Translate

Friday, November 6, 2015

ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. તમારા ફેવરેટ શૉ માં, એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે.

મની મેનેજરમાં આજે વાત કરીશું સરકાર દ્વારા લોન્ચ થયેલા ગોલ્ડ મોનેટાઈઝેશન વિશે. શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ ? અને કેટલો થઈ શકે લાભ?

સામાન્યરીતે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે મુસીબતના સમયમાં કોઈ વસ્તુ અચાનકથી કામમાં આવી શકે તો તે છે સોનું... જો તમારી પાસે થોડું પણ સોનું હોય તો તમે સમસ્યામાંથી કામ ચલાઉ નિવારણ લાવી શકો છો... પણ હવે આ સોનાની પરીભાષામાં એક નવું તત્વ જોડાયું છે. તે છે સરકાર દ્વારા લોન્ચ થયેલી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ. અને સોવરેન ગોલ્ડ બોન્ડ્ઝ. સરકારે આ સ્કીમમાં 3 સિક્કાઓ રજૂ કર્યા છે, જેમા અશોક ચક્ર અને ગાંધીજીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. શું છે આ સ્કીમ અને કેવા છે તેના લાભ. તેના વિશે જાણકારી મેળવીએ .

આ સ્કીમમાં સોનાના સિક્કા મળશે. સોનાના સિક્કામાં અશોક ચક્ર બનાવવામાં આવ્યું છે. સોનાના સિક્કામાં ગાંધીજીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. સરકારનો હેતુ એ છે કે ભારતનું સોનું ભારતને ઉપયોગી બને. આ સ્કીમ દ્વારા સરકારને અને સામાન્ય જનતા દરેકને ફાયદો થશે.

આ સ્કીમમાં પહેલા તમારા સોનાને ચકાસવામાં આવશે. આ સ્કીમમાં સોનાને પીગળાવી તેની લગડી બનાવવામાં આવશે. પીગળાવેલા સોના પર એક એકાઉન્ટ બનશે અને તેના પર વ્યાજદર શઝ્ર થશે. જે તે દિવસના સોનાના ભાવની હોલ્ડીંગ ગ્રાહકોને મળશે.

ઘરેણાને જો તમે જમા કરાવશો તો તેને પણ પીગળાવવામાં આવશે. 1 થી 3 વર્ષ માટે શોર્ટ ટર્મ બેન્ક ડિપોઝીટ બની શકશે. 1 થી 3 વર્ષ બાદ 5 થી 7 વર્ષ માટે ડિપોઝીટ થઈ શકશે. 12 થી 15 વર્ષ સુધી સોનું ડિપોઝીટ થઈ શકશે. ગોલ્ડ મોનેટાઈઝેશનમાં ટેક્સ ફ્રિ કેપિટલ ગેઈન મળશે.

આ સ્કીમનો લાભ લેવા માટે ઓછામાં ઓછી 30 ગ્રામની હોલ્ડીંગ કરવાની રહેશે. આ સ્કીમ માટે લોકોને ઘણી મુંજવણો ઉદ્ભવી શકે તેમ છે. સરકારનો ઉદ્દેશ્ય આ પાછળ બિનઉપયોગી સોનાને ઉપયોગમાં લેવાનો છે. આ સ્કીમમાં પ્રતિ વર્ષ 500 ગ્રામનો બોન્ડ લઈ શકાય છે.

આ બોન્ડ માટે એપ્લિકેશન પોસ્ટ ઓફિસ, આરબીઆઈ વેબસાઈટ વગેરેમાંથી લઈ શકાશે. ફિઝીકલ ગોલ્ડમાં સંગ્રહ કરવાનું જોખમ રહે છે. પેપર ગોલ્ડમાં હોલ્ડીંગ સ્થિર રહે જ છે. આ સ્કીમમાં રેટ ઓફ ઈન્ટરેસ્ટ 2.75 % નો રહેશે. આ બોન્ડ તમારા ડિમેટ એકાઉન્ટમાં પણ મળી શકશે. આ સ્કીમમાં મળતા લાભ પર ટેક્સ લાગશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports