Translate

Thursday, December 13, 2012

બેન્કોએ દાદ ન આપી ત્યારે સોનું કામ લાગ્યું

Sell your Scrap Gold to PMT Refineryકેરળના ઇડુક્કી જિલ્લાના અંતરિયાળ ગામમાં રહેતી 30 વર્ષની અનીષા બિનુને સમજાયું છે કે સોનાના ઘરેણા માત્ર તહેવાર કે લગ્નપ્રસંગે પહેરવાની ચીજ નથી પરંતુ બીજે ક્યાંયથી ધિરાણ મળે ત્યારે બ્યૂટી પાર્લર બિઝનેસ શરૂ કરવામાં પણ મદદરૂપ છે .

બિનુ અને તેની બહેનપણી પ્રીતિના ગામમાં કોઈ કારકિર્દી વિકસાવવાની તક હતી અને સામાજિક કારણોથી બીજે જઈ શકાય તેમ હતું . પરિવારની આર્થિક સ્થિતિ પણ એવી હતી કે ઉદ્યોગ સાહસિકતાનું સ્વપ્ન સાકાર કરી શકાય . અંતે બિનુ અને પ્રીતિએ સોનું ગીરવે મૂકવાનું નક્કી કર્યું .

તેઓ નજીકમાં એક ધિરાણકારની શાખાએ ગયા અને સોનું ગીરવે મૂકીને રૂ . ત્રણ લાખ ઉછીના લીધા . ત્યાર પછી તેમણે કદી પાછળ વળીને જોયું નથી . બિનુ કહે છે , અમે ઉદ્યોગ શરૂ કરવા સોનુ ગીરવે મૂકી લોન લીધી . પ્રક્રિયા બહુ ઝડપી છે અને ઝડપથી ઉછીના નાણાં મળે છે .

બિનુ અને મધ્યમવર્ગના બીજા લાખો લોકો અસંગઠીત ધિરાણકાર પાસે નાણાં ઉછીના લેવા જાય ત્યારે સોનું ગીરવે મૂકે છે . બેન્કોના રાષ્ટ્રીયકરણના લગભગ ચાર દાયકા પછી અને છેલ્લા બે દાયકામાં અનેક નવી ખાનગી બેન્કો શરૂ થયા પછી પણ અડધાથી વધુ ભારતીયો ધિરાણ માટે સોનું ગીરવે મૂકે છે .

સોના સામે ધિરાણ આપતી અગ્રણી કંપની મણપ્પુરમ ફાઈનાન્સના એક અહેવાલ પ્રમાણે લગભગ 30 ટકા લોન ઉત્પાદકીય પ્રવૃત્તિ માટે લેવાય છે , ચીજ વસ્તુઓ ખરીદવા માટે નહીં .

સોનું ગીરવે મૂકીને લેવાતા ધિરાણના આધારે ભારતમાં હજારો દુકાનો શરૂ થઈ છે અને નાના ઉદ્યોગ નખાયા છે , પરંતુ ધિરાણની બિનપરંપરાગત પદ્ધતિનો નાણા મંત્રાલયથી લઈને રિઝર્વ બેન્કે પણ વિરોધ કર્યો છે .

તેઓ માને છે કે લોકોમાં સોના પ્રત્યે આકર્ષણ હોવાથી રૂપિયો નબળો પડી રહ્યો છે . વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટર અમરેશ આચાર્યએ જણાવ્યું હતું કે , સોનામાં ઘણી વિશેષતા છે અને તે જોખમ ઘટાડવા તથા સંપત્તિના રક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે .

સોનું ખરીદવામાં ભારત સૌથી આગળ છે અને ગયા વર્ષે ભારતે 60 અબજ ડોલરના સોનાની આયાત કરી હતી જે કુલ આયાતનો 12 ટકા હિસ્સો હતો . સોનાની આયાત પર અંકુશ મૂકવા માટે સરકારે કિંમતી ધાતુ પરનો આયાતવેરો બે ટકાથી વધારીને ચાર ટકા કર્યો હતો .

જૂન ક્વાર્ટરમાં સોનાની માંગ ઘટીને 153 ટન થઈ હતી , પરંતુ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 223 ટન સોનાની આયાત કરવામાં આવી હતી . થ્રિસ્સુરમાં એડવર્ટાઇઝિંગ એકમ ધરાવતા એમ આર અનિલકુમારે જણાવ્યું હતું કે , હું છેલ્લા સાત વર્ષથી ગોલ્ડ લોન લઉં છું . બેન્કોમાં લાંબી પ્રક્રિયા કરવી પડે છે ત્યારે સોના સામે ઝડપથી લોન મળે છે

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Saturday, Apr 05
24h Daylight Saving Time Ends 0
24h Daylight Saving Time Ends 0
Monday, Apr 07
07:00 ANZ Job Advertisements 1 -1.4%
11:30 Halifax House Prices (YoY/3m) 1 2.9%
11:30 Halifax House Prices (MoM) 1 0.2% -0.1%
12:30 Foreign Currency Reserves 1 753B
20:00 Bank of Canada Business Outlook Survey 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener