Translate

BSE-NSE Ticker

Tuesday, May 26, 2015

બ્રિક્સ બૅન્કના પ્રથમ પ્રેસિડન્ટ તરીકે કે. વી. કામતની નિમણૂક

k v kamathદેશના નામાંકિત બૅન્કર કે. વી. કામતને ન્યુ ડેવલપમેન્ટ બૅન્ક તરીકે ઓળખાતી બ્રિક્સ બૅન્કના વડા તરીકે નીમવામાં આવ્યા છે.


બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા જેવા પાંચ નવા ઊભરતા દેશોની આ બૅન્કનું મુખ્ય મથક ચીનના શાંઘાઈમાં રહેશે. પ્રથમ પ્રેસિડન્ટના પદે નિમણૂક કરવાનો અધિકાર ભારતને આપવામાં આવ્યો હતો. ઉક્ત પાંચે દેશોના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર પરથી બ્રિક્સ નામકરણ થયું છે.

૫૦ અબજ ડૉલરની મૂડી ધરાવતી ન્યુ ડેવલપમેન્ટ બૅન્ક ઉક્ત પાંચે દેશોના વિકાસ- કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની પોતાની જરૂરિયાત મુખ્યત્વે આ જ સંસ્થામાંથી મેળવવા પ્રયત્નશીલ છે અને આ બૅન્કને એનું સક્રિય સમર્થન મળી રહ્યું છે.

ભારત સરકારે ન્યુ ડેવલપમેન્ટ બૅન્કમાં ભારતના સભ્યપદને ગઈ ૨૫ ફેબ્રુઆરીએ સત્તાવાર સમર્થન આપ્યું હતું. કટોકટીના વખતમાં ઉપયોગમાં લઈ શકાય એ માટે આ બૅન્કમાં ૧૦૦ અબજ ડૉલરના તાકીદના ભંડોળની પણ વ્યવસ્થા છે.

ન્યુ ડેવલપમેન્ટ બૅન્કમાં સૌથી વધુ ૪૧ અબજ ડૉલરનું યોગદાન ચીન આપશે. ત્યાર બાદ બ્રાઝિલ, ભારત અને રશિયા ૧૮-૧૮ અબજ ડૉલર અને દક્ષિણ આફ્રિકા પાંચ અબજ ડૉલર આપશે.

ભારત પછી બ્રાઝિલ અને રશિયાને આ બૅન્કના પ્રેસિડન્ટના પદ પર નિમણૂક કરવાનો અધિકાર મળશે. પ્રેસિડન્ટનો હોદ્દો પાંચ વર્ષની મુદત ધરાવે છે.

બૅન્ક એક વર્ષની અંદર કાર્યરત થઈ જવાની શક્યતા હોવાનું નાણાસચિવ રાજીવ મહર્ષિએ જણાવ્યું છે.

બ્રિક્સ દેશોની કુલ રાષ્ટ્રીય પેદાશ આશરે ૧૬ ટ્રિલ્યન ડૉલર થાય છે અને એમની વસ્તી વિશ્વની વસ્તીના લગભગ ૪૦ ટકા જેટલી છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ બૅન્કની સ્થાપનાના કાર્યને વેગ આપવાની હાકલ કરતાં ગયા વર્ષે કહ્યું હતું કે ૨૦૧૬માં બૅન્કનું ઉદ્ઘાટન કરવાનું લક્ષ્ય રાખી શકાય.

કે. વી. કામતનો પરિચય

કે. વી. કામત તરીકે પ્રચલિત નામ ધરાવતા કુંદાપુર વામન કામત હાલ ICICI બૅન્ક અને ઇન્ફોસિસ લિમિટેડના નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન છે. તેઓ મેકૅનિકલ એન્જિનિયરિંગની પદવી ધરાવે છે અને એન્જિનિયરિંગ કર્યા બાદ તેમણે IIM અમદાવાદમાંથી મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો.  કામતે ૧૯૭૧માં એ વખતે નાણાકીય સંસ્થા તરીકે સ્થપાયેલી ICICIમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એ સંસ્થાએ જ ICICI બૅન્કની સ્થાપના કરી અને ૨૦૦૨માં બન્નેનું એકત્રીકરણ થયું. તેઓ ૧૯૮૮થી ૭ વર્ષ સુધી એશિયન ડેવલપમેન્ટ બૅન્કમાં સેવારત રહ્યા બાદ ૧૯૯૬માં ICICIમાં મૅનેજિંગ ડિરેક્ટર અને ઘ્ચ્બ્ના પદે પાછા ફર્યા હતા. આ પદેથી એપ્રિલ-૨૦૦૯માં નિવૃત્ત થયા બાદ તેઓ નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે સેવા આપી રહ્યા છે.

કે. વી. કામતને ૨૦૦૮માં પદ્મભૂષણ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ભારતમાં તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમને બીજાં બહુમાન મળ્યાં છે, જેમાં બિઝનેસમૅન ઑફ ધ યર, બિઝનેસ લીડર ઑફ ધ યર, એશિયન બિઝનેસ લીડર ઑફ ધ યર વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૦૮-’૦૯ માટે તેઓ કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના પ્રેસિડન્ટ હતા.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports