Translate

Thursday, July 2, 2015

ગ્રીસમાં ૬ જુલાઈ સુધી બૅન્કો બંધ : ATMમાં પૈસા ખલાસ

આર્થિક કટોકટી યથાવત : પાંચ જુલાઈએ જનમત લેવાશે


ગ્રીસમાં એક સપ્તાહ માટે બૅન્કો બંધ રહેવાની છે અને ચિંતિત નાગરિકોએ કરેલા ઉપાડને લીધે મોટા ભાગનાં ATMમાં નાણાં ખલાસ થઈ ગયાં હોવાથી સરકારે લોકોને શાંતિ જાળવવાનો અનુરોધ કર્યો છે. બીજી બાજુ, ગ્રીસના સંકટને અનુલક્ષીને વૈશ્વિક શૅરબજારોમાં કડાકો બોલાયો હતો.ચીનનો કમ્પોઝિટ ઇન્ડેક્સ બાવીસ ટકા ઘટયો હતો. ભારતમાં સેન્સેક્સ પણ ઇન્ટ્રા-ડે ધોરણે ૬૦૨.૬૫ પૉઇન્ટ જેટલો ઘટયા બાદ ટ્રેડિંગ બંધ થવાના સમયે ૧૬૬.૬૯ પૉઇન્ટ નીચો રહ્યો હતો. ગ્રીસને આર્થિક સંકડામણમાંથી અને નાદાર થવાથી બચાવવા માટેની દરખાસ્તો સંબંધે પાંચ જુલાઈએ જનમત લેવામાં આવશે અને એના બીજા દિવસ સુધી અર્થાત ૬ જુલાઈ સુધી બૅન્કો બંધ રહેશે.
ATMમાંથી ઉપાડ કરવાની મર્યાદા પણ ૬૦ યુરો (૬૫ ડૉલર) નક્કી કરવામાં આવી છે. સત્તાવાર ગૅઝેટમાં જણાવાયા મુજબ વિદેશી પર્યટકો માટે ઉપાડની મર્યાદા નથી. દરમ્યાન ગ્રીસને નાણાં ધીરનાર યુરોપિયન યુનિયન અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે ૩૦ જૂન પછી એને વધારાની સહાય નહીં કરાય એવી જાહેરાત કરતાં ગ્રીસના ડિફૉલ્ટની શક્યતા વધી ગઈ છે. ગ્રીસે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડની ૧.૬ અબજ યુરોની લોન ૩૦ જૂન સુધીમાં ચૂકવી દેવાની હતી. ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોસ ઓલાન્દે ગ્રીસના વડા પ્રધાન એલેક્સિસ સિપ્રાસને અનુરોધ કર્યો છે કે કરજ ચૂકવવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યા હોવાથી તેઓ લેણદારો સાથે મંત્રણા કરવા આગળ આવે.

ગ્રીસની પરિસ્થિતિને લીધે ભારત પર સીધી અસર થવાની નથી : નાણાસચિવ

ગ્રીસની આર્થિક કટોકટીને લીધે ભારતમાંથી નાણાંનો ઉપાડ થઈ શકે છે. આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળી લેવી એના વિશે સરકાર રિઝર્વ બૅન્કની સલાહ લઈ રહી છે એમ નાણાસચિવ રાજીવ મહર્ષિએ સોમવારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રીસની પરિસ્થિતિને લીધે ભારત પર સીધી અસર થવાની નથી. જોકે અહીંથી યુરોપ મારફતે સિક્યૉરિટીઝ માર્કેટમાંથી નાણાંના ઉપાડના સ્વરૂપે થોડી અસર થઈ શકે છે.
આ ઘટનાને લીધે યુરોપમાં વ્યાજદર વધી શકે છે અને એને પગલે ભારતમાંથી નાણાંનો ઉપાડ થઈ શકે છે. મહર્ષિએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું હતું કે આ કટોકટી કયું સ્વરૂપ લે છે એના વિશે કંઈ કહી શકાય એમ નથી. ભારત પરિસ્થિતિને સંભાળી લેવા માટેનું કોઈ વિશિક્ટ આયોજન ધરાવતું નથી. કોઈ ભારતીય કંપની ગ્રીસમાં એક્સપોઝર ધરાવે છે કે કેમ એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે મને આના વિશે જાણ નથી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports