Translate

BSE-NSE Ticker

Wednesday, January 16, 2013

ગાંધીનગરમાં પ્રથમ ગિફ્ટ ટાવર ખુલ્લો મુકાયો

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એશિયાના એકમાત્ર ઉદાર નાણાકીય સેવા કેન્દ્ર ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક ( ગિફ્ટ ) સિટીને ખુલ્લું મૂક્યું હતું .

કેન્દ્રથી નાણાકીય સંસ્થાઓ વિદેશી ચલણમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે અને ભારતીય કંપનીઓ વિદેશી એક્વિઝિશન માટે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ભંડોળ એકત્ર કરી શકશે .

મોદીએ 29 માળની ' ગિફ્ટ - વન ' ઇમારતનું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું હતું કે , ગતિશીલ નાણાકીય દુનિયામાં સેવા ક્ષેત્ર ગિફ્ટને કારણે નવી ઊંચાઈઓ સર કરશે . નાણાકીય સેવાઓ આગામી પેઢીની ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી ( આઇસીટી ) દ્વારા વૈશ્વિક સ્તરે પૂરી પડાશે .

ઇમારતમાં 7 લાખ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ હશે . બીજી ઇમારત ફેબ્રુઆરીમાં તૈયાર થવાની ધારણા છે અને તે પ્રાપ્ય ઓફિસ સ્પેસને બમણી કરશે .

ગિફ્ટ વનનું નિર્માણ લાર્સન એન્ડ ટુબ્રો ( એલ એન્ડ ટી ) દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે પૂર્ણતાને આરે આવેલું ગિફ્ટ - ટુ અલ નાકરા કન્સલ્ટન્ટ્સ દ્વારા બાંધવામાં આવી રહ્યું છે .

જ્યારે સંપૂર્ણ તૈયાર થશે ત્યારે ગિફ્ટ પાસે 4.2 કરોડ ચોરસ ફૂટ જગ્યા વાણિજ્યિક વપરાશ માટે ઉપલબ્ધ હશે . ગિફ્ટના સત્તાવાળાઓ ભારતીય અને વિદેશી કંપનીઓને કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસો શરૂ કરવા આકર્ષી રહ્યા છે . ગિફ્ટના ડિરેક્ટર આર કે ઝાએ ઇટીને જણાવ્યું હતું કે , 10 ઇમારતો ત્રણ વર્ષમાં તૈયાર થશે જેને પગલે 70-80 લાખ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ ઉપલબ્ધ થશે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports