Market Ticker

Translate

Monday, January 29, 2018

ટોપ-9 કંપનીઓના માર્કેટકેપમાં ₹97,932 કરોડનો ઉછાળો

વિતેલાં સપ્તાહે માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી ટોચની નવ કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં TCS અને RILની આગેવાની હેઠળ ₹97,931.85 કરોડનો જંગી ઉછાળો નોંધાયો હતો.

સૂચિતગાળામાં માર્કેટકેપમાં વૃદ્ધિ નોંધાવનાર અન્ય મુખ્ય કંપનીઓમાં HDFC બેન્ક, ITC, HUL અને ONGCનો સમાવેશ થાય છે. સમાનગાળામાં એક માત્ર મારુતિ સુઝુકીના માર્કેટકેપમાં જ ઘટાડો નોંધાયો હતો. ગત શુક્રવારે પ્રજાસત્તાક દિન નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટકેપ ₹31,222.03 કરોડના ઉછાળા સાથે ₹5,96,846.16 કરોડ નોંધાયું હતું. ટોપ-10 કંપનીઓમાંથી સૌથી વધુ વૃદ્ધિ TCSના માર્કેટકેપમાં જોવા મળી હતી.

ગત બુધવારે TCSનું માર્કેટકેપ એક તબક્કે ₹6 લાખ કરોડની સપાટી વટાવી ગયું હતું. આમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બાદ આ સિમાચિહ્ન વટાવનાર TCS બીજી કંપની બની હતી.

RILનું માર્કેટકેપ ₹22,295.4 કરોડની વૃદ્ધિ સાથે ₹6,10,938.21 કરોડ જ્યારે ONGCનું માર્કેટકેપ ₹18,800.69 કરોડના સુધારા સાથે ₹2,67,252.12 કરોડ નોંધાયું હતું.

સમીક્ષા હેઠળના ગાળામાં ITCનું માર્કેટકેપ ₹8,533.32 કરોડના ઉછાળા સાથે ₹3,42,368.98 કરોડ અને ઈન્ફોસિસનું માર્કેટકેપ ₹6,016.78 કરોડની વૃદ્ધિ સાથે ₹2,55,696.84 કરોડ નોંધાયું હતું.

HDFC બેન્કનું માર્કેટકેપ પણ ₹5,316.73 કરોડના સુધારા સાથે ₹5,10,701.65 કરોડ જ્યારે SBIનું માર્કેટકેપ ₹3,539.14 કરોડની વૃદ્ધિ સાથે ₹2,70,312.76 કરોડ અને HULનું માર્કેટકેપ ₹1,872.27 કરોડના વધારા સાથે ₹2,96,793.30 કરોડ નોંધાયું હતું. HDFCનું માર્કેટકેપ ₹335.49 કરોડ વધી ₹3,03,949.77 કરોડ થયું હતું.

બીજી તરફ મારુતિ સુઝુકીનું માર્કેટકેપ ₹1,333.69 કરોડના ધોવાણ સાથે ₹2,80,245.71 કરોડ નોંધાયું હતું.

આ સાથે માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ત્યારબાદ અનુક્રમે TCS, HDFC બેન્ક, ITC, HDFC, HUL, મારુતિ, SBI, ONGC અને ઈન્ફોસિસનું સ્થાન આવે છે.

વિતેલા સપ્તાહે 30 શેર્સનો બનેલો બેન્ચમાર્ક સેન્સેક્સ 538.86 પોઈન્ટ અથવા 1.51 ટકા જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 174.95 પોઈન્ટ અથવા 1.60 ટકા વધીને બંધ રહ્યા હતા.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Friday, Jul 11
18:00 Unemployment Rate 3 6.9% 7.1% 7.0%
18:00 Net Change in Employment 3 83.1K 0.0K 8.8K
18:00 Average Hourly Wages (YoY) 2 3.2% 3.5%
18:00 Participation Rate 1 65.4% 65.3%
18:00 Building Permits (MoM) 1 12.0% -0.8% -6.8% Revised from -6.6%
21:30 USDA WASDE Report 1
22:30 Baker Hughes US Oil Rig Count 1 425
23:30 Monthly Budget Statement 2 $-11B $-316B
Saturday, Jul 12
01:00 CFTC Oil NC Net Positions 1 234.7K
01:00 CFTC Gold NC Net Positions 1 $202K
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener