Market Ticker

Translate

Thursday, May 12, 2016

JSW સ્ટીલ ટાટા સ્ટીલનો UK બિઝનેસ લેવાની દોડમાં

:ટાટા સ્ટીલની ખોટ કરતી યુકે સ્થિત એસેટ્સ ખરીદવામાં જેએસડબલ્યુ સ્ટીલ આશ્ચર્યજનક રીતે અગ્રણી બિડર તરીકે ઊભરી આવી છે. તેના કારણે બજારને નવાઇ લાગી હતી અને સજ્જન જિંદાલની કંપનીના શેરમાં ઘટાડો જોવાયો હતો.

વેચાણની પ્રક્રિયામાં આગામી રાઉન્ડ માટે જે સાત બિડર્સને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે તેમાં એક જેએસડબલ્યુ સ્ટીલ પણ છે. આ બિઝનેસને પુન:બેઠો કરવાના પ્રયાસોને છોડી દીધા પછી ટાટા સ્ટીલ તેને ખરીદનારાની ઝડપી શોધ કરવા માંગે છે, આ બિઝનેસ તેણે કોરસના ટેકઓવરના ભાગરૂપે ખરીદ્યો હતો જ્યારે ૨૦૦૭માં કોમોડિટીઝની તેજી ટોચ પર હતી.

જેએસડબલ્યુ સ્ટીલના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "કંપનીની વૃદ્ધિની વ્યુહરચનાના ભાગરૂપે કંપની ઘણી તકોનું મુલ્યાંકન કરતી હોય છે જેમાં યુકે સ્થિત સ્ટીલ ફેસિલિટીની હાલની તકનો સમાવેશ થાય છે. હાલના તબક્કે આમાં વધારે ઉમેરો કરવો વધારે પડતું વહેલું ગણાશે."

ટાટા સ્ટીલના યુકે બિઝનેસમાં જેએસડબલ્યુ સ્ટીલને રસ છે તેવા સમાચાર બાદ મંગળવારે બીએસઈ સેન્સેક્સ 0.33 ટકા ઊંચકાયો હતો ત્યારે જેએસડબલ્યુ સ્ટીલનો શેર ત્રણ ટકા ગગડ્યો હતો. 31 ડિસેમ્બરના રોજ કંપનીની ચોખ્ખી ડેટ રૂ.39,483 કરોડની હતી.

આ બાબતથી માહિતગાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, "સાઈકલ બદલાઈ છે અને માન્યતા એવી છે કે અમે તેને નાખી દેવાના ભાવે મેળવીશું. તેને યુકે સરકારનું પ્રોત્સાહન છે તથા તેની સામાન્ય કિંમત જેએસડબલ્યુ સ્ટીલને આ એસેટ તરફ આકર્ષિત કરે છે. જેએસડબલ્યુ સ્ટીલ માટે વધારે ડેટ કે પેન્શનની જવાબદારીની ચિંતા કરવાની જરૂર નથી."

આ ક્ષેત્રમાં અગિયાર હજાર રોજગારી છે જેનું રક્ષણ કરવાના ભાગરૂપે યુકે સરકારે આ બિઝનેસમાં રોકાણકારોને આકર્ષિત કરવા ઘણા પગલાં ભર્યા છે. તે ટાટાના યુકે બિઝનેસના વેચાણમાં ટેકો આપવા માટે 25 ટકા જેવો હિસ્સો ખરીદવા માટે તૈયાર છે તથા ડેટમાં મોટી રાહત આપવાની ઓફર છે.

સંભવિત ખરીદનાર પર ઓછામાં ઓછી અસર આવે તે માટે સરકાર ટાટા સ્ટીલ તથા બ્રિટિશ સ્ટીલ પેન્શન સ્કીમના ટ્રસ્ટી પર પણ કામગીરી કરી રહી છે તથા સંભવિત પણે તેને બિઝનેસથી અલગ કરી શકે. કંપની પર પેન્શનની જવાબદારી 15 અબજ પાઉન્ડ જેવી મોટી છે.ઉલ્લેખનિય છે કે ટાટા સ્ટીલ ફક્ત એક પાઉન્ડમાં તેના લોંગ પ્રોડક્ટ બિઝનેસને ગ્રેબૂલ કેપિટલને વેચવા માટે સહમત થયું છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Jul 09
20:00 EIA Crude Oil Stocks Change 1 7.070M -2.000M 3.845M
22:30 10-Year Note Auction 1 4.362% 4.421%
23:30 FOMC Minutes 3
Thursday, Jul 10
04:15 Visitor Arrivals (YoY) 1 6.1% 18.8%
04:31 RICS Housing Price Balance 1 -7% -8% -7% Revised from -8%
18:00 Initial Jobless Claims 4-week average 1 241.5K
18:00 Initial Jobless Claims 2 235K 233K
18:00 Continuing Jobless Claims 1 1.980M 1.964M
19:30 Fed's Musalem speech 2
20:00 EIA Natural Gas Storage Change 1 56B 55B
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener