Market Ticker

Translate

Tuesday, January 24, 2012

NRIનો રસ ઘટતાં પ્રોપર્ટી વેચાણમાં 40 ટકાનો ઘટાડો

બેંગલોર/મુંબઈ : વૈશ્વિક આર્થિક વાતાવરણમાં અનિશ્ચિતતા અને યુરોપિયન ઋણકટોકટી વધુ વકરતાં અમદાવાદ , પંજાબ અને કેરળના પ્રોપર્ટી બજારોમાં એનઆરઆઇ રોકાણકારો ઓછો રસ દાખવી રહ્યા છે , જેના પરિણામે ચાલુ વર્ષે વેચાણમાં 30 થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પ્રોપર્ટી બજારોના વેચાણમાં એનઆરઆઇ રોકાણકારો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને અહીં આ ઘટાડો સૌથી વધુ જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ બજારો યુરોપ અને અમેરિકાના રોકાણકારોને આકર્ષે છે , જેઓ દર વર્ષે મકાનોમાં સારું એવું રોકાણ કરે છે , પણ આ વખતે એનઆરઆઇ રોકાણકારો દ્વારા ખરીદીમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે.

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી ડેવલપર્સ માગમાં વધારો જોઈ રહ્યા છે તેમ છતાં રિયલ્ટર્સ માટે પશ્ચિમ એશિયા અને યુરોપના દેશોના એનઆરઆઇનું વલણ ચિંતાજનક છે. ઓનલાઇન રિયલ્ટી બ્રોકરેજ પોર્ટલ 99acres.com ના બિઝનેસ હેડ વિનીત સિંહે કહ્યું હતું કે , રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી એનઆરઆઇ ખરીદી કરી રહ્યા છે , પણ અગાઉની વિક્રમ ખરીદીની સરખામણીમાં ચાલુ વર્ષે વેચાણ ઓછું છે.

આ માટે યુરોપના એનઆરઆઇ રોકાણકારોમાં જોવા મળતું ખરીદીનું ઓછું વલણ જવાબદાર છે. યુરોપના દેશોમાં આર્થિક અનિશ્ચિતતાના પગલે આ રોકાણકારો સાવચેતીયુક્ત અભિગમ અપનાવી રહ્યા છે જ્યારે અમેરિકા અને પશ્ચિમ એશિયાના એનઆરઆઇ રોકાણકારોમાં સારી ખરીદી જોવા મળે છે.આ પોર્ટલ પર 18 ટકા ટ્રાફિક એનઆરઆઇ સેગમેન્ટનો છે.

ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચેનો સમયગાળો રિયલ એસ્ટેટ સેક્ટરમાં એનઆરઆઇ રોકાણ માટે તેજીનો ગણાય છે , ઓનલાઇન પોર્ટલ્સ , બ્રોકર્સ અને ડેવલપર્સ પણ અત્યાર સુધી નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવે છે. કોચી કે કેરળનું પ્રોપર્ટી બજાર મોટા પાયે એનઆરઆઇ રોકાણ પર નિર્ભર છે. અહીં એપ્રિલ 2011 થી અત્યાર સુધી પશ્ચિમ દેશોના એનઆરઆઇના રોકાણમાં ઘટાડો થયો છે.

કેરળમાં એનઆરઆઇ દ્વારા થતા કુલ રોકાણનો 60 ટકા હિસ્સો ખાડીના દેશોમાંથી આવે છે જ્યારે બાકીનો 40 ટકા હિસ્સો યુરોપ , યુકે અને અમેરિકાના બજારમાંથી આવે છે. નાયરે કહ્યું હતું કે , સ્થાનિક બજારમાં તેજી છે અને ઓછી માગ સામે બચાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે.

માગમાં ઘટાડો થવાથી અનેક બિલ્ડરોને એનઆરઆઇને અનુકૂળ હોય તેવી ઓફરમાંથી ફેરફાર કરવાની ફરજ પડી છે.

સ્કાયલાઇન બિલ્ડર્સના માર્કેટિંગ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ પી એ વર્ગીસે કહ્યું હતું કે , યુરોપ અને અમેરિકાના ગ્રાહકોમાં કોઈ હલચલ જોવા મળી નથી. અત્યારે પોતાના ઉત્પાદનને પુનઃગર્ઠિત કરવાની જરૂર છે. બિલ્ડરો વોલ્યુમ પર નજર દોડાવી રહ્યા છે કે પછી અન્ય વ્યવસાયને નજરમાં રાખે છે તે કહેવું મુશ્કેલ છે.

અગાઉ ચોરસ ફૂટ દીઠ રૂ . 1,800 થી રૂ . 2,700 વચ્ચે પ્રોપર્ટીનું વેચાણ કરનાર સ્કાયલાઇને હવે ભાવમાં ઘટાડો કર્યો છે અને ચોરસ ફૂટ દીઠ રૂ . 1,300 થી રૂ . 1,400 વચ્ચે પ્રોપર્ટીનું વેચાણ કરે છે . ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીએ 180 એકમનું વેચાણ કર્યું છે જ્યારે અગાઉના વર્ષના સમાન ગાળામાં 200 કરતાં વધારે એકમનું વેચાણ કર્યું હતું .

એનઆરઆઇ ગ્રાહકો પર મોટો આધાર રાખતા પંજાબમાં પણ વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે . એનઆરઆઇ સભા પંજાબના પ્રમુખ કમલજિત સિંઘે કહ્યું હતું કે , યુરોપના દેશોમાં આર્થિક અનિશ્ચિતતા વધવાના કારણે છેલ્લાં એકથી બે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે માગમાં ઘટાડો જોવા મળ્યો છે , કારણ કે અમારા મોટા ભાગના લોકો ત્યાં તેમના વ્યવસાય માટે ભંડોળ મેળવવા વિશે ચિંતિત છે .

તેમણે ઉમેર્યું હતું કે , પંજાબમાં મોટા ભાગના બ્રોકર્સ અને ડેવલપર્સ હવે એ વિસ્તારોમાં થોડી રાહતના સંકેતો મળી તેની રાહ જોઈ રહ્યા છે અને તેના પર મદાર રાખી રહ્યા છે .પંજાબમાં મોટા ભાગે યુરોપ અને કેનેડાના એનઆરઆઇ દ્વારા જ પ્રોપર્ટીમાં રોકાણ થાય છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Friday, Jul 11
18:00 Participation Rate 1 65.4% 65.3%
18:00 Building Permits (MoM) 1 12.0% -0.8% -6.8% Revised from -6.6%
21:30 USDA WASDE Report 1
22:30 Baker Hughes US Oil Rig Count 1 424 425
23:30 Monthly Budget Statement 2 $27B $-11B $-316B
Saturday, Jul 12
01:00 CFTC Oil NC Net Positions 1 234.7K
01:00 CFTC Gold NC Net Positions 1 $202K
01:00 CFTC S&P 500 NC Net Positions 1 $-86.8K
01:00 CFTC GBP NC Net Positions 1 £31.4K
01:00 CFTC AUD NC Net Positions 1 $-70.1K
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener