Market Ticker

Translate

Friday, June 5, 2015

US: જાણો, જૂન-2015માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસ

(તમામ તસવીરો પ્રતીકાત્મક)
 
વોશિંગ્ટનઃ અમેરિકામાં જૂન માસનું વિઝા બુલેટિન જાહેર થયું છે. વિઝા બુલેટિન અનુસાર વિવિધ કેટેગરીના વિઝાનું કરંટ સ્ટેટસ આ પ્રમાણે છેઃ
 
ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં પહેલી કેટેગરી બે સપ્તાહ આગળ વધી છે, જ્યારે F2A કેટેગરી એક મહિનો આગળ વધી છે. તે સિવાય F2B, F3 અને F4 ત્રણેય કેટેગરી યથાવત્ છે.
 
US: જાણો, જૂન-2015માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસએમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારાની E-2 કેટેગરી અંદાજે સાડા છ મહિના જેટલી આગળ વધતાં યુવાનોમાં ઉત્સાહ છે. જ્યારે E-3 કેટેગરી એક સપ્તાહ આગળ વધી છે. તે સિવાય અન્ય કેટેગરીઓ મે-2015 માસ પ્રમાણે યથાવત્ છે.






જૂન-2015 ની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરી સંપૂર્ણ વિઝા ઇન્ફર્મેશન
 
F1- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યક્તિના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F2A- કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની તથા અપરણીત બાળકો 
F2B- કાયમી વસવાટ કરનારાઓના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F3- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યતકિતના પરિણીત પુત્રો અને પુત્રીઓ
F4- યુએસ સિટીઝનના એડલ્ટ બ્રધર અને સિસ્ટર
 
જૂન-2015 માસની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વિગતો
 
કેટેગરીકટ-ઓફ ડેટ
F101 સપ્ટેમ્બર 07  
F2A01 ઓક્ટોબર 13
F2B15 સપ્ટેમ્બર 08
F322 ફેબ્રુઆરી 04
F408 સપ્ટેમ્બર 02
 એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સિસના વિઝાની વિગતો
 
E1 -  પ્રાયોરિટી વર્કર્સ (ચઢિયાતા કામદારો) 
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
 
જૂન-2015 માસની એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની ઇન્ફર્મેશન
 
કેટેગરી        કટ-ઓફ ડેટ
E1કરંટ ડેટ
E201 ઓક્ટોબર 08  
E322 જાન્યુઆરી 04
E4કરંટ ડેટ
E5કરંટ ડેટ

Thursday, June 4, 2015

જીવના જોખમે થતું GOLD SMUGGLING

અમદાવાદના એરપોર્ટ પર ફરી એક વખત ગેરકાયદે રીતે લવાતું સોનું પકડાયા હોવાના સમાચાર છે. કડક સુરક્ષા વચ્ચે જો કે આ સોનું તેના ગંતવ્ય સુધી પહોંચ્યુ નહીં પણ ગુનેગારો તેને લઇ જવા માટે એક પછી એક નવા નુસખા અપનાવી રહ્યા છે. આ સોનું જે પકડાયુ તેને હાઇ પ્રેશર કાર વોશરમાં છૂપાવવામાં આવ્યુ હતુ. આ પહેલા પણ ઘણા બનાવો બન્યા છે, જેમાં અલગ અલગ પ્રકારના જુગાડ કરીને સોનું પહોંચાડવાના કારસો રચવામાં આવ્યો છે. પરંતુ ચાંપતી સુરક્ષાના લીધે આ પ્રકારના કિસ્સાઓમાં ગુનેગારો પકડાઇ ગયા છે.


કોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLING
 કોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLING

ધો-10નું 54.42 ટકા પરિણામ: ગત વર્ષ કરતાં 10 ટકા ઓછું, 303 શાળાનું 100 ટકા પરિણામ

ગુજરાતરાજ્ય માધ્યમિક ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 54.42 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષના 63.85 કરતા 10 ટકા ઓછું છે. 
 અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલા સફળ વિદ્યાર્થીઓ
પરિણામના મુખ્ય મુદ્દા
 
-સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રાસ(આણંદ) 97.83 ટકા
-સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ગોઢીંબ (મહિસાગર) 5.68 ટકા
-સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ 74.61 ટકા
-સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર 20.16
-100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 303
- વિદ્યાર્થીઓનું પરિણામ 50.17 ટકા
-વિદ્યાર્થિનીઓનું પરિણામ 61.53 ટકા
-અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.11 ટકા
-ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33 ટકા
-હિન્દી માધ્યમનું પરિણામ 72.54 ટકા
-392 ગેરરીતિના કેસ + 1678 કેસ વીડિયો ફૂટેજના આધારે
 
કઈ રીતે જોઈ શકાશે પરિણામ ?
 
પરિણામની વિગતો www.gseb.org પરથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ ખાનગી મોબાઈલ કંપનીઓ પાસેથી રૂ. એેકના દરે પોતાનો સીટ નંબર લખીને 5207011 પર તેમજ પોતાનો સીટ નંબર લખીને 588881111 પર SMS કરીને પરિણામની વિગતો મેળવી શકશે. જ્યારે 18002335500 ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પરથી પરિણામની પૂછપરછ કરી શકાશે. 
 

Wednesday, June 3, 2015

ન્યૂજર્સીના પટેલને બે વર્ષની જેલઃ લોકોને ગેરકાયદે ઘૂસાડી કરોડો કમાયો

વોશિંગ્ટનઃ ન્યૂજર્સીની કોર્ટે આજે સંદીપકુમાર પટેલ નામના વ્યક્તિને ભારતમાંથી લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસડાવના આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે. તે સિવાય કોર્ટે સંદીપકુમાર પટેલને 50000 ડોલરનો (અંદાજે 32 લાખ રૂ.) દંડ અને ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસ (IRS)માં 423,452 ડોલર (અંદાજે 2.71 કરોડ રૂ.) જમા કરવાનો આદેશ આપ્યો છે.
 
એડિસનના રહેવાસી પટેલને ગત વર્ષે આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 
ન્યૂજર્સીના પટેલને બે વર્ષની જેલઃ લોકોને ગેરકાયદે ઘૂસાડી કરોડો કમાયો 
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર, વર્ષ 2001થી 2009 દરમિયાન આઠ વર્ષના ગાળામાં પટેલે ભારતીય નાગરિકોના ખોટી રીતે H1B વિઝા મેળવ્યા. તેણે વિઝા માટે ખોટો દાવો કર્યો હતો કે, તે ન્યૂજર્સીની વિવિધ કંપનીઓમાં ટેક્નિકલ ફિલ્ડ્સમાં લોકોને નોકરી આપશે. આવી રીતે સંદીપે લોકોને અમેરિકામાં ઘૂસાડ્યા.
 
ખોટી રીતે મેળવેલા વિઝા પર અમેરિકામાં ઘૂસવા બદલ લોકો જરૂરી સર્ટિફિકેટ મેળવવા પટેલને મોટી લાખો રૂપિયા ચૂકવતા હતા. પોતાની સ્કીમને છુપાવવા માટે પટેલે પેરોલ ચેક્સ અને પેરોલ ફોર્મ્સ પણ ઇશ્યૂ કર્યા હતા. 
 
અમેરિકામાં પટેલ થકી ઘૂસેલા લોકોએ તેની પાસેથી પેરોલ ચેક લઇને પાછા તેને જ આપી દેવાના. તે સિવાય કંપનીના નામે જે ટેક્સનો ખર્ચ થતો તે પણ સંદીપ પટેલ ઘૂસણખોરી કરનારા લોકો પાસેથી જ વસૂલ કરતો હતો. 
 
તે સિવાય લોકોના વિઝા એક્સ્ટેન્ડ કરવા માટે પણ સંદીપ કુમાર જે ખોટા ડોક્યુમેન્ટ્સ કોર્ટમાં રજૂ કરતો હતો તેનો તમામ ખર્ચ તે લોકો પાસેથી જ વસૂલતો હતો. 
 
પટેલે ઇન્કમ ટેક્સ રિટર્નમાં પોતાના પેરોલમાં ખર્ચ વધુ પડતો દર્શાવતા તે IRSની નજરે ચડ્યો હતો. તેણે ચાર વર્ષમાં પેરોલમાં 1.4 મિલિયન ડોલરનો (અંદાજે 8.96 કરોડ રૂ.) ખર્ચ દર્શાવ્યો હતો. આથી તે વર્ષોમાં પેરોલમાં ખોટો ખર્ચ દર્શાવવા બદલ તેને 400000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન

મુંબઈઃ ભારતના ટોપ ઉદ્યોગપતિઓમાં જેમની ગણના થાય છે તેવા અનિલ અંબાણી 4 જૂનના રોજ 56 વર્ષ પૂરા કરશે. આ પ્રસંગે ભાસ્કર તેમના વાચકોને અંબાણી પરિવાર સાથે જોડાયેલ રોચક વાતો જણાવવામાં શ્રેણી ચલાવી રહ્યું છે. જે અંતર્ગત અમે તમને મુકેશ અને અનિલ અંબાણીના બાળકો વિશે જણાવી રહ્યા છીએ. જણાવીએ કે જે રીતે ધીરૂભાઈ અંબાણીએ પોતાના બાળકો અનિલ અને મુકેશને બિઝનેસની ટ્રેનિંગ આપી હતી, તેવી જ રીતે હવે મુકેશ અને અનિલ અંબાણી પણ પોતાના બાળકોને તાલિમ આપી રહ્યા છે. 
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
આ છે અંબાણી પરિવારનું ભવિષ્ય
મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે. તેમા ટ્વિન્સ ઈશા અને આકાશ મોટા છે. બન્નેને પાછલા વર્ષે જ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા. જ્યારે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંદ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે, મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીને બે પુત્ર છે. અનિલ અંબાણીએ પણ પોતાના મોટા પુત્ર જય અનમોલ અંબાણીને પાછલા વર્ષે કંપનીની પોલિસી મેકર્સની યાદીમાં સામેલ કર્યા. નાનો પુત્ર અંશુલ હાલમાં  અભ્યાસ કરે છે. અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન

નવા આઈડિયાએ બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં બની 100 કરોડની કંપની = www.storeking.in

નવી દિલ્હીઃ વિચાર નવો હોય, તો કોઈપણ બિઝનેસ સફળ થઈ શકે છે. લગભગ આ જ વાત અપનાવીને બેંગાલુરુના શ્રીધર (Sridhar Gundaiah)એ વર્ષ 2012માં સ્ટોરકિંગના નામે ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કર્યું. શ્રીધરની ઈ-કોમર્સ કંપની અન્ય કંપનીઓ કરતાં થોડી અલગ છે. અન્ય ઈ-કોમર્સ કંપનીઓ પર તમે અંગ્રેજીના ઇન્ટરફેસનો ઉપયોગ કરીને સામાન ઓર્ડર કરો છો, જ્યારે સ્ટોરકિંગ પર તમને ભાષાની આઝાદી મળે છે. સ્ટોરકિંગ પર તમે સ્થાનિક ભાષામાં પણ સામાન ઓર્ડર કરી શકો છો. શ્રીધરનો આ નવો પ્રયોગ એટલો સફળ થયો કે કંપનીનો કારોબાર સતત વિસ્તરી રહ્યો છે. 3 વર્ષમાં આ કંપની 100 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગઈ છે. હાલમાં સ્ટોરકિંગ બેંગાલુરુમાં કામ કરે છે અને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સામાન ઓર્ડર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. ઝડપથી કંપની મધ્ય પ્રદેશમાં પણ સેવા આપશે. 
તસવીરઃ વર્ષ 2007માં યૂલોપ કંપનીના કર્મચારીઓ સાથે શ્રીધર (સૌથી આગળ)
www.storeking.in

આ પહેલા પણ શ્રીધરે ખોલી હતી કંપની
શ્રીધરનું આ પ્રથમ સ્ટાર્ટઅપ ન હતું. આ પહેલા તેમણે વર્ષ 2007માં યૂલોપ નામથી એક કંપની શરૂ કરી હતી. આ કંપની સમગ્ર ભારતમાં લોકેશન બેસ્ડ સેવા ઉપલબ્ધ કરાવતી હતી. શ્રીધરે યૂનિવર્સિટી ઓફ ગ્રીનવિચ, લંડનથી આઈટી એન્ડ ઈ-કોમર્સમાં માસ્ટર ડિગ્રી લીધી. ત્યાર બાદ વર્ષ 2009માં તેમણે સ્ટોરકિંગ ખોલવાનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે તેઓ એવા લોકોની સમસ્યાનું સમાધાન કરશે, જે લોકો પોતાની ભાષામાં જ વસ્તુઓ પસંદ કરવાની આઝાદી ઇચ્છે છે.

આ રીતે વિચાર આવ્યો
શ્રીધર ઘણા વર્ષો પહેલા ચીન ગયા હતા. ત્યાં મોટાભાગના લોકો સ્થાનિક ભાષામાં જ વાતચીત કરતા હતા. ત્યાંથી તેમને વિચાર આવ્યો, કે કોઈપણ બિઝનેસનો સ્થાનિક ભાષામાં વિસ્તાર કરવો જોઈએ. તેના કારણે જ તેમણે લોકોને કન્નડ ભાષાનું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો વિચાર આવ્યો. ત્યાર બાદ તેમણે સ્ટોરકિંગની શરૂઆત કરી. આ વિચાર લોકોને પણ પસંદ આવ્યો. સ્ટોરકિંગ દ્વારા લોકો પોતાની ભાષામાં સરળતાથી ઓર્ડર કરતાં હતા. 
તસવીરઃ સ્ટોરકિંગ ફેમિલી. આ તસવીર કંપનીએ પોતાની વેબસાઇટ પર શેર કરી છે.
કેવી રીતે કામ કરે છે સ્ટોરકિંગ
સ્ટોરકિંગ એક ઈ-કોમર્સ કંપની છે. આ કંપની લગભગ 50,500 ઉત્પાદન વેચે છે. હાલમાં તે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં ઉપલબ્ધ છે. સ્ટોરકિંગ પર સરળ રીતે ઓર્ડર કરવાની રીતથી ગામના લોકો પણ તેની સાથે જોડાયા છે. દક્ષિણ ભારતમાં સ્ટોરકિંગના 4500 કિઓસ્ક છે. કંપનીને દર મહિને લગભગ 75000 ઓર્ડર્સ મળે છે. 

91 ટકા ગ્રાહકો નથી જાણતા અંગ્રેજીમાં કેવી રીતે સામાન ઓર્ડર કરવો
હાલના એક અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, 91 ટકા લોકો અંગ્રેજી ઇન્ટરફેસમાં સામાન ઓર્ડર કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેઓ અંગ્રેજીના યોગ્ય કી-વર્ડ ટાઇપ નથી કરી શકતા. આ ભાષાના અવરોધને દૂર કર્યા બાદ શ્રીધરનું સ્ટાર્ટઅપ વધુ સફળ થયું, કારણ કે સ્ટોર કિંગ પર લોકો સરળતાથી સામાન ઓર્ડર કરી શકે છે. સ્ટોર કિંગના સીઈઓ અને ફાઉન્ડર શ્રીધર પણ બિઝનેસમાં સ્થાનિક ભાષાની જરૂરત પર સર્વે કરાવી ચૂક્યા છે. આ સર્વેમાં પણ એ વાત સામે આવી છે કે લોકો સ્થાનિક ભાષામાં જ કામકાજ અને વાતચીત કરવાનું પસંદ કરે છે. 
તસવીરઃ કંપની હાલમાં કેટલા ગ્રાહકો છે, તેનો આ ગ્રાફ પણ કંપનીએ પોતાની વેબસાઇટ સ્ટોરકિંગ પર શેર કર્યો છે. સાથે જ ભવિષ્યની પોતાની યોજનાઓ વિશે પણ જણાવ્યું છે.
તસવીરઃ કંપની હાલમાં કેટલા ગ્રાહકો છે, તેનો આ ગ્રાફ પણ કંપનીએ પોતાની વેબસાઇટ સ્ટોરકિંગ પર શેર કર્યો છે. સાથે જ ભવિષ્યની પોતાની યોજનાઓ વિશે પણ જણાવ્યું છે.
આ છે ભવિષ્યની યોજના
શ્રીધર આવતા થોડા મહિનામાં સ્ટોરકિંગનું વિસ્તરણ કરશે. સૌથીપહેલા તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સેવા ઉપલબ્ધ કરાવશે. ખાસ વાત એ છે કે કંપની જે જગ્યા પર સેવા આપશે, સમગ્ર કારોબાર ત્યાંની સ્થાનિક ભાષામાં હશે. 

વિદેશી કંપનીઓ કરી રહી છે રોકાણ
સ્ટોર કિંગમાં લક્ઝમબર્ગની વેંચર ફર્મ માંગરોવ કેપિટલ પાર્ટનર્સને પણ રોકાણ કર્યું છે. હાલમાં સ્ટોરકિંગનું કુલ ફન્ડિંગ 38 કરોડ રૂપિયા જેટલું થયું છે.

બર્થ-ડે: ...ને આ ગુજરાતી યુવતીને લોકો કહેવા લાગ્યા ‘ભારતીય શકીરા’ મૌલી દવે

મૌલી  દવે
2007માં યોજાયેલા સારેગામાપા ચેલેન્જમાં પોતાની ગાયકી પ્રતિભાથી એક ગુજરાતી યુવતીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યો અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોના દિલ જીતી લીધા હતા. તેની ગાવાની સ્ટાઇલ અને અવાજના કારણે તેને ભારતીય શકીરાનો ટેગ આપવામાં આવ્યો અને તે આ જ નામથી વધારે લોકપ્રિય બની. આ સિંગર અન્ય કોઇ નહીં પરંતુ જેટલો મધુર તેનો અવાજ છે એટલી જ સુંદર મૌલી દવે.
 
મૌલીનો જન્મ અમદાવાદમાં હેંમત અને દિપ્તી દવે પરિવારમાં 3 જૂનના રોજ થયો. તે માત્ર 10 મહિનાની હતી ત્યારથી જ તેણે ગાવાની શરૂઆત કરી દીધી હતી અને તેના સગાસંબધીઓ તેને પુમ-પુમ કહીને બોલાવતા હતા, માત્ર 10 મહિનાની હતી ત્યારે જ લોકો તેનું સાચું નામ ભૂલી ગયા હતા અને તેને આ હુલામણા નામથી બોલાવતા હતા. મૌલી જ્યારે બે વર્ષની હતી ત્યારે તેના માતા પિતા અમેરિકા સ્થાયી થવા જતા રહ્યાં હતા. યુએસના હોસ્ટન, ટેક્સાસમાં તેના માતા દિપ્તી દવેએ એ તમામ બાબતો મૌલીને શીખવી જેના કારણે મૌલીને જીવનમાં ક્યારેય બીજા પર નિર્ભર રહેવું ના પડે.
 
જેના કારણે મૌલી સ્પોર્ટ્સ, માર્શલ આર્ટ્સ, ક્લાસિકલ ડાન્સ, ક્લાસિકલ મ્યુઝીક, ઇન્સ્ટ્રુમેન્ટ, ફાઇન આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રનું જ્ઞાન મેળવી શકી. તેની માતાનું માનવું હતું કે મૌલી માટે એક નહીં અનેક ક્ષેત્રના દરવાજા ખુલ્લા હોવા જોઇએ અને તે વિવિધ તકોનો લાભ લઇ શકતી હોવી જોઇએ.
 
અમદાવાદમાં શીખ્યું ક્લાસિકલ મ્યુઝિક
 
બર્થ-ડે: ...ને આ ગુજરાતી યુવતીને લોકો કહેવા લાગ્યા ‘ભારતીય શકીરા’મૌલીના માતાએ તેને અને તેના ભાઇ ઓમકારને દાદીમા સાથે રહેવા માટે અમદાવાદ મોકલ્યા હતા, અમદાવાદમાં 1995થી 2000 સુધી મૌલી રહી હતી, જ્યાં તેણે દિવ્યાંગ ઠાકુર પાસે ભારતીય ક્લાસિકલ મ્યુઝીક શીખ્યું. તેમજ 12 વર્ષની ઉમરે તેણે કુચીપુડી નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી અને ડિપ્લોમા મેળવ્યું હતું. આ સાથે જ તેણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષા શીખવાની પણ શરૂઆત કરી હતી. 2000માં તે યુએસ પરત ફરી હતી, જ્યાં તેણે નાની ઇવેન્ટમાં 12 વર્ષની ઉમરે પ્રોફેશનલ સિંગિંગ પર્ફોર્મન્સ શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે ભરતનાટ્યમ, ઓડિસી અને હિપ હોપ ડાન્સ સ્ટાઇલ પણ શીખી છે.

2007માં યુએસમાં જીતી મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટ

મૌલી મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટમાં ભાગ લેવા નહોતી ઇચ્છતી પરંતુ તેના માતાએ તેને ઘણી સમજાવી હતી, જેના કારણે મૌલીએ 2007માં આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં પરંતુ તે આ ઇવેન્ટ પણ જીતી હતી.
 
2007માં સારેગામાપા ચેલેન્જમાં લીધો ભાગબર્થ-ડે: ...ને આ ગુજરાતી યુવતીને લોકો કહેવા લાગ્યા ‘ભારતીય શકીરા’

જે વર્ષે મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટમાં ભાગ લીધો હતો એ જ વર્ષે તેણે ભારતના સિંગિંગ કાર્યક્રમ સારેગામાપામાં ભાગ લીધો હતો, પ્રારંભથી જ તેણે જજો અને દર્શકોનું દીલ જીતી લીધું હતું, બધાને લાગતુ હતું યુએસથી આવેલી આ છોકરી લાંબુ ખેંચી નહીં શકે પરંતુ તેણે પોતાની ગાયકીથી બધાને ચોંકાવી દીધા હતા. આ સ્પર્ધામાં તે ફાઇન્લિસ્ટ સુધી પહોંચી હતી. આ શો દરમિયાન તેણે ગાયેલા ‘મૈયા મૈયા’ સોંગે ઘણી પ્રસિદ્ધિ અપાવી હતી અને તેને ભારતીય શકીરાના નામથી સંબોધવામાં આવી. આ ઉપરાંત તેણે અન્ય કેટલીક ટીવી શ્રેણી અને શોમાં પણ ભાગ લીધો છે, તેમજ ટીવીએસ સ્કૂટી જેવી વિવિધ જાહેરખબરોમાં પોતાનો અવાજ આપ્યો છે.
 
ગૌરવંતી ગુજરાત એવોર્ડ

મૌલીએ 2010માં યોજાયેલા ગૌરવંતી ગુજરાત એવોર્ડ દરમિયાન તેને અપકમિંગ સિંગરની ટ્રોફીથી નવાજવામાં આવી હતી અને બે વિવિધ એવોર્ડ માટે તેને નોમિનેટ પણ કરવામાં આવી હતી. 2010માં તેને જય વીરુ ફિલ્મ માટે ગાયેલા આગરે કા ઘાઘરા સોંગ માટે અપકમિંગ ડેબુડન્ટ સિંગરની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports