Translate

Wednesday, October 17, 2012

સરકારે અદાણી સેઝ રદ કર્યોઃ કંપની ફરી અરજી કરશે

સરકારે સેઝના ત્રણ નિયમોના કથિત
<a href="http://ads.indiatimes.com/ads.dll/clickthrough?slotid=5204" target="_blank"><img src="http://ads.indiatimes.com/ads.dll/photoserv?slotid=5204" border="0" width="250" height="250" alt="Advertisement"/></a>
ભંગ
બદલ મુન્દ્રા ખાતે અદાણી ગ્રૂપનો દ્વારા ડેવલપ થઇ રહેલો 1,840 હેક્ટરનો મલ્ટિ - પ્રોડક્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રદ કર્યો છે .

વાણિજ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે , અદાણી પોર્ટ એન્ડ સેઝ ( એપીસેઝ ) નો પ્રોજેક્ટ ડિનોટિફાય કરવામાં આવ્યો છે કારણકે દરખાસ્ત ઇન્ટિગ્યુઇટી નિયમનું પાલન કરતી નથી અને ટેક્સ ફ્રી ઝોનની મંજૂરી માંગતા પહેલાં સેઝની સાઇટ ખાલી હોવી જોઈએ તે નિયમનો ભંગ કરે છે .

વધુમાં સાઇટ પરિવહનના યોગ્ય સાધનો વગર ચારે બાજુથી ઘેરાયેલી છે . તેમણે વધુમાં જણાવ્યું હતું કે , કંપનીએ ત્રણ નિયમોનો ભંગ કર્યો છે . આને કારણે અમે તેમનો સેઝ ડિનોટિફાય કર્યો છે .

અદાણી પોર્ટ એન્ડ સેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે , ' કંપની 6,473 હેક્ટર જમીન પર મલ્ટિ - પ્રોડક્ટ સેઝ ધરાવે છે જેને ઉપરોક્ત સેઝ સાથે કોઇ સંબંધ નથી . અમે ભવિષ્યમાં વિસ્તરણ માટે વધારાની 1,840 હેક્ટર જમીન માટે મંજૂરી માંગી હતી .

મંજૂરી નકારવામાં આવી હતી કારણકે સત્તાવાળાઓને લાગ્યું કે સૂચિત વિસ્તારમાં કન્ટિન્યુઇટીનો અભાવ છે . અમે ટૂંક સમયમાં વધારાની 1,840 હેક્ટર જમીન માટે મંજૂરી માંગીશું .

સરકારી અધિકારીએ પણ જણાવ્યું હતું કે , જો પ્રોજેક્ટ ડેવલપર ત્રણેય વિસંગતતાઓ દૂર કરે તો તેઓ નવેસરથી મંજૂરી મેળવવા માટે વાણિજ્ય મંત્રાલયમાં બોર્ડ ઓફ એપ્રુવલનો સંપર્ક કરી શકે છે . મંગળવારે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ પર એપીસેઝના શેર 3.12 ટકા ઘટીને 119.60 ના સ્તરે બંધ રહ્યાં હતા .

સેઝ માટેના કન્ટિન્યૂઇટીના નિયમ મુજબ ડેવલપરે જમીનના એક પટ્ટામાં ઝોન ડેવલપ કરવાનો હોય છે . વધુમાં , જમીન કોઇ પણ વાણિજ્યિક માળખા વગર ખાલી હોવી જોઇએ .

તાજેતરમાં ડેવલપર્સની વિનંતીને પગલે કેટલાક અન્ય ટેક્સ - ફ્રી એનક્લેવ્સ ડિનાટિફાય કરવામાં આવ્યા છે . મુખ્યત્વે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ ( મેટ ) લાદવા જેવા કર લાભ પાછા ખેંચાવાને કારણે ડેવલપરોએ તેમના ઝોન સરેન્ડર કરી દીધા છે .

દરમિયાન સરકાર સેઝને વધુ આકર્ષક બનાવવા માટે સેઝ માટે નવા નિયમો લાવવાનું વિચારી રહી છે . સરકારે 2014 થી પ્રોફિટ લિન્ક્ડ ટેક્સ ઇન્સેન્ટિવ દૂર કરવા જેવા નિર્ણય લેતા ટેક્સ - ફ્રી એક્સપોર્ટ ઝોનની ચમક ઝાંખી પડી છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports