Translate

Wednesday, October 17, 2012

UK નરમ પડ્યું : હાઈ કમિશનર મોદીને મળશે

UK નરમ પડ્યું : હાઈ કમિશનર મોદીને મળશેબ્રિટનની કોમનવેલ્થ ઓફિસે જણાવ્યું છે

કે
તેના ઉચ્ચાયુક્ત ( હાઈ કમિશનર ) મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ હસ્તીઓને મળવા ગુજરાત જશે અને ગુજરાત સાથે બ્રિટનના સંબંધ કઈ રીતે આગળ વધારવા તે અંગે ચર્ચા કરશે .

યુકે સરકારનો નિર્ણય જે સમયે લેવાયો છે તે મહત્ત્વપૂર્ણ છે કારણ કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વધતા રાજકીય કદ વિશે રાજદ્વારી વર્તુળો પણ નોંધ લઈ રહ્યા હોવાના તેમાંથી સંકેત મળે છે . 2002 માં ગુજરાતમાં કોમી રમખાણો બાદ બ્રિટને નરેન્દ્ર મોદી સાથે સંબંધ કાપી નાખ્યા હતા . અમેરિકાએ પણ મોદીને વિઝા આપ્યા હતા .

યુકેની વિદેશ કચેરીના નિવેદનમાં જણાવાયું હતું કે ગુજરાતમાં યુકે વિશાળ હિત ધરાવે છે . ગુજરાતની આર્થિક તેજી માટે મોદીના આર્થિક ઉદારીકરણ અને રોકાણ માટેના પગલાને શ્રેય અપાય છે .

યુકે વિદેશ કચેરીના પ્રવક્તાએ કહ્યું હતું કે , અમે ગુજરાતમાં કામ કરતા કે મુલાકાત લેતા બ્રિટિશ નાગરિકોને અને યુકેમાં રહેતા ગુજરાતીઓને શ્રેષ્ઠ ટેકો પૂરો પાડવી માંગીએ છીએ . ભારત સાથેના સંબંધ મજબૂત બનાવવાના ભાગરૂપે મુલાકાત યોજવામાં આવી રહી છે .

નિવેદનમાં 2002 નાં કોમી રમખાણોનો ઉલ્લેખ કરાયો હતો અને જણાવાયું હતું કે , તેનાથી હિંસામાં માર્યા ગયેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ન્યાય અપાવવામાં મદદ મળશે . અમે રાજ્યમાં માનવ અધિકાર અને સારા વહીવટને ટેકો આપવા માંગીએ છીએ .

યુકે વિદેશ ઓફિસના નિવેદન બાદ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું , દેર આયે , દુરસ્ત આયે . હું ગુજરાત સાથે સંબંધ ગાઢ બનાવવાના યુકે સરકારનાં પગલાંને આવકારું છું . ઈશ્વર મહાન છે . તેમની સત્તાવાર વેબસાઇટ પર જણાવાયું હતું કે મોદીના નેતૃત્વમાં છેલ્લાં 11 વર્ષમાં રાજ્યએ પ્રગતિ કરી તેની યુકેએ નોંધ લીધી છે

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
21:30 BoE's Lombardelli speech 2
22:30 3-Year Note Auction 1 3.784% 3.908%
23:30 Fed's Daly speech 2
23:30 Fed's Goolsbee speech 2
Wednesday, Apr 09
02:00 API Weekly Crude Oil Stock 1 -1.057M 6.037M
07:30 RBNZ Interest Rate Decision 3 3.50% 3.75%
07:30 RBNZ Monetary Policy Statement 3
15:00 FPC Statement 1
15:00 FPC Meeting Minutes 1
16:30 MBA Mortgage Applications 1 -1.6%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener