Translate

Monday, March 14, 2011

વિતરકોને કમિશન ચૂકવવામાં MFsને વધુ સ્વતંત્રતા

સેબીના વડા તરીકે યુ કે સિંહાએ પદભાર સંભાળ્યો તેના એક જ મહિનામાં સેબીએ એવું પગલું લીધું છે જેણે ફંડ ગૃહોમાં આશા જગાવી છે.

માર્કેટ નિયમનકારે બુધવારે એક પરિપત્રમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા એક્ઝિટ લોડને પુનઃવ્યાખ્યાયિત કર્યું છે. હવેથી વિતરકોને વળતર ચૂકવવાની બાબતમાં મ્યુચ્યુઅલ ફંડ્સને વધુ છૂટછાટ મળશે.

બ્રોકર્સના કમિશન પર ચુસ્ત નિયંત્રણ મુકાવાના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સના ગ્રાહકો ઘટી જતાં ઉદ્યોગને અસર થઈ છે. સી બી ભાવેના કાર્યકાળ વખતે નિયમનકારે એન્ટ્રી લોડ (મ્યુ. ફંડ્સ દ્વારા વિતરકોને ચૂકવવા માટે રોકાણકારો પાસેથી ઉઘરાવાતી ફી) પર પ્રતિબંધ મૂક્યો હતો અને એક્ઝિટ લોડના ઉપયોગ પર નિયંત્રણ મૂક્યાં હતાં.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ અને વિતરકોના આકરા વિરોધ વચ્ચે આ નિયમો 1 ઓગસ્ટ 2009 થી અમલમાં મુકાયા હતા.

નવા પરિપત્રના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સને લોડ બેલેન્સ તરીકે ઓળખાતા એકત્ર થયેલ એક્ઝિટ લોડના ભંડોળનો ઉપયોગ કરવામાં સરળતા મળશે. સામાન્ય રીતે રોકાણકારો એક વર્ષની અંદર તેમના યુનિટ્સ વટાવી નાખે ત્યારે એક્ઝિટ લોડ લાગુ થતો હોય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ પર તેનાથી કોઈ નાટ્યાત્મક અસર નહીં થાય પરંતુ ફંડ અધિકારીઓને આશા છે કે વધુ ઉદાર કમિશન વ્યવસ્થાની શરૂઆત થઈ શકે છે.

જોકે તેમને લાગે છે કે એન્ટ્રી લોડ સિસ્ટમ તાત્કાલિક લાગુ થવાની શક્યતા નથી. એન્ટ્રી લોડની ઉદાર કમિશન વ્યવસ્થાના કારણે મ્યુચ્યુઅલ ફંડ્સને નાણાં એકત્ર કરવામાં મદદ મળી હતી. સેબીએ તેના તાજેતરના સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડે લોડ બેલેન્સને બે એકાઉન્ટમાં વિભાજિત કરવું જોઈએ જેમાંથી એકમાં 31 જુલાઈ 2009 ના સુધીનું અને બીજામાં 1 ઓગસ્ટ 2009 સુધીનું બેલેન્સ રજૂ થવું જોઈએ.

તેમાં જણાવાયું હતું કે મ્યુચ્યુઅલ ફંડ્સ 31 જુલાઈ પછી એકત્ર થયેલા એક્ઝિટ લોડનો ઉપયોગ કરીને વિતરકોને ફી ચૂકવી શકે છે. નિયમનકારે જુલાઈ 2009 ના એક આદેશમાં એક્ઝિટ લોડની રકમના ઉપયોગ પર મર્યાદા મૂકી હતી.

એક મ્યુચ્યુઅલ ફંડના ચીફ એક્ઝિક્યુટિવે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે , અમને માર્કેટિંગ ખર્ચ પછી જ લોડની રકમનો ઉપયોગ કરવાની છૂટ મળી હતી. પરંતુ હવે સેબીએ એજન્ટોને કમિશન ચૂકવવા માટે ફંડ હાઉસિસને છૂટછાટ આપી છે.

સેબીએ 31 જુલાઈ 2009 સુધીના લોડ બેલેન્સના એક હિસ્સાનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપી છે . નિયમનકારે જણાવ્યું હતું કે , મ્યુચ્યુઅલ ફંડ્સ વિતરકોને 31 જુલાઈ 2009 સુધીના લોડ બેલેન્સનો એક તૃતીયાંશ હિસ્સો ચૂકવી શકે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports