Market Ticker

Translate

Tuesday, January 24, 2012

મુંબઇના રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી

મુંબઇમાં છેલ્લા કેટલાક મહિનાથી રિયલ્ટીમાં નબળી કામગીરી જોવાઇ રહી છે તે વાતનો આખરે ડેવલપરોએ સ્વીકાર કર્યો છે. પ્રોપર્ટી રિસર્ચ કંપની લાયઝીસ ફોરાસના જણાવ્યા મુજબ , મુંબઇમાં વણવેચાયેલી ઇન્વેન્ટરી વધીને 11 કરોડ ચોરસ ફૂટ થઇ છે.

કેટલાક ડેવલપરોએ તેમના નવા પ્રોજેક્ટ નીચા ભાવે લોન્ચ કર્યા છે ત્યારે મોટા ભાગના ડેવલપરોએ ઘરની રચનામાં ફેરફાર , એફોર્ડેબલ હાઉસ પર વધુ ભાર મુકવા જેવા વિકલ્પો અપનાવ્યા છે. કેટલાક ડેવલપરોએ તેમના મુંબઇના પ્રોજેક્ટ થોડા સમય માટે મુલતવી રાખ્યા છે.

દાખલા તરીકે , આકૃતિ સિટીએ અંધેરીમાં હિક્રેસ્ટ નામનો પ્રિમીયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. તેનો ભાવ તેણે આ વિસ્તારના વર્તમાન બજાર ભાવ ચોરસ ફૂટ દીઠ રૂ. 12,500 ના સ્થાને રૂ. 10,900 નો રાખ્યો છે.

સુનિલ મંત્રી રિયલ્ટી મુંબઇમાં લોન્ચ થઇ રહેલી તેની બે પ્રોપર્ટીમાં તેના એપાર્ટમેન્ટનું કદ ઘટાડી રહી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મંત્રીએ જણાવ્યું હતું કે , અમારે અમારી વ્યૂહરચના બદલવી પડી છે.

સોદાનું કદ મોટા હોય છે તેવા મુંબઇ અને દિલ્હી જેવા મોટા મેટ્રોમાં કિંમત સંવેદનશીલતા વધુ હોય છે. મંત્રીએ જણાવ્યું હતું કે , વર્તમાન સ્થિતિમાં ગ્રાહકને આકર્ષવા માટે પ્રોડક્ટનું કદ અતિમહત્ત્વનું પરિબળ છે.

આની સામે એમજી ગ્રૂપે તેના મુંબઇ આયોજનને બે વર્ષ સુધી મુલતવી રાખ્યું છે તેમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મુધિત ગુપ્તાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે , અમને નથી લાગતું કે અત્યારે મુંબઇ તેજસ્વી બજાર હોય.તેના સ્થાને તે ઉંચા વેચાણની ક્ષમતા હોય તેવા શહેરો અને રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.

કંપનીએ છેલ્લા ત્રણ મહિનામાં ગોવામાં તેના લક્ઝરી પ્રોજેક્ટ અનંતમમાં રૂ. 2 થી 6 કરોડની રેન્જમાં 25 એપાર્ટમેન્ટ વેચ્યા છે. તેઓ ઉમેરે છે કે , આજે રોકાણકારો માટે ગોવા મુંબઇ કરતા વધુ સલામત છે.

મુંબઇમાં પ્રોજેક્ટના અમલ અને સમયસર ડિલીવરી અંગે ખરીદદારોમાં ચિંતા છે જેને કારણે તેઓ પ્રોપર્ટીની ખરીદી મુલતવી રાખી રહ્યાં છે અથવા રેડી ટુ મૂવ પ્રોપર્ટી પસંદ કરી રહ્યાં છે.

પ્રોપર્ટી દલાલોનું કહેવું છે કે , મુંબઇમાં નવા પ્રોજેક્ટ લોન્ચિંગમાં જો ભાવ નોંધપાત્ર નીંચા નહીં હોય તો તેમને સારો પ્રતિસાદ નહીં મળે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં વ્યાજ દરમાં થયેલા વધારાની પણ પ્રતિકૂળ અસર થઇ છે.

દેશભરમાં અનેક કંપનીઓ સ્થાનિક કંપની તરીકેનો લાભ લેવા રાહ જોઇ રહી છે ત્યારે મુંબઇમાં નિરાશાનું વાતાવરણ ડેવલપર્સને અન્ય સ્થળો તરફ નજર દોડાવવા ફરજ પાડી રહી છે .

ગોદરેજ પ્રોપર્ટીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પિરોઝશા ગોદરેજ જણાવે છે કે , કોઇ પણ સમયે એવી શક્યતા રહેલી હોય છે કે ચોક્કસ બજાર ડેવલપર્સની ધારણા મુજબ કામગીરી ના કરે અને માટે કોઇ પણ બજારમાં વધુ પડતું રોકાણ મુશ્કેલી પેદા કરી શકે છે . અમે મુંબઇમાં નોંધપાત્ર રોકાણ કરીશું પરંતુ અમારું રોકાણ માત્ર મુંબઇ પુરતું જ સીમિત નહીં હોય .

આ ધીમા બજારમાં ગ્રાહકો મેળવવા માટે 2008 અને 2009 ની જેમ ઘણા ડેવલપર્સ એફોર્ડેબલ હાઉસિંગ તરફ વળ્યા છે . લાયઝીસ ફોરાસનો તાજેતરનો અહેવાલ સૂચવે છે કે , સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં વેચાણમાં ક્વાર્ટર ધોરણે 13 ટકાની વૃદ્ધિ હતી જે માત્ર કેટલાક લોઅર સેગમેન્ટ લોન્ચિંગને કારણે હતી .

લાયઝીસ ફોરાસના મેનેજિંગ ડિરેક્ટર પંકજ કપૂર જણાવે છે કે , લોઅર સેગમેન્ટ સિવાય બજારમાં કોઇ સુધારો જોવાયો નથી . મુંબઈમાં આગામી કેટલાક મહિનામાં પ્રોપર્ટીના ભાવમાં 15-20 ટકાનું કરેક્શન આવશે તેવી ધારણા કરવી સાચી છે.

દેશભરમાં અનેક એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ડેવલપ કરી રહેલી ટાટા હાઉસિંગ ડેવલપમેન્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર બ્રોતિન બેનરજી જણાવે છે કે , તેજીના સમયે રિયલ્ટી ઉદ્યોગ ગ્રાહકની જરૂરિયાતને ભૂલી જાય છે અને જ્યારે પરિસ્થિતિ કઠિન બને છે ત્યારે જ તે જાગે છે.

સપ્ટેમ્બરના અંત સુધીમાં ટાટા હાઉસિંગે મુંબઇ નજીક કલ્યાણમાં 22 લાખ ચોરસ ફૂટનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો અને બજારમાં સુસ્તી છે ત્યારે એક મહિનામાં તેનો 25 ટકાથી વધુ હિસ્સો વેચ્યો હતો.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Saturday, Jul 12
01:00 CFTC Gold NC Net Positions 1 $203K $202K
01:00 CFTC Oil NC Net Positions 1 209.4K 234.7K
01:00 CFTC S&P 500 NC Net Positions 1 $-140.0K $-86.8K
01:00 CFTC GBP NC Net Positions 1 £33.2K £31.4K
01:00 CFTC AUD NC Net Positions 1 $-74.3K $-70.1K
Monday, Jul 14
04:00 Business NZ PSI 2 44
04:15 Electronic Card Retail Sales (YoY) 1 0.9%
04:15 Electronic Card Retail Sales (MoM) 1 -0.2%
04:31 Rightmove House Price Index (YoY) 1 0.8%
04:31 Rightmove House Price Index (MoM) 1 -0.3%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener