Translate

Friday, March 2, 2012

શું મ્યુચ્યુઅલ ફંડ માત્ર સંપત્તિ એકઠી કરવા માટે જ હોય છે?



 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અંગે ઘણું લખાયું છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં સંપત્તિ એકઠી કરવા માટે રોકાણ કરવું જોઇએ. શું આનો અર્થ એ થયો કે મ્યુચ્યુઅલ ફંડ માત્ર સંપત્તિ ઊભી કરવા ઇચ્છનાર કે એ તબક્કામાં રહેલા રોકાણકારો માટે જ હોય છે?

શું આનો એક અર્થ એવો થાય છે કે નિયમિત આવક ઇચ્છનારા રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડથી દૂર રહેવું જોઇએ? આ સવાલોના જવાબમાં મ્યુચ્યુઅલ ફંડની એક એવી વ્યૂહરચના વિશે વાત કરવી છે જેની ઝાઝી ચર્ચા થતી નથી.

કદાચ આનું કારણ એ હોઇ શકે કે ભારતની મોટાભાગની વસતિ યુવાન છે અને તે લોકો જીવનમાં સંપત્તિ એકત્ર કરવાના તબક્કામાં છે. જોકે, આપણે રોકાણકારોની વસતિ તરફ નજર કરીએ તો એમાંના અનેક લોકો નિવૃત્ત થયેલા અને નિયમિત આવક માટે રોકાણ પર નિર્ભર છે.

સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ અથવા પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ જેવી પારંપારિક યોજનાઓ નિઃશંક સારી છે, પરંતુ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ મારફત પણ નિયમિત આવક મેળવી શકે છે. આ વ્યૂહરચનાને સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન અથવા એસડબલ્યુપી કહેવાય છે.

જો રોકાણ-કાર પાસે રોકાણ માટે લમસમ (અચોક્કસ) રકમ હોય અને તેને નિયમિત આવક પણ જોઇતી હોય તો તે મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ રકમનું રોકાણ કરીને ફંડ હાઉસને ચોક્કસ સમયાંતરે ચોક્કસ રકમ વિડ્રો (પાછી ખેંચવાનો) કરવામાં આવે એવો સ્થાયી નિર્દેશ આપી શકે.

મ્યુચ્યુઅલ ફંડ આ નિર્દેશ અનુસાર ચોક્કસ સમયાંતરે યોજનાની એનએવીને આધારે અમુક યુનિટનું રિડમ્પ્શન કરીને તે રકમ રોકાણકારને ચૂકવી દે છે. આ યોજનામાં નિયમિત વિડ્રોઅલ થતું હોવાથી રોકાણકારે લિક્વિડ ફંડ અથવા અલ્ટ્રા શોર્ટ ટર્મ બોન્ડ ફંડ અથવા શોર્ટ ટર્મ ઇન્કમ પ્લાનની પસંદગી કરવાની રહે છે.

એસડબલ્યુપી માટે બેલેન્સ્ડ ફંડ અથવા ઇક્વિટી ફંડની પસંદગી ન કરી શકાય. કરવેરાનું પાસું તપાસીએ તો જે રકમ આવક તરીકે મળે છે તેમાં મૂળ રકમ અને કમાણીની રકમનું મિશ્રણ હોય છે. આમાંથી માત્ર કમાણીના હિસ્સાને વેરો લાગુ પડે છે. આથી જો વિડ્રોઅલ અપેક્ષિત કમાણીની અત્યંત નજીક હોય (સાધારણ વ્યાજદરથી સહેજ ઓછું) તો કર જવાબદારી ઘણી ઓછી હોય છે.

આ રીતે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન્ટેડ ફંડ પોર્ટફોલિયોમાંથી નિયમિત આવક મેળવવાની અત્યંત કરબચત કરનારી યંત્રણા છે. એક ઉદાહરણ જોઇએ. રોકાણકાર ફંડની ડેટ યોજનામાં રૂ. ૧૦ લાખનું રોકાણ કરે છે. ધારો કે ફંડની ફેક્ટ શીટ અને પ્રવર્તમાન વ્યાજદરને ધ્યાનમાં રાખતા ભવિષ્યનું અપેક્ષિત વળતર છ ટકાનું હોય, જે મહિને ૦.૫ ટકા અથવા તો રૂ. ૧૦ લાખ સામે રૂ. ૫,૦૦૦ જેવું થાય.

આ કિસ્સામાં જો મૂળ રકમ સલામત રાખવી હોય તો વિડ્રોઅલ સલામતી ખાતર મહિને રૂ. ૫,૦૦૦થી ઓછું રાખવું જોઇએ. નીચેના ઉદાહરણથી વાત વધુ સ્પષ્ટ થશે. એનએવીનો આંકડો દાખલા માટે અંદાજે નક્કી કરાયો છે.

ઓપનિંગ બેલેન્સઃ

* રકમઃ રૂ. ૧૦ લાખ

* યુનિટઃ ૧,૦૦,૦૦૦.

* પ્રારંભિક એનએવીઃ રૂ. ૧૦.

* ખાતુ ડિસેમ્બર-૨૦૦૮થી શરૂ થાય છે.

મહિનો વિડ્રોઅલ એનએવી રિડિમ્ડ બેલેન્સ્ડ કેપિટલ

યુનિટ યુનિટ ગેઇન

જાન્યુ-૦૯ રૂ. ૫,૦૦૦ ૧૦.૦૪૭ ૪૯૭,૬૬૧ ૯૯૫૦૨.૩૪ ૨૩.૩૯

ફેબ્રુ-૦૯ રૂ. ૫,૦૦૦ ૧૦.૦૯૮ ૪૯૫,૧૪૭૬ ૯૯૦૦૭.૧૯ ૪૮.૫૨

માર્ચ-૦૯ રૂ. ૫,૦૦૦ ૧૦.૧૫૦૫ ૪૮૨,૫૮૬૬ ૯૮૫૧૪.૬ ૭૪.૧૩

ક્લોઝિંગ બેલેન્સઃ

* રકમઃ રૂ. ૯,૯૮,૩૮૬.૨૪

* યુનિટઃ ૯૪,૧૮૭,૩૮૧૬

* છેલ્લી એનએવીઃ રૂ. ૧૦.૬૦૦૦

* ડિસેમ્બર, ૨૦૦૯ અનુસાર

* કુલ વિડ્રોઅલઃ રૂ. ૫૦૦૦ પ્રતિ માસ, એટલે વર્ષે રૂ. ૬૦,૦૦૦ * બુક કરેલો કેપિટલ ગેઇનઃ રૂ. ૧,૮૭૩.૮૨.

અહીં જોઇ શકાય છે કે વિડ્રોઅલ વૃદ્ધિ અનુસારનું જ રહ્યું હોવાથી યુનિટ લગભગ અકબંધ રહ્યા છે. જોકે, ભાવિ વળતરનો અંદાજ માંડવો બધાને માટે સરળ હોતો નથી. એને માટે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ મેળવી શકાય. 

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Apr 09
15:00 FPC Statement 1
16:30 MBA Mortgage Applications 1 20.0% -1.6%
18:30 Fed's Kashkari speech 2
19:30 Wholesale Inventories 1 0.3% 0.3% 0.3%
20:00 EIA Crude Oil Stocks Change 1 2.553M 2.200M 6.165M
22:00 Fed's Barkin speech 2
22:30 10-Year Note Auction 1 4.31%
23:30 FOMC Minutes 3
Thursday, Apr 10
04:31 RICS Housing Price Balance 1 8% 11%
15:30 RBA Governor Bullock speech 3
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener