Market Ticker

Translate

Monday, July 8, 2013

વાર્ષિક બજેટની સરળ સમજ


સરકારનું વાર્ષિક અંદાજપત્ર ( બજેટ ) ઘરેલુ બજેટથી

બહુ
અલગ નથી , ફક્ત તેમાં ચોક્કસ શબ્દપ્રયોગો પુષ્કળ જોવા મળે છે . પાંચ ભાગની શ્રેણીમાં ઇકોનોમિક ટાઇમ્સ વાચકોને મહેસૂલી ખાતાથી લઈને જેની ખૂબ ચર્ચા થાય છે તે રાજકોષીય ખાધ સુધીના મહત્ત્વના શબ્દો કે શબ્દસમૂહો અંગે સરળ સમજ ઉપલબ્ધ કરવામાં મદદ કરશે . અહીં પ્રથમ ભાગમાં બજેટના પાયાના માળખાને સમજાવ્યું છે .

એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ

વાર્ષિક બજેટ માટે નાણાપ્રધાનના બજેટ પ્રવચનથી સામાન્ય માણસ મૂંઝાય છે . પરંતુ બંધારણમાં જણાવ્યા અનુસાર , બજેટ એટલે વાસ્તવમાં 13-15 અન્ય દસ્તાવેજો સાથે સંસદમાં રજૂ કરવામાં આવેલું વાર્ષિક નાણાકીય નિવેદન છે . તેમાં ત્રણ ભાગ હોય છે - કોન્સોલિડેટેડ ફંડ , કન્ટિજન્સી ફંડ અને પબ્લિક એકાઉન્ટ . તેમાં આવક અને જાવકની વિગતો હોય છે .

કોન્સોલિડેટેડ ફંડ

સરકાર પાસેના નાણાકીય ભંડોળ પૈકી મુખ્ય ભંડોળ છે . તમામ મહેસૂલી આવક , ઉછીના લેવામાં આવેલાં નાણાં અને તેણે આપેલી લોન્સમાંથી મળતી આવક તે તમામ ખાતામાં આવે છે . તમામ સરકારી ખર્ચ ભંડોળમાંથી કાઢવામાં આવે છે . ભંડોળમાંથી કોઈ પણ ખર્ચ કરવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે .

કન્ટિજન્સી ફંડ

તાકીદના અથવા અણધાર્યા તમામ ખર્ચ રૂ .500 કરોડના ભંડોળમાંથી કરવામાં આવે છે . તે રાષ્ટ્રપતિને આધીન હોય છે . ભંડોળમાંથી ઉપાડવામાં આવતી કોઈ પણ રકમ કોન્સોલિડેટેડ ફંડમાંથી સરભર કરવામાં આવે છે .

પબ્લિક એકાઉન્ટ

ભંડોળમાં રહેલા તમામ નાણાં અન્યોના , જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનાં હોય છે . સરકાર ફંડ માટે એક બેન્કર તરીકે કાર્ય કરે છે .

રેવન્યુ રિસીટ / ખર્ચ

કરવેરા જેવી તમામ આવકો અને પગારો , સબસિડીઝ તથા વ્યાજની ચુકવણીઓ , જેમાં મિલકતોનું વેચાણ કે સર્જન થતું નથી , તે તમામ ખાતા હેઠળ આવે છે .

કેપિટલ રિસીટ / ખર્ચ

કેપિટલ એકાઉન્ટ એસેટ્સના લિક્વિડેટિંગમાંથી ( એટલે કે કોઈ જાહેર સાહસની કંપનીના શેરોના વેચાણ ) માંથી થતી તમામ આવક તથા મિલકતોના સર્જન ( વ્યાજ મેળવવા આપવામાં આવતું ધિરાણ ) પાછળ થતા ખર્ચને બતાવે છે .

રેવન્યુ વિરુદ્ધ કેપિટલ

બજેટે મહેસૂલી ખાતા પરની તમામ આવક / ખર્ચને અન્ય ખર્ચથી અલગ બતાવવી પડે . આમ , તમામ આવકો , એટલે કે કોન્સોલિડેટેડ ફંડને રેવન્યુ બજેટ ( રેવન્યુ એકાઉન્ટ ) અને કેપિટલ બજેટ ( કેપિટલ એકાઉન્ટ ) માં વિભાજિત કરવામાં આવે છે . કેપિટલ એકાઉન્ટમાં મહેસૂલી સિવાયની આવક અને ખર્ચનો સમાવેશ થાય છે .

રેવન્યુ / કેપિટલ બજેટ

સરકારે રેવન્યુ બજેટ ( જેમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની વિગતો હોય ) અને કેપિટલ બજેટ ( જેમાં મૂડીની આવક અને મૂડીખર્ચ હોય ) તૈયાર કરવા પડે છે

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Jul 08
19:30 Ivey Purchasing Managers Index s.a 2 53.3 49.1 48.9
19:30 Ivey Purchasing Managers Index 2 54.6 53.8
21:00 52-Week Bill Auction 1 3.925% 3.940%
22:30 3-Year Note Auction 1 3.891% 3.972%
Wednesday, Jul 09
00:30 Consumer Credit Change 1 $5.10B $11.00B $17.87B
02:00 API Weekly Crude Oil Stock 1 -2.80M 0.68M
07:30 RBNZ Interest Rate Decision 3 3.25% 3.25%
07:30 RBNZ Monetary Policy Review 3
15:00 10-y Bond Auction 1 4.588%
16:00 FPC Statement 1
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener