLને અન્ય સ્થળે ખસેડવાનો ચુકાદો પણ આપ્યો છે.

IPLની એક ફ્રેન્ચાઇઝીના CEOએ જણાવ્યું હતું કે, "દરેક વ્યક્તિ IPLની ખામીઓ શોધવા સક્રિય હોય તેમ જણાય છે. આવી બાબતોની બિઝનેસ પર અસર પડે છે. જુદાં જુદાં રાજ્યોમાં પાણીની તંગી સાથે IPLને શી લેવાદેવા છે? પાણી પૂરું પાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે." અન્ય ટીમ માલિકે જણાવ્યું હતું કે, આવાં કારણોસર ટુર્નામેન્ટ વિદેશ જશે તો જે તે શહેરની ટીમના ચાહકો ઘરઆંગણે મેચ જોવાથી વંચિત રહેશે. કોઈ ટીમના માલિક અને CEOએ ઇટીને જણાવ્યું હતું કે, IPL મેનેજમેન્ટ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટુર્નામેન્ટને વિદેશ ખસેડવા અંગે ઔપચારિક જાહેરાત કરી નથી.

ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિને એક સ્વૈચ્છિક સંસ્થાની જાહેર હિતની અરજીની સુનાવણીના ભાગરૂપે બોમ્બે હાઈ કોર્ટે BCCIને ૩૦ એપ્રિલ પછી મહારાષ્ટ્રમાં રમાનારી IPLની તમામ મેચ અન્ય રાજ્યમાં ખસેડવાનો ચુકાદો આપ્યો હતો.

જાહેર હિતની અરજીમાં જણાવાયું હતું કે, રાજ્યના ઘણા ભાગમાં દુષ્કાળની સ્થિતિ છે ત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂણે અને નાગપુરના સ્ટેડિયમમાં મેદાન અને પિચની જાળવણી માટે રોજ 60,000 લિટર પાણી વપરાય છે. IPL મેનેજમેન્ટે મહારાષ્ટ્રમાં રમાનારી તમામ મેચ જયપુર અને વિશાખાપટ્ટનમ્‌માં ખસેડવાનો નિર્ણય લીધા પછી રાજસ્થાનની કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી હતી. રાજસ્થાન હાઈ કોર્ટે મેચોને જયપુર ખેસડવા સામે પ્રશ્ન કર્યો હતો.

BCCIના સેક્રેટરી અને ભાજપના સંસદ સભ્ય અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, તાજેતરમાં IPL સામે વધેલી PILને કારણે મોટું નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે, "IPLની ગવર્નિંગ કાઉન્સિલ ભારત અને વિદેશમાં સ્થળો શોધશે. અમારે સ્થળની ઉપલબ્ધતા અને એ વખતના માહોલને ધ્યાનમાં લેવો જરૂરી છે."

IPL ચેરમેન રાજીવ શુક્લએ જણાવ્યું હતું કે, IPL ગ્લોબલ સ્પોર્ટિંગ બ્રાન્ડ તરીકે ઊપસી છે. તેને કેટલાક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને IPL સાથે સંકળાયેલા સતત નવા વિવાદોથી આ વાત સાબિત થાય છે. શુક્લએ કહ્યું હતું કે, "બ્રાન્ડ બનાવવી મુશ્કેલ છે, નાબૂદ કરવી સરળ છે. આવા અવરોધો ચાલુ રહેશે તો IPLને દેશ બહાર ખસેડવી પડશે." તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં માર્ચમાં T20 વર્લ્ડ કપની મેચો રમાઈ ત્યારે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 28
11:30 Nationwide Housing Prices s.a (MoM) 1 0%
11:30 Nationwide Housing Prices n.s.a (YoY) 1 3.9%
20:00 Dallas Fed Manufacturing Business Index 1 -16.3
21:00 3-Month Bill Auction 1 4.225%
21:00 6-Month Bill Auction 1 4.05%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener