Translate

Monday, February 4, 2013

બજારમાં સાધારણ નરમાઈના સંકેત

અગાઉ નિફ્ટી પાછલા કેટલાંક વખતથી 6,110-6,000 ની સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યો હતો . શુક્રવારે તેણે નિર્ણાયક રીતે 6,000 ની નીચે બંધ આપ્યું હતું , જે મંદીનો સંકેત આપી રહ્યું છે .

આપણે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં વેચવાલી જોઈ હતી . જ્યારે સપ્તાહને અંતે ટ્રેન્ડમાં પરિવર્તન જોવા મળ્યું હતું . વેચવાલી મોટે ભાગે મુખ્ય હરોળના શેરોમાં જોવા મળી હતી .

નિફ્ટીએ 6000 નો ટેકો ગુમાવ્યો છે . આગામી દિવસોમાં નિફ્ટી 5,950 અને 5,900 ની સપાટી દર્શાવે તેવી અપેક્ષા રાખી શકીએ .

આક્રમક ટ્રેડર્સ નિફ્ટીમાં 6,000 નો પુટ ઓપ્શન ખરીદી શકે અને સમાન એક્સપાયરીનો 6,100 નો કોલ ઓપ્શન વેચી શકે .

પોઝિશન ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સમેટી લેવી જોઈએ . ઓછું જોખમ લેનારાઓ ફેબ્રુઆરી સિરીઝનો 5,900 નો પુટ ઓપ્શન ખરીદી શકે .

ગય સપ્તાહે જારી થયેલા સરકારી આંકડા મુજબ એપ્રિલથી ડિસેમ્બર મહિનાઓ દરમિયાન દેશની નાણાકીય ખાધ 4.07 ટ્રિલિયન રૂપિયા (76.22 અબજ ડોલર ) રહી હતી જે , 2012-13 ના બજેટ લક્ષ્યાંકના 78.8 ટકા જેટલી હતી .

અગ્રણી હરોળના શેરોમાં ભારતી ટેલિ , એલ એન્ડ ટી , ટાટા મોટર્સ , ટાટા સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નબળા જણાય છે અને વધુમાં વધુ ત્રણ દિવસ માટે શેરોમાં પુટ ઓપ્શન ખરીદી શકાય છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports