Translate

Thursday, July 2, 2015

ગ્રીસ નમતું જોખવા તૈયાર, યુરોપને શંકા

એથેન્સ:ગ્રીસ સરકાર બુધવારે તેના ધિરાણકારોની માંગણી સામે નમતું જોખવાના મૂડમાં હતી. બેઇલઆઉટ પ્રોગ્રામ સમાપ્ત થયા બાદ વધારે રાહત મેળવવા માટે ગ્રીસ ભારે પ્રયાસ કરી રહ્યું છે.

વડાપ્રધાન એલેક્સિસ સિપ્રાસે કહ્યું છે કે ગ્રીસ અમુક નાના ફેરફારોને બાદ કરતાં બેઇલઆઉટની તમામ શરતો માન્ય રાખશે. તેમણે આ મુજબનો પત્ર યુરોપિયન કમિશન, આઇએમએફ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કને લખ્યો છે. સિપ્રાસે 29.1 અબજ ડોલરના ત્રીજા રેસ્ક્યુ પેકેજની દરખાસ્ત કરી છે. 1.6 અબજ ડોલરનું આઇએમએફ ડેટ પેકેજ મંગળવારે સમાપ્ત થઈ ગયું હતું.

યુરોપિયન અધિકારીઓએ કહ્યું કે ગ્રીસમાં જનમત લેવાય તે પહેલાં કોઈ ડીલ નહીં થઈ શકે. તેના કારણે વડાપ્રધાન એલેક્સિસ સિપ્રાસ રવિવારે વોટ કરાવશે કે નહીં તે વિશે સવાલ પેદા થયા છે. ધિરાણકારોએ વોટિંગનો ઉગ્ર વિરોધ કર્યો છે. યુરોપિયન ઇન્ટરગવર્નમેન્ટલ સંસ્થાના એક વડાએ કહ્યું કે આવો કોઈ પણ જનમત આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનો નહીં ગણાય.

યુરોપિયન લોનના બદલામાં બજેટમાં તીવ્ર કાપ મૂકવો કે નહીં તેવા જનમતની વિગત હજુ સ્પષ્ટ નથી. ગ્રીક 'ના' માટે વોટિંગ કરે તો શું થશે અને તે યુરો ઝોનમાંથી બહાર નીકળી જશે કે નહીં તે સ્પષ્ટ નથી.

ચૂંટણી અને માનવ અધિકારો પર દેખરેખ રાખતી સંસ્થા કાઉન્સિલ ઓફ યુરોપ પાસે કોઈ નિર્ણય લાગુ કરવાની સત્તા નથી. પરંતુ જનમતને આંતરરાષ્ટ્રીય સ્તરનો ગણવામાં નહીં આવે તેવી જાહેરાત સરકારની યોજના માટે ફટકા સમાન છે.

આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે આવાં પગલાં પહેલાં ઓછામાં ઓછાં બે સપ્તાહ સુધી ચર્ચાનો સમય મળવો જરૂરી છે. ગ્રીસની સ્થિતિ પર ચર્ચા કરવા યુરો ઝોનના નાણામંત્રીઓ ફરી બેઠક યોજવાના છે. કેટલાક અધિકારીઓએ કહ્યું કે મંગળવારે રાતે ગ્રીસે કરેલી ઓફર અપૂરતી છે અને જનમત અગાઉ કોઈ ડીલ નહીં થઈ શકે.

પ્રસ્તાવિત ખર્ચકાપની દરખાસ્તને સળંગ પાંચ મહિના સુધી ફગાવ્યા પછી સિપ્રાસ હવે નરમ પડ્યા હોય તેવું લાગે છે. ગ્રીક અધિકારીઓએ કહ્યું કે ધિરાણકારો સાથે કોઈ પણ ડીલ થશે તો રેફરન્ડમ (જનમત) રદ ગણાશે.

સિપ્રાસે કહ્યું છે કે ગ્રીસ તેના ટાપુઓ પર વેટનો નીચો સ્તર રાખી શકતું હોય તો તેઓ ડીલ માટે તૈયાર છે. તેમણે બીજી કેટલીક શરતોની પણ વાત કરી છે. ગ્રીસ તેના લશ્કરી બજેટમાં કાપને ઘટાડવા માંગે છે અને નિવૃત્ત લોકોને મળતી કેટલીક સહાયમાં કાપને વિલંબિત કરવા માંગે છે.

ગ્રીસમાં બેન્કોમાંથી નાણાં ઉપાડવા પર પ્રતિબંધ મુકાયા પછી ઘણા એટીએમમાં 20 યુરોની નોટ ખતમ થઈ ગઈ છે. નાગરિકોને એક દિવસમાં કાર્ડ દીઠ વધુમાં વધુ 50 યુરો ઉપાડવાની છૂટ છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 14
17:30 OPEC Monthly Market Report 1
18:00 Wholesale Sales (MoM) 1 0.3% 0.4% 1.4% Revised from 1.2%
21:00 6-Month Bill Auction 1 4.06% 4.00%
21:00 3-Month Bill Auction 1 4.225% 4.175%
21:30 Fed's Barkin speech 2
22:30 Fed's Waller speech 2
Tuesday, Apr 15
01:30 Fed's Harker speech 2
04:15 Food Price Index (MoM) 1 -0.5%
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 0.5% 0.9%
05:10 Fed's Bostic speech 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener