Translate

Wednesday, October 17, 2012

HCL ટેકનો.નો Q1 નફો 78% વધીને રૂ.885 કરોડ

IT કંપની HCL ટેકનોલોજીસે 30 સપ્ટેમ્બરના

રોજ
પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં અપેક્ષાથી સારી કામગીરી નોંધાવતાં તેના સંગઠિત ચોખ્ખા નફામાં 78.1 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી . સાથે કંપનીનો ચોખ્ખો નફો 884.8 કરોડ રૂપિયા નોંધાયો હતો .

કંપનીના પરિણામ જાહેર થયા બાદ કંપનીનો શેર આજે 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો . આજે સવારે શેરબજારમાં કંપનીના શેરનું 605 ના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હતું .

જુલાઈ - સપ્ટેમ્બર , 2011 માં કંપનીનો ચોખ્ખો નફો માત્ર 496.7 કરોડ રૂપિયા હતો , તેમ કંપનીએ આજે જારી કરેલી યાદીમાં જણાવ્યું હતું .

HCL જુલાઈ - જૂનના નાણાકીય વર્ષને અનુસરે છે . અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં કંપનીના ચોખ્ખા નફામાં 3.6 ટકાનો વધારો જોવાયો છે . એપ્રિલ - જૂન , 2012 ના ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 854.1 કરોડ રૂપિયા હતો

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports