Market Ticker

Translate

Thursday, November 5, 2015

US: જાણો, નવેમ્બર-2015માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસ

અમેરિકામાં નવેમ્બર માસનું વિઝા બુલેટિન જાહેર થયું છે. ઓક્ટોબર મહિનાની સરખામણીમાં નવેમ્બર મહિનાનું બુલેટિન અત્યંત નિરાશાજનક જણાય છે. ફેમિલી સ્પોન્સર્ડ તથા એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની મોટાભાગની એપ્લિકેશન અંદાજે એક વર્ષ સુધી પાછી ઠેલાઇ છે.  લેટેસ્ટ વિઝા બુલેટિન અનુસાર વિવિધ કેટેગરીના વિઝાનું કરંટ સ્ટેટસ આ પ્રમાણે છેઃ
 
ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં પહેલી કેટેગરી 14 માસ પાછળ ખસી છે, જ્યારે F2A કેટેગરી સાડ દસ મહિના પાછી ઠેલાઇ છે.  તે સિવાય F2B કેટેગરી દોઢ વર્ષ પાછી ખેંચાઇ છે. જ્યારે ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં ત્રીજી  કેટેગરી દસ મહિના જ્યારે ચોથી કેટેગરી 11 મહિના પાછી ઠેલાઇ છે.
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારાની E-2 કેટેગરી અંદાજે ત્રણ વર્ષ જેટલી પાછી ઠેલાતા યુવાનોમાં ભારે નિરાશા છે. જ્યારે E-3 કેટેગરી પણ 14 મહિના પાછી ઠેલાઇ છે. તે સિવાય અન્ય કેટેગરીઓ એપ્રિલ-2015 માસ પ્રમાણે યથાવત્ છે.
ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરી સંપૂર્ણ વિઝા ઇન્ફર્મેશન
 
F1- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યક્તિના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F2A- કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની તથા અપરણીત બાળકો
F2B- કાયમી વસવાટ કરનારાઓના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F3- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યતકિતના પરિણીત પુત્રો અને પુત્રીઓ
F4- યુએસ સિટીઝનના એડલ્ટ બ્રધર અને સિસ્ટર
 
નવેમ્બર-2015 માસની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વિગતો
 
કેટેગરી કટ-ઓફ ડેટ
F1 22 ફેબ્રુઆરી 08
F2A 15 મે 14    
F2B 08 ફેબ્રુઆરી 09
F3 15 જૂન 04    
F4 01 માર્ચ 03
 
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સિસના વિઝાની વિગતો
 
E1 -  પ્રાયોરિટી વર્કર્સ (ચઢિયાતા કામદારો)
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
 
નવેમ્બર-2015 માસની એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની ઇન્ફર્મેશન
 
કેટેગરી     કટ-ઓફ ડેટ
E1 કરંટ ડેટ
E2 01 ઓગસ્ટ 06
E3 01 એપ્રિલ 04
E4 કરંટ ડેટ
E5 કરંટ ડેટ

 

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Sunday, Jun 22
22:45 Fed's Daly speech 2
Monday, Jun 23
04:30 S&P Global Composite PMI 2 51.2 50.5
04:30 S&P Global Manufacturing PMI 2 51 51
04:30 S&P Global Services PMI 2 51.3 50.6
12:30 Fed's Waller speech 2
14:00 S&P Global Manufacturing PMI 3 46.6 46.4
14:00 S&P Global Composite PMI 3 50.5 50.3
14:00 S&P Global Services PMI 3 51.3 50.9
19:15 S&P Global Manufacturing PMI 3 51 52
19:15 S&P Global Composite PMI 2 53
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener