Translate

Friday, February 11, 2011

કપાસના ભાવ 57,000ની સપાટી વટાવી ગયા

સ્થાનિક બજારમાં કપાસના ભાવ રૂ. 57,000 પ્રતિ ખાંડીનો ભાવ વટાવી ગયા છે. બજારમાં કાચા કપાસની તીવ્ર અછત વચ્ચે ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને રોજ નવા વિક્રમ બનાવી રહ્યા છે.

બુધવારે ભાવમાં પ્રતિ ખાંડી વધુ રૂ. 2,000 ની વૃદ્ધિ જોવા મળી હતી. પાછલા 12 દિવસમાં કપાસના ભાવ ખાંડીએ રૂ. 10,000 જેટલા ઊછળ્યા છે. ખેડૂતોએ ભાવમાં અવિરત વૃદ્ધિ પાછળ માલ સંગ્રહ કરવાનું વલણ અપનાવતાં તથા આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી કપાસના ભાવને સહાય કરી રહી છે.
કપાસના ભાવમાં તીવ્ર વૃદ્ધિએ નિકાસકારોની બાજી ઊંધી વાળી દીધી છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ જ્યારે બીજીવારનો નિકાસ ક્વોટા જાહેર કર્યો ત્યારે નિકાસકારોને પ્રતિ ખાંડી રૂ. 8,000 નો લાભ થઈ રહ્યો હતો , જેની સામે હાલના ભાવે તેમને ચોખ્ખું નુકસાન ખમવાનું થઈ રહ્યું છે.

વર્તમાન રૂ. 57,000 ના ભાવે નિકાસકારો ચોખ્ખા નુકસાનમાં છે. હજુ ઘણા નિકાસકારો છે જેઓએ તેમની નિકાસ જવાબદારીઓ પૂરી કરવાની બાકી છે.એમ શેઠ જણાવે છે. મોટા ભાગના નિકાસકારોએ તેમના કન્સાઇનમેન્ટ્સ રૂ. 140-150 પ્રતિ સેન્ટ્સ પ્રતિ પાઉન્ડના ભાવે વેચાણ કર્યું છે. જ્યારે હાલમાં તેઓએ 175 સેન્ટ્સના ભાવે માલ ખરીદવો પડી રહ્યો છે એમ શેઠ ઉમેરે છે.

હાલમાં બજાર સંપૂર્ણપણે વેચાણકારોના હાથમાં ચાલી ગયું છે અને ભાવ દૈનિક ધોરણે ઊંચકાઈ રહ્યા છે.એમ એક ટ્રેડર જણાવે છે. ઉત્પાદક મથકોએ કાચા માલની આવકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ખેડૂતો રૂ. 1,300 પ્રતિ મણના ભાવે પણ માલ વેચવા માટે તૈયાર નથી. સૌરાષ્ટ્રનાં બજારોમાં દૈનિક ધોરણે કપાસની આવક ઘટીને 1.8 લાખ મણની રહી ગઈ છે. જે સામાન્ય રીતે 4-5 લાખ મણની હોય છે. ગાંસડીના સંદર્ભમાં વાત કરીએ તો દેશમાં દૈનિક આવક 1.5 લાખથી 2 લાખ ગાંસડીની સામે ઘટીને એક લાખ ગાંસડીની જોવા મળે છે.

800 8 ભાવ ખૂબ સારા હોવા છતાં મેં નક્કી કર્યું છે કે હું મારો કપાસ માત્ર રૂ. 1,500 પ્રતિ મણના ભાવે જ વેચીશ.એમ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામના પાચાભાઈ મંગલપરા જણાવે છે. ચાલુ સિઝનમાં તેમણે મણ કપાસ પકવ્યો હતો પરંતુ તેમાંથી એક મણ કપાસ પણ વેચ્યો નથી. તેમના કપાસનું મૂલ્ય લગભગ રૂ. લાખ થવા જાય છે.

બજારમાં એવી અટકળે પણ જોર પકડ્યું છે કે ગુરુવારે સરકાર 10 લાખ ગાંસડીનો બીજો નિકાસ ક્વોટા જાહેર કરશે. ડીજીએફટી ગુરુવારે આ મુદ્દે સમીક્ષા કરશે અને તે અંગે નિર્ણય લેશે. આ ઉપરાંત ડીજીએફટી યાર્ન નિકાસકારોને પણ તેમના નિકાસ ક્વોટાની ફાળવણી ગુરુવારે કરવાની છે.

બજારમાં હાલમાં ઉન્માદ જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિ ક્યાં જઈને અટકશે તેનો કોઈ અંદાજ નથી . ઘણા જીનર્સે તો તેમની ફેક્ટરીઓ બંધ કરવાનો વારો આવ્યો છે કેમ કે તેમને કાચી સામગ્રી મળી રહી નથી તેમજ વર્તમાન ભાવે પડતર પણ નથી .એમ વિજાપુર સ્થિત જીનર વિપુલ પટેલ જણાવે છે . એટલે કે જો જીનર્સ વર્તમાન રૂ . 1,350 પ્રતિ મણના ભાવે કપાસ ખરીદે તો તેમની પડતર રૂ . 60,000 પ્રતિ ખાંડીની બેસે છે .

જ્યારે બજારમાં ભાવ રૂ . 57,000 નો ચાલી રહ્યો છે . આમ રૂ . 2,000 થી વધુની અન્ડરરિકવરી ચાલી રહી છે .

દેશના અગ્રણી જીનર્સમાંના એક જીનરે બુધવારે તેમની નિકાસ કંપની માટે રૂ . 57,000 પ્રતિ ખાંડીના ભાવે માલ ખરીદ્યો હતો . હાલમાં પ્રોસેસર માટે પોસાણ નથી અને તેથી તેઓ પણ બજારમાંથી ડિસ્કાઉન્ટમાં મળતો માળ ખરીદી રહ્યાં છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports