Translate

Friday, November 1, 2013

MCX બોર્ડમાંથી જિજ્ઞેશ શાહનું રાજીનામું

એનએસઇએલના કૌભાંડ બાદ પોતાના સામ્રાજ્યને બચાવવા પ્રયાસ કરી રહેલા ફાઇનાન્શિયલ ટેક્ નોલોજિસ ગ્રૂપના સ્થાપક જિજ્ઞેશ શાહે એમસીએક્સના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે .

શાહે ગુરુવારે નિયમનકારની નોટિસનો જવાબ આપ્યો હતો અને એમસીએક્સમાં એફટીના નોમિની તરીકે રાજીનામું પણ આપ્યું હતું . નિયમનકારે જિજ્ઞેશ શાહને નોટિસ ફટકારીને તેમને ડાયરેક્ટર તરીકે ફીટ એન્ડ પ્રોપર કેમ ગેરલાયક જાહેર કરવા તેનો જવાબ માંગ્યો હતો .

એફટીની પ્રેસ રિલીઝમાં શાહે જણાવ્યું હતું કે , એનએસઇએલની કટોકટીના કારણે મારી બે દાયકાની મહેનત પર પાણી ફરી વળ્યું છે . મને માત્ર નાણાકીય નુકસાન નથી થયું , પરંતુ મને અને મારા પરિવારને સૌથી વધારે દુ : બાબતનું છે કે મારી વિશ્વસનીયતા ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે .

એફએમસીની નોટિસ અંગે એફટીના પ્રતિભાવથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે તેમાં જણાવાયું છે કે ગ્રાન્ટ થોર્નટને એનએસઇએલનો જે ફોરેન્સિક ઓડિટ કર્યો તેમાં એફટીની કોઈ ગરબડ બહાર આવી હતી . તેમણે કહ્યું કે એનએસઇએલ કેસમાં અનેક એજન્સીઓ તપાસ કરી રહી હોવાથી એફટી સામે અત્યારે કોઈ પ્રતિકૂળ તારણ કાઢવું અત્યારે વધારે પડતું વહેલું ગણાશે .

સૂત્રોએ જણાવ્યું હતું કે એફટી બોર્ડના સ્વતંત્ર અને નોન - એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ દ્વારા શાહની જગ્યાએ નવા હોદ્દેદારની પસંદગી કરવામાં આવશે . જિજ્ઞેશ શાહ તેમની કંપની લા - ફિન સાથે એફટીમાં લગભગ 45.6 ટકા હિસ્સો ધરાવે છે .
એમસીએક્સમાં એફટી ૨૬ ટકા હિસ્સો ધરાવે છે . કંપનીએ ગુરુવારે સ્ટોક એક્સ્ચેન્જને જણાવ્યું હતું કે કંપનીના નોન એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન જિજ્ઞેશ શાહે તાત્કાલિક અસરથી કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે .

કોમોડિટી માર્કેટની નિયમનકાર ( એમસીએક્સ ) એફટી , જિજ્ઞેશ શાહ , શ્રીકાંત જાવળગેકર અને જોસેફ મેસીને ચાલુ મહિનાના પ્રારંભમાં નોટિસ આપી હતી અને તેમને ફીટ એન્ડ પ્રોપર તરીકે શા માટે ગેરલાયક જાહેર કરવા તેનો જવાબ માંગ્યો હતો . ચારેયે ગુરુવારે વ્યક્તિગત રીતે નોટિસનો જવાબ આપ્યો હતો . એફટીએ 80 પાનાંનો જવાબ આપ્યો હતો અને તેની સાથે પરિશિષ્ટ તરીકે 200 પાનાં જોડ્યાં હતાં .

શાહે જણાવ્યું હતું કે , એમસીએક્સ જેવી સંસ્થા સ્થાપવા અને ભારતને વૈશ્વિક નકશા પર મૂકવા માટે મેં સખત મહેનત કરી હતી . હું નથી ઇચ્છતો કે કોઈ ઘટનાના કારણે તેની પ્રતિષ્ઠા ખરડાય .

જોકે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શાહે વકીલોની સલાહને અનુસરીને રાજીનામું આપ્યું હોવાની શક્યતા છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports