Translate

BSE-NSE Ticker

Monday, February 4, 2013

વોલ્યુમ ઘટતાં કેટલાક સ્ટોક બ્રોકરો અન્ય ધંધા તરફ વળ્યા

મુંબઈ : ઘણા શેરદલાલો તેમના વ્યસાયથી અલગ હેલ્થકેર , રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને રેસ્ટોરાં ચેઇનમાં ઝંપલાવી રહ્યા છે , કારણ કે ઓનલાઇન ટ્રેડિંગની સ્પર્ધાના લીધે ટ્રેડિંગ વોલ્યુમ ઘટ્યું છે તથા માર્જિન્સમાં તળિયે ગયા છે .

એન્જલ બ્રોકર્સના માલિક દિનેશ ઠક્કરે ફિટનેસ ક્લબ ' 48 ફિટનેસ ' શરૂ કરી છે અને તેઓ સમગ્ર દેશમાં તેની ચેઇન શરૂ કરવાનું આયોજન ધરાવે છે .

ઠક્કરનું કહેવું છે કે , રિટેલ બ્રોકિંગ અમારા જૂથના મુખ્ય વ્યવસાય તરીકે ચાલુ રહેશે , પરંતુ સારું આરોગ્ય અને સુખાકારી પ્રાપ્ત કરવા અંગે યોગ્ય માહિતી અને પદ્ધતિઓ શોધતા લોકોને ફિટનેસના જ્ઞાનનો જે રીતે પ્રચાર કરવામાં આવે છે તેમાં મોટો તફાવત અમારા ધ્યાનમાં આવ્યો છે . તેથી અમે મુંબઈમાં આધુનિક લક્ઝરી ફિટનેસ ક્લબ શરૂ કરીને ફિટનેસ સ્પેશમાં પ્રવેશ કર્યો છે .

પોષણ મૂડી એન્જલ ગ્રૂપે પૂરી પાડી છે . જોકે , વ્યવસાય તેની જાતે વૃદ્ધિ પામીને ગ્રૂપથી સ્વતંત્ર રહીને તેના મૂડીમાળખાને સંભાળી શકે એમ છે . એમ દિનેશ ઠક્કરે જણાવ્યું હતું .

રીતે , બીએસઇ , એનએસઇ અને એમસીએક્સમાં રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર અશોક કુમાર દામાણીએ પ્લેટિનમ હોસ્પિટાલિટી હેઠળ હોટેલ્સની એક શ્રુંખલા શરૂ કરી છે અને ધી કેપ્રિકોર્ન ગ્રૂપ અને એસએન ડેવલપર્સ એવી બે કંપનીઓ સાથે કોલકાતા અને ગુજરાતમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારના રિયલ એસ્ટેટમાં પણ ઝંપલાવ્યું છે .

બ્રોકરેજ કંપની , એસએસકેઆઇના સ્થાપક માલિક શ્રીપાલ મોરખિયાએ સ્માશ બ્રાન્ડ હેઠળ હોટેલ્સની ચેઇન શરૂ કરી છે . મોરખિયા બ્રોકિંગ વ્યવસાયમાં તકલીફના સંકેતો વહેલા પામી ગયા હતા અને તેથી તેમણે ચલચિત્ર નિર્માણમાં ઝુકાવ્યું હતું . નમન સિક્યોરિટીઝના માલિક જયેશ શાહ અત્યારે રેડી મિક્સ કોંક્રિટ બનાવતી કંપનીના માલિક છે .

પરંતુ અનેક બ્રોકર્સ કહે છે કે ઘટતા જતા વોલ્યુમ્સ અને માર્જિન્સના કારણે અનેક બ્રોકરોને તેમને તેમનો વ્યવસાય બંધ કરવો પડે , વેચી દેવો પડે અથવા અન્ય વ્યવસાય કરવાની ફરજ પડે એવી સ્થિતિ છે .

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝના સીએમડી મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે , તંગ સ્થિતિના કારણે બ્રોકિંગ ઉદ્યોગમાં ક્યાંક વ્યવસાય બંધ થાય કે કેટલાક વિલીનીકરણ અથવા વૈવિધ્યીકરણ થાય છે . કેશ માર્કેટમાં સંયુક્ત દૈનિક સરેરાશ ટર્નઓવર 2012 માં રૂ .18,500 કરોડ હતું તે 27 ટકા ઘટીને રૂ .13,500 કરોડ થયું છે .

કેટલાંક બ્રોકરેજિસ જેવા કે એડલવાઇસ અને ઇન્ડિયા ઇન્ફોલાઇન મ્યુચ્યુઅલ ફંડોથી લઈને ધિરાણ આપવા જેવી વિવિધ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ઓફર કરે છે અને તેમને ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીઓમાં ફેરવ્યા છે . ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ અને વીજ ક્ષેત્ર માટે હોમલોન્સ આપે છે .

બીએસઇ બ્રોકર્સ ફોરમના વાઇસ ચેરમેન આલોક ચુડીવાલાએ જણાવ્યું હતું કે , મોટાં બ્રોકરેજિસ ઉપરાંત અનેક નાના અને મધ્યમ બ્રોકરો અન્ય ધંધા તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યા છે , કારણ કે છેલ્લાં થોડાં વર્ષોમાં મંદીના બજારના કારણે રોકાણકારો કે બ્રોકરો નાણાં કમાઈ શક્યા નથી .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports