Translate

Tuesday, January 29, 2013

Surati Locho - સુરતી લોચો બનાવવાની રીત

સુરતી લોચો બનાવવાની રીત
Surati Locho - સુરતી લોચો


લોચો એ ગુજરાતની સૌથી સ્વાદિષ્ટ ચટપટી ખાવાની ચીજો પૈકીની એક ચીજ છે. લોચો બનાવવાની બેઝીક રીત તો એક સરખી જ છે પરંતુ હોંશિયાર ગૃહિણી તેના પર કેટલું શું ભભરાવે છે અને ચાખીને સ્વાદ નક્કી કરીને પીરસે છે તેના પર છેવટની પ્રોડક્ટ નિર્ભર રહે છે.અહીં ખાસ અપીલ કરવાની કે દેશગુજરાતના ખાસ તો સુરતી વાંચકો આ રીતમાં કશુંક ઉમેરી શકે કે સજેશન કરી શકે તો કોમેન્ટ સેક્શન હાજર છે.
સામગ્રી: ચણાની દાળ: ૧ વાડકી, ચણાનો લોટ: ૧ ચમચી, ક્રશ કરેલું લીલું મરચું: ૧ ચમચી, મીઠું: સ્વાદ અનુસાર, હળદર: ચપટી, પાણી: જરૂર મુજબ, ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ: પા ચમચી, ખમણનો ટુકડો: એક, સંચળ:જરૂર મુજબ, શેકેલા જીરુંનો પાવડર:જરૂર મુજબ, મરી: સ્વાદ અનુસાર, ડુંગળી: ઝીણી સમારેલી એક, ઝીણી સેવ જરૂર મુજબ, બેથી ત્રણ ચમચા માખણ, ચટણી માટે કોથમીર, પાલક.



Garlic Extra Butter Locho
Surti Butter Locho
રીત: સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અર્ધો કલાક રહેવા દો. હવે આ ખીરુંને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.
એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.


No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Apr 30
19:30 Personal Income (MoM) 2 0.5% 0.4% 0.7% Revised from 0.8%
19:30 Core Personal Consumption Expenditures - Price Index (MoM) 3 0.0% 0.1% 0.5% Revised from 0.4%
20:00 EIA Crude Oil Stocks Change 1 -2.696M -0.600M 0.244M
20:30 President Trump speech 3
21:00 BoE's Lombardelli speech 2
Thursday, May 01
01:30 President Trump speech 3
03:30 ANZ – Roy Morgan Consumer Confidence 2 93.2
24h Labour Day 0
04:30 Judo Bank Manufacturing PMI 1 51.7 51.7
05:30 President Trump speech 3
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener