Translate

Friday, January 21, 2011

જાણો... વાઇબ્રન્ટ સોદા કેટલા વાસ્તવિક ?

ગુજરાત સરકારના રૂ. 20 લાખ કરોડથી વધુના ખાતરીબદ્ધ રોકાણના દાવામાં કેટલાક એવા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે જેને '
બહુ દૂરના ' ગણાવી શકાય અને કેટલાંક એવાં પણ રોકાણનો સમાવેશ થાય છે જે આમેય ગુજરાતમાં આવવાનાં જ હતાં. ઉદાહરણ તરીકે , હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીના ચેરમેન અજિત ગુલાબચંદે રાજ્યમાં રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટમાં આગામી 2-5 વર્ષમાં રૂ. 1,200 કરોડના રોકાણની જાહેરાત કરી. નિયમ મુજબ , ગુજરાત સરકાર માત્ર સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે જ વીજળી ખરીદશે અને એચસીસીના સૂચિત પ્રોજેક્ટની કાર્યક્ષમતા સામે હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તેવી જ રીતે , છત્તીસગઢ સ્થિત રૂ. 1,050 કરોડની વંદના પાવર ઇન્ફ્રાટેકે નવલખી પોર્ટ નજીક રૂ. 10,000 કરોડના કોલસા આધારિત પાવર પ્લાન્ટની જાહેરાત કરી. રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે , જો તેઓ રાજ્ય સરકારની માલિકીવાળી વીજસેવા કંપનીની સ્પર્ધાત્મક બિડમાં સફળ થશે તો જ તેમનું આયોજન ફળીભૂત થશે. રિન્યૂએબલ અને પરંપરાગત વીજળી ક્ષેત્રના મોટા ભાગના પ્રોજેક્ટોનું કોઈ ભાવિ નથી.માત્ર બે દિવસમાં થયેલા કુલ રૂ. 20.83 લાખ કરોડના રોકાણના કરારમાં ત્રીજા ભાગનો હિસ્સો એકલા ઊર્જા ક્ષેત્રનો હતો. 2009 ની વાઇબ્રન્ટ સમિટ દરમિયાન એચસીસીએ રૂ. 40,000 કરોડના રોકાણ સાથે લવાસા મોડલનું ગુજરાતમાં અનુકરણ કરવાની દરખાસ્ત કરી હતી. જોકે , કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે એચસીસી પર લવાસા ખાતે પર્યાવરણ નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને તેના આયોજનમાં ગુજરાત પ્રોજેક્ટ ક્યાંય દેખાતો નથી. કોંગ્રેસના નેતાઓ સહિતના વિવેચકોએ જણાવ્યું હતું કે 2009 દરમિયાન ગુલાબચંદે જાહેર કરેલા પ્રોજેક્ટમાં કોઈ પ્રગતિ થઈ નથી માટે આ વખતે તેમણે અગાઉની જાહેરાતમાં કામ ચાલી રહ્યું છે એવું કહેવાની ફરજ પડી હતી. અમદાવાદ સ્થિત રૂ . 1,000 કરોડની દિશમાન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડની પેટાકંપની દિશમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે અમદાવાદમાં તેના સૂચિત ફાર્મા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે રૂ . 10,400 કરોડના એમઓયુ કર્યા હતા . કંપનીએ ઇટી સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર રૂ . 400 કરોડનું જ રોકાણ કરશે જ્યારે બાકીનું ( રૂ . 10,000 કરોડનું ) રોકાણ સેઝમાં આવનારા એકમો દ્વારા કરાશે . અહીં એમઓયુનું ડુપ્લિકેશન થવાની શક્યતા છે કારણ કે સેઝમાં એકમ સ્થાપનારી કંપની અલગથી એમઓયુ કરશે પણ ખરેખર તેના રોકાણનો આંક ડેવલપર દ્વારા પહેલેથી પોતાની ગણતરીમાં લેવાઈ ગયો છે . આમ એક જ રોકાણ માટે કંપની અને ડેવલપર બે અલગ અલગ એમઓયુ કરે તેવી શક્યતા છે . ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ( ઓએનજીસી ) એ તેની ઓનશોર કામગીરી માટે રૂ . 12,500 કરોડનું રોકાણ કરવાની ખાતરી આપી છે , આ રોકાણ પહેલેથી જ તેના આયોજનમાં હતું . ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન , હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે રાજ્ય સરકાર હસ્તકની જાહેર કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે આંતરરાજ્ય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે . જોકે , 4,000 કિલોમીટર આંતરરાજ્ય ગેસ ગ્રિડ નાંખવાનો રૂ . 12,500 કરોડનો પ્રોજેક્ટ નિયમનકાર પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના લાઇસન્સ વગર શરૂ જ નથી થઈ શકવાનો . સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા , દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડા સામાજિક વિકાસમાં રૂ . 18,000 કરોડનું રોકાણ કરશે . હકીકતમાં આ ભંડોળ કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ મારફતે આવતું હોય છે . જનરલ મોટર્સે હાલોલ ખાતે તેના પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 85,000 યુનિટથી વધારીને 1.5 લાખ યુનિટ કરવા રૂ . 450 કરોડનું રોકાણ કરવાની છે . તે સમિટના સ્થળે અવ્યવસ્થાને કારણે એમઓયુ કરી શકી ન હતી . કંપનીના ઉચ્ચ અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે જનરલ મોટર્સ તેનું વિસ્તરણ આયોજન બહાર પાડવાની હતી તે સમયે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આવ્યું તે માત્ર એક યોગાનુયોગ હતો . કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે , આ રોકાણ એમઓયુ કર્યા વગર પણ થવાનું જ હતું પરંતુ મુખ્યમંત્રીએ અમને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેને સમિટ મારફતે સત્તાવાર બનાવાય . અમદાવાદ સ્થિત એક અગ્રણી કેમિકલ વેપારીએ જણાવ્યું હતું કે , તેણે અમને રૂ . 1.5 લાખથી પણ વધુ આપવાના બાકી છે . મને જ્યારે એમઓયુના કદની જાણ થઈ ત્યારે મને આઘાત લાગ્યો હતો . અમદાવાદ સ્થિત આઇટી કંપનીએ તેના આયોજનમાં રાજ્ય સરકારની ક્યાંય ભૂમિકા ન હોવા છતાં માત્ર કરવા ખાતર એમઓયુ કર્યા હતા . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ , એસ્સાર ગ્રૂપ અને અદાણી ગ્રૂપ જેવી મોટી કંપનીઓ ગુજરાતમાં તેમનું વિસ્તરણ કરી રહી છે અને સમિટમાં જાહેર કરેલું રોકાણ સમિટ ના યોજાયું હોત તો પણ થવાનું હતું . રાજ્ય સત્તાવાળાના રોકાણના આંકડાના દાવા સંકુચિત હોવા અને રોકાણ કરતાં વધુ પ્રોજેક્ટને સમાવ્યા હોવા છતાં આ ત્રણ અગ્રણી કોર્પોરેટે કુલ રૂ . 1,65,000 કરોડના એમઓયુ કર્યા હતા . સરકારનાં આંતરિક સૂત્રો જણાવે છે કે મુખ્ય સચિવ તેમની માસિક સમીક્ષાની બેઠકમાં એમઓયુમાં લક્ષ્યાંક પ્રમાણેનો દેખાવ નહીં કરનાર વિવિધ વિભાગના અધિકારીઓનો ઊધડો લેશે . એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે , તેનાથી સંબંધિત વિભાગો અન્ય સમકક્ષ વિભાગની તુલનાએ ખરાબ દેખાશે . તેથી મોટા રોકાણ ખેંચવાના સ્થાને અમે વધુ પ્રોજેક્ટને સમાવવાને વધુ પ્રાધાન્ય આપ્યું . ટોચના અધિકારીઓની અવારનવાર બદલી થતી હોવાથી વચલા સ્તરના અધિકારીઓએ લક્ષ્યાંકનું પાલન નહીં કરવા બદલ ઉપરી અધિકારીના રોષનો ભોગ બનવું પડશે . ઉદ્યોગ વિભાગ અને ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેન્શન બ્યૂરો ( ઇન્ડેક્સ્ટ - બી ) એ 2009 ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટના છ મહિના પછી આયોજન 2011 ની સમિટ માટે તૈયારી શરૂ કરી દીધી હતી . ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સરકારી સ્ટાફના કર્મચારીઓને જે નામથી બોલાવવું ગમે છે તે કર્મયોગીઓએ નોલેજ પાર્ટનર અને પબ્લિક રિલેશન પાર્ટનર શોધવાનું શરૂ કર્યું હતું અને બાદમાં આયોજનનો વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો . સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનાં બનેલાં સાત પ્રતિનિધિમંડળો સાત દેશો અને દેશનાં છ મોટાં શહેરોમાં ફરી વળ્યાં હતાં . ઉદ્યોગ સચિવ મહેશ્વર સાહુના પિતાનું સમિટના એક મહિના પહેલાં જ અવસાન થયું હતું પરંતુ તેઓ માત્ર બે જ દિવસમાં ફરી કામે ચઢી ગયા હતા . ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે , અમે સરકારી જાહેર રજાઓના દિવસે પણ સખત પરિશ્રમ કર્યો છે . એક દિવસ લિફ્ટમેન તેનો સમય પૂરો થતાં જતો રહ્યો હતો અને અમારે ઇમારતમાં નીચે ઊતરવા ટોર્ચનો સહારો લેવો પડ્યો હતો . અમે જ્યારે પાર્કિંગ સ્લોટમાં મૂકેલા અમારાં વાહનો પાસે પહોંચ્યા ત્યારે રખડતા કૂતરાઓએ અમારી સામે ભસવાનું શરૂ કર્યું હતું .મુખ્યમંત્રીએ પણ તેના કર્મયોગીઓના સખત પરિશ્રમને શુક્રવારના સમાપન સમારંભમાં વધાવ્યો હતો . 2009 માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટને મળેલા પ્રતિસાદથી પ્રેરાઈને સરકારે ચાલુ વર્ષે સમિટના થોડા દિવસો પહેલાં જ હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે નીતિ બહાર પાડી હતી . આ પગલાથી કંપનીઓને તેમનું રોકાણ આયોજન સઘન બનાવવા પ્રોત્સાહન મળ્યું હોવાનું માનવામાં આવે છે . ( પૂરક માહિતીઃ હિમાંશુ દરજી , મિતુલ ઠક્કર , શ્રમણા ગાંગુલી , વિશાલ દત્તા , પરાગ દવે અને કેયૂર ધનદેવ)

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 15
18:25 Redbook Index (YoY) 1 6.6% 7.2%
n/a GDT Price Index 1 1.1%
21:00 52-Week Bill Auction 1 3.820% 3.945%
Wednesday, Apr 16
02:00 API Weekly Crude Oil Stock 1 2.400M -1.680M -1.057M
04:40 Fed's Cook speech 2
06:30 Westpac Leading Index (MoM) 1 0.06%
11:30 Retail Price Index (MoM) 2 0.0% 0.6%
11:30 Retail Price Index (YoY) 2 3.2% 3.4%
11:30 Consumer Price Index (YoY) 3 2.7% 2.8%
11:30 Consumer Price Index (MoM) 3 0.4% 0.4%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener