Translate

Tuesday, March 8, 2011

સોનાએ 21,000 અને ચાંદીએ 54,000ની સપાટી વટાવી

વિશ્વ સ્તરે સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સ્થાનિક બજારમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો દ્વારા ખરીદીના લીધે સોનાએ પ્રતિ દસ ગ્રામે

રૂ. 21,000 ની સપાટી વટાવી હતી.


સટ્ટાકીય માંગ અને મજબૂત ઔદ્યોગિક ટેકાના સથવારે ચાંદીએ પણ વધુ એક સીમાચિહ્ન સર કરતાં રૂ. 54,000 ની સપાટી વટાવી દીધી છે. સ્ટાન્ડર્ડ ગોલ્ડ ( 99.5 શુદ્ધતા)નો ભાવ પ્રતિ દસ ગ્રામે રૂ. 135 વધીને રૂ. 21,125 થયો છે , જે શનિવારે રૂ. 20,990 પર બંધ હતો.

શુદ્ધ સોનાનો ભાવ ( 99.9 શુદ્ધતા) પ્રતિ દસ ગ્રામે રૂ. 125 વધીને રૂ. 21,225 થયો હતો. હાજર ચાંદી (. 999 શુદ્ધતા)નો ભાવ પ્રતિ કિલોએ રૂ. 1,370 વધીને રૂ. 54,970 થયો હતો , જે ગયા સપ્તાહના અંતે રૂ. 53,600 હતો.

પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં પ્રવર્તતી અશાંતિના લીધે પ્રવર્તતી ચિંતાના લીધે કીમતી ધાતુઓના ભાવ વધ્યા હતા. સોનાએ ઐતિહાસિક સપાટી બનાવી છે , જ્યારે ચાંદીનો ભાવ ત્રણ દાયકાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.

લિબિયામાં ગૃહયુદ્ધ વધારે તીવ્ર બનતાં ઓઇલનો ભાવ વધીને 29 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને સોનું વિક્રમજનક સપાટીએ પહોંચી ગયું છે. જ્યારે 15 અબજ ડોલરના સંભવિત ટેકઓવરના લીધે યુરોપિયન શેરો અને યુએસ ઇન્ડેક્સ ફ્યુચર્સ વધ્યા હતા. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે તેના ક્રેડિટ રેટિંગમાં ત્રણ સ્ટેપ્સનો ઘટાડો કરતાં તેની નાદારીનું જોખમ વધ્યું છે.

ન્યૂ યોર્કમાં સવારે 9: 05 વાગ્યે ઓઇલનો ભાવ 1.5 ટકા વધીને પ્રતિ બેરલ 106 ડોલર થયો હતો. જ્યારે સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,444.95 ડોલરની સપાટીએ પહોંચી ગયો છે. યુરોપ 600 ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો છે અને એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ ફ્યુચર્સ 0.3 ટકા વધ્યો છે. એલવીએમએચ મોએટ હેનેસી લુઇસ વુઇટન એસએ દ્વારા ટેકઓવર બિડના પગલે બુલ્ગારી સ્પા 58 ટકા ઊછળ્યો હતો.

વિશ્વની ત્રીજા નંબરની ઝવેરાત કંપની એલવીએમએચે તેને 3.7 અબજ યુરો ( 5.2 અબજ ડોલર)માં ખરીદવા સંમત થતાં બુલ્ગારી સ્પાનો ભાવ ઊછળ્યો હતો. ગ્રીકની સરકારના વીમાનું ખર્ચ વધીને બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે દેશના દસ વર્ષના બોન્ડની ઊપજ સાત બેસિસ પોઇન્ટથી 12.32 ટકા વધી હતી. યુરો ડોલર સામે 0.2 ટકા મજબૂત બન્યો હતો.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ લિબિયાના બળવાખોરો અને મુઆમ્માર ગદ્દાફીના વફાદાર દળો વચ્ચે ચાલતી લડાઈના લીધે તેના ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં પ્રતિ દિન દસ લાખ બેરલનો ઘટાડો થયો છે.

1.5 બે કાર્યકર અને માનવ અધિકાર નિરીક્ષકના જણાવ્યા મુજબ વેબસાઇટોએ આક્રોશનો દિવસ કહ્યા પછી સાઉદી અરેબિયાએ શિયા વિદ્વાનને છોડ્યા છે. કોમર્ઝપબેન્કે સોમવારે જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ ઓઇલ પ્રતિ બેરલ 107 ડોલર થઈ જશે. લંડનના આઇસીઇ ફ્યુચર્સ યુરોપ એક્સ્ચેન્જમાં બ્રેન્ટ ક્રૂડ ટકા વધીને 107 ડોલર થયું છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports