Translate

Tuesday, January 24, 2012

યુનિટેકની ઈમેજને ફટકો : સંજય ચંદ્રા

દિલ્હીની લી મેરિડિયન હોટેલના નવમાં માળની ઓફિસથી દેખાતુ ચિત્ર નયનરમ્ય છે , પરંતુ શહેર પર ઘેરાયેલો ગાઢ ધુમ્મસ સંસદ તથા નોર્થ અને સાઉથ બ્લોકના ઘુમ્મટને છાયાચિત્ર જેવા વધુ બનાવે છે.

આ સ્થિતિ ભારત માટે એક રૂપક જેવી છે , કારણ કે એક વર્ષ પહેલા ઉભરતા કે શાઇનિંગ જેવા શબ્દો વગર ભાગ્યે જ ભારતનો ઉલ્લેખ થતો હતો , પરંતુ હવે રાજકીય અને નીતિ વિષયક નિષ્ક્રીયતા માટે વધુને વધુ જાણીતો બન્યો છે.

આ ઓફિસ ભારતની બીજા ક્રમની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની યુનિટેકના મેનેજિંગ ડિરેક્ટર સંજય ચંદ્રાની છે અને આ ઓફિસમાંથી તેમણે ચાર વર્ષ પહેલા રિયલ્ટીની સફળતાનું ટેલિકોમમાં પુનરાવર્તન કરવાના સપનાની મજલ ચાલુ કરી હતી.

પરંતુ આ સપનું ટૂંકસમયમાં દુઃસ્વપ્ન બની ગયું છે. તેઓ ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ફસાયા હતા તથા ટોચના બિઝનેસ એક્ઝિક્યુટિવ , અધિકારીઓ અને રાજકીય નેતાઓઓ સાથે જેલમાં ગયા હતા.

આ ગતિવિધિના પરિણામો ઘણા મોટા છે. 39 વર્ષીય ચંદ્રાને વ્યક્તિગત રીતે અને યુનિટેકને કંપની તરીકે તેની અસર થઈ છે. યુનિટેકનો શેર પિટાયો છે અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં કંપનીની પ્રતિષ્ઠા ઘણા અંશે ખરડાઈ છે. દેશ માટે પણ આવી જ સ્થિતિ છે. આ એક ઘટનાની રાજકીય અને આર્થિક અસર લાંબા ગાળા માટે ભારતની વૃદ્ધિગાથા સામે જોખમ ઊભું કરે છે.

છ મહિનાના જેલવાસ બાદ ચંદ્રામાં અનુશાસન આવ્યું છે. એક વર્ષ પહેલા તેઓ ફ્લેમબોયન્ટ હતા અને ઉદ્યોગ માટે અધીરા હતા. પરંતુ હવે જેલમાંથી બહાર આવ્યા પછીના પ્રથમ મીડિયા ઇન્ટવ્યૂ શરૂ કરતા પહેલા મહત્ત્વના સાથીદારોની રાહ જૂએ છે.

એક્ઝિક્યુટિવ્સને પડખામાં રાખે છે , શબ્દો તોલી તોલીને બોલે છે. તેમણે દિલ્હીની તિહાર જેલના જીવન અંગેના મોટાભાગના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

છેલ્લા છ મહિનામો મોટો પદાર્થપાઠ શું છે ? ચંદ્રા જણાવે છે કે હવે હું સ્વતંત્રતાને વધુ મૂલ્યવાન ગણું છું.

છેલ્લા છ મહિનામાં મને જાણવા મળ્યું છે કે જીવન સતત શીખવાની ચાલતી પ્રક્રિયા છે.આગામી સપ્તાહો અને મહિનાઓમાં તેઓ કંપનીના મુખ્ય રિયલ એસ્ટેટ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રીત કરશે અને કંપનીની સેલ્સ અને માર્કટિંગના પ્રયાસોને વધુ આક્રમક બનાવશે.

તેમણે સ્વીકાર્યું હતું કે ટુજી કૌભાંડ અને તેમાં યુનિટેકની કથિત સામેલગીરીથી કંપનીના બ્રાન્ડનેમને ફટકો પડ્યો છે . જોકે લોકો ચગાવી રહ્યો છે તેવી અસર થઈ નથી . તેમણે જણાવ્યું છે કે આ સ્થિતિ હોવા છતાં વેચાણમાં તીવ્ર ઘટાડો થયો નથી . જો આ ઘટના બની ન હોત તો અમારે માટે તે ઘણુ સારું હોત.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 14
21:30 Fed's Barkin speech 2
22:30 Fed's Waller speech 2
Tuesday, Apr 15
03:30 Fed's Harker speech 2
04:15 Food Price Index (MoM) 1 0.5% -0.5%
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 0.9% 0.5% 0.9%
05:10 Fed's Bostic speech 2
07:00 RBA Meeting Minutes 3
11:30 Employment Change (3M) 3 144K
11:30 ILO Unemployment Rate (3M) 3 4.4% 4.4%
11:30 Average Earnings Including Bonus (3Mo/Yr) 2 5.7% 5.8%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener