Translate

Friday, March 2, 2012

ચાંદીમાં રૂ. ૨૫૪૫નું અને સોનામાં રૂ. ૯૪૦નું ગાબડું

 દરિયાપારની બુલિયન માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે ગઈકાલના ઉછાળા પશ્ચાત સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી નીકળતાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૫૪૫નું અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪૦નું ગાબડું પડી ગયું હતું. જોકે, વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ પણ અટકી હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું. 

પ્રાપ્ત નિર્દેેશો અનુસાર આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં મુખ્ય ચલણો સામે ડૉલર નબળો પડતાં સોનામાં રોકાણકારોની આક્રમક લેવાલીએ લંડન ખાતે બપોરે પાંચ વાગ્યે ભાવ આગલા બંધથી ઔંસદીઠ ૧.૨ ટકા જેટલા વધીને ૧૭૧૫.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જ્યારે ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૪૩ ટકા વધીને ૩૪.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ગઈકાલના ઉછાળા પશ્ચાત સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી નીકળવાની સાથે ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની લેવાલી પણ છૂટીછવાઈ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫૪૫ તૂટીને રૂ. ૫૮,૨૭૫ના મથાળે રહ્યા હતા. જ્યારે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી નીકળવાની સાથે જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪૦ ગગડીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭,૬૮૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭,૮૧૦ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન એમસીએક્સ પર આજે સાંજના પાંચ વાગ્યા સુધીના સત્રમાં સોનાચાંદીના વાયદામાં ગઈકાલની ઝડપી તેજી બાદ ઉંચા મથાળેથી ઘટાડો આવ્યો હતો. સોનાના વાયદા આજે પણ રૂ.૧૩થી રૂ.૧૧૩ની રેન્જમાં ઘટ્યા હતા. જેમાં એપ્રિલ વાયદો રૂ.૮૦ ઘટી રૂ.૨૭,૮૭૨ રહ્યો હતો. તે જ પ્રમાણે ચાંદીમાં પણ નિરસ કામકાજે વાયદામાં ઢીલાશ હતી અને ભાવ રૂ.૧૭૧થી રૂ.૩૨૧ની રેન્જમાં ઘટ્યા હતા. જોકે આજે એકમાત્ર મિની નવેમ્બર વાયદો રૂ.૯૮૩ વધી રૂ.૬૩,૬૮૩ બંધ હતો. તે સિવાય માર્ચ વાયદો રૂ.૧૭૧ ઘટી રૂ.૫૭,૬૧૨ અને મિની એપ્રિલ વાયદો રૂ.૨૭૫ ઘટી રૂ.૫૯,૪૧૨ રહ્યા હતા.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports