Translate

Friday, August 19, 2016

બૅન્કિંગ ક્ષેત્રે મહામર્જરની ઐતિહાસિક ઘટના

sbiસ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે એની અસોસિએટ્સ બૅન્કો ભળી જશે : ભારતીય મહિલા  બૅન્કનું પણ મર્જર થઈ જશે : સૌથી વધુ ઍસેટ્સ ધરાવતી બૅન્ક બની જશે SBI
જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) સાથે એની અસોસિએટ બૅન્કોના મર્જરને બૅન્કના ર્બોડની મંજૂરી મળી ગઈ છે. આ સાથે ભારતીય મહિલા બૅન્કને પણ એની સાથે ભેળવી દેવામાં આવશે. બૅન્કિંગ ક્ષેત્રે તાજેતરનાં વરસોની  આ સૌથી મોટી અર્થાત્ મહામર્જરની ઐતિહાસિક ઘટના કહી શકાય. આ મર્જર સ્કીમ મુજબ સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર ઍન્ડ જયપુરના ૧૦ રૂપિયાના ૧૦ શૅર સામે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ૧ રૂપિયાની મૂળ કિંમતના ૨૮ શૅર ફાળવવામાં આવશે. સ્ટેટ બૅન્ક ઑફ માયસોરના ૧૦ શૅર સામે લ્ગ્ત્ના બાવીસ શૅર આપવામાં આવશે. સ્ટેટ બૅન્ક ઑફ ત્રાવણકોરના ૧૦ શૅર સામે પણ લ્ગ્ત્ના બાવીસ શૅર ફાળવવામાં આવશે. જ્યારે ભારતીય મહિલા બૅન્કના ૧૦ રૂપિયાની કિંમતના ૧૦૦ કરોડ શૅર સામે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ૪,૪૨,૩૧,૫૧૦ શૅર આપવામાં આવશે.

સૌથી વધુ ઍસેટ્સ

ભારતીય બૅન્કિંગ જગતમાં આ સૌથી મોટું કૉન્સોલિડેશન છે. આ સાથે સ્ટેટ બૅન્કની કુલ ઍસેટ-બુક ૩૭ લાખ કરોડ રૂપિયાની થશે. આ સાથે સ્ટેટ બૅન્કની ઍસેટ્સ પ્રાઇવેટ સેક્ટરની વિશાળ બૅન્ક ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન (ICICI) બૅન્કની ઍસેટ કરતાં પાંચ ગણી વધુ થઈ જશે.

NPA વધવાની શકયતા

સ્ટેટ બૅન્કમાં ટૂંક સમયમાં નવા હેડ આવશે. આ સાથે બૅન્કમાં નવી નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA) બહાર આવે એવી શક્યતા છે. આમ તો જૂન ક્વૉર્ટરમાં બે કે ઓછી બૅડ લોન્સનો અંદાજ મૂક્યો છે, પણ ઍનલિસ્ટો હવે પછી ગુપ્ત કહી શકાય અથવા છૂપી કહી શકાય એવી વધુ બૅડ લોન્સ બહાર આવવાની સંભાવના જોઈ રહ્યા છે. શુક્રવારે બૅન્કના શૅરનો ભાવ ઓછી બૅડ લોન્સના અંદાજે સાતેક ટકા વધીને ૨૪૩ રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો.
બૅન્કનાં વર્તમાન ચૅરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યની ટર્મ ૬ ઑક્ટોબરે પૂરી થાય છે. જોકે કહેવાય છે કે સરકાર આ મર્જરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી તેમને એક વરસનું એક્સ્ટેન્શન આપે એવી શક્યતા છે, ખાસ કરીને ત્યારે જ્યારે મહિલા બૅન્કનું પણ એમાં મર્જર થઈ રહ્યું છે.
loading...
આંકડાબાજી

આ મર્જર સાથે સ્ટેટ બૅન્ક વિશ્વની ટોચની બૅન્કોની યાદીમાં સ્થાન પામશે. એની શાખાઓની સંખ્યા ૨૨,૫૦૦ અને ખ્વ્પ્ની સંખ્યા ૫૮,૦૦૦ થઈ જશે. એનું ઍસેટ્સ મૂલ્ય ૩૭ લાખ કરોડ રૂપિયા જેટલું થઈ જશે. એના ગ્રાહકોની સંખ્યા ૫૦ કરોડ ઉપર પહોંચી જશે. અત્યારે સ્ટેટ બૅન્ક ૩૬ દેશોમાં ફેલાયેલી છે અને ૧૯૧ વિદેશી ઑફિસો સહિત ૧૬,૫૦૦ શાખા ધરાવે છે.

૨૦૦૮માં એનું સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્ર સાથે મર્જર થયું હતું અને બે વરસ બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્દોર સાથે મર્જર થયું હતું. 

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
00:30 Consumer Credit Change 1 $-0.81B $15.20B $18.08B
03:30 NZIER Business Confidence (QoQ) 2 19% 16%
04:40 Fed's Goolsbee speech 2
07:00 National Australia Bank's Business Conditions 1 4 4
07:00 National Australia Bank's Business Confidence 1 -3 -2 Revised from -1
11:15 Unemployment Rate s.a (MoM) 1 2.7%
15:30 NFIB Business Optimism Index 1 101.3 100.7
18:25 Redbook Index (YoY) 1 4.8%
19:30 Ivey Purchasing Managers Index 2 53.6
19:30 Ivey Purchasing Managers Index s.a 2 53.2 55.3
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener