Translate

Thursday, July 2, 2015

ભારતીય બજારો સંકટમાં સવાયા

વૈશ્વિક બજારોમાં ગ્રીસના મુદ્દે જોવા મળી રહેલી હલચલ વચ્ચે ભારતીય બજાર ફરી એકવાર આઉટપર્ફોર્મ રહ્યું છે. જૂન એક્સ્પાયરીથી મંગળવાર સુધીનાં ચાર ટ્રેડિંગ સત્રોમાં ભારતીય બેન્ચમાર્ક્સે ઇમર્જિંગ તેમજ વિકસિત બજારોના બેન્ચમાર્ક્સ કરતાં સારો દેખાવ દર્શાવ્યો છે. 

26 જૂનના રોજથી બુધવાર સુધીનાં ચાર ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી 0.9 ટકા વધ્યો છે. બેન્ચમાર્ક 8,381ના સ્તરથી સુધરી 8,453ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે આ જ સમયગાળામાં જર્મનીનો ડેક્સ 3.6 ટકા ઘટ્યો છે. અન્ય નોંધપાત્ર ઘટાડો દર્શાવનાર સૂચકાંકોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ (-3.3 ટકા), ફ્રાન્સ (-3.0 ટકા), એસ એન્ડ પી 500 (-2.0 ટકા), ડાઉ જોન્સ (-2.0 ટકા) અને નિક્કી (-1.8 ટકા)નો સમાવેશ થાય છે. મોટા ભાગનાં ઇમર્જિંગ બજારોએ છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રોમાં ઘટાડો દર્શાવ્યો છે. 

કેલેન્ડર વર્ષ 2013 અને 2014માં સતત ચઢિયાતા દેખાવ બાદ ભારતીય બજારે ચાલુ કેલેન્ડરમાં પ્રારંભિક બે ક્વાર્ટર દરમિયાન અન્ય બજારોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. 

જેનું મુખ્ય કારણ કોર્પોરેટ અર્નિંગ્સમાં નરમાઈ અને તેને પગલે એફઆઇઆઇની વેચવાલી છે. જોકે એફઆઇઆઇની વેચવાલી સામે ભારતીય સંસ્થાઓ (ડીઆઇઆઇ)ની ખરીદીને કારણે બજારને નોંધપાત્ર સપોર્ટ મળતો હતો અને જૂન મહિનાના મધ્યમાં 8,000ની નીચે ઊતરી ગયેલો બેન્ચમાર્ક નિફ્ટી પુન: 8,400ના સ્તરે જોવા મળ્યો હતો. 

બુધવારે સેન્સેક્સ ફરી 28,000ની સપાટી પર બંધ રહ્યો હતો. જૂન મહિનામાં સ્થાનિક સંસ્થાઓએ લગભગ રૂ.૧૦,૦૦૦ કરોડની ખરીદી બજારમાં કરી હતી. છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રોમાં પણ બુધવારને બાદ કરતાં એફઆઇઆઇએ વેચવાલી દર્શાવી હતી. જેની સામે ડીઆઇઆઇએ ખરીદી ચાલુ રાખી હતી. 

સ્થાનિક બજારમાં માર્કેટ બ્રેડ્થ પણ ખૂબ પોઝિટિવ જોવા મળી છે. જે સૂચવે છે કે ફ્રન્ટલાઇન ઉપરાંત મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં હલચલ છે. બુધવારે બીએસઇમાં 1,900 શેરોમાં સુધારો અને 876 શેરોમાં ઘટાડો હતો. 

પીએસયુ બેંકિંગ ક્ષેત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સર્સ ઉપરાંત નાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાઉન્ટર્સમાં લેવાલી હતી. જોકે બજારમાં મિડ-કેપ્સમાં ક્યાંય કોઈ નોંધપાત્ર ખરીદીના સંકેતો હજુ નથી મળ્યા. કેમ કે માર્કેટ-બ્રેડ્થમાં દૈનિક ધોરણે મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. 

એનાલિસ્ટ્સ માને છે કે ભારતીય બજારે ગ્રીસ કટોકટીની ઘટનાને અગાઉથી જ ડિસ્કાઉન્ટ કરી લીધી હતી અને તેથી બોટમિંગ આઉટ વહેલું જોવા મળ્યું હતું. 

ઉપરાંત સ્થાનિક સંસ્થાઓની બજારમાં અવિરત લેવાલી પણ બજારને મુખ્ય સપોર્ટ પૂરો પાડી રહી હોવાનું તેઓ માને છે. તેમના મતે બજારમાં સ્થિરતા પાછી ફરી છે અને તે ફરી એકવાર રેંજ બાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે. નિફ્ટીમાં 8,200-8,800ની રેંજ જોવા મળે તેવી શક્યતા ટેક્‌નિકલ એનાલિસ્ટ માને છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports