Market Ticker

Translate

Sunday, December 28, 2014


30th January 1924 - 29th September 2013

Demise of Padma Bhushan Global Vipassana Acharya Shri Satya Narayan Goenka

Aniwheel 

 

 

 

 

વિપશ્યના સાધના વિધિ સંબંધિત પ્રશ્નોત્તર

શિબિરની અવધિ દસ દિવસની કેમ હોય છે?

વાસ્તવમાં દસ દિવસ પણ ઓછા છે. દસ દિવસની શિબિરમાં સામાન્યત: સાધનાની આવશ્યક ભૂમિકાનો પાયો બંધાતો હોય છે. સાધનામાં પ્રગતિ કરવી એ જીવનભરનું કામ છે. કેટલીય પેઢીઓનો એવો અનુભવ છે કે જો સાધનાને દસ દિવસથી ઓછા સમયમાં શીખવવામાં આવે તો સાધક વિધિને અનુભૂતિના સ્તર પર યોગ્ય રીતે ગ્રહણ નથી કરી શકતો. પરંપરા અનુસાર વિપશ્યના (Vipassana) સાત સપ્તાહની શિબિરોમાં શીખવવામાં આવતી હતી. વીસમી સદીની શરૂઆતમાં આ પરંપરાના આચાર્યોએ જીવનની દ્રુત ગતિને ધ્યાનમાં લઈને અવધિને ટૂંકી કરવાના પ્રયોગ કર્યા. તેઓએ પહેલા ત્રીસ દિવસ, પછી બે સપ્તાહ, પછી દસ દિવસ અને તે પછી સાત દિવસની પણ શિબિરો કરી, અને જોયું કે દસ દિવસથી ઓછા સમયમાં મનને શાંત કરી શરીર અને ચિત્ત ધારાનો ઊંડાઈથી અભ્યાસ કરવો એ સંભવ નથી.

દિવસમાં કેટલા કલાક ધ્યાન કરવાનું હોય છે?

દિવસની શરૂઆત સવારે ચાર વાગ્યે જાગરણ માટેના ઘંટારવથી થાય છે અને સાધના રાતના નવ વાગ્યા સુધી ચાલતી હોય છે. દિવસમાં લગભગ દસ કલાક ધ્યાન કરવાનું હોય છે પણ વચવચમાં પર્યાપ્ત અવકાશ અને વિશ્રામ માટે સમય આપવામાં આવતો હોય છે. પ્રતિદિન સાંજના આચાર્ય ગોયન્કાજીનું વિડીયો પર પ્રવચન રહેતું હોય છે કે જે સાધકોને દિવસભરની સાધનાના અનુભવને સમજવામાં મદદરૂપ થાય છે. આ સમયસારિણી પાછલા દાયકાઓમાં આવી ગયેલા લાખો લોકોને ઉપયુક્ત તથા લાભદાયી સિધ્ધ થયેલી છે.

શિબિરમાં કઈ ભાષાનો ઉપયોગ થતો હોય છે?

સાધનાની શિક્ષા આચાર્ય ગોયન્કાજીના હિન્દી અને અંગ્રેજીમાં રેકોર્ડ કરેલા નિર્દેશો દ્વારા આપવામાં આવે છે. આ નિર્દેશોનો અનુવાદ વિશ્વની ઘણી બધી પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો શિબિરના સંચાલક સહાયક આચાર્ય પ્રાદેશિક ભાષા ન જાણતા હોય તો અનુવાદકનો પ્રબંધ કરવામાં આવતો હોય છે. સામાન્યત: શિબિરાર્થી માટે ભાષાને લીધે કોઈ અડચણ ઉભી થતી હોતી નથી. If the teachers conducting a course do not speak the local language fluently, interpreters will be there to help. Language is usually no barrier for someone who wants to join a course.

શિબિરનું શુલ્ક કેટલું હોય છે?

વિપશ્યના શિબિરમાં આવનાર દરેક સાધકનો ખર્ચ એ એમના માટે જુના સાધકોનો ઉપહાર છે, દાન છે. શિબિરમાં રહેવાનું, ખાવા-પીવાનું, શિક્ષાનું કોઈ શુલ્ક લેવામાં આવતું નથી. વિશ્વભરની બધી વિપશ્યના શિબિરો સ્વેચ્છાથી અપાયેલા દાન પર ચાલતી હોય છે. જો શિબિરની સમાપ્તિ પર તમને લાગે કે સાધનાથી તમને કોઈ લાભ મળ્યો છે તો તમે ભવિષ્યમાં આવનાર સાધકોને માટે પોતાની ઈચ્છા અને પોતાના સામર્થ્ય અનુસાર દાન આપી શકો છો.

શિબિરના સંચાલન માટે સહાયક આચાર્યોને કેટલું પારિશ્રમિક આપવામાં આવતું હોય છે?

સહાયક આચાર્યોને કોઈ વેતન, દાન અથવા ભૌતિક લાભરૂપી પારિશ્રમિક આપવામાં આવતું હોતું નથી. તેઓનું જીવિકાનું સાધન અલગ રહેવું જરૂરી છે. આ નિયમને લીધે કેટલાક આચાર્યો સેવા પ્રતિ પુરતો સમય આપી શકતા હોતા નથી, પરંતુ આ નિયમ સાધકનું શોષણ અને શિક્ષાનું વ્યવસાયીકરણ થતું અટકાવે છે. આ પરંપરાના આચાર્યો કેવળ સેવા ભાવથી કામ કરતા હોય છે. શિબિરની સમાપ્તિ પર સાધકોને લાભ મળે, એનું સમાધાન જ એમનું પારિશ્રમિક હોય છે.

હું પલાઠી વાળીને બેસી શકતો નથી. શું એ છતાં પણ હું ધ્યાન કરી શકીશ?

નિશ્ચિત પણે. જો સાધક આયુષ્યના કારણે અથવા કોઈ શારીરિક રોગના કારણે પલાઠી વાળીને ન બેસી શકે તો તેમના માટે ખુરશીઓનો પ્રબંધ કરવામાં આવતો હોય છે.

મારે વિશેષ ભોજનની આવશ્યકતા છે. શું હું મારી સાથે પોતાનું ખાવાનું લાવી શકીશ?

જો તમારા દાક્તરે તમને કોઈ વિશેષ આહારની સલાહ આપી હોય તો તે વિષે અમને સૂચન કરીએ. આ આહાર ઉપલબ્ધ કરવાનો અમે પ્રયત્ન કરીશું. જો ભોજન અત્યંત વિશેષ હશે, કે પછી એવું હશે કે જેનાથી સાધનામાં બાધા આવી શકે તેમ હોય તો શક્ય છે કે તમને થોડો સમય રોકાઈ જવાનું કહેવામાં આવે, જ્યાં સુધી કે તમારા ભોજન પરનો નિર્બંધ ઓછો થયો હોય. અમે તમારી ક્ષમા માંગીએ છીએ પરંતુ સાધકોએ વ્યવસ્થાપન દ્વારા અપાયેલા ભોજનમાંથી જ પોતાનું ભોજન લેવું, એ શિબિરનો નિયમ છે. તેથી તમે પોતાનું ભોજન સાથે નહી લાવી શકો. અધિકતર સાધકોનો એ અનુભવ રહ્યો છે કે શિબિરમાં ભોજનનાર્થે પર્યાપ્ત વિકલ્પ રહેતા હોય છે, અને શિબિરની અવધિ દરમ્યાન સાધકો શુધ્ધ શાકાહારી ભોજનનો આનંદ માણતા હોય છે.

શું ગર્ભવતી મહિલાઓ શિબિરોમાં આવી શકે છે? શું તેમના માટે કોઈ વિશેષ પ્રબંધ અથવા નિર્દેશ રહેતો હોય છે?

ગર્ભવતી મહિલાઓ શિબિરમાં ભાગ લઈ શકતી હોય છે. કેટલીક મહિલાઓ તો એટલા માટે આ વિશેષ સમય દરમ્યાન શિબિરમાં આવતી હોય છે કે જેથી તેઓ મૌન રહીને ગંભીરતાપુર્વક ધ્યાન કરી શકે. ગર્ભવતી મહિલાઓને એટલું અમારું નિવેદન છે કે તેઓ શિબિરમાં આવતા પહેલા નિશ્ચિત કરે કે ગર્ભ સ્થિર હોય. તેઓને આવશ્યકતાનુસાર પર્યાપ્ત ભોજન આપવામાં આવે છે અને આરામથી સાધના કરવાનું કહેવામાં આવતું હોય છે.

શિબિરમાં મૌન કેમ રાખવું પડે છે?

શિબિર દરમ્યાન બધા સાધકો આર્ય મૌન એટલે કે શરીર, વાણી અને મનનું મૌન રાખતા હોય છે. તેઓ અન્ય સાધકોનો બિલકુલ સંપર્ક કરતા નથી. સાધકોને પોતાની જરૂરિયાત પુરતી વ્યવસ્થાપન સાથે અને સાધના સંબંધી પ્રશ્નો માટે સહાયક આચાર્ય સાથે વાત કરવાની છૂટ હોય છે. પહેલા નવ દિવસ મૌનનું પાલન કરવાનું હોય છે. દસમાં દિવસે સામાન્ય જીવનની પ્રક્રિયાઓમાં પુન:પ્રવેશની તૈયારી રૂપે ફરી બોલવાનું શરુ કરવામાં આવતું હોય છે. આ સાધનામાં અભ્યાસની નિરંતરતા જ સફળતાની કૂંચી છે. આ નિરંતરતા જાળવવા માટે મૌન મહત્વપૂર્ણ, આવશ્યક અંગ છે.

શું હું સાધના કરવા માટે યોગ્ય છું?

શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ કોઈ પણ વ્યક્તિ સાચી ઈચ્છા સાથે પર્યાપ્ત પ્રયત્ન કરે તો તેના માટે આર્ય મૌન સહિત, વિપશ્યના સાધના કઠીન નથી. જો તમે નિર્દેશોનું નિષ્ઠા અને ધૈર્યપૂર્વક પાલન કરશો તો સારા પરિણામ જરૂરથી આવશે. યદ્યપિ દિનચર્યાના વર્ણન પરથી સાધના કઠીન હશે તેમ લાગતું હોય છે પણ વાસ્તવમાં એ નથી બહુ કઠોર કે નથી તો બહુ આરામપ્રદ. તદુપરાંત અન્ય સાધકો કે જે શાંતિપૂર્વક વાતાવરણમાં ગંભીરતાથી ધ્યાન કરતા હોય છે, તેમની ઉપસ્થિતિ પણ તમને તમારા પોતાના પ્રયત્નમાં મદદરૂપ થતી હોય છે.

કોણે સાધનામાં ભાગ લેવો જોઈએ?

જે વ્યક્તિ શારીરિક રીતે એટલી કમજોર હોય કે જેનાથી શિબિરની દિનચર્યાનું પાલન બરાબર રીતે ના થઈ શકે, તેવી વ્યક્તિને શિબિરનો પર્યાપ્ત લાભ મળવો મુશ્કેલ છે. આ વાત માનસિક રોગથી પીડિત અને અત્યંત કઠીન માનસિક તોફાનોમાંથી પસાર થતા વ્યક્તિઓને પણ લાગુ પડે છે. સામન્યત: વ્યક્તિ સાથે વાત કરવા ઉપરથી અમને ખ્યાલ આવી શક્તો હોય છે કે તે વ્યક્તિ શિબિરનો ઉચિત લાભ લઈ શકશે કે નહી. કોઈક કોઈક સાધકોને શિબિરમાં બેસતા પહેલા દાક્તરની અનુમતિ લેવાનું પણ કહેવામાં આવતું હોય છે.

શું વિપશ્યના શારીરિક અને માનસિક વ્યાધિનો ઈલાજ કરી શકતી હોય છે?

કેટલાય રોગો માનસિક તણાવના કારણે થતા હોય છે. જો તણાવ દૂર કરવામાં આવે તો રોગ ક્યાં તો દૂર થઈ જાય છે અથવા તો પછી ઓછો થઈ જાય છે. પરંતુ જો રોગ દૂર કરવાના ઉદ્દેશ્યથી વિપશ્યના કરવામાં આવે તો લાભ મળતો હોતો નથી. જે કોઈ સાધક આ ઉદ્દેશ્યથી જોડાય છે એ પોતાનો સમય બરબાદ કરતો હોય છે કારણકે હકીકતમાં આ સાચો ઉદ્દેશ્ય નથી. આમ કરવાથી તે પોતાની હાનિ પણ કરી શકતો હોય છે. નથી તો એ ઠીક રીતે સાધના શીખી શકતો કે નથી રોગથી છુટકારો મેળવવામાં સફળ.

શું વિપશ્યના ડીપ્રેશન દૂર કરતી હોય છે?

વિપશ્યનાનો ઉદ્દેશ્ય રોગને દૂર કરવાનો નથી. જે કોઈ વ્યક્તિ વિપશ્યનાનો સાચી રીતે અભ્યાસ કરતી હોય છે એ બધી પરિસ્થિતિઓમાં સંતુલિત અને પ્રસન્ન રહેતા શીખી જાય છે. પરંતુ કોઈને ગંભીર ડિપ્રેશનનો રોગ હોય તો એ સાધના સારી રીતે નહી કરી શકે અને ઉચિત લાભથી વંચિત રહી જશે. આવી વ્યક્તિએ દાક્તરી સલાહ લેવી હિતાવહ છે. વિપશ્યનાના આચાર્ય અનુભવી સાધક જરૂર છે પરંતુ તેઓ મનોચિકિત્સક નથી.

શું વિપશ્યના કોઈને માનસિક રૂપે અસંતુલિત કરી શકતી હોય છે?

નહી. વિપશ્યના જીવનના દરેક ચઢાવ-ઉતારમાં સજગ, સમતાવાન એટલે કે સંતુલિત રહેવાનું શીખવાડતી હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની ગંભીર માનસિક સમસ્યાઓને છુપાવતી હોય તો એ વિધિને સારી રીતે સમજી નહી શકે અને તેથી ઉચિત લાભ પ્રાપ્ત નહી કરી શકે. એ આવશ્યક છે કે તમે તમારી માનસિક સમસ્યાઓ વિષે અમને બરાબર જાણકારી શિબિરમાં આવતા પહેલા આપો. આ માહિતીના આધારે તમે શિબિરનો પર્યાપ્ત લાભ મેળવી શકશો કે નહી એનો અમે યોગ્ય નિર્ણય લઈ શકીશું.

શું વિપશ્યના શીખવા માટે બૌદ્ધ બનવું પડશે?

વિભિન્ન સંપ્રદાયોના લોકો અને એવા પણ લોકો કે જે કોઈ સંપ્રદાયમાં માનતા ન હોય, બધાયે વિપશ્યનાને લાભદાયક જાણી છે, અનુભવી છે. વિપશ્યના જીવન જીવવાની કળા છે. આ ભગવાન બુદ્ધની શિક્ષાનો સાર છે. પરંતુ આ કોઈ સંપ્રદાય નથી. આ માનવીના મૂલ્યોના સંવર્ધનનો ઉપાય છે કે જે પોતાના અને બીજાના માટે હિતકારી છે.

પૂરા દસ દિવસ સુધી શિબિરમાં રહેવું આવશ્યક છે?

વિપશ્યના એક એક પગલે શીખવવામાં આવતી હોય છે. શિબિર દરમ્યાન દરરોજ સાધનાનો એક નવો આયામ જોડવામાં આવતો હોય છે. જો તમે શિબિર વચ્ચેથી છોડી દેશો તો પૂરી શિક્ષા ગ્રહણ નહી કરી શકો અને સાધનાને તમને પૂરેપૂરો લાભ આપવાનો મોકો નહી આપો. સાધનામાં ગંભીરતાપૂર્વક કામ કરવાથી સાધક એક પ્રક્રિયા શરુ કરતો હોય છે કે જે શિબિરની સમાપ્તિ પર જ પરિપૂર્ણ થતી હોય છે. આ પ્રક્રિયાને વચમાં રોકી લેવી એ જરાય ઉચિત નથી.

શું શિબિરને વચ્ચેથી છોડી દેવું હાનિકારક છે?

શિબિરને વચમાંથી છોડવાથી તમે પોતાને સાધનાને પૂરી રીતે શીખવાનો મોકો નહી આપો. તમે સાધનની પ્રક્રિયાને વચમાં જ રોકી લેશો. આ કારણે તમે દૈનિક જીવનમાં આ સાધનાનો ઉપયોગ નહી કરી શકો. શિબિરને વચમાંથી છોડી દેવાથી તમે જે સમય આપી ચૂક્યા છો તે પણ વ્યર્થ ગુમાવી દેશો.

દસમાં દિવસે જયારે મૌન અને ગંભીર સાધના સમાપ્ત થઈ હોય ત્યારે શું હું શિબિર છોડીને જઈ શકીશ?

શિબિર પછી સામાન્ય જીવનમાં ભળતા પહેલાનો દસમો દિવસ એ એક મહત્વપૂર્ણ પરિવર્તન (ટ્રાન્ઝીશન) દિવસ છે. આ કારણસર સાધકને આ દિવસે શિબિર છોડી જવાની અનુમતિ આપવામાં આવતી હોતી નથી.

વિપશ્યના સાધના પરિચયવિપશ્યના સાધના પરિચય

Aniwheelવિપશ્યના (Vipassana) ભારતની એક અત્યંત પુરાતન ધ્યાન વિધિ છે. આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધે વિપશ્યનાની પુન: શોધ કરી હતી. વિપશ્યનાનો અભિપ્રાય છે કે જે વસ્તુ સાચેમાં જેવી છે, તેને તે પ્રકારે જાણવી. આ અંતરમનની ઊંડાઈઓમાં જઈને આત્મ-નિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ કરવાની સાધના છે. પોતાના નૈસર્ગિક શ્વાસના નિરીક્ષણથી આરંભ કરીને, પોતાના શરીર અને ચિત્તધારા પર પળે પળ નિમિત્તક પરિવર્તનશીલ ઘટનાઓનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા કરતા સાધક અનિત્ય, દુ:ખ, અને અનાત્મના સાર્વત્રિક સત્યો પ્રત્યક્ષ અનુભવે છે. ચિત્ત-વિશોધન અને સદગુણ-વર્ધનનો આ અભ્યાસ (Dhamma) સાધક ને કોઈ સાંપ્રદાયિક આલાંબનોમાં બાંધતો નથી. આ કારણસર વિપશ્યના સાધના સર્વગ્રાહ્ય છે, કોઈ ભેદભાવ વિના બધાજ માટે સમાનરૂપે કલ્યાણકારીણી છે.

વિપશ્યના શું નથી:

  • વિપશ્યના અંધશ્રદ્ધા પર આધારિત કોઈ કર્મકાંડ નથી.
  • આ સાધના બૌદ્ધિક મનોરંજન અથવા દાર્શનિક વાદ-વિવાદ માટે નથી.
  • આ રજાઓ માણવા અથવા સામાજિક આદાન-પ્રદાન માટે નથી.
  • આ રોજિંદા જીવનના તણાવથી બચવાની સાધના નથી.

વિપશ્યના શું છે:

  • આ દુખમુક્તિની સાધના છે.
  • આ મનને નિર્મળ કરવાની એવી વિધિ છે જેનાથી સાધક જીવનના ચઢાવ-ઉતારોનો સામનો શાંતિપૂર્વક સંતુલિત રહીને કરી શકે છે.
  • આ જીવન જીવવાની કળા છે જેનાથી સાધક એક સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદગાર થઇ શકે છે.
વિપશ્યના સાધનાનું ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય સંપૂર્ણ મુક્તિ છે. એનો ઉદેશ્ય કેવળ શારીરિક વ્યધીયોનું નિર્મુલન કરવાનો નથી. પરંતુ ચિત્તશુદ્ધિને કારણસર કોઈ સાયકોસોમેટીક બીમારી દૂર થતી હોય છે. વાસ્તવમાં વિપશ્યના દુખના ત્રણ કારણો દુર કરે છે — રાગ, દ્વેષ અને અવિદ્યા. જો કોઈ આ વિદ્યાનો અભ્યાસ કરતો રહે, તો તે પગલે પગલે આગળ વધીને, પોતાના માનસના વિકારોથી પૂર્ણ રીતે નિતાંત વિમુક્ત અવસ્થાનો સાક્ષાત્કાર કરી શકતો હોય છે.
વિપશ્યના બૌદ્ધ પરંપરામાં સુરક્ષિત રહી હોવા છતાં એમાં કોઈ સાંપ્રદાયિક તત્વ નથી. કોઈ પણ પૃષ્ઠભૂમિની વ્યક્તિ એને અપનાવી શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. વિપશ્યનાની શિબિર એવા લોકો માટે છે કે જે ઈમાનદારીપૂર્વક આ વિધિ શીખવાની ઈચ્છા ધરાવે છે. એમાં કુળ, જાતી, ધર્મ અથવા રાષ્ટ્રીયતા આડે આવતા નથી. હિંદુ, જૈન, મુસ્લિમ, સિક્ખ, બૌદ્ધ, ઈસાઈ, યહૂદી તથા અન્ય સંપ્રદાયોના લોકોએ ઘણી સફળતાપૂર્વક વિપશ્યનાનો અભ્યાસ કર્યો છે. જો રોગ સાર્વજનીન હોય તો તેનું નિવારણ પણ સાર્વજનીન જ હોવું જોઈએ.

સાધના અને સ્વયંશાસન

આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની સાધના આસન નથી—શિબિરાર્થીઓએ ગંભીર અભ્યાસ કરવો પડતો હોય છે. પોતાના સ્વયં અનુભવથી સાધક પોતાની પ્રજ્ઞા જગાવે છે. કોઈ અન્ય વ્યક્તિ એને માટે આ કામ નથી કરી શકતી. શિબિરની અનુશાસન સંહિતા સાધનાનું જ એક અભિન્ન અંગ છે.
વિપશ્યના સાધના શીખવા માટે ૧૦ દિવસની અવધિ વાસ્તવમાં ઘણી ઓછી છે. સાધનામાં એકાંત અભ્યાસની નિરંતરતા બનાવી રાખવી નિતાન્ત આવશ્યક છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ નિયમાવળી અને સમય-સારિણી બનાવવામાં આવેલી છે. આ આચાર્ય કે વ્યવસ્થાપકની સુવિધા માટે નથી. આ કોઈ પરંપરાનું આંધળું અનુકરણ અથવા કોઈ અંધશ્રદ્ધા નથી. આની પાછળ અનેક સાધકોના અનુભવોનો વૈજ્ઞાનિક આધાર છે. નિયમાવળીનું પાલન સાધનામાં બહુ લાભદાયી થશે.
શિબિરાર્થીએ પુરા ૧૧ દિવસ શિબિર સ્થાન પર રહેવું પડશે. વચ્ચેથી શિબિર છોડીને નહીં જઈ શકાય. અનુશાસન સંહિતાના અન્ય બધા નિયમો પણ ધ્યાનપૂર્વક વાંચી લેવા જરૂરી છે. જો અનુશાસન સંહિતાનું નિષ્ઠા અને ગંભીરતાપુર્વક પાલન કરી શકવાના હો, તો જ શિબિરના પ્રવેશ માટે આવેદન કરો. આવેદકે સમજવું જરૂરી છે કે શિબિરના નિયમો અઘરા પડવાને કારણે જો એ શિબિર છોડશે તો એ તેના માટે હાનિકારક નીવડશે. એનાથી પણ વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ થશે કે વારં વારં સમજાયા છતાં પણ જો કોઈ સાધક નિયમોનું પાલન નહી કરી શકે તો તેને શિબિરમાંથી નીકાળી દેવામાં આવશે.

માનસિક રોગોથી પીડિત લોકો માટે

કોઈ વખત ગંભીર માનસિક રોગથી પીડિત વ્યક્તિ શિબિરમાં એવી આશા સાથે આવે છે કે આ સાધના કરવાથી એનો રોગ દુર થશે. તો ક્યારેક કેટલીક ગંભીર બીમાંરીયોને કારણે શિબિરાર્થી શિબિર પૂરી કરવામાં અસમર્થ રહે છે અને સાધનાના ઉચિત લાભથી વંચિત રહી જાય છે.

અનુશાસન સંહિતા

શીલ (sīla) સાધનાનો આધાર છે. શીલ ના આધાર પર જ સમાધિ (samādhi) —મનની એકાગ્રતા—નો અભ્યાસ કરી શકાય છે. પ્રજ્ઞા (paññā) ના અભ્યાસથી વિકારોનું નિર્મુલન અને પરિણામ-સ્વરૂપ ચિત્ત-શુદ્ધિ થતી હોય છે.

શીલ

સર્વે શિબિરાર્થીઓએ શિબિર દરમિયાન પાંચ શીલોનું પાલન કરવું અનિવાર્ય છે:
  1. જીવ-હત્યાથી વિરત રહીશું.
  2. ચોરીથી વિરત રહીશું.
  3. અબ્રહ્મચર્ય (મૈથુન) થી વિરત રહીશું.
  4. અસત્ય ભાષણથી વિરત રહીશું.
  5. નશાના સેવનથી વિરત રહીશું.
પહેલાના સાધકો, અર્થાત એવા સાધકો કે જેઓએ આચાર્ય ગોયેન્કાજી અથવા એમના સહાયક આચાર્યોની સાથે પહેલા દસ દિવસની શિબિર પૂરી કરેલી છે, અષ્ટ-શીલનું પાલન કરશે.
  1. બપોર પછીના (વિકાલ) ભોજનથી વિરત રહીશું.
  2. શણગાર-પ્રસાધન અને મનોરંજનથી વિરત રહીશું.
  3. ઊંચા વિલાસી શયનના ઉપયોગથી વિરત રહીશું.
પહેલાના સાધકો સાંજના પાંચ વાગ્યે ફક્ત લીંબુ પાણી લેશે, જયારે નવા સાધકો દૂધ, ચા, ફળ લઇ શકશે. રોગ વગેરેની વિશિષ્ઠ જરૂરીયાતવાળા પહેલાના સાધકોને ફળાહારની છૂટ આચાર્યની અનુમતિથી મળી શકશે.

સમર્પણ

સાધના-શિબિરની અવધિમાં સાધકે પોતાના આચાર્યને પ્રતિ, વિપશ્યના વિધિના પ્રતિ તથા સમગ્ર અનુશાસન-સંહિતાના પ્રતિ સંપૂર્ણ સમર્પણ કરવું પડશે. સમર્પિત ભાવ હશે તો જ નિષ્ઠાપૂર્વક કામ થઇ શકશે અને સવિવેક શ્રદ્ધાનો ભાવ જાગશે કે જે સાધકની પોતાની સુરક્ષા અને માર્ગદર્શન માટે નિતાન્ત આવશ્યક છે.

સાંપ્રદાયિક કર્મકાંડ અને અન્ય સાધના-વિધિઓનું સંમિશ્રણ

શિબિરની અવધિમાં સાધક કોઈ પણ અન્ય પ્રકારની સાધના-વિધિ કે પૂજા-પાઠ, ધૂપ-દીપ, માળા-જાપ, ભજન-કીર્તન, વ્રત-ઉપવાસ આદિ કર્મકાંડોના અભ્યાસનું અનુષ્ઠાન નહી કરે. એનો અર્થ બીજી સાધનાઓ અને આધ્યાત્મિક વિધિઓનું અવમુલ્યન નથી, પરંતુ એટલા માટે કે સાધક વિપશ્યના સાધનાને અજમાવવાના આ પ્રયોગને શુદ્ધરૂપે ન્યાય આપી શકે.
વિપશ્યનાની સાથે જાણીજોઈને કોઈ અન્ય સાધના વિધિનું સંમિશ્રણ કરવું હાનિકારક નીવડી શકે છે. જો કોઈ સંદેહ કે પ્રશ્ન હોય તો સંચાલકને મળીને સ્પષ્ટીકરણ કરી લેવું જરૂરી છે.

આચાર્યને મળવું

સાધકને જરૂર હોય તો પોતાની સમસ્યાઓના સંદર્ભમાં આચાર્યને બપોરે ૧૨ થી ૧ ની વચ્ચે એકલામાં મળી શકે છે. રાત્રે ૯ થી ૯.૩૦ વાગ્યાની વચ્ચે પણ સાધના-કક્ષમાં સાધકને સાર્વજનીન પ્રશ્નૌત્તરનો અવસર ઉપલબ્ધ છે. સાધક ધ્યાન રાખશે કે બધ્ધા પ્રશ્ન વિપશ્યના વિધિના સ્પષ્ટીકરણ માટે જ હોય.

આર્ય મૌન

શિબિરની શરૂઆતથી માંડીને દસમાં દિવસની સવારે લગભગ દસ વાગ્યા સુધી આર્ય મૌન અર્થાત વાણી અને શરીર બન્નેથી મૌન પાલન કરીશું. શારીરિક સંકેતોથી અથવા લખી-વાંચીને વિચાર-વિનિમય કરવો પણ વર્જિત છે.
અત્યંત જરૂરી હોય તો વ્યવસ્થાપકની સાથે તથા વિધિને સમજવા માટે આચાર્યની સાથે બોલવાની છૂટ છે. અને આવા સમયે પણ ઓછાંમાં ઓછું જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું હિતાવહ છે. વિપશ્યના સાધના વ્યક્તિગત અભ્યાસ છે. તેથી દરેક સાધક પોતે એકલો છે તેમ સમજીને એકાંત સાધનામાં રત રહેશે.

પુરુષો અને મહિલાઓનું અલગ રહેવું

આવાસ, અભ્યાસ, આરામ અને ભોજન આદિ ના સમયે બધા પુરુષો અને મહિલાઓએ અલગ રહેવું અનિવાર્ય છે.

શારીરિક સ્પર્શ

શિબિર દરમિયાન સાધકો એક બીજાને સ્પર્શ બિલકુલ નહી કરે.

યોગાસન અને વ્યાયામ

વિપશ્યના સાધનાની સાથે યોગાસન અને અન્ય શારીરિક વ્યાયામનો સંયોગ માન્ય છે, પરંતુ કેંદ્રોમાં અત્યારે એના માટે જરૂરી એકાંતની સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેથી કરીને સાધકોને વિનંતી રહેશે કે તેઓ આની જગ્યાએ આરામનાં નિર્ધારિત સ્થાનો પર ચાલવાનો જ વ્યાયામ કરે.

મંત્રાભિષીક્ત માળા-કંઠી, ગંડા-તાવીજ આદિ

સાધક ઉપરોક્ત વસ્તુઓ પોતાની સાથે ન લાવે. જો ભૂલથી લઈ આવ્યા હોય તો કેંદ્ર પર પ્રવેશ કરતી વખતે આ વસ્તુઓ દસ દિવસના વ્યવસ્થાપકોને સૌંપી દે.

નશીલી વસ્તુઓ, ધુમ્રપાન, જર્દા-તમાકુ અને દવાઓ

દેશ ના કાયદા કાનૂન પ્રમાણે ભાંગ, ચરસ આદિ બધા પ્રકારની નશીલી વસ્તુઓ રાખવી અપરાધ છે. કેંદ્રમાં આ વસ્તુઓનો પ્રવેશ બિલકુલ નિષેધ છે. રોગી સાધક પોતાની બધી દવાઓ સાથે લાવે અને એને લગતી ખબર આચાર્યને આપી દે.

તમાકુ-જર્દા, ધુમ્રપાન

કેંદ્રના સાધના સ્થળ પર ધુમ્રપાન કરવાની અથવા જર્દા-તમાકુ ખાવાની સખત મનાઈ છે.

ભોજન

વિભિન્ન સમુદાયના લોકીની પોતપોતાની રુચિ મુજબનું ભોજન ઉપલબ્ધ કરવામાં અનેક વ્યવહારિક મુશ્કેલીઓ છે. તેથી કરીને સાધકોને પાર્થના છે કે વ્યવસ્થાપકો દ્વારા જે સાદું, સાત્વિક, નિરામીષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે તેનો સ્વીકાર કરે. જો કોઈ રોગી સાધકને ડોકટરે કોઈ વિશેષ ખોરાક ખાવાની સલાહ આપી હોય તો તેઓ આવેદન-પત્ર અને શિબિરમાં પ્રવેશતી સમયે આ સુચના વ્યવસ્થાપકોને જરૂરથી આપે જેથી એને લગતી જરૂરી વ્યવસ્થા થઈ શકે.

વેશભૂષા

શરીર તથા વસ્ત્રોની સ્વચ્છતા, વેશભૂષામાં સાદગી અને શિષ્ટાચાર જરૂરી છે. ઝીણા કપડા પહેરવા નિષેધ છે. મહિલાઓએ કુર્તાની સાથે દુપટ્ટાનો ઉપયોગ અવશ્ય કરવો.

ઘણા કેંદ્રો પર ધોબી સેવા ઉપલબ્ધ હોતી નથી. સાધકે જે કેંદ્ર પર જવાનું હોય ત્યાં આ વિષે પૂછી લેવું. ધોબી સેવા ના હોય તો સાધક જરૂરી કપડા સાથે લઇને આવે. નાના કપડા હાથથી ધોઈ લેવા. નાહવાનું અને કપડા ધોવાનું કામ કેવળ વિશ્રામના સમયમાં જ કરવું જોઈએ, ધ્યાનના સમયમાં નહીં.

No washing machines or dryers are available, so students should bring sufficient clothing. Small items can be hand-washed. Bathing and laundry may be done only in the break periods and not during meditation hours.

બાહ્ય સંપર્ક

પૂર્ણ શિબિર દરમિયાન સાધક કોઈ બાહ્ય સંપર્ક ન રાખે. સાધક કેંદ્રની સીમમાં જ રહે. કોઈને ટેલીફોન અથવા પત્ર દ્વારા પણ સંપર્ક ન કરે. કોઈ અતિથિ આવે તો તેઓએ વ્યવસ્થાપકોનો સંપર્ક કરવો.

વાંચવું, લખવું અને સંગીત

શિબિર દરમિયાન સંગીત કે ગાયન સાંભળવાની, કોઈ વાજિંત્ર વગાડવાની મના છે. શિબિરમાં લખવા-વાચવાની મના હોવાથી સાથે કોઈ લખવા-વાચવાનું સાહિત્ય ન લાવે. શિબિર દરમિયાન ધાર્મિક અને વિપશ્યના સંબંધી પુસ્તકો વાચવા પણ વર્જિત છે. ધ્યાન રહે કે વિપશ્યના સાધના પૂર્ણરીતે પ્રાયોગિક વિધિ છે. લખવા-વાચવાથી એમાં વિઘ્ન પડે છે. તેથી નોટ્સ પણ ન લેવી.

ટેપ રેકોર્ડર અને કેમેરા

આચાર્યની વિશિષ્ટ અનુમતી સિવાય કેંદ્રમાં આ વસ્તુઓનો ઉપયોગ બિલકુલ વર્જિત છે.

શિબિરનો ખર્ચ

વિપસ્યના જેવી અણમોલ સાધનાની શિક્ષા સંપૂર્ણરીતે નિ:શુલ્ક જ અપાય છે. વિપશ્યનાની વિશુદ્ધ પરંપરા અનુસાર શિબિરોનો ખર્ચ આ સાધનાથી લાભાન્વિત થયા હોય તેવા સાધકોના કૃતજ્ઞતાભર્યા ઐચ્છિક દાનથી જ ચાલે છે. જેઓએ આચાર્ય ગોયાન્કાજી અથવા એમના સહાયક આચાર્યો દ્વારા સંચાલિત અલ્પતમ એક દસ દિવસીય શિબિર પૂરી કરી હોય, કેવળ એવા સાધકો પાસેથી જ દાન સ્વીકાર્ય છે.
જેઓને આ વિદ્યા દ્વારા સુખ-શાંતિ મળી હોય, તેઓ એવી મંગળ ચેતનાથી દાન આપે છે કે સર્વત્ર લોકોના હિત-સુખ માટે ધર્મ-સેવાનું આ કાર્ય ચિરકાળ સુધી ચાલુ રહે અને અનેકાનેક લોકોને પણ આવી જ સુખ-શાંતિ મળતી રહે. કેંદ્ર માટે આવકનું બીજુ કોઈ સ્ત્રોત નથી. શિબિરના આચાર્ય તથા ધર્મ-સેવકોને કોઈ વેતન અથવા માનધન નથી આપવામાં આવતું. તેઓ પોતાના સમયનું અને સેવાનું દાન આપતા હોય છે. આ રીતે વિપશ્યનાનો પ્રસાર વ્યાપારીકરણ વગર શુદ્ધરૂપે થતો રહે છે.
દાન ભલે નાનું હોય કે મોટું, એની પાછળ કેવળ લોક-કલ્યાણની ચેતના હોવી જોઈએ. બહુજનના હિત-સુખની મંગલ ચેતના જાગે તો નામ, યશ અથવા બદલામાં પોતાના માટે વિશિષ્ટ સુવિધા મેળવવાના ઉદ્દેશ્યને ત્યજીને પોતાની શ્રદ્ધા અને શક્તિને અનુસાર સાધક દાન આપી શકે છે.

સારાંશ

અનુશાસન સંહિતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવા માટેના થોડા બિંદુ
અન્ય સાધકોને ખલેલ ન પહોચે એનો પૂરે પૂરો ખ્યાલ રહે. અન્ય સાધકોની તરફથી ખલેલ પહોચે તો એની તરફ ધ્યાન ન આપે.
અગર ઉપરોક્ત નિયમોમાંથી કોઈ પણ નિયમની પાછળ કારણ શું છે તે કોઈ સાધક સમજી ન શકે તો જરૂરી છે કે તે આચાર્યને મળીને પોતાનો સંદેહ દૂર કરે.
અનુશાસનનું પાલન નિષ્ઠા અને ગંભીરતાપૂર્વક કરવાથી જ સાધના વિધિ યોગ્ય રીતે સમજી શકાશે અને એનાથી પર્યાપ્ત લાભ પ્રાપ્ત કરી શકાશે. શિબિરનું પૂરું મહત્વ પ્રત્યક્ષ કામ. ઉપર છે. તેથી એવી ગંભીરતા રહે કે જાણે આપ એકલા એકાંતમાં સાધના કરી રહ્યા છો. મન અંદરની તરફ રહે જયારે અસુવિધાઓ કે અડચણોની તરફ બિલકુલ ધ્યાન ન રહે.
સાધકની વિપશ્યનામાં પ્રગતિ એના પોતાના સદગુણો પર અને આ પાંચ અંગો–પરિશ્રમ, શ્રદ્ધા, મનની સરળતા, આરોગ્ય અને પ્રજ્ઞા–પર આધારિત છે.
ઉપરોક્ત જાણકારી તમારી સાધનામાં મહત્તમ સફળતા અપાવે. શિબિરના વ્યવસ્થાપકો તમારી સેવા અને સહયોગ માટે સદા ઉપસ્થિત છે અને તમારી સફળતા અને સુખ-શાંતિની મંગળ કામના કરે છે.

સમય સારિણી

આ સમય સારિણી અભ્યાસની નિરંતરતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી બનાવી છે.
પ્રાત:કાલ          
૪.00 વાગે      જાગવાનો સમય
૪.૩૦ થી ૬.૩૦   સાધના–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
૬.૩૦ થી ૮.00   નાસ્તો અને વિશ્રામ
૮.૦૦ થી ૯.૦૦   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૯.૦૦ થી ૧૧.00   સાધના–આચાર્યના નિર્દેશાનુસાર–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
બપોર          
૧૧.૦૦ થી ૧૨.00   ભોજન
૧૨.૦૦ થી ૧.૦૦   વિશ્રામ
અપરાહ્ણ          
૧.૦૦ થી ૨.30   સાધના–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
૨.૩૦ થી ૩.30   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૩.૩૦ થી ૫.૦૦   સાધના–આચાર્યના નિર્દેશાનુસાર–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
૫.૦૦ થી ૬.૦૦   દૂધ-ચાય, ફળ કે લીંબૂ-પાણી
સાંજ          
૬.૦૦ થી ૭.00   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૭.૦૦ થી ૮.૧૫   પ્રવચન
રાત્રી          
૮.૧૫ થી ૯.૦૦   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૯.૦૦ થી ૯.૩૦   પ્રશ્નોત્તર–ધ્યાનકક્ષમાં
૯.૩૦ વાગે   પોતપોતાના શયનકક્ષમાં આવી જવું, રોશની બંધ અને શયનનો સમય
આપ ઉપરોક્ત અનુશાસન સંહિતાની કોપી ધ્યાનથી વાંચવા માટે એડોબી એક્રોબેટમાં અહીંયા ડાઉનલોડ કરી શકશો. આપ પ્રસ્તાવિત વિપશ્યના શિબિરના પ્રવેશ માટે આવેદન કરી શકો છો.

વિપશ્યના સાધના

સેમસંગનો ગેલેક્સી નોટ એજ ફોલ્ડેડ સ્ક્રીન સાથે


સેમસંગનો ગેલેક્સી નોટ એજ ફોલ્ડેડ સ્ક્રીન સાથે
 
કોરિયન કંપની સેમસંગને બહુપ્રતિક્ષિત સ્માર્ટફોન ગેલેક્સી નોટ એજ રજૂ કર્યો જે કિનારીએથી વળેલો છે અને વળેલા ભાગમાં નોટિફિકેશન સ્ક્રીનમાં એપ, એલર્ટ્સ અને બીજા આઇકોન છે.
 
કારણ કે, અનોખા લુકવાળા આ ફોનનો ઉપયોગ કરવો ઘણો જ સહેલો છે. ફાયદો એ છેકે કવર લગાવેલું હોવા છતાં પણ તેમાં વારંવાર ઉપયોગ થનારા આઇકોન્સ દેખાતા રહેશે.
 
ફેક્ટ ફાઇલ:
 સેમસંગે બર્લિનના પ્રતિષ્ઠિત ટેક શો 2014માં આ ફોનને પ્રદર્શિત કર્યો હતો.
  • આ એક લિમિટેડ એડિશન ફોન છે અને વિશ્વના વિકસિત દેશોમાં તેને લોન્ચ કરવામાં આવ્યો છે.
  • સેમસંગની વિશ લિસ્ટમાં ભારત પણ છે અને નવા વર્ષે સંભવતઃ ભારતીય યુઝર્સને આ મળી શકશે.
  • આ ફોનની સ્ક્રીન 5.6 ઇંચની છે અને રિઝોલ્યુશન 1440 x 2560 પિક્સલ છે.
  • તેમાં હાઇ ડેફિનેશન રિઝોલ્યુશન છે અને એમોલેડ ડિસપ્લે છે. તે જમણી બાજુ 160 ડિગ્રી વળેલો છે.
  • પ્રોસેસરઃ ઓક્ટા કોર એગ્જિનોસ પ્રોસેસર
  • ઓએસઃ એન્ડ્રોઇડ 4.4 કિટકેટ પર આધારિત છે.
  • આકારઃ 8.3 મિમી, 174 ગ્રામ વજન
  • બેટરીઃ 3000 એમએએચ
  • કિંમતઃ અંદાજે 62,300 રૂપિયા
  • રહેમઃ 3 જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 64 જીબી માઇક્રોસ્લોટ
  • કેમેરાઃ 16 એમપી રિયર, એલઇડી ફ્લેશ, ઓઆઇએસ અને અલ્ટ્રા એચડી વીડિયો રેકોર્ડિંગ
  • ફ્રન્ટ કેમેરાઃ 3.7 એમપી, એફ 1.9 અપર્ચર, 120 ડિગ્રી વાઇડ એંગલ લેંસ
  • અન્ય ફીચરઃ એસ હેલ્થ 3.5, ફિંગર સ્કેનર, યુવી, હાર્ટ મોનિટરિંગ, 4જી એલટીઇ, વાઇફાઇ, બ્લૂટૂથ વી 4.1, જીપીએસ

અંગ્રેજીમાં એક્કો ને ગણિતમાં ઝીરો’ આવી હતી અબજોમાં રમનારા ધીરૂભાઇની કહાણી


(ધીરુભાઈ અંબાણીના ઘરની બહારની તેમના નામની તકતી લગાવવામાં આવી છે તે તસવીર)

‘એ તો યારોનો યાર હતો. આમ કહીએ તો ચાલે કે એ મારો કાનુડો અને હું સુદામા. હું ત્યાંનો ત્યાં જ હતો અને એ તો ઉંચી છલાંગો મારતો હતો. દુનિયાને આંબતો હતો. પણ મારો ભેરૂ મને ક્યારેય ભુલ્યો નહીં. જ્યારે પણ હું મળતો ત્યારે એ રીતે મને ભેટી પડતો કે જોનારા જોતા રહી જતા અને આપણો વટ પડી જતો.’ આટલું બોલતાં તો તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા. આંખોમાંથી વહેતા આંસુઓમાં પણ જાણે મિત્રની તસવીર દેખાતી હતી. ધીરૂભાઇ અંબાણીનો 28મીએ જન્મ દિવસ. આજે ધીરૂભાઇ નથી અને તેમની યાદોને સંકોરીના રાખનારા એ મિત્ર વાઘજીભાઇ પણ હયાત નથી. તેમનું ચોરવાડમાં જ ૮૩ વર્ષની જૈફ વયે નિધન થયું હતું, પરંતુ આ બન્ને મિત્રોની યાદો આજે પણ જીવંત છે.
 
આજે એટલે કે ૨૮ ડિસેમ્બરે ધીરુભાઇ અંબાણીનો જન્મ દિવસ છે, ગુજરાતનું ગૌરવ સમા ધીરુભાઇની મિત્રતાના સંસ્મરણો અમે અહીં રજૂ કરી રહ્યાં છીએ,જે એકાદ વર્ષ પહેલા વાઘજીભાઇએ જણાવ્યા હતા. ધીરૂભાઇ માત્ર વેપારી નહોતા પણ ખરા ભાઇબંધ પણ હતા. સંબંધોને સાચવવા તેઓ ક્યારેય પાછી પાની કરતા નહીં. વાઘજીભાઇ જીવાભાઈ રાઠોડ ધીરૂભાઇના એ સ્વભાવનું જાણે કે જીવતુંજાગતું ઉદાહરણ હતા.
 
વાઘજીભાઈએ જણાવ્યું હતું કે મિડલ શાળામાં અમે સાથે ભણતા. અમારે શરૂઆતથી જ જાણે એકબીજા સાથે લેણું હતું. બહુ જલ્દીથી મિત્રો બની ગયા હતા. અમે ક્રિકેટ સાથે રમતા. હું અને ધીરૂ ત્રીજા ધોરણથી પાંચમા ધોરણ સુધી સાથે ભણ્યા હતા. છઠ્ઠાથી એ મેટ્રિક કરવા માટે જુનાગઢ ગયા હતા. આજે જેને વિવેકાનંદ સ્કૂલ કહે છે, તે એ સમયે બહાઉદ્દીનશાળા કહેવાતી, ધીરૂભાઈ ત્યાં ભણવા માટે ગયા હતા. ધીરુભાઈ જુનાગઢની મોઢવણિક બોર્ડિંગમાં રહીને મેટ્રિક પાસ થયા હતા. ચોરવાડમાં તે સુરુબાપાના ડેલામાં રહેતા હતા. ધીરુભાઈના મિત્ર સ્વ. વાઘજીબાપાએ ધીરુભાઈ સાથેની મિત્રતાના સંસ્મરણો વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, ધીરુભાઈનું અંગ્રેજી સારું પણ ગણિત નબળું હતું.  વિધીની કેવી વિચિત્રતા કહેવાય કે કરોડો-અબજોના આંકડા આમ ગણી નાખનારો વ્યક્તિ ત્યારે ગણિતમાં માર ખાતો હતો.
ધીરુભાઈ રૂપિયાના પાઉંડ, સિલિંગ...કે ડોલર બનાવશે

ચશ્માના કાચ સાફ કરતાં કરતાં વાઘજીબાપાએ જાણે પોતાની અંતરદ્રષ્ટિ છેક એ સમયમાં પહોંચાડી મલકતા હોઠે સ્મરણો લાવતા જણાવ્યું હતું કે, તે સમયે ધીરુભાઈ ગણિત લઈને આવતા અને મને કહેતા કે આ સાલ્લું ગણિત માથું ચડાવે છે. ગોખલેનું ગણિત ત્યારે આવતું. ધીરુભાઈ કહેતા કે તને ફાવે તો મને કહે...પછી તે મારે ત્યાં ગણિત લઈને આવતા અને અમારા ફળિયામાં અમે એક ખાટલા પર બેસીને ગણિત ભણતા. આવી રીતે હું તેને અપૂર્ણાંક, ક્ષેત્રફળ, નફાખોટના દાખલાઓ ગણાવતો. ચોથી ગુજરાતીનું ગણિત હું શીખવતો ત્યારે તે કંટાળે છતાં કંઈ નવું શીખવાના આશયથી તત્પર રહેતા. જવાબ રૂપિયામાં આવે તેને પાઉંડ અને સિલિંગમાં બદલવાનો હોય આ વાતમાં તેને વધારે મજા પડતી. વાઘજીબાપાની આ વાત એ સમયની સૂચક હતી કે આગળ જતાં પણ ધીરુભાઈ રૂપિયાના પાઉંડ, સિલિંગ...કે ડોલર બનાવશે...સમય સૌને એક તક આપે છે.વાઘજીભાઈ ઘરની પરિસ્થિતિને વશ થઈ 1948 પછી તરત શિક્ષક તરીકે જોડાયા અને મોડે મોડે 1960માં મેટ્રિક પાસ કર્યું. ધીરુભાઈના નાના ભાઈ નટવરભાઈ આ સમયગાળા દરમિયાન વાઘજીભાઈ પાસે ભણેલા.
‘મારો ગુરુ આવ્યો..’ કહીને ધીરૂભાઈ મને ભેટી પડ્યા હતા

પોતાની વાત આગળ વધારતા વાઘજીબાપાએ જણાવ્યું હતું કે ધીરુભાઈ – કોકિલાબહેન અને તેના સંતાનો ઈ.સ. 1996માં ચોરવાડ આવેલા ત્યારે તેમને હું તેમને મળવા ગયો હતો. આ સમયે ઉમળકા ભેર... ‘મારો ગુરુ આવ્યો..’ કહીને ધીરૂભાઈ મને ભેટી પડ્યા હતા. વાઘજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે મુંબઈ તેના ઘરે ગયો ત્યારે મને સ્ટેશને લેવા માટે એક માણસ મોકલેલો. મને ખૂબ પ્રેમથી રાખ્યો હતો. ધીરુભાઈને જ્યારે પેરેલિસિસનો એટેક આવ્યો ત્યારે વાઘજીભાઈએ સોમનાથ ચાલીને જવાની માનતા કરેલી. ધીરુભાઈને સારું થઈ ગયા પછી વાઘજીભાઈએ એ માનતા પૂર્ણ કરી ધીરુભાઈને પત્ર લખેલો અને તે પત્રનો મુકેશ અંબાણી દ્વારા પ્રત્યુત્તર પણ સાંપડ્યો હતો. આ કાગળો પણ વાઘજીભાઈ પાસે સાચવી રાખ્યા હતા. ધીરુભાઈ પેરેલિસિસમાંથી ઉગરી ગયા પછી જ્યારે ચોરવાડ આવ્યા હતા તેની યાદ વાગોળતા વાઘજીભાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેને સારું થયું એટલે તેઓ ચોરવાડ આવેલા. એ સમયે હું તેમને મળવા ગયો ત્યારે તબિયતના કારણે પહેલા તો તે મને ઓળખી શક્યા ન હતાં...કારમાં બેઠેલા હતા...પછી મેં ઓળખાણ આપી તો સાજા હાથે મને બથમાં લઈ લીધો.
કોકિલાબેન મળ્યા ત્યારે ધીરૂભાઇ સાથેની સ્મૃતિઓ તાજી થઇ હતી

થોડા સમય પહેલાં જ્યારે કોકિલાબેન અને પરિવાર જ્યારે ચોરવાડ ધીરુભાઈની સ્મૃતિમાં બાગનું ઉદ્દઘાટન માટે આવ્યા હતા ત્યારે પણ વાઘજીભાઈ તેઓને મળેલા અને ધીરુભાઈ સાથે પોતાની સ્મૃતિઓ તાજી કરી હતી. આ ઉપરાંત મુકેશ અંબાણીએ તેઓના ખબર અંતર પૂછ્યા અને અનિલ અંબાણીએ માન સહિત નમસ્કાર કર્યા હતા. ધીરુભાઈએ વાઘજીભાઈને એક ટી.વી. ભેટ કરેલું તે સમયની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજીવ ગાંધીએ જ્યારે ટી.વી.નું લાયસન્સ રદ કર્યું ત્યારે તેમણે ધીરુભાઈને પત્ર લખેલો કે – છોકરાઓ એમ કહે છે કે તમારા મિત્ર ધીરુભાઈ જો લઈ દે તો અમારે સાંભળવું છે. આ પત્ર પછી તેમણે પાંચ હજારનો ડ્રાફ્ટ મોકલેલો, તેમાંથી વાઘજીભાઈએ ટી.વી. લીધું. આ પછી વાઘજીભાઈએ ફરી પત્ર લખ્યો અને તેમને કહ્યું કે – છોકરાઓ છાપામાંથી તમારો ફોટો ટી.વી. પર લગાડે છે તો સારો એક તમારો ફોટો મોકલશો. તો સામે ધીરુભાઈએ પણ તરત એક દોસ્તયારીના સ્મરણો વાગોળતા પત્ર સાથે ફોટો મોકલાવેલો.
‘અંગ્રેજીમાં એક્કો ને ગણિતમાં ઝીરો’ આવી હતી અબજોમાં રમનારા ધીરૂભાઇની કહાણી
ધીરુભાઈ ચોરવાડમાંથી મસાલા વિદેશ મોકલતા હતા
વાઘજીભાઈએ જણાવ્યું હતું કે જ્યારે મારે દિકરાના લગ્ન કરવા હતા ત્યારે તેમની પાસે મેં મદદ માંગી હતી. એ સમયે તેમણે મને ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા. એટલું જ નહીં મારી પાસે જ્યારે ત્રણ હજાર રૂપિયા થયા ત્યારે મેં પાછા આપવા કહેલું, આ સમયે ધીરૂભાઈએ તે પાછા આપવાની મનાઈ કરતો પત્ર લખાવ્યો હતો.  ધીરુભાઈ નાના હતા ત્યારે અહીં કોઈ ધંધો કરતા હતા? તેના જવાબમાં વાઘજીભાઈએ જણાવ્યું હતું કે ધીરુભાઈ ચોરવાડમાંથી મસાલા વિદેશ મોકલતા હતા. ‘અંગ્રેજીમાં એક્કો ને ગણિતમાં ઝીરો’ આવી હતી અબજોમાં રમનારા ધીરૂભાઇની કહાણી

 

Tuesday, December 16, 2014

બજાર જંગી ઘટાડાની સાથે બંધ, સેન્સેક્સ 538 અંક તૂટ્યું

દિવસભર બજારમાં ઘટાડાની સાથે કારોબાર થયો અને કારોબારનો અંત પણ તેજ ઘટાડાની સાથે થયો. મિડકેપ શેર 3%ના ઘટાડાની સાથે બંધ થયુ અને સ્મોલકેપ શેરોમાં 3.43%ની કમજોરી પર બંધ મળ્યુ.

કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 538.12 અંક એટલેકે 1.97%ના ઘટાડાની સાથે 26781ના સ્તર પર બંધ થયું છે. જે એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 152 અંક એટલેક 1.85% લપસીને 8067ના સ્તર પર બંધ થયું.

બજારના સેક્ટર પર નજર કરીએ તો મેટલ શેર સૌથી વધારે 4.17%ના ઘટાડાની સાથે બંધ થયા. જે રિયલ્ટી શેર 3.80% તૂટીને બંધ થયા. એફએમસીજીમાં 3.08%ની કમજોરી દર્જ કરવામાં આવી અને બેંક શેર લગભગ 23% નીચે બંધ થયા છે. પાવર અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોમાં 2.42%ના ઘટાડા પર બંધ દેખાયું. જોકે આઈટી શેર 1.66% અને ટેક્નોલોજી શેર 1.12%ની તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યા.

બજારના દિગ્ગજમાં એચસીએલ ટેક 5.03%ની તેજીની સાથે બંધ થયા અને ટીસીએસ 3.83% ચઢીને બંધ થયા. બીપીસીએલમાં 1.75% અને ટેક મહિન્દ્રામાં 1.60%ની તેજીની સાથે બંધ જોયું. ઈન્ફોસિસમાં 0.62%ના વધારાની સાથે બંધ મળ્યુ.

બજારના દિગ્ગજ ઘટનારા શેરોમાં સેસા સ્ટરલાઈટ 7.35% તૂટીને બંધ થયા અને ડૉ રેડ્ડીઝ 6.13% લપસીને બંધ થયા. હિન્ડાલ્કોમાં 5.19%નો ઘટાડો રહ્યો. બેંક ઑફ બરોડા, એસબીઆઈ 5%થી વધારે તૂટીને બંધ થયા. ટાટા પાવર 4.47% અને જિંદાલ સ્ટીલ 4.17%ના કમજોરીની સાથે બંધ થયું.

એક હજાર કરોડનું ગામ: માત્ર 11,332ની વસતિ ધરાવતાં ગુજરાતના ગામમાં 13 બેંક

(ધર્મજ ગામમાં જે બેંક આવેલી છે તેમાંની બે બેંકના બોર્ડ લગાવેલા છે તેની તસવીર)

- એક હજાર કરોડનું ગામ એટલે ધર્મજ!
- માત્ર 11,332ની વસતિ ધરાવતાં ગામમાં ધમધમતી 13 બેંક
- વર્ષ 1959માં સૌપ્રથમ દેના બેંકની શાખા શરૂ થઈ હતી  
- આટલાં નાના ગામમાં એનઆરઆઇ ડિપોઝીટ એક પછી એક બેંકની શાખાઓ શરૂ થવા માટેનું સૌથી મોટું પરિબળ
- રાષ્ટ્રીયકૃત બેંકથી લઈને ખાનગી ક્ષેત્રની મોટી બેંકની પણ ગામમાં હાજરી

આણંદ: માત્ર 17 હેકટરના ક્ષેત્રફળમાં વસેલાં અને 11,333ની વસતિ ધરાવતાં ગામમાં નેશનલાઇઝ, પ્રાઇવેટ અને કો.ઓપરેટિવ સહિતની 13 બેંકની શાખાઓ ધમધમી રહી છે. આ ગામમાં લોન લેનારાંઓ કરતાં ડિપોઝીટ મૂકનારાંઓની સંખ્યા વધુ છે. અલબત્ત, ઇન્વેસ્ટર્સનું ગામ એટલે પેરિસ તરીકે ઓળખાતું આણંદનું ધર્મજ. દુનિયાનો કોઇ દેશ એવો નહીં હોય જ્યાં ધર્મજનો વતની ન વસતો હોય. વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારો દ્વારા બેંકમાં મુકવામાં આવતી ડિપોઝીટના કારણે બેંકિગ ક્ષેત્રમાં ધર્મજ બિઝનેસ સેન્ટર બની રહ્યું છે.

ધર્મજમાં બેંકિગ ક્ષેત્રનો વિકાસ પણ ઘણો જૂનો છે. વર્ષ 1959માં 18મી ડિસેમ્બરે દેના બેંકની ગામમાં સૌપ્રથમ શાખા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1969માં સહકારી બેંક શરૂ કરવામાં આવી હતી. તેની સાથે બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ શરૂ કરવામાં આવી હતી. હાલમાં ગામમાં 13 બેંકની શાખા ધમધમે છે. જેની પાછળનું મુખ્ય કારણ બેંક ડિપોઝીટને માનવામાં આવે છે. ધર્મજમાંથી વર્ષ 1895થી 1916ના ગાળામાં વિદેશ ગમનની શરૂઆત થઇ હતી. મોટાભાગના લોકો આફ્રિકામાં સ્થાયી થયા હતા. જેઓને વર્ષ 1968માં આફ્રિકાની સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ઘર-મિલકત તમામ વસ્તુઓ છોડીને પહેરેલાં વસ્ત્રોમાં ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવું પડ્યું હતું. આફ્રિકામાં જહોજલાલીમાં રહેલાં લોકોને ઇંગ્લેન્ડના કેમ્પમાં રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારોએ વતનમાં થોડીઘણી બચત કરવા પ્રેરાયાં હતાં.

ધર્મજ આવે એટલે સ્થાનિક બેંકમાં અમુક રકમની ડિપોઝીટ કરીને જવાનો એક ટ્રેન્ડ શરૂ થયો. વિદેશના જુદાં જુદાં દેશોમાં ધર્મજના 3100 ઉપરાંત પરિવારો સ્થાયી થયેલાં છે. જેમાંથી 1500થી 2000 ધર્મજિયન્સ દર વર્ષે વતન આવે છે. એનઆરઆઇ અને સ્થાનિક સુખી, સમૃદ્ધ પરિવારો દ્વારા બચતનું બેંકમાં થતું મોટાપાયે રોકાણના કારણે ઇન્વેસ્ટર્સનું ગામ બની રહ્યું છે. ધર્મજ ગામમાં સૌપ્રથમ શરૂ થયેલી દેના બેંકની શાખામાં રૂ.100 કરોડ ઉપરાંત અને બેંક ઓફ બરોડામાં રૂ.125 કરોડની ડિપોઝીટ તેમજ ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંકમાં રૂ.3397 લાખની ડિપોઝીટ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બેંકની ડિપોઝીટ મળીને કુલ 1300થી 1400 કરોડની આસપાસની ડિપોઝીટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેંકમાં અેનપીએ 0 ટકા છે. બેંકમાં લોન મેળવનારની સંખ્યા ઘણી જ ઓછી છે.

વસતિ 11 હજાર, બેંકની શાખા 13, ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ, ગામની વસતિ કરતાં એનઆરઆઇ વધુ, વતનમાં પણ થોડું રોકાણ જરૂરી, બિઝનેસ સેન્ટર બન્યું, એનઆરઆઇ ડિપોઝીટ મુખ્ય પરિબળ, ધર્મજમાં એનપીએ 0 ટકા છે

(ધર્મજ ગામનું બોર્ડ લગાવેલું છે તે તસવીર)

વસતિ 11 હજાર, બેંકની શાખા 13

દેના બેંક
બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ બરોડા
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)
અલ્હાબાદ બેંક
કેનેરા બેંક
આઇસીઆઇસીઆઇ
ઇન્ડસઇન્ડ બેંક
એચડીએફસી બેંક
પંજાબ નેશનલ બેંક
કોર્પોરેશન બેંક
ધી ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંક લિ.

ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ

ધર્મજમાં આવેલી વિવિધ બેન્કની શાખામાં ગામમાં સૌપ્રથમ શરૂ થયેલી દેના બેંકની શાખામાં રૂ.100 કરોડ ઉપરાંત અને બેંક ઓફ બરોડામાં રૂ.125 કરોડની ડિપોઝીટ તેમજ ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંકમાં રૂ.3397 લાખની ડિપોઝીટ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એ મુજબ સરેરાશ દરેક બેંકમાં રૂ.125 કરોડની ડિપોઝીટ ગણવામાં આવે તો ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ થાય છે.
 ગામની વસતિ કરતાં એનઆરઆઇ વધુ

ધર્મજના અગ્રણી રાજેશ પટેલે જણાવ્યું હતું કે ‘ગામમાં વસતાં પરિવારોની સરખામણીમાં વિદેશમાં સ્થાયી થયેલાં ધર્મજના પરિવારોની સંખ્યા વધુ છે. ગામમાં 2770 પરિવારો વસે છે અને વસતિ 11,333 છે. જેની સરખામણીમાં યુ.કે.માં 1700, યુએસએમાં 700, ઓસ્ટ્રેલિયામાં 300, ન્યુઝીલેન્ડમાં 50, આફ્રિકામાં 150 અને કેનેડામાં 200 ઉપરાંત ધર્મજનાં પરિવારો સ્થાયી થયેલાં છે. વિદેશમાં સ્થાયી પરિવારોમાંથી દર વર્ષે 1500થી 2000 ધર્મજિયનો વતન આવે છે.’

વતનમાં પણ થોડું રોકાણ જરૂરી

‘વિદેશમાં સ્થાયી થયાં છતાં વતનમાં પણ થોડીઘણી મૂડી અને રોકાણ કરવું જરૂરી હોય છે. આ ઉપરાંત વિદેશ કરતાં ભારતની બેંકના વ્યાજ દર થોડાં ઊંચા હોય છે. જેથી ધર્મજ આવીએ ત્યારે સ્થાનિક બેંકમાં થોડીઘણી બચતનું રોકાણ કરીને જઇએ છીએ.’ - સંધ્યાબહેન પટેલ, ધમર્જિયન, હાલ કેનેડા.
બિઝનેસ સેન્ટર બન્યું

‘એનઆરઆઇ ગામ છે, જેથી બેંકિગ ક્ષેત્રે બિઝનેસ સેન્ટર બન્યું છે. બેંકની શાખાઓ શરૂ થવા પાછળનું મુખ્ય કારણ ડિપોઝીટ અને કેપિટલ છે. આરબીઆઇના નિયમોનુસાર બેંકમાં એનઆરઆઇ વિદેશી ચલણમાં પણ ફંડનું રોકાણ કરી શકે છે.’ - અરવિંદભાઇ વાઘેલા, સિનિયર બ્રાન્ચ મેનેજર, દેના બેંક.

એનઆરઆઇ ડિપોઝીટ મુખ્ય પરિબળ

‘ધર્મજ ગામના મોટા ભાગના પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે. ગામમાં બેંકોની શાખાઓ શરૂ થવાનું મુખ્ય કારણ એનઆરઆઇ ડિપોઝીટ છે. ડિપોઝીટ કલેક્શનમાં ધર્મજની બેંકો અગ્રેસર રહી છે.’ - અધિકારી, ધી ધર્મજ કો.ઓપરેટિવ બેંક.

ધર્મજમાં એનપીએ 0 ટકા

‘બેંક ઓફ બરોડાની ધર્મજ શાખામાં 8100 ખાતેદારો છે, જે પૈકી 65 એનઆરઆઇ ખાતેદારો છે. અહીં ડિપોઝીટના પ્રમાણમાં લોનનું પ્રમાણ નહિંવત છે. તેમજ એનપીએ(નોન પરફોર્મિગ અસેટ) 0 ટકા છે. મોટાભાગના લોકો એગ્રિકલ્ચર લોન માટે જ આવે છે.’ - કુમાર ચંચલ, બ્રાન્ચ મેનેજર, બેંક ઓફ બરોડા
 

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports