Translate

Friday, March 2, 2012

ચાંદીમાં આઠ સપ્તાહનો સૌથી મોટો ઉછાળો



મુંબઈ ચાંદીમાં રોકાણકારોની લેવાલીને જોરેચાંદીમાં ભારતીય બજારમાં બુધવારે 18 ટકાનોઆઠ સપ્તાહનો સૌથી મોટો ઉછાળો જોવામળ્યો હતો . ચાંદી બુધવારે પ્રતિ કિગ્રા રૂ.61,350 ની બે મહિનાની ઊંચી સપાટીને સ્પર્શીહતો .

જાન્યુઆરીના પ્રારંભે તેનો ભાવ રૂ .51,000 હતો . ચાંદીમાં સુધારો મુખ્યત્વે ગ્રીસનાબેઇલઆઉટ અને ક્રૂડ ઓઇલના વધેલા ભાવને આભારી હતો . કોમેક્સ પર મંગળવારેચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 33-34 ડોલર હતો .

ભારતમાં બુલિયન ટ્રેડર્સના અંદાજ પ્રમાણે સુધારાની ચાલ જારી રહેશે તો ચાંદી વર્ષપૂરું થતાં સુધીમાં પ્રતિ કિગ્રા રૂ . એક લાખની સપાટીએ પહોંચી શકે . પુષ્પકબુલિયન્સના એમડી કેતન શ્રોફે જણાવ્યું હતું કે , થોડા સમયના ગાળા પછી લોકો ફરીચાંદીના ટ્રેડિંગ તરફ વળી રહ્યા છે .

સુધારાનું સેન્ટિમેન્ટ જળવાશે તો ચાંદીના ભાવ ગયા વર્ષની રૂ .75,000 ની ઊંચીસપાટીને વટાવી રૂ . એક લાખને પણ સ્પર્શી શકે . આગામી કેટલાંક ટ્રેડિંગ સત્રમાંચાંદી રૂ .63,000 ના સ્તરે પહોંચી શકે . ઉલ્લેખનીય છે કે , વૈશ્વિક પરિબળોને કારણેચાંદીના ભાવમાં બે વર્ષમાં બમણી વૃદ્ધિ જોવા મળી છે . 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports